13.9.13

કરો આ 5 ઉપાય,સુખ-સમૃધ્ધિ બની રહેશે સદાય

Lakshmi-Ganesh Idol Is Very Special, These 5 Things Can Also Benefiting

કરો આ 5 ઉપાય,સુખ-સમૃધ્ધિ બની રહેશે સદાય

શાસ્ત્રમાં ધનની દેવી લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય બતાવવમાં આવ્યા છે. આ ઉપાયોને કરવાથી ચોક્કસપણે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધન પ્રાપ્તિના ઉપાયમાં કેટલીક વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જે માતા લક્ષ્મીને અતિપ્રિય છે. જો આ વસ્તુઓને તિજોરીમાં રાખવામાં આવે તોતે ઘરમાં ક્યારે પણ પૈસાની તંગી થતી નથી અને ધનમાં વૃદ્ધિ થતી જાય છે.

ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિ- ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિને ઘરમાં પૂજા ઘરમાં મૂકવી જોઈએ. દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી આવતી નથી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.


લઘુ નારિયેળ- આ નારિયેળ સામાન્ય નારિયેળ કરતાં સહેજ નાનું હોય છે. તંત્ર-મંત્રમાં આનું ખાસ મહત્વ છે. નારિયેળને દેવી લક્ષ્મીનો ફળ પણ કહેવાય છે. આ નારિયેળની વિધિસર પૂજા કરી એક લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખવું જોઈએ જ્યાં કોઈની નજર તેની ઉપર ન પડે. આ ઉપાય કરવાથી માં લક્ષ્મી અતિ પ્રસન્ન થશે.

કૌડી- કૌડી દરિયામાંથી નિકળે છે. દેખાવામાં તે સામાન્ય હોય છે પરંતુ તેનો પ્રભાવ વધુ હોય છે. લક્ષ્મીજી પણ દરિયામાંથી જ ઉત્પન્ન થયા છે. જેથી કૌડીમાં ધનને પોતાની તરફ આકર્ષિત કરવાનું એક કુદરતી ગુણ છે. કૌડીને ધનના સ્થાને મૂકવું શુભ માનવામાં આવે છે.

દક્ષિણાવર્તી શંખ- તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશે્ષ મહત્વ હોય છે. તેને ઘરમાં પૂજા સ્થાન અને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી તેની તરફ આકર્ષાય છે અને રંકને પણ રાજા બનાવી દે છે. આ અત્યંત ચમત્કારી ઉપાય છે.

લક્ષ્મીજીની ચરણ પાદુકા- માતા લક્ષ્મીની ચાંદીથી બનેલી ચરણ પાદુકા ને જ્યાં ધન મૂક્યું હોય તે સ્થાન પર મૂકવાથી લક્ષ્મીજી હમેશા તમારા ઘરમાં નિવાસ કરે છે.


http://mahuv.blogspot.com/ મહુવા ના બ્લોગ ની મુલાકાત લેતા રહેશો.

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.

https://www.facebook.com/MAHUVA364290















Is The Treatment Of Diseases Of Jewels, Gems Which Worn To Know What Disease


રત્નો છે બિમારીનો ઈલાજ,જાણો કયો રત્ન દૂર કરે છે કેવી બિમારી



રત્ન (મણિ)નો આપણા જીવન અને સ્વાસ્થ્ય પર ઘેરો પ્રભાવ પડે છે કારણ કે રત્નોમાં વિવિધ ગ્રહો પણ સામેલ હોય
છે. માણેકમાં સૂર્ય, મોતીમાં ચંદ્ર, ફરોઝમાં બુધ, પન્નામાં ગુરુ, હીરામાં શુક્ર, નીલમમાં શનિ અને વૈડૂર્યમાં રાહુનો નિવાસ હોય છે. શુદ્ધ અને દોષરહિત રત્ન ધારણ કરવાથી ગ્રહોને શાંતિ મળે છે અને રોગો પણ આપણાથી દૂર રહે છે. આ બધાં રત્નોની ભસ્મ બનાવી વિધિ મુજબ લેવાથી અનેક બિમારીઓનો ઈલાજ કરી શકાય છે.

આગળ જાણો કઈ બિમારી માટે કયો રત્ન પહેરવો જોઈએ..............

ગોમેદ- ગોમેદ રત્ન કાંતિવાન, વજનદાર, ચિકણો, સારો રંગ, તેજ હોય છે. ગોમેદને ધારણ કરવાથી આયુષ્ય, સુખ અને ધનની વૃદ્ધિ થાય છે. ઔષધી તરીકે આ રત્ન ઝેરને ખતમ કરે છે, પાચન શક્તિ વધારે છે, ખુજલી, કોઢ અને હરસ જેવા રોગો સામે રક્ષણ આપે છે.

હીરો- હીરા ચાર રંગના હોય છે. સફેદ, લાલ, પીળું અને કાળું. પાણીથી ભરેલા પીતળના વાસણમાં હીરાને નાંખી હલાવાથી તેમાં ચમકીલી લીટી પડે છે અને આવો હીરો જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ બળવાન બનાવે છે, વીર્યવર્ધક હોય છે, સુખકારક હોય છે અને બધાં રોગોનો નાશ કરે છે.

મોતી- રસાયણ ગ્રંથોમાં લખેલું છે કે, જાળું ગોળાકાર, સુંવાળું મોતી સારું હોય છે. મોતીથી શરીરમાં કોઈપણ પ્રકારની બળતરાની સમસ્યા દૂર થાય છે. જે મોતી સાફ અને પ્રભાવશાળી હોય છે તે પિત્ત દ્વારા થનારા રોગો સામે રક્ષણ પ્રદાન કરે છે. મોતી શુદ્ધ હોવાથી તે વિનમ્રતાનું પ્રતીક માનવામાં આવે છે.


વૈડૂર્ય- શુભ છાંયાવાળું, વજનદાર, સુંવાળું, સાફ અને શ્યામ કાંતિવાળા વૈડૂર્યને ઉત્તમ માનવામાં આવે છે. આ કલ્યાણકારી હોય છે. વૈડૂર્ય લોહી સંબંધી સમસ્યાઓથી છુટકારો અપાવે છે અને પિત્ત દ્વારા થનારા રોગોને પણ દૂર કરે છે.


નીલમ- નીલમ ધારણ કરવાથી શનિ દોષ દૂર થાય છે. નીલમની ભસ્મનું સેવન કરવાથી અસ્થમા, ઉધરસ, કફ અને પિત્ત દ્વારા થતાં રોગો દૂર થાય છે. આ વિશેષરૂપથી વાયુનો નાશ કરે છે. પાચન શક્તિ અને બુદ્ધિમાં વધારો કરે છે.

માણેક- માણેકના ચાર પ્રકાર હોય છે. માણેક, વૈડૂર્ય, સ્ફટિક અને એક અન્ય પ્રકાર. જે માણેકનો રંગ ઘાટો હોય, શુદ્ધ અને સુંવાળું હોય અને પોતાના પ્રભાવથી આસપાસની વસ્તુઓને પ્રભાવિત કરતું હોય તેને સારું ફળ આપનારું માણેક માનવામાં આવે છે. માણેક પિત્ત સંબંધી રોગોને ખતમ કરે છે.

---------------------------------------
http://mahuv.blogspot.com/

   મહુવા ના બ્લોગ ની મુલાકાત લેતા રહેશો.



પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290