10.9.13

અંક જયોતિષ NUMEROLOGY

અંક જયોતિષ
 NUMEROLOGY

ભવિષ્ય જાણવાની અને મનુષ્ય જીવનની સમસ્યાઓ
ના નિરાકરણ માટેની વિવિધ પદ્ધતિઓ માં અંક-જ્યોતિષ પણ એક ઘણી જ પ્રચલિત પદ્ધતિ છે. અંક-જ્યોતિષમાં દરેક અંક ને જુદા જુદા ગુણધર્મો વાળા માનવામાં આવેછે અને સાથે સાથે દરેક અંક ને જે તે ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે.

આમ અંક-જ્યોતિષ ને જ્યોતિષશાસ્ત્રનં પુરક શાસ્ત્ર ગણી શકાય. સવારથી રાત સુધી અને જન્મ થી મૃત્યુ સુધી,દરેક માનવીય પ્રવૃત્તિમાં અંકનો ઉપયોગ આપણે કરતાજ રહીએ છીએ. અંક-શાસ્ત્રની મદદ થી ભવિષ્ય જાણવા માટે આપણે સૌ પ્રથમ આ વિષયના કેટલાક શબ્દો સમજવા પડશે.

મૂલાંક
ભાગ્યાંક
વર્ષ-આંક

અંક જ્યોતિષ પ્રમાણે મૂલાંક

અક-જ્યોતિષ દ્વારા ઉપાય માટે મુખ્યત્વે વ્યક્તિની જન્મ તારીખ, વ્યક્તિના નામના અક્ષરો ઉપરથી મેળવવામાં આવતો આંક તથા જે તે વર્ષનાં આંક નો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી પદ્ધતિ વાપરનારા વિદ્વાનો આ આંક ને જુદા જુદા નામે ઓળખાવે છે. – જેમ કે – હાલમાં એક ટીવી ચેનલ પર પ્રોગ્રામ આપતા અંક-શાસ્ત્રી ડ્રાયવર – કંડકટર અને પર્સનલ ઈયર જેવા શબ્દો વાપરે છે.


 મૂલાંક કેવી રીતે શોધવો
જન્મ તારીખ નાં આંક ને મૂલાંક કહેવામાં આવે છે. ફક્ત એક અંક વાળી તારીખ હોય તો જે તે તારીખ ને મૂલાંક ગણવામાં આવે છે. જેમ કે જન્મ તારીખ ૩ હોય તો આ વ્યક્તિ નો મૂલાંક ૩ ગણાશે.

જ્યારે જન્મ તારીખ બે અંક વાળી હોય ત્યારે મૂલાંક શોધવા માટે જન્મ તારીખ ને એક અંકમાં ફેરવવામાં આવે છે. બે આંકડા વાળી તારીખ હોય તો તે બંને અંક નો સરવાળો કરવો પડશે જેમકે જન્મ તારીખ ૨૧ હોય તો ૨ + ૧ = ૩ થાય છે આમ આ વ્યક્તિ નો મૂલાંક ૩ થયો ગણાશે. જન્મ તારીખ ૧૬  હોય તો ૧ + ૬ = ૭ થાય છે આમ આ વ્યક્તિ નો મૂલાંક ૭  થયો ગણાશે..

અંક જ્યોતિષ પ્રમાણે ભાગ્યાંક

જેમ મૂલાંક શોધવા માટે તારીખનાં અંક નો સરવાળો કરી એક આંક મેળવવામાં આવે છે તેવી જ રીતે ભાગ્યાંક શોધવા માટે તારીખ, મહિનો અને વર્ષ એ ત્રણેય અંક નો સરવાળો કરી એક આંક મેળવવામાં આવે છે.

જેમ કે કોઈ ની જન્મ તારીખ ૩.૧૨.૧૯૯૦ હોય તો ૩+૧+૨+૧+૯+૯+૦ = ૧૫ થશે હવે ૧૫ ને એક આંકડામાં ફેરવવાથી ૧=૫= ૬ થાય છે તેથી આ વ્યક્તિ નો ભાગ્યાંક ૬ ગણાશે.
જેની જન્મ તારીખ ૨૩.૫.૧૯૯૫ હોય તો ૨+૩+૫+૧+૯+૯+૫ = ૩૪ થશે  હવે ૩૪ ને એક આંકડામાં ફેરવવાથી ૩+૪=૭ થાય છે તેથી આ વ્યક્તિ નો ભાગ્યાંક ૭ ગણાશે

અંક જ્યોતિષ પ્રમાણે વર્ષ-આંક
 
જેમ ભાગ્યાંક શોધવા માટે તારીખ, મહિનો અને વર્ષ એ ત્રણેય અંક નો સરવાળો કરી એક આંક મેળવવામાં આવે છે તેવી જ રીતે વર્ષ-આંક મેળવવા માટે પણ કરવું પડે છે ફરક ફક્ત એટલો જ છે કે અહી જન્મ નં વર્ષ નહીં લેતા જે વર્ષ માટે નં પરિણામ જોવું હોય તે વર્ષ ગણવાનું છે.

જેમ કે કોઈ ની જન્મ તારીખ ૩.૧૨.૧૯૯૦ હોય અને વર્ષ ૨૦૧૨ માટે નં પરિણામ જોવું હોય તો તો ૩+૧+૨+અને  (૧+૯+૯+૦ ને બદલે) ૨+૦+૧+૨ = ૧૧ થશે હવે ૧૧  ને એક આંકડામાં ફેરવવાથી ૧+૧= ૨ થાય છે તેથી આ વ્યક્તિ નો વર્ષ-આંક ૨ ગણાશે.

જેની જન્મ તારીખ ૨૩.૫.૧૯૯૫ હોય અને વર્ષ ૨૦૧૨ માટે નં પરિણામ જોવું હોય તો તો ૨+૩+૫અને  (૧+૯+૯+૫ ને બદલે) ૨+૦+૧+૨ = ૧૫ થશે હવે ૧૫ ને એક આંકડામાં ફેરવવાથી ૧+૫ = ૬ થાય છે તેથી આ વ્યક્તિ નો વર્ષ-આંક ૬  ગણાશે.

મૂલાંક જે બાબતો માટે અનુકુળ હોય તે બાબતો નો જીવનમાં સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે ભાગ્યાંક પણ જે તે બાબત માટે સહાયક હોય. મૂલાંક અને ભાગ્યાંક પરસ્પર મિત્ર છે કે શત્રુ તે જાણવું મહત્વનું છે. વળી વ્યક્તિનું જીવન પથ અંક પણ મૂલાંક અને ભાગ્યાંક નં મિત્ર હોય તે જરુરી છે. મૂલાંક અને ભાગ્યાંક જન્મ તારીખ પર આધારિત હોવાથી બદલી શકતા નથી. આ પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાના નામ ના સ્પેલિંગ માં ફેરફાર કરી જીવન પથ અંક બદલી મૂલાંક અને ભાગ્યાંક સાથે મેળ બેસાડી જીવનમાં પ્રગતિ અને સુખ મેળવી શકે છે.
http://mahuv.blogspot.in/
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290