પર્યુષણ
એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનો એક છે.
અન્ય મહત્ત્વનો તહેવાર છે દિવાળી.
સામાન્ય રીતે શ્વેતાંબર ફિરકાના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે.
શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, "જોડાવું" અથવા "સાથે આવવું".
આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ
અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. [૧][૨] પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે.
અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.
આ કાળ દરમ્યાન મોડામાં મોડી ભાદરવા સુદ પાંચમ સુધી પર્યુષણની શરુઆત થઈ જવી જોઈએ. પ્રાચીન લિપીઓમાં એવું વર્ણન આવ્યું છે
કે ભગવાન મહાવીર પર્યુષણની શરૂઆત ભાદરવા સુદ પાંચમના કરતાં હતાં. ભગવાન મહાવીરના ૧૫૦ વર્ષ પછી જૈન સંવત્સરીને
ભાદરવા સુદ ચોથના દિવસે ખસેડવામાં આવી અને ૨૨૦૦ વર્ષોથી જૈનો ચતુર્થીના દિવસે સંવત્સરી ઉજવે છે.
================
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
================
જૈન ધર્મ
જૈનત્વ
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે
પ્રાર્થના અને સંકલ્પ (પ્રતિજ્ઞાઓ)
નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્
· અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર ·
મૂળ પરિકલ્પના
કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર ·
મુખ્ય વ્યક્તિ વિશેષ
૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર
જૈનત્વનો ક્ષેત્ર વ્યાપ
ભારત · પશ્ચિમ · અમેરિકા
પંથ
શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક
ગ્રંથ
કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ
અન્ય
તહેવાર
પર્યુષણ · દિવાળી
===============

=============
જૈન ધર્મ અથવા જૈનત્વ ભારતમાં ઉદ્ભવેલો અને પાળવામાં આવતો એક ધર્મ છે, જે મૂળ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે.
જૈન ધર્મનાં અનુયાયીઓને શ્રાવક કહેવામાં આવે છે. મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા તથા,
પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાનની ગણના થાય છે. આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર,
અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર તરીકે પૂજાય છે.
નાનપણથીજ નિડર એવા મહાવીર સ્વામીનુ બાળપણ મહેલમાં વિત્યુ.
આ ધર્મના મૂખ્ય બે સંપ્રદાય છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા અનુસાર તેમણે યશોદા સાથે લગ્ન કર્યા હતા
અને તેમની પુત્રીનુ નામ પ્રિયદર્શના હતું. જ્યારે દિગંબર સંપ્રદાય તેમને બાળ બ્રહ્મચારી માને છે. ત્રીસમાં વર્ષે મહાવીરે ગૃહત્યાગ કર્યો હતો.
તેમણે બાર વર્ષની આકરી તપસ્યા કરીને મન પર વિજય મેળવ્યો હતો. આ તપસ્યા દરમિયાન તેમણે માનવ અને કુદરત સર્જીત અનેક
મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
દિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:
મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૨ વર્ષમાં ૩ કેવળી થઈ ગયા: ૧. ગૌતમ સ્વામી ૨. સુધર્મ સ્વામી ૩. જમ્બુ સ્વામી.
તેમના પછી પાંચ શ્રુતકેવળી થઈ ગયા: ૧. વિષ્ણુદેવ ૨. નંદીમિત્ર ૩. અપરાજિત ૪. ગોવર્ધન ૫. ભદ્રબાહુ .
ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુષ્કાળ પડવાનો છે, તેથી તેમણે દુષ્કાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ ભારત તરફ ગમન કર્યું.
તેમના પછી પરંપરામાં ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા. તેમણે પોતાનું
જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા. ગુણભદ્ર આચાર્યની
પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં.
જૈન ધર્મ એ હિન્દુ ધર્મ સાથે વિશેષ સામ્ય ધરાવે છે.
જૈન ધર્મના નિયમોને માની તેનું પાલન કરનારાના વ્યક્તિઓને શ્રાવક અને શ્રાવિકા કહે છે.

છ આવશ્યક
શ્રાવક શ્રાવિકા ઓ માટે જૈન દર્શનમાં છ આવશ્યક ક્રિયા બતાવી છે.તે આવશ્યક સૂત્રનો ભાગ છે. તે ક્રિયાઓ (૧) સામાયિક (૨)ચતુર્વિશતિ સ્તવ
(૩) વંદના (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન
================
પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું, પાપની આલોચના કરવી, અશુભ યોગમાંથી શુભયોગમાં આવવું અને વ્રતોમાં લાગેલ અતિચારોથી
પાછા ફરીને આવવાની ક્રિયા. પ્રતિક્રમણ એ આવશ્યક સૂત્રના છ અધ્યાયમાંનો એક છે પણ લૌકિક બોલચાલની ભાષામાં આવશ્યક
સૂત્રની ક્રિયાને જ પ્રતિક્રમણ તરીકે પણ ઓળખાય છે. જૈન ધર્મ પાળતાં દરેક જૈન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ બધાં
રોજ બે વખત પ્રતિક્રમણ કરે તેવો નિયમ છે. એક પ્રતિક્રમણ સવારનું હોય છે જેને ‘રાઈ પ્રતિક્રમણ’ કહેવાય છે. સાંજનું પ્રતિક્રમણ
‘દેવસી પ્રતિક્રમણ કહેવાય છે. આ ઉપરાંત ખાસ દિવસોનાં પ્રતિક્રમણ પણ હોય છે. જેમકે, ચૌદસની તિથિએ કરવાનું પખ્ખી પ્રતિક્રમણ કહેવાય.
ચાતુર્માસ શરૂ થાય ત્યારે, ચાતુર્માસ પુરૂ થાય ત્યારે, ફાગણ મહિનાની પહેલી ચૌદસ આ દિવસોના પ્રતિક્રમણને ચૌમાસી પ્રતિક્રમણ કહેવાય.
તેમ જ સૌથી મહત્વનું પ્રતિક્રમણ તે પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવતું (ભાદ્રપદ મહિનાની ચોથી તિથિ) સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય છે.
આમ કુલ પ્રતિક્રમણ પાંચ હોય છે. અજિતશાંતિ સ્તવનની ૩૮મી ગાથામાં આમ છેઃ પક્ખિઅ–ચઉમ્માસિઅ,–સંવચ્છરિએ અવસ્સ ભણિયવ્વો,
સોઅવ્વો સવ્વેહિં, ઉવસગ્ગ–નિવારણો એસો.
==================
નવકાર મંત્ર
૯ (નવ) પદો અને ૬૮ (અડસઠ) અક્ષરોના સમાવેશવાળા આ મહામંત્રનું ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા જૈન ધર્મમાં ઘણું મહત્વ છે.
નવકાર મંત્ર એ જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે.
આ મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત, અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે.
આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે.
એ પણ નોંધવા જેવું છે કે નવકાર મંત્રમાં કોઇનું પણ, અરિહંત કે સિધ્ધોનું પણ, નામ લેવામાં આવેલ નથી. મંત્રપાઠનાં સમયે,
જૈન ભક્ત તેમનાં ગુણોને યાદ કરે છે અને તેમનું અનુસરણ કરવાની કોશિશ કરે છે. માટે જ તેને નવકાર મંત્ર કહેવાય છે.
આ વાત જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતની પુષ્ટી કરે છે.
નવકાર મંત્ર ને નમસ્કાર મંત્ર પણ કહેવાય છે અને તે જૈન ધર્મનો ઘણો મહત્વનો મંત્ર છે.
મંત્ર
નમો અરિહંતાણં,
નમો સિધ્ધાણં,
નમો આયરિયાણં,
નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો,
સવ્વપાવ પ્પણાસણો.
મંગલાણં ચ સવ્વેસિં,
પઢમં હવઈ મંગલં.
એક અન્ય પરંપરામાં છેલ્લાં ચાર પદોમાં ચૂલિકાને બદલે
નમો નાણસ્સ
નમો દંસણસ્સ
નમો ચરિત્તસ્સ
નમો તવસ્સ
આ ચાર પદો વપરાય છે.
=======
અર્થ
મૂળ રૂપે નવકાર પાંચ પદોનો બનેલો છે. આના પ્રથમ પાંચ પદોમાં દેવ-ગુરુને નમસ્કાર કરાયા છે.
પાછળના ચાર પદ ચૂલિકા છે જે પાછળથી એ ધર્મ ગુરુઓ દ્વારા ઉમેરાઈ છે.
નવકારનો અર્થ આ પ્રમાણે છે:
નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને
નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને
નમસ્કાર હોજો આચાર્યજી ને
નમસ્કાર હોજો ઉપાધ્યાયજી ને
નમસ્કાર હોજો આ લોકને વિષે વિચરતા સૌ સાધુ-સાધ્વીજીઓને
ચુલિકા= મહિમા શ્લોક
આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે.
બધા પાપોનો નાશ કરનાર છે.
અને બધાં જ મંગલોમાં
પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે.
એક અન્ય પરંપરામાં છેલ્લાં ચાર પદોમાં ચૂલિકાને બદલે વપરાતા પદોના અર્થ જ્ઞાનને નમસ્કાર હો.
દર્શનને નમસ્કાર હો.
ચારિત્રને નમસ્કાર હો.
તપને નમસ્કાર હો.
===================

=====================
અરિહંત
અરિહંત નો અર્થ થાય છે: અરિ = શત્રુ, હંત= હણનાર.
==========
વ્યાખ્યા
આ શબ્દની વ્યાખ્યા જૈન મત અનુસાર : જેમણે દ્રવ્યથી (૧)જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય અને
(૪) અંતરાય; આ ચાર ધાતી કર્મનો નાશ કર્યો છે; એવા સદેહી, સર્વજ્ઞ, વીતરાગ પ્રભુને અરિહંત કહે છે.
-----------------
ભેદ
અરિહંતના બે ભેદ બતાવાયા છે : (૧) તીર્થંકર (૨) સામાન્ય કેવળી ભગવાન
-------------------
અરિહંતના ગુણો
જૈન દર્શન અરિહંતના ૧૨ ગુણ વર્ણવે છે.
(૧) અનંત જ્ઞાન
(૨) અનનંત દર્શન
(૩) અનંત ચારિત્ર
(૪) અનંત તપ
(૫) અનંત બળવીર્ય
(૬) અનંત ક્ષાયક સમ્યક્ત્વ
(૭) વજ્રઋષભ નારાચ સંહનન
(૮) સમચતુરસ્ત્ર સંસ્થાન
(૯) ચોત્રીસ અતિશય
(૧૦)પાંત્રીસ વાણીના ગુણો
(૧૧) એક હજાર આઠ ઉત્તમ લક્ષણ
(૧૨) ચોસઠ ઈન્દ્રોના પૂજનીય
==================૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
તીર્થંકર
જૈનત્વ પ્રમાણે તીર્થંકર એ એવી વ્યક્તિ છે જેઓ આત્મમુક્તિ ,બોધ પામી મોક્ષને પ્રાપ્ત કરે છે અને ત્યાર બાદ આધ્યાત્મિક માર્ગે ગવધવા
ઈચ્છુક આવનારી પેઢી માટે માર્ગદર્શક બને છે.
જૈન મત પ્રમાણે જે લોકો કેવળ જ્ઞાન પામે છે તેઓ મોક્ષમાં જાય છે તેમને કેવળી કે સિદ્ધ કહેવાય છે. પરંતુ એવા સિદ્ધ કે જેઓ જૈન સંઘની
સ્થાપના કરે છે તેને વિશ્વમાં ફેલાવે છે દુ:ખમય માનવજાતને મુક્તિનો માર્ગ બતાવે છે, તીર્થ પ્રવર્તાવે છે, તેવા સિદ્ધને તીર્થંકર કહેવાય છે.
============
અનુક્રમણિકા
૧ દ્રષ્ટિ નિક્ષેપ
૨ ખાસ તીર્થંકરો
૩ ૨૪ તીર્થંકરની માહિતી
૪ વિહરમાન તીર્થંકર
===========
દ્રષ્ટિ નિક્ષેપ
તીર્થંકર દ્વારા ચિંધેલો માર્ગ જૈન ધર્મના નિયમ બની જાય છે. તેર્થંકરોનું આંતરિક જ્ઞાન કે કેવળ જ્ઞાન આદર્શ અને એક સમાન હોય છે.
એક તીર્થંકરની શીખ અન્ય તીર્થંકરથેએ જુદી પડતી નથી. જોકે તેમની શીખની વુસ્તૃતિ તે સમયના લોકોની સમજણ શક્તિ અને હૃદયની
શુદ્ધતાની અનુસાર હોય છે. લોક મનસનો આધ્યાત્મીક વિકાસ અને હૃદયની શુદ્ધિ જેટલી વધુ તેટલો બોધ ટૂંકો કે ઓછો વિસ્તૃત હોય.
માનવ જીવના અંતે તીર્થંકર નિર્વાણ પામે છે, અર્થાત જન્મ મરણના અનંત ચક્રથી મુક્તિ પામે છે
જૈન દર્શનના મતે સમય્ અનંત છે તેની કોઈ શરૂઆત કે તેનો કોઈ અંત નથી. તે બળદ ગાડાંના પૈડાંની જેમ ફરતો રહે છે. આપણા આ
સમયના કાળ પહેલાં કાળ ચક્ર અનંત ફેરા ફરી છૂક્યું છે અને આગળ પન અનમ્ત ચક્રો ફર્યા કરશે. ૨૦૦૧૧માં આપને એક કાળ ચક્રના
અર્ધા ફેરાના ૨,૫૩૮ વર્ષ વીતી ચૂક્યાં છે.
જૈનો માને છે કે વિશ્વના આ ભાગમાં દર અર્ધ કાળ ચક્રમાં ૨૪ તીર્થંકરો જન્મે છે. અત્યારના કાળના પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમાજ
જીવન ના નિયમોનું લોકોને જ્ઞાન કરાવનુમ્ શ્રેય જાય છે. કહે છે કે તેમણે લોકોને અસિ-મસિ-કૃષિ શીખવી. આનિયમો લોકોને સમાજમાં
હળીમળીને રહેવા શીખવ્યું. અને ત્રીજા આરાના અં નજીક નિર્વાન પામ્યાં. ૨૮ મા અને અંતિમ તીર્થંકર મહાવીર(ઈ.પૂ.૫૯૯-૫૨૭)હતાંજેમના
અસ્તિત્વને ઇતિહાસ પણ માને છે. દિગંબર જૈનો માને છે કે ચોવીસેય તીર્થંકરો પુરુષ્હ હતાં કેમકે સ્ત્રી વેદ મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે.,
પણ શ્વેતાંબર માને છે કે ૧૯ મા તીર્થંકર મલ્લિનાથ સ્ત્રી હતાં અને લિંગ કે જાતિ એ મોક્ષપ્રાપ્તિ માટે બંધન કર્તા નથી.
હવે નવા તીર્થંકર આગલાં અર્ધ કાળ ચક્ર (ચડતો)ના ત્રીજા આરાની શરૂઆતમાં લગભગ ૮૧,૫૦૦ વર્ષ પછી.
તીર્થંકરો લોકોને મોક્ષમાર્ગ બતાવે છે આથે તેમની મૂર્તિઓએ જૈન દેરાસરો કે જૈન મંદિરોમાં પૂજવામાં આવે છે. તીર્થંકરો એ ભગવાન કે
ભગવાનો નથી. સૃષ્ટિના રચેતાના સંદર્ભમાં જૈનો કોઈ ભગવાનને માનતા નથી. તેઓ જ્ઞાની પામેલ સિદ્ધ આત્માઓ છે.
============
ખાસ તીર્થંકરો
તીર્થંકરોનું વર્ણન વિવિધ રૂપે કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમને પદ્માસન બેઠેલા દર્શાવવામાં આવે છે. તેમાંના માત્ર બે ને જુદી
રીતે દર્શાવવામાં આવે છે ત્રેવીશમાં તીર્થંકર પાર્શ્વનાથના માથા પર શેષ નાગ બતાવવામાં આવે છે અને દિગંબર પ્રથામાં સાતમા
સુપાર્શ્વનાથના માથે અમુક નાગની ફેણનો નાનો સમૂહ બતાવવામાં આવે છે.
દિગંબર પરંપરા અનુસાર તેમની પ્રતિમા નિર્વસ્ત્ર હોય છે જ્યારે મૂર્તિપુજક શ્વેતાંબરો તેમના મંદિરની પ્રતિમાને ઘરેણાં, મુગટ આદિથી
શણગારે છે. તીર્થંકરોને તેમના આસન પર દર્શાવેલ લાંછન કે ચિન્હ અથવા તેમના ક્ષેત્ર રક્ષક દેવ દ્વારા ઓળખાય છે.
વીસમાં મુનિસુવ્રત અને બાવીસમાં નેમિનાથને બાદ કરતાં બાકીના બધાં તીર્થકરો ઈક્ષ્વાકુ કુળના હતાં. બાકી રહેલા બે તીર્થંકરો હરિવંશના હતાં.
જૈન દર્શન પ્રમાને પ્રથમ તીર્થંકર ઋષભદેવ દ્વારા શરૂ થયેલ કુળ ઈક્ષ્વાકુ કુળ તરીકે ઓળખાય છે.
ઋષભદેવને છોડીને બાકીના સર્વે તીર્થંકરોની દીક્ષા સ્થળ અને કેવળ જ્ઞાન પ્રાપ્તિ તેમની જન્મ સ્થળે જ થઈ હતી.
ઋષભ દેવને પુરિમતળ મામ્ , નેમિનાથને ગિરનારમાં અને મહાવીરસ્વાની રુજુવલુકા નદીને કિનારે કેવળ જ્ઞાન થયું.
વીસ તીથંકર સમ્મેત શિખર પર નિર્વાણ પામ્યાં. દિગંબરો માને છે કે ઋષભદેવ કૈલાશ પર્વત પ્ર નિર્વાણ પામ્યામ્ અને શ્વેતાંબરો માને છે કે
અષ્ટાપદ પર્વત પર તેઓ નિર્વાણ પામ્યાં. વાસુપુજ્ય ઉત્તરબંગાળમાં આવેલ ચમ્પાપુરીમાં નિર્વાણ પામ્યાં ; નેમિનાથ ગુજરાતના ગિરનાર
પર્વત પર નિર્વાણ પામ્યાં અને મહાવીર સ્વામી આજના બિહારના પટના નજીક પાવપુરીમાં નિર્વાણ પામ્યાં.
એકવીસ તીર્થકરો ઊભી કાર્યોત્સર્ગ મુદ્રામાં નિર્વાણ પામ્યાં જ્યારે ઋષભ, નેમિનાથ અને મહાવીર પદ્માસન કાર્યોત્સર્ગ મુદ્રામાં નિર્વાન
પામી મોક્ષગામી બન્યાં
==========------------------==
૨૪ તીર્થંકરની માહિતી
તીર્થંકર જન્મ પહેલાનું દેવલોક જન્મ સ્થળ;
અભિષેક સ્થળ પિતા-માતા વર્ણ લાંછન (ચિન્હ) ઊંચાઈ આયુષ્ય વૃક્ષ ક્ષેત્રરક્ષક દેવ
આત્મા શિષ્ય;
શિષ્યા નિર્વાણ સ્થળ જન્મ
===========================================
૧ ઋષભ સર્વાર્થસિદ્ધ વિનિતાનગરી;
પાલીતણા નાભિરાજા
મરુદેવી સુવર્ણ વૃષભ કે બળદ ૧,૫૦૦ મીટર ૫૯૨.૭૦૪ ૧૦૧૮ વર્ષ વટ (વડ) ગોમુખ અને
ચક્રેશ્વરી પુંડરિક;
બ્રાહ્મી અષ્ટાપદ (કૈલાશ) ૧૦૨૨૪ વર્ષ પહેલાં
==============================================
૨ અજિતનાથ વિજયવિમાન આયોધ્યા;
સમ્મેત શિખર જિતશત્રુ
વિજયમાતા સુવર્ણ હાથી ૧,૩૫૦ મીટર ૫૦૮.૦૩૨ ૧૦૧૮ વર્ષ સાલ
મહાયક્ષ અને
અજિતબાલા;
અથવા રોહીણી સિંહસેન;
ફાલ્ગુ સમ્મેત શિખર ૫ x ૧૦૨૨૩ વર્ષ પહેલાં
================================================
૩ સંભવનાથ સાતમી કે ઉવારીમા ગ્રૈવેયક સવાથી;
શ્રાવસ્તી જીતારી
by સેનમાતા સુવર્ણ અશ્વ ૧,૨૦૦ મીટર ૪૨૩.૩૬૦ ૧૦૧૮ વર્ષ પ્રયાલા
ત્રિમુખ અને
દુરીતારી;
અથવા પ્રજ્ઞપ્તી ચારુ;
સ્યામા સમ્મેત શિખર ૨ x ૧૦૨૨૩ વર્ષ પહેલાં

૪ અભિનંદનનાથ જયંતવિમાન આયોધ્યા;
સમ્મેત શિખર સંવરરાજા
સિદ્ધાર્થાદેવી સુવર્ણ વાનર ૧,૦૫૦ મીટર ૩૫૨.૮ ૧૦૧૮ વર્ષ પ્રિયાંગુ
નાયક અને
કાલિકા; કે
યક્ષેશ્વર અને
વજ્રશૃંખલા વજ્રનાભ;
અજીતા સમ્મેત શિખર ૧૦૨૨૩ વર્ષ પહેલાં
=======================================
૫ સુમતિનાથ જયંતવિમાન આયોધ્યા;
સમ્મેત શિખર મેઘરાજા
મંગલા સુવર્ણ કૌંચ પક્ષી
૯૦૦ મીટર ૨૮૨.૨૪ ૧૦૧૮ વર્ષ સાલ તુંબુરુ અને
મહાકાલી; કે
પુરુષદત્તા ચરમ;
કશ્યપિ સમ્મેત શિખર ૧૦૨૨૨ વર્ષ પહેલાં
=======================================
૬ પદ્મપ્રભ નવમી ગ્રૈવેયક કૌશંબી;
સમ્મેત શિખર શ્રીધર
સુશીમા લાલ કમળ ૭૫૦ મીટર ૨૧૧.૬૮ ૧૦૧૮ વર્ષ છત્ર કુસુમ અને
શ્યામા; કે
મનોવેગ
કે મનોગુપ્તિ પ્રધ્યોતન;
રતિ સમ્મેત શિખર ૧૦૨૨૧ વર્ષ પહેલાં
==================================
૭ સુપાર્શ્વનાથ મધ્યમ ગ્રૈવેયક વારાણસી;
સમ્મેત શિખર પરિક્ષિત રાજા
પૃથ્વી સુવર્ણ
રાતો સ્વસ્તિક ૬૦૦ મીટર ૧૪૧.૧૨ ૧૦૧૮ વર્ષ શિરિષ
માતંગ
અને શાંતા; કે
વરનંદી
અને કાલી વિદિર્ભ;
સોમા સમ્મેત શિખર ૧૦૨૨૦ વર્ષ પહેલાં
==============================
૮ ચંદ્રપ્રભ વિજયંત ચંદ્રપુર;
સમ્મેત શિખર મહાસેનરાજા
લક્ષમણા ધવલ ચંદ્ર ૪૫૦ મીટર ૭૦.૫૬ ૧૦૧૮ વર્ષ નાગ વિજય અને
ભૃકુટિ; અથવા
શ્યામા કે વિજય
અને જ્વાલામાલિની દિન;
સુમન સમ્મેત શિખર ૧૦૨૧૯ વર્ષ પહેલાં
===============================
૯ પુષ્પદંત
સુવિધિનાથ આણત દેવલોક કાનંદીનગરી;
સમ્મેત શિખર સુગ્રીવરાજા
રામરાણી ધવલ મગર ૩૦૦ મીટર ૧૪.૧૧૨ ૧૦૧૮ વર્ષ સલી અજીત અને
સુત્રક;
અથવા મહાકાલી વરાહક;
વરુણી સમ્મેત શિખર ૧૦૨૧૮ વર્ષ પહેલાં
===================================
૧૦ શીતલનાથ અચ્યુતદેવલોક ભદ્રપુરા કે ભદ્દીલપુર;
સમ્મેત શિખર દૃધરથ
નંદ સુવર્ણ કલ્પવૃક્ષ
૨૭૦ મીટર ૭.૦૫૬ ૧૦૧૮ વર્ષ પ્રિયંગુ બ્રહ્મા અને
અશોક; કે
માનવી નંદ;
સુજશા સમ્મેત શિખર ૧૦૨૧૭ વર્ષ પહેલાં
===============================
૧૧ શ્રેયાંસનાથ અછ્યુત દેવલોક સિંહપુરી;
સમ્મેત શિખર વિષ્ણુરાજા
વિષ્ણા સુવર્ણ ગેંડો ૨૪૦ મીટર ૮,૪૦૦,૦૦૦ વર્ષ તંડુક યક્ષેત અને
માનવી; કે
ઈશ્વર અને
ગૌરી કશ્યપ;
ધારીણી સમ્મેત શિખર ૧૦૨૧૨ વર્ષ પહેલાં
=================================
૧૨ વાસુપુજ્ય પ્રાણતદેવલોક ચમ્પાપુરી;
સમ્મેત શિખર વાસુપુજ્ય
જયા લાલ મહિષ (માદા ભેંસ) ૨૧૦ મીટર ૭,૨૦૦,૦૦૦ વર્ષ પાટલા
કુમાર અને
ચંદા; અથવા
ગાંધારી શુભમ;
ધરણી ચમ્પાપુરી ૪ x ૧૦૨૧૧ વર્ષ પહેલાં
===============================
૧૩ વિમલનાથ મહાસર દેવલોક કમ્પીલ્યપુર;
સમ્મેત શિખર કૃતવર્મારાજા
શ્યામા સુવર્ણ સુવર ૧૮૦ મીટર ૬,૦૦૦,૦૦૦ વર્ષ જાંબુ
શન્મુખા અને
વિદિતા; અથવા
વૈરોતી મંદાર;
ધરા સમ્મેત શિખર ૧.૬ x ૧૦૨૧૧ વર્ષ પહેલાં
================================
૧૪ અનંતનાથ પ્રાણત દેવલોક આયોધ્યા;
સમ્મેત શિખર સિંહસેન
અને સુયશા
અથવા સુજશા સુવર્ણ સિંચાણ ૧૫૦ મીટર ૩,૦૦૦,૦૦૦ વર્ષ અશોક
પાટલા અને
અંકુશ; અથવા
અનંતમતિ જસ ;
પદ્મા સમ્મેત શિખર ૭ x ૧૦૨૧૦ વર્ષ પહેલાં
===================================
૧૫ ધર્મનાથ વિજયવિમાન રત્નપુરી;
સમ્મેત શિખર ભાનુરાજા
સુવ્રતા સુવર્ણ વજ્ર ૧૩૫ મીટર ૨,૫૦૦,૦૦૦ વર્ષ દધીપર્ણ
કિન્નર અને
કંદર્પ;
કે માનસી અરિષ્ઠ;
અર્થશિવ સમ્મેત શિખર ૩ x ૧૦૨૧૦ વર્ષ પહેલાં
====================================
૧૬ શાંતિનાથ સર્વાર્થસિદ્ધ ગજપુર કે હસ્તિનાપુરી;
સમ્મેત શિખર વિશ્વસેન
અચિરા સુવર્ણ હરણ ૧૨૦ મીટર ૧૦૦,૦૦૦ વર્ષ નંદી
ગરુડ અને
નિર્વાણી; કે
કિંપુરુશા અને
મહામાનસી ચક્રયુધ;
સુચિ સમ્મેત શિખર ૧૦૧૯૪ વર્ષ પહેલાં
======================================
૧૭ કુંથુનાથ સર્વાર્થસિદ્ધ ગજપુર;
સમ્મેત શિખર સૂરારાજા
શ્રી રાની સુવર્ણ બકરી ૧૦૫ મીટર ૯૫,૦૦૦ વર્ષ ભીલક ગાંધર્વ અને
બાલા; કે
વિજય સાંબ;
દામિની સમ્મેત શિખર ૧૦૧૯૪ વર્ષ પહેલાં

૧૮ અરનાથ સર્વાર્થસિદ્ધ ગજપુર;
સમ્મેત શિખર સુદર્શન
દેવીરાણી સુવર્ણ માછલી અથવા
મીન યુગ્મ ૯૦ મીટર ૮૪,૦૦૦ વર્ષ આંબો યક્ષેતા અને
ધના; કે
કેંદ્ર અને
અજિતા કુંભ;
રક્ષિતા સમ્મેત શિખર ૧૬,૫૮૪,૯૮૦ ઈ. પૂ.

૧૯ મલ્લિનાથ જયંતદેવલોક મિથિલા;
સમ્મેત શિખર કુંભરાજા
પ્રભાવતી નીલ જર કે કળશ ૭૫ મીટર ૫૫,૦૦૦ વર્ષ અશોક કુબેર અને
ધારણપ્રિયા;
અથવા અપરાજિતા અભિક્ષક;
ભનુમતિ સમ્મેત શિખર ૬,૫૮૪,૯૮૦ ઈ. પૂ.
===============================================
૨૦ મુનિસુવ્રત પરતાજિત દેવલોક રાજગૃહી;
સમ્મેત શિખર સુમિત્રરાજા
પદ્માવતી શ્યામ કાચબો ૬૦ મીટર ૩૦,૦૦૦ વર્ષ ચંપક
વરુણ અને
નરદત્ત; કે
બહુરુપિણી મલ્લિ;
પુષ્પાવતી સમ્મેત શિખર ૧,૧૮૪,૯૮૦ ઈ. પૂ.
========================================
૨૧ નમિનાથ પ્રાણત દેવલોક મિથિલા;
સમ્મેત શિખર વિજયરાજા
વિપ્રારાણી પીળો;
નીલ કમલ ૪૫ મીટર ૧૦,૦૦૦ વર્ષ બકુલ
બૃકુટિ અને
ગાંધારી; કે
ચામુંડી શુભા;
અનિલા સમ્મેત શિખર ૫૮૪,૯૭૯ ઈ. પૂ.
=======================================
૨૨ નેમનાથ અપરાજિતા સૌરીપુર અને ઉજ્જૈની;
ગિરનાર પર્વત સમુદ્રવિજય
અને શિવાદેવી શ્યામ શંખ ૩૦ મીટર ૧,૦૦૦ વર્ષ વેતસ ગોમેઘ અને
અંબિકા; અથવા
સર્વાહન અને
કુશ્માન્દીની વરદત્ત;
યક્ષદિન્ન ગિરનાર પર્વત ૩૨૨૮ ઈ. પૂ.
================================
૨૩ પાર્શ્વનાથ પ્રાણત દેવલોક વારાણસી;
સમ્મેત શિખર અશ્વસેનરાજાઅ
વામાદેવી નીલ સાપ ૭.૭૧૪૨૮૫૨ ફૂટt ૧૦૦ વર્ષ ધાતકી
પાર્શ્વયક્ષ કે
ધરણેંદ્ર
અને પદ્માવતી આર્યદિન્ન;
પુષ્પચુડા સમ્મેત શિખર ૮૭૭ ઈ. પૂ.
================================
૨૪ મહાવીર પ્રાણત દેવલોક કુંડગ્રામ કે ક્ષત્રિયકુંડ ;
રીજુબાલિકા સિદ્ધાર્થરાજા,
શ્રેયશ કે
યશસ્વીન
ત્રિશલા
વિદ્છાદિન
કે પ્રિયકરની પીળો સિંહ ૭ ફૂટ ૭૨ વર્ષ સાગ માતંગ અને
સિદ્ધાયિકા ઈંદ્રભૂતિ;
ચંદનબાળા પાવાપુરી ૫૯૯ ઈ. પૂ.
----------------============welcome to our page don't' forget to like us.

મહાવીર સ્વામી
મહાવીર અર્થાત્ "મહાન નાયક કે અતિ બહાદૂર", એ નામ સામાન્ય રીતે જૈન તીર્થંકર "વર્ધમાન"ના સંદર્ભમાં વપરાતો શબ્દ છે
જેઓ ઈ.પૂ. ૫૯૯-૫૨૭ દર્મ્યાન થઈ ગયાં. [૧]) વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો છે. જૈન પરંપરા પ્રમાણે તેઓ ૨૪મા
અને અંતિમ તીર્થંકર હતાં . તમિળ ભાષામાં તેમને અરુકાણ્ અથવા અરુકાદેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીરપ્રભુ, સન્મતિ,
અતિવીર,અને જ્ઞાતપુત્ર તરીકે પણ થયો છે. બૌદ્ધત્વના પાલિ ગ્રંથમાં તેમનો ઉલ્લેખ નોગંથ નાતપુત્તા તરીકે થયો છે.
-----------------------
રાજકુમાર વર્ધમાનનો જન્મ
ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા
કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો. આ દિવસ આજના ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે.તેમના પિતાનું
નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું ત્રિશલા દેવી હતું. એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી
રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી.[૨] , આથી તેમને વર્ધમાન પણ કહે છે. માતાના ગર્ભમાં તેમના ચ્યવન પછી ધણી સારી
ઘટનાઓ ઘટી હતી જેમકે વૃક્ષો આદિ પર વિપુલ પ્રમાણમાં ફૂલોનું ખીલવું આદિ. રાણી ત્રિશલાને ૧૪ (શ્વેતાંબર મત પ્રમાણે
૧૪ અને દિગંબર મત પ્રમાણે ૧૬) શુભ સ્વપ્નો આવ્યાં હતાં જેને જૈન પરંપરામાં એક મહાન આત્માના અવતરણનું ચિન્હ મનાય છે.
જૈન પરંપરા માં એવું માનવામાં આવે છે કે તીર્થંકરના જન્મ પછી દેવતાઓના રાજા ઈંદ્ર તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જઈ
દૂધ આદિથી તેમનો અભિષેક કરી તેમનો જન્મોત્સવ ઉજવે છે અને ત્યાર બાદ તેમની માતાને સોંપી દે છે. વર્ધમાન મહાવીરનો
જન્મ દિવસ મહાવીર જન્મકલ્યાણક સ્વરૂપે ઉજવવામાં આવે છે જે વિશ્વના સૌ જૈનો માટે એક મહત્વપૂર્ણ તહેવાર હોય છે..
----------------------
શરૂઆતનો કાળ
રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે તેઓ રાજકુમાર તરીકે રહ્યાં હતાં.
---------------
આધ્યાત્મિક શોધ
ત્રીસ વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય , પરિવાર અને ભૌતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને ૧૨ વર્ષ
સંયમી જીવન ગાળ્યું.આ ૧૨ વર્ષ દરમ્યાન તેમણે મોટા ભાગનો સમય ધ્યાન અને આત્મચિંતનમાં ગાળ્યો. તેઓ માનવ, પ્રાણી અને
વનસ્પતિ સહીત સર્વ જીવોની જતના કરતાં અને તેમને દુ:ખ ન પહોંચે તેનું ધ્યાન રાખતાં. તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક
વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દરમિયાન તેમણે પોતાની ઈંદ્રીય પરના
અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આધ્યાત્મીક
સફરનો આ તેમનો સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.
----------------
સંયમી જીવન
કલ્પસૂત્ર નામના જૈન ગ્રંથમાં મહાવીર સ્વામીના સંયમી જીવનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે.
[૩]
સંયમી સાધુ મહાવીરે એક વર્ષ અને એક મહીના સુધી વસ્ત્રો ધારણ કર્યાં; ત્યાર બાદ તેઓ નિર્વસ્ત્ર જ ફરતાં, અને પોતાના ખોબામાં
જ આહાર વહોરીને ખાતા. બાર વર્ષ સુધી ત્યાગી જીવન ગાળ્યું તે દરમ્યાન તેમણે શરીરની જરા પણ પરવા ન કરી, તેની જરા પણ
શાતા સારવાર ન કરી. માનવ, પ્રાણી કે સંજોગો દ્વારા થતા સારા કે ખરાબ સૌ અનુભવો સમતા ભાવે સહન કર્યાં.
—કલ્પસૂત્ર ૧૧૭
---------------
પાછલા વર્ષો
પાછલા વર્ષો મહાવીરે ભારતના લોકોને આત્મીક મુક્તિનો શાસ્વત સત્ય માર્ગ બતાવવામાં કર્યો. તેઓ ખુલ્લા પગે અને નિર્વસ્ત્ર ફરતાં,
વાતાવરણનેએ તીવ્રતા સહન કરતાં, જીવનના કોણ પણ સ્તર પરથી તેઅમ્ની દેશના સાંભળવા આવેલા માણસોને મળતાં. એક સમયે
મહાવીરના ૩૭,૦૦૦,૦૦૦ અનુયાયીઓ હતાં. મહાવીરની દેશના અને જૈન તત્વજ્ઞાન સમજાવવા માટે કરેલા શ્રમને પરિણામ સ્વરૂપ
જૈન ધર્મના ફેલાવાને બળ મળ્યું.
૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં.
આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. કિન લોકો માને છે કે ભ્ગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ
ઈ. પૂ. ૫૯૯-૫૨૭ હતો જ્યારે અમુક વિદ્વાનો માને છે આ કાળ ઈ.પૂ.૫૪૯-૪૭૭નો હતો. [૪]
----------------
પૂર્વ જન્મો
ત્રેસઠ શલાકા પુરુષ અને ઉત્તર પુરાણ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં મહાવીરના પૂર્વ જન્મનો ઉલ્લેખ આવે છે. સંસાર ચક્રમાં રહેતાં
જીવ અનંત જન્મ લે છે. તીર્થંકરોના જન્મના કાળની ગણના ત્યારથી થાય છે જ્યારથી તેઓ સમયક્ત્વ કે તીર્થંકર નામ ગોત્ર કર્મ પામે છે.
તીર્થંકરના ભવ પહેલાં જૈન દર્શનમાં ભગવાન મહાવીરના ૨૬ ભવોનું વર્ણન આવે છે. [૫] તે આ પ્રમાણે છે:[૬]
નયસાર – ગામના મુખી, જેમણે જૈન સાધુનોઇ ઉપદેશ સાંભળીની અર્ધ આત્મજ્ઞાન મેળવ્યું.
દેવ - પ્રથમ સુધર્મ દેવલોક
મરિચિ રાજકુમાર – પ્રથમ તીર્થંકર ઋષભ દેવના પૌત્ર.
દેવ પાંચમા બ્રહ્મ દેવલોક
કૌશિક– બ્રાહ્મણ
પુષ્યમિત્ર– બ્રાહ્મણ
દેવ પ્રથમ સૌધર્મ દેવલોક
અગ્નિદ્યોત – બ્રાહ્મણ
દેવ બીજું ઈશન દેવલોક
અગ્નિભૂતિ – બ્રાહ્મણ
દેવ- ત્રીજું સુધર્મ
ભારદ્વાજ – બ્રાહ્મણ
દેવ - ચોથું મહેન્દ્ર
સ્થવીર – બ્રાહ્મણ
દેવ- પાંચમા બ્રહ્મ દેવલોક
રાજકુમાર વિષ્ણુભૂતિ
દેવ સાતમું મહાશુક્ર
ત્રિપુષ્ટ વાસુદેવ – કાલચક્રના પ્રથમ વાસુદેવ
નારક સાતમી નરકમાં
સિંહ
નારક ચોથી નરકમાં
માનવ (નામ અજ્ઞાત)
પ્રિયમિત્ર – ચક્રવર્તી (સાત ખંડના અધિપતી)
દેવ - સાતમું મહાશુક્ર દેવલોક
નંદન રાજકુમાર – તેમણે સ્વ-નિયંત્રણ દ્વારા તીર્થમ્કર નામ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.
દેવ - દસમું પ્રાણત દેવલોક
વર્ધમાન મહાવીર (અંતિમ ભવ)
--------------------
આધ્યાત્મ
મહાવીરના તત્વ ચિંતન અનુસાર આઠ મૂળભૂત સિદ્ધાંત છે. - ત્રણ આધ્યત્મીક અને પાંચ નૈતિક. જેનો ઉદ્દેશ્ય જીવન સ્તરની ઉન્નતી છે.
મહાવીરે શીખવાડ્યું કે અનંત કાળથી દરેક જીવ (આત્મા) તેણે કરેલા સારા અને ખરાબ કાર્યને પરિણામે તે કાર્મિક અણુઓ દ્વારા બંધાયેલો છે.
ક્રમો દ્વારા થયેલી ભ્રમણાને પરિણામે જીવને ભૈતિક દુનિયાની સુખ સમૃદ્ધિની હંગામી સામગ્રીમાં સુખ દેખાય છે. જેને પરિણામે જીવમાં સ્વાર્થ
સભર હિંસક વિચાર સરણી અને કાર્યો કરે છે. આગળ જતાં તેને કારણે ક્રોધ, નફરત, લાલચ અને અન્ય દુર્ગુણો વિકસે છે. આને કારણે
આગળ જતાં વધુ કર્મો બંધાય છે.
આત્માની મુક્તિ માટે મહાવીરે ચાર વસ્તુ જરુરી ગણાવી હતી, સમ્યક દર્શન (સાચો વિશ્વાસ) , સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર
(સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રનું ના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલા છે:
અહિંસા - કોઈ પણ સજીવને કાંઈ પણ હાનિ ન પહોંચાડવી;
સત્ય - હમેંશા સત્ય બોલવું;
અસ્તેય - અયોગ્ય રીતે દેવાયલું કાંઈ ન લેવું;
બ્રહ્મચાર્ય - મૈથુનીક આનંદ પ્રમોદથી દૂર રહેવું;
અપરિગ્રહ - ભૈતિક સામગ્રીઓના સંગ્રહથી પરહેજી.
અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતાં નથી. સાધુ અને સાધ્વીજીઓ ને
કઠોરતા પૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે.
મહાવીરે શીખવ્યું કે આધ્યાત્મીક દ્રષ્ટીએ પુરુષો અને સ્ત્રીઓ એક સમાન હોય છે અને બંને મોક્ષ મકે મુક્તિ ની શોધમાં સંસાર ત્યાગી
આત્મીક આનંદની પ્રાપ્તિમાં નીકળી શકે છે.
મહાવીર દ્વારા જીવનના દરેક સ્તરના લોકો આકર્ષિત થયાં હતાં; અમીર - ગરીબ, સ્ત્રીઓ - પુરુષો, છૂત- અછૂત. તેમણે તેમના
અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે.
મહાવીર સ્વામીની દેશનાને ગણધર તરીકે તેમના તેમના શિષ્યોએ સૂત્રમાં ગૂંથીને શ્રાવ્ય જ્ઞાન રૂપે સાચવ્યું. સમય વીતતો ગયો
તેમ ઘણાં આગમ સૂત્રિ ભૂલાતાં ગયાં અને નામશેષ થયાં કે બદલાઈ ગયાં. મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ
સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાઅવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.
મહાવીરના સમય પહેલાં પણ જૈનત્વનું અસ્તિત્વ હતું અને તેમની શિક્ષા તેમના પૂરોગામી અનુસાર જ હતી. આમ મહાવીર એક
વિહરમાન ધર્મના પરિવર્તક કે ઉદ્ધારક કે પ્રસારક હતાં. તેમણે આગલા તીર્થંકર પાર્શ્વનાથના ચીલાને આગળ ચલાવ્યો.જો કે
મહાવીરે તેમના સમ્યમાં પ્રચલિત સમાજ વ્યવસ્થા અનુસાર આધ્યાત્મના નિયમો રચ્યાં.
મહાવીર નિર્વાણ પછી જૈન સંઘવધુ અને વધુ જટિલ બનવા લાગ્યો. નાના મુદ્દે મતભેદો પડવા લાગ્યાં જોકે મહાવીરની મૂળભૂત
સીખમાં કાંઈ ફરક ન હતો. પાઘળની પેઢીઓમાં ક્રિયા કાંડો આદિ પ્રવેશ્યાં.
-------------------
ગ્રંથો
મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુઇસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ-૧ રચિત કલ્પસૂત્ર.
ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં - 'વર્ધમાનચરિત્ર- અસાગ દ્વારા લખાયું. [૭]
મહાવીર
૨૪મા જૈન તીર્થંકર
માહિતી
અન્ય નામ: વર્ધમાન,સન્મતિનાયક,વીર,મહા-અતિવીર, શ્રમણ, નિગંથ
અસ્તિત્વનો ઐતિહાસિક સમય: ૫૯૯–૫૨૭ ઈ.પૂ.
કુટુંબ
પિતા: સિદ્ધાર્થ
માતા: ત્રિશલા (પ્રિયકરણી)
કુળ: ઈક્ષ્વાકુ
સ્થળો
જન્મ: કુંડલગ્રામ (બિહાર, વૈશાલી જિલ્લો)
નિર્વાણ: પાવાપુરી (બિહાર, નાલંદા જિલ્લો)
Attributes
વર્ણ: પીળો
લાંછન: સિંહ
ઊંચાઈ: ૬ ફૂટ
મૃત્યુકાળે ઊંમર: ૭૨ વર્ષ
ક્ષેત્ર રક્ષક દેવ
યક્ષ: માતંગ
યક્ષિણી: સિદ્ધાયિકા
====================
http://www.cs.colostate.edu/~malaiya/mahavira.html
Shri Mahavir Swami Jain temple in Osiya
Bhagwan Mahavir Swami's Message
Read more: http://www.answers.com/topic/mahavira#ixzz2dev5PcDM
======================+++++++++++++++++++++++++++++++++++
વિહરમાન તીર્થંકર
અત્યારે કોઈ પણ તીર્થંકર વિહરમાન નથી. છેલ્લાં તીર્થંકર વર્ધમાન મહાવીર ૨૫૦૦ વર્ષ્હ પહેલામ્ થઈ ગયાં.
જોકે જૈનો માને છે કે વિશ્વ ક્યારેય તીર્થંકર વિનાનું રહેતું નથી. આ સ્થલે નહિં તો વિશ્વના અન્ય સ્થળે તીર્થંકરો હોય છે. .
===============
તત્વ (જૈનત્વ)
જૈન તત્વમીમાંસા અનુસાર જેનું ત્રને કાળમાં અસ્તિત્વ હોય અને જે જાણવા યોગ્ય છે તે ને તત્વ કહે છે.તત્વ એટલે પદાર્થનું યથાવસ્થિત
સ્વરૂપ અને દરેક પદાર્થને પોતાનું સ્વતંત્ર સ્વરૂપ હોય છે. જૈન તત્વ મીમાંસા એ સાત (તેના ઉપવર્ગીકરણ સાથે નવ)તત્વો પર આધારિત છે,
તેને તત્વ કે નવ તત્વ તરીકે ઓળખાય છે. આના દ્વારા માનવ દુર્દશાનો ઉપાય તેનું સ્વરૂપ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પ્રથમ
બે તત્વો તેમના નામ પ્રમાણે કોઈ પણ તત્વનું પ્રસ્થાપિત સ્વરૂપ બતાવે છે- જીવ અને અજીવ.
ત્રીજું તત્વ જીવ અને અજીવ તત્વના યોગથી નિર્માણ થાય છે. આને કારને કાર્મીક પુદગલો (શરીર) આત્મા પ્રદેશમાં વહે છે અને ચોંટી જાય છે
અને કર્મ બની જાય છે જેને આશ્રવ કહે છે.
ચોથું તત્વ બંધ તત્વ છે જેને કારણે ચેતના તેના મૂળ આંતરિક ગુણને ઓળખી શકતી નથી.
પાંચમું તત્વ સંવર તરીકે ઓળખાય છે આનો અર્થ નવા આવતા કર્મોને રોકવું એવો છે. જે સંયમ, યોગ્ય વર્તણૂક, આસ્થા અને જ્ઞાન દ્વારા મેળવી શકાય છે.
સંયમની તીવ્ર આરાધના કરવાથી પ્રાચીન કર્મોને બાળી શકાય છે - આ ક્રિયા છઠ્ઠા તત્વ નિર્જરા હેઠળ આવે છે.
જ્યારે જીવ કર્મ બંધન થી મુક્ત થાય છે ત્યારેતેની લક્ષ્ય પ્રાપ્તિ થાય છે . તે મોક્ષ મેળવે છે. આ સાતમું તત્વ મોક્ષ તત્વ છે
[૧] અમુક અન્ય લેખકો બે અન્ય શ્રેણી મુકે છે : તે કર્મના ગુણ અનુસાર પ્રકારો છે જે છે પુણ્ય તત્વ અને પાપ તત્વ . આ નવ શ્રેણીઓને
નવ તત્વ કહે છે જે સમગ્ર જૈન તત્વમીમાંસાનો પાયો છે. આત્માની મુક્તિ માટૅ આ નવતત્વનું જ્ઞાન હોવું જરૂરી છે.
==========
અનુક્રમણિકા
૧ જીવ
૨ અજીવ
૩ આશ્રવ
૪ બંધ
૫ પાપ અને પુણ્ય
૬ સંવર
૭ નિર્જરા
૮ મોક્ષ
==================
જીવ
જૈનત્વના મતે આત્મા કે જીવનું શરીરે કે જેમાં તે રહે છે તેનાથી ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ છે. જીવના બે મુખ્ય ગુણ છે ચેતના અને ઉપયોગ
(જ્ઞાન અને દર્શન- દ્રષ્ટીકોણ).[૨] અન્ય વ્યાખ્યા અનુસાર જે દ્વવ્યપ્રાણ અને ભાવપ્રાણને ધારણ કરે છે તે જીવ છે. આત્મા કે જીવ ભલે
જન્મ કે મૃત્યુનો અનુભવ કરે છે પણ ખરેખર ન તો તેનો નાશ થાય છે કે નતો તેને બનાવી શકાય છે. આત્માનું ક્ષીણ થવું કે જમ થવો
એ માત્ર તેની એક સ્થિતી માંથી અન્ય સ્થિતીમાં પરિવર્તન પામવાના સંદર્ભે જ હોય છે. [૩]
===================
અજીવ
જે ચૈતન્યથી રહિત - જડ લક્ષણથી યુક્ત હોય છે. જેને સુખ દુ:ખનો અનુભવ ન થાય તેને અજીવ તત્વ કહે છે. અજીવ તત્વ પાંચ પ્રકારના
પદાર્થનો બનેલો છે. જે આ પ્રમાણે છે:
પુદગલ (પદાર્થ) – પુદગલનું ઘન, પ્રવાહી, વાયુ, શક્તિ, શૂક્ષ્મ કાર્મિક પદાર્થ, અને અતિ સૂક્ષ્મકે અત્યંત સૂક્ષ્મ પદાર્થો. [૪] કોઈ પણ
વસ્તુના સૌથી સૂક્ષ્મ કણને પરમાણુ કહે છે. અવિભાજ્યતા અને શાશ્વતતા એ પરમાણુ કે પુદગલનો એક ગુણધર્મ છે. તેઓ અન્ય સાથે ભળે છે
સ્થિતી બદલે છે પણ તેમનો મૂળ ગુણ તેજ રહે છે. જૈન દર્શન અનુસાર તેમનો નાશ જકે નિર્માણ થઈ શકતું નથી.
ધર્મ-તત્વ (ગતિનું માધ્યમ) અને અધર્મ-તત્વ (સ્થિરતાનું માધ્યમ) – તેમને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ કહે છે. આ નિયમો માત્ર
જૈન તત્વ મીમાંસામાં જ જોવા મળે છે જે ગતિ અને સ્થિરતાના સિદ્ધાંતો દર્શાવે છે. આ તત્વો સંપૂર્ન વિશ્વમાં પ્રસરેલા છે. ધર્મ-તત્વ અને
અધર્મ-તત્વ પોતે ગતિમામ્ કે સ્થિર હોતાં નથી તેઓ માત્ર અન્ય પદાર્થો આદિને તે સ્થિતિમાં લાવવા મદદ કરે છે. ધર્માસ્તિકાય વિના
વિશ્વમાં ગતિ શક્ય નથે અને અધર્માસ્તિકાય વિના આ વિશ્વમાં સ્થિઅરતા શક્ય નથી.
આકાશ (જગ્યા) – આકાશ એ તે તત્વ છે જે આત્માઓ, પદાર્થો, ગતિ અને સ્થિરતાના કારકો અને સમય ને પોતાનામાં સમાવે છે. તે સર્વ વ્યાપી,
અનંત અને અસંખ્યાતા આકાશ બિંદુઓનો બનેલો છે.
કાળ (સમય) – જૈનત્વ અનુસાર સમય અસ્તિત્વ ધરાવતી વસ્તુ છે અને બધી ક્રિયાઓ, પરિવર્તનઓ, રફરક તેના દ્વારા જ સંભવે છે જનત્વમાં
સમયને પૈડા સથે સ્રખાવવામામ્ આવે છે જેમાં ૧૨ આરા હોય છે. છ આરા ચડતા ક્રમના અને છ આરા ઉતરતા ક્રમના. સમયના અત્યંત મોટા
એકમને સાગરોપમ કહેવાય છે. [૫]જન માન્યતા પ્રમાણે કાળ ચક્રના ઉતરતા અર્ધ ભાગમાં કાળ ની વૃદ્ધિ થતાં દુ:ખોની વૃદ્ધિ થતી જાય છે અને
ચઢતાં કાળમાં સુખ સમૃદ્ધિનો વધારો થતો જાય છે.
==================
આશ્રવ
કર્મની આવકને આશ્રવ કહે છે. વિચાર, વાણી કે શરીરની ક્રિયાઓ દ્વારા થયેલ કંપન આદિને કારણે કાર્મિક કણો આત્મ પ્રદેશ પર લાગવાની ક્રિયા
એ આશ્રવ છે. [૬] તત્વાર્થ સૂત્ર , ૬:૧-૨ કહે છે:[૭] "શરીર, વાણી કે વિચાર (મગજ)ની ક્રિયાઓને યોગ કહે છે. આમના દ્વારા થતી ક્રિયાઓ કર્મ
રજ ને આકર્ષે છે. કર્મ આવકની આ ક્રિયાને આશ્રવ કહે છે [૮]"
=============
બંધ
કર્મ ત્યારે જ અસરકારક હોય છે યારે તેઓ ચેતના કે આત્મા સાથે બમ્ધાયેલા હોય છે. કર્મનું આત્મા કે ચેતના સાથે બંધાવવું તેને બંધ કહે છે.
જો કે યોગ કે મન વચન અને કાયાની ક્રિયાઓ માત્ર આ બંધ નિર્માણ નથી કરતી. કર્મ બંધ થવાના ઘણાં કારકો માંથી એક મુખ્ય કાર્ય છે:
આસક્તિ. આત્મા ની આસક્તિ કે મોહના ચીકણા સ્વરૂપને કારણે કર્મ તેને અક્ષરસ: ચોંટી જાય છે[૯]
==============
પાપ અને પુણ્ય
ઘણાં ગ્રંથોમાં પુણ્ય અને પાપ ને મૂળભૂત તત્વ માનવામાં આવે છે. પતંતુ તત્વાર્થ સૂત્ર અનુસાર માત્ર સાત તત્વો ગણવામાં આવે છે
કેમકે પુણ્ય અને પાપ તત્વો આશ્રવ અને બંધ તત્વમાં શામિલ હોય છે. પાપ અને પુણ્ય તત્વના ફરી બે પ્રકાર પડે છે: દ્રવ્ય અને ભાવ [૧૦]
=============
સંવર
સંવર એટલે આવતા કર્મોને રોકવા. આત્મ જ્ઞાન કે મુક્તિ તરફ જતા માર્ગનો પહેલો પગથિયું એ છે કે તે દરેક વહેણ કે જ્યાંથી કર્મની
આવક થાય છે તેને આટકાવવા જેથી નવા કર્મો ન બંધાય. કર્મ ને આવતા અટકાવવાની આ ક્રિયાને સંવર કહે છે. [૧૧] સંવરઆ બે પ્રકાર છે:
ભાવ સંવર જેનો સમ્બંધ માનસિક જીવન કે આધ્યાત્મીક જીવન સાથે છે, અને દ્રવ્ય સંવર જેનો સંબંધ કાર્મિક કણોને દૂર કરવા સાથે છે.
આ સંવર કે ક્ર્મોને આવતા રોકવાની ક્રિયા બે રીતે થઈ શકે છે એક સ્વ-નિયંત્રણ અને આસક્તિથી મુક્તિ. ચખાણ કે પ્રતિજ્ઞા કરી,
જતના (સાવચેતી)રાખી, સ્વ પર નિયંત્રણ રાખી, દસ ધર્મનું પાલન કરતા, ધ્યાન અને ભૂખ તરસ અને અન્ય આસક્તિ જેવી વસ્તુ
ઓ પર વિજય મેળવીને નવા આવતાં કર્મો રોકી શકાય છે.
=============
નિર્જરા
આત્મા પ્રદેશ પર પહેલે થી જમા થયેલા કર્મોથી મુક્ત થવાની ક્રિયા એટલે નિર્જરા. નિર્થરા પણ બે પ્રકારની હોય છે ભાવ નિર્જરા-
કમ્રને દૂર કરવા અને દ્રવ્ય નિર્જરા- કાર્મિક કણોને દૂર કરવા.[૧૨] જ્યારે લાગેલા કર્મોનું ફળ ભોગવાઈ જાય છે ત્યારે બંધાયેલા
કર્મો પ્રાકૃતિક રીતે પૂરા થઈ જાય છે કે નાશ પામે છે. આમ કરવા માટે કાંઈ કરવાને જરૂર હોતી નથી. બાકીના કર્મોને તપશ્ચર્યા
કરીને બાળવા પડે છે. આ ક્રિયાને અવિપાક નિર્જરા કહે છે.
એવી સમજણ અપાય છે કે આત્મા આરિસા જેવી છે. જેમ આરીસા ઉપર ધૂળ લાગેલી હોય તો તેમા પ્રતિબિંબ ઝાંખુ દેખાય છે
તેમ આત્મા પર કર્મ રૂપે ધૂળ લાગતાં સ્વ સ્વરૂપને સ્પષ્ટ જોઈ શકાતું નથી. આવી કર્મ ધૂળ દૂર થતાં આત્માનું ખરું સ્વરૂપ
ઓળખે શકાય છે. અને મોક્ષ પ્રાપ્તિ કરી શકાય છે.
=============
મોક્ષ
મોક્ષ નો અર્થ છે આત્માની મુક્તિ કે નિવૃત્તિ. આ આત્માની એક આદર્શ સ્થિતિ છે.કે કર્મ બંધનોથી, સંસારથી, જન્મ મરણના
ચક્રથી સંપૂર્ણતઃ મુક્ત છે.આવા મુક્તિ પામેલ આત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચરિત્ર હોય છે.આવા આત્માઓને
સિદ્ધ કે પરમાત્મા કહેવાય છે. જૈનત્વના મતે મોક્ષ પ્રાપ્તિ એ કોઈ પણ આત્માનું ઉચ્ચત્તમ ધ્યેય છે તે મેળવવા સૌ આત્મા
પ્રયત્નશીલ હોવો જોઈએ છે. ખરેખરતો આત્માનું તો જ એક માત્ર ધ્યેય હોવું જોઈએ કેમકે અન્ય સૌ ધ્યેય એ આત્માના
મૂળ ગુણથી વિપરિત હોય છે. સાચી શ્રદ્ધા, જ્ઞાન અને પ્રયત્ન દ્વારા કોઈ પણ આત્મા તે સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આજ
કારણે જૈનત્વને મોક્ષમાર્ગ પણ કહે છે.
============
શ્વેતાંબર
ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ભારત દેશમાં જાણીતા એવા જૈન ધર્મમાં બે સંપ્રદાય છે.સ્વેતામ્બેર એ આચાર્ય સ્તુલીભદ્ર
ના સમુદાય એ ચાલુ કરી છે.૨૦૦૬ માં ૨૫૧૦ સાધુ અને ૧૦૨૨૮ સાધ્વી સ્વેતામ્બેર માં હતા.
[૧]શ્વેતાંબર અને *[૨]દિગંબર શ્વેતાંબર શબ્દનો અર્થ શ્વેત અને અંબર એવો થાય છે. તેઓ સફેદ વસ્ત્ર ધરાવનાર મહાવીરને
ચોવીસમાં તીર્થંકર તરીકે પૂજે છે.
સામાન્ય રીતે જૈન લોકો વેપારધંધા સાથે સંકળાયેલા હોય છે.
===========
દિગંબર
જૈન ધર્મ ના બે સંપ્રદાય છે.[૧]શ્વેતાંબર, [૨]દિગંબરદિગંબર જૈન ધર્મનો ઇતિહાસ આ પ્રમાણે છે:

ભદ્રબાહુએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ઉત્તર ભારતમાં દુકાળ પડવાનો છે. તેથી તેમણે દુકાળ પડ્યા પહેલા સંઘ સાથે દક્ષિણ ભારત તરફ
ગમન કર્યું. તેમના પછી પરંપરામાં ધરસેન આચાર્ય અને ગુણભદ્ર આચાર્ય થઈ ગયા. ધરસેન આચાર્ય ગિરનારની ગુફામાં રહેતા હતા.
તેમણે પોતાનું જ્ઞાન પુષ્પદંત મુનિને અને ભુતબલી મુનિને દક્ષિણ ભારતથી બોલાવીને આપ્યું, જેમણે ષટ્ખંડાગમ આદિ શાસ્ત્રો રચ્યા.
ગુણભદ્ર આચાર્યની પરંપરામાં કુન્દ કુન્દ આચાર્ય અને અમૃત ચંદ્ર આચાર્ય થયા, જેમણે સમયસાર આદિ શાસ્ત્રો રચ્યા.
દિગંબર જૈન ધર્મના અભ્યાસ અને પ્રભાવના કરનારા શ્રાવકોમાં મુખ્ય નામો નીચે પ્રમાણે છે: ૧. પંડિતપ્રવર આચાર્યકલ્પ ટોડરમલજી ૨.
પંડિત બનારસી દાસજી ૩. પંડિત દૌલત રામજી ૪. શ્રીમદ્ રાજચંદ્ર ૫. કાનજી સ્વામી
૬. ચંપા બેન
========
તેરાપંથ એ બે અલગ જૈન પંથને અપાયેલ નામ છે:
દિગંબર તેરાપંથ: આ એક દિગંબર પરંપરાનો એક પંથ છે, જેણે ૧૬૬૪માં અમુક સુધારા અપનાવ્યા પણ તે મૂર્તિ પુજક છે.
આ સંગઠીત પંથ નથી, આતો એક અમુક રીતીને માનતી એકાધ્યાત્મીક પ્રણાલી છે. કાનજી સ્વામી નો પંથ પોતાને તેરાપંથનો
પ્રતિનીધી માને છે. તે ૧૬૨૬ની અત્યાધ્મ ચળવળ થી પ્રેરીત છે.
શ્વેતાંબર તેરાપંથ: જૈન ધર્મના શ્વેતામ્બર પંથનો ઉપભાગ એવો આ એજ સંગઠીત ફિરકો છે. આની સ્થાપના ૧૭૬૦માં આચાર્ય
ભિક્ષુએ કરી. આ ફિરકામાં મંદિર કે મૂર્તિઓ નથી હોતી. તેરાપંથ એ એક ધર્મ સંઘ છે જેમાં ૧૦૦૦ જેટલા સાધુ સાધ્વીજી ઓ છે
જો આચાર્ય મહાપ્રજ્ઞ દ્વારા આદેશિતનિયમો અનુસાર વિચરે છે
તારણ પંથ, નામે એક દિગંબર સંપ્રદાય પણે છે તેને તેરાપંથ ન સમજવો.
==========
સ્થાનકવાસી (स्थानकवासी)
એ જૈન ધર્મનો એક પંથ છે જેની સ્થાપના લગભગ ૧૬૫૩ ની આસપાસ લવજી નામના વ્યાપારી દ્વારા થઈ. આ સંપ્રદાય માને છે
કે ભગવાન નિરાકાર છે અને તેથી કોઈ પણ પ્રકારની મૂર્તિ પૂજા નથી કરતો.[૧] આ સંપ્રદાય ૧૫મી સદીના જૈન સુધારક લોઁકા દ્વારા
પ્રેતરિત સુધારિત વિકારસરણીનું પુનર્ગઠન છે.
આ સંપ્રદાયનું પ્રાર્થના સ્થળ સ્થાનક તરીકે ઓળખાય છે જેને ઉપાશ્રય પણ કહે છે. સ્થાનકનો અર્થ હઁગામી આશ્રય સ્થળ એવો થાય
છેૢ કેમકે સાધુ કે શ્રાવકો બંને ને તે હંગામી આશ્રય આપે છે. સ્થાનકમાં પ્રાર્થના દરમ્યાન પોતાનાથી ઇતર જિઁગની વ્યક્તિને સ્પર્ષવું
વર્જિત હોય છે. સ્થાનક વાસીઓ શ્વેતાંબર સંપ્રદાયના બત્રીસ આગમ (ગ્રઁથ) સિવાયના અન્ય કોઇ પણ ક્રિયાકાંડ, પૂજન, રિતી આદિનો
સ્વીકાર નથી કરતાં અને આને પરિણામે તેઓ તેરાપંથી સંપ્રદાયથી ઘણા મળતા આવે છે.
ઉત્તર ભારતમાં લગભ ૫ લાખ જૈનો વસે છે. શ્વેતાઁબર જેઓ સ્થાનક વાસી નથી તેમને દેરાવાસી કહે છે
=============
સંતો
સ્થાનકવાસી પરંપરાના જૈન સંતો.
સ્થાનક વાસી સાધુ સાધ્વીજીઓ (યતિ) સફેદ વસ્ત્રો પહેરે છે અને મોઁપર મુહપતી તરીકે ઓળખાતુઁ ચોરસ ઘડી વાળેલું સફેદ વસ્ત્ર બાઁધે છે.
મુહપત્તી બાંધવા પાછળનું તાત્પર્ય મોઁમાં જતી જીવાત અને હવાના અન્ય અદ્રશ્ય જીવની હિઁસા રોકવાનો છે. (વળી મુહપતી બાંધતા
પવિત્ર ગ્રંથો નો અભ્યાસ કરતાઁ તેના પર થૂંક પણ નથી ઉડતી.) વાયુમાઁ રહેલ અનંત જીવોની હિંસાને સ્થાનકવાસી પરઁપરા અહીંસાના
નિયમનું ઉલ્લંધન માને છે. તેઓ પોતાનુઁ ભોજન શ્રાવકોના ઘરેથી વહોરીને (ભિક્ષા)લાવે છે. તેઓ ખાદ્ય સામગ્રીનો બીજા ભોજન સમયથી
વધુ સંચય કરતાં નથી અને પાણીને તો એક રાતથી વધુ પણ ભરી રાખતા નથી. તેઓ ખાવા પીવાની બધી ક્રિયા સૂર્યોદય અને સૂર્યાસ્તની
વચ્ચેજ આટોપી લે છે. રાત્રે ભોજન ન લેવાની બાધને ચોવિહાર કહે છે.
ચતુર્માસના ચાર મહિના સિવાય સાધુ સંતો એક સ્થાનક માં વધુ સમય રોકોતાં નથી. સ્થાનકવાસી સંતોની કોઇ પ્ણ પ્રકારના વિક્ષેઓઅ વિના
સાધના કરી શકાય તે માટે સ્થાનકવાસી સાધુ અવાવરુ ખંડિયેર જેવા સ્થળો શોધતા રહેતા આથી તેમને ઢૂંઢીયા કહેવાતા. અમુક પુસ્તકો પહેરવા
ઓઢવાના બે જોડી વસ્ત્રો અને પ્રાકૃતિક પદાર્થમાઁથી બનેલા પાત્રા સિવાય અન્ય કોઇ પણ પ્રકારનો પરિગ્રહ સ્થાનકવાસી સાધુ સાધ્વીજીઓ રાખતા નથી.
પાછળથી સ્થાનક વાસી સંપ્રદાયની અઁદર વધુ મતભેદ થયા અને અન્ય ફિરકાઓ અસ્તિત્વમાં આવ્યાં, જેમકે તેરા પંથ, બૈસ ટોલાનો બૈસસંપ્રદા
(હસ્તમલજી મહારાજસા, નાનાલાલજી મહારાજસા, અને અમુક અન્ય સાધુની આગેવાનીમાં). આ મ્સિવાય ગુજરાતમામ સ્થાનકવાસી
પરંપરાના અન્ય ફિર્કા વિહરમાન છે જેમકે છ કોટી સંપ્રદાય (અજરામર સંપ્રદાય), આઠ કોટી સઁપ્રદાય (મોટા અને નાના), લીંબડી
ગોપાલ સંપ્રદાય, દરિયાપુરી સંપ્રદાય, ખંભાત સંપ્રદાય આદિ.
===========
વીસપંથ · =
મૂર્તિપૂજક =
=============
પર્યુષણ
એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનો એક છે. અન્ય મહત્ત્વનો તહેવાર છે દિવાળી. સામાન્ય રીતે શ્વેતાંબર ફિરકાના લોકો આને
પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે,
"જોડાવું" અથવા "સાથે આવવું". આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી
આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. [૧][૨] પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે.

કે ભગવાન મહાવીર પર્યુષણની શરૂઆત ભાદરવા સુદ પાંચમના કરતાં હતાં. ભગવાન મહાવીરના ૧૫૦ વર્ષ પછી જૈન સંવત્સરીને ભાદરવા
સુદ ચોથના દિવસે ખસેડવામાં આવી અને ૨૨૦૦ વર્ષોથી જૈનો ચતુર્થીના દિવસે સંવત્સરી ઉજવે છે.
આ રીતે પર્યુષણની તિથી બંને મુખ્ય ફિરકાઓ માટે ભાદરવા સુદ ચોથ છે. ગણતરી અને અન્ય મતભેદને પરિણામે પેટા ફિરકાઓમાં પર્યુષણ
ઉજવણીમાં એકાદ બે દિવસનો ફરક પડી શકે છે. હાલમાં સંવત્સરી ઉજવણી વિષે સહેમતી લાવવા પ્રયત્નો ચાલુ છે.
ચાતુર્માસ દરમ્યાન સાધુ સાધ્વીજીઓ એક શહેર કે ગામ આદિમાં સ્થાયી થયેલ હોવાથી, શ્રાવક શ્રાવિકાઓ માટે આ સમય ધર્મ ધ્યાન ની
વાતો વ્યાખ્યાનો આદિ સંભળી, તપ અને અન્ય વ્રત તથા આરાધનાઓ કરી તેમની શ્રદ્ધા અને આધ્યાત્મીકતાને દ્રઢ કરવાનો મનાય છે.
દિગંબર ફિરકામાં આ પર્વ પર્યુષણથી એટલે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી ૧૦ દિવસ મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા
વ્રત અંગીકાર કરાય છે. પર્વના ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીના તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. દસમા દિવસે સુગંધા
-દશમીનું વ્રત કરવામાં આવે છે. ચોથના દિવસે દિગંબર્ લોકો અનંત ચતુર્દશી ઉજવે છે તે દિવસે ઘના શહેરોમં મુખ્ય મંદિર તરફ સરઘસ
કાઢવામાં આવે છે.
શ્વેતાંબર ફિરકાઅમાં આ તહેવાર ૮ દિવસનો ઉજવાય છે. આઠ દિવસના આ પર્વ દરમ્યાન કલ્પ સૂત્રનું વાંચન કરવામાં આવે છે.
જે અંતર્ગત પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ નું વાંચન થાય છે. .[૨] આ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ચોથના થાય છે.
છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરાય છે આ ઉપરથી છેલ્લા દિવસને સંવત્સરી પણ કહે છે.
મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે "પજ્જો-સવન". જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે.
===============
અનુક્રમણિકા
૧ પર્યુષણ દરમ્યાન કરાતી આરાધનાઓ
૧.૧ ઉપવાસ
૧.૨ પ્રતિક્રમણ (સામાયિક): પુનર્નવીનીકરણ ધ્યાન
૧.૩ ક્ષમા યાચના
૨ દસ-લક્ષણ વ્રત
========================================================================
પર્યુષણ દરમ્યાન કરાતી આરાધનાઓ
===================
ઉપવાસ
આ સમય દરમ્યાન જૈન ઉપવાસ રાખે છે અને આત્માને પવિત્ર કરે તેવી આધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાઈ સદ્ગુણી જીવન માટે તેમને તૈયાર કરે છે.
ઉપવાસનો સમયગાળો ૧ દિવસ થી લઈને ૩૦ દિવસ સુધી નો હોઈ શકે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માત્ર ઉકાળેલું પાણી પીએ છે
અને તે પણ માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચેજ પી શકાય છે. [૩]
પ્રતિક્રમણ (સામાયિક): પુનર્નવીનીકરણ ધ્યાન[ફેરફાર કરો]
પર્યુષણના દર આઠ દિવસની શરૂઆત પરોઢના પ્રતિકમણથી કરવાની હોય છે. ત્યાર બાદ વિશ્વશાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરવામાં આવે છે
.[૩] પ્રતિક્રમણનો અર્થ થાય છે "પાછા ફરવું". આ સામાયિક તરીક ઓળખાતી એક ધ્યાન વિધીનો પ્રકાર છે જે દરમ્યાન વ્યક્તિએ
તેના જીવનના આધ્યાત્મીક પાસા પર વિચાર કરવાનો રહે છે. શ્વેતાંબર અને દિગંબર બન્ને ફિરકાના લોકો સામાયિક નિયમિત રીતે
કરતા હોય છે. આની આવૃત્તિ દિવસમાં બે વખત (સવાર અને સાંજ), દર પખવાડીએ એક વખત, દર ચાર મહીને, અથવા દર વર્ષે
એક વખત. દર વર્ષે એક વાર્ષિક પ્રતિક્રમણ કરવું એ શ્રાવક માટે ફરજીયાત માનવામાં આવે છે.
વાર્ષિક પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિકમણ કહેવાય છે.આ દિવસ પર્યૂષણ સાથે આવતો હોવાથી સંવત્સરી અને પર્યુષણએ એકબીકજાના
સમાનાર્થી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.
પ્રતિકમણમાં છ આવશ્યક હોય છે:
સામાયિક: અહં ભાવને ત્યાગીને સમતા ભાવમાં રહેવું.
ચૌવિસંથો: ૨૪ તીર્થકરો (તથા અન્ય પણ)ની સ્તુતિ.
વંદણા કે વંદના : દેવ ગુરુ આદિને વંદન.
પ્રતિકમણ કે ભૂતકાળમાં કરેલ વ્રતભંગ કે અનૈતિક વ્યવહારની ક્ષમાયાચના.
કાર્યોત્સર્ગ: નિયંત્રણ દ્વારા શરીરથેએ છૂટા પડવું.
પ્રત્યાખ્યાન: નિયમ કેવ્રત લેવું.
પ્રતિક્ર્મણની તલસ્પર્ષી વિધી પુસ્તકોમાં મળી આવે છે. જીણવટથેએ પ્રતિક્રમણ કરતાં ત્રણ કલાક જેટલો સમય લાગી શકે છે. જોકે
આવશ્યક ક્રિયાઓને અલ્પ સમયનમાં પૂરી કરી શકાય છે.
દિગંબર પ્રણાલીમાં ઘણી વખત પ્રતિકમણને જ સામાયિક કહેવામાં આવે છે.
પરંપરાએ પર્તિકમણની વિધીઓ અમુક ખાસ મુદ્રામાં બેસીને કરવાની હોય છે.
=================
ક્ષમા યાચના
See also: મિચ્છામિ દુક્કડં
આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે ગિતેલ વર્ષ દરમ્યાન પોતાની દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મન દુઃખ બદ્દલ ક્ષમા માંગે છે.
[૩] શ્વેતાંબરો માટે આ દિવસ પર્યુષણનો દિવસ હોય છે. અને દિગંબરો માટે આ દિવસ આસો વદ એકમનો દિવસ હોય છે.
"મિચ્છામિ દુક્કડં" બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે. ત્નો અર્થ એવો થાય છે કે "જો જાણતા - અજાણતા મારા
કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનુ મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું.".[૪]
============
દસ-લક્ષણ વ્રત
આવ્રતમાં ધર્મના દસ ભાગોનું પાલન કરવામાં આવે છે: આર્ય ક્ષમા (forbearance), માર્દવ (નમ્રતા), અર્જવ (uprightness),
સત્ય , શૌચ (શુદ્ધતા), સંયમ , તાપસ (તપ), ત્યાગ , અકિંચ્ય (અપરિગ્રહ) અને બ્રહ્મચાર્ય ,આ દસ લક્ષણ ઉમાસ્વાતીજી દ્વારા વર્ણવાયેલ હતાં.
સંપૂર્ણ રૂપમાં આ દસ દિવસના વ્રત દસ વર્ષો સુધી ચાલે છે. આ વ્રતોને ભાદરવા સુદ પ થી ૧૪ સિવાય મહા કે ચૈત્ર મૈનામાં
પણ કરી શકાય છે. સામાન્ય રીતે તેને ભાદરવામાં જ કરવામાં આવે છે કેમકે તે પર્યુષણ સાથે આવે છે.
=============
શિક્ષાવ્રત
એ જૈન ધર્મની પરંપરા મુજબ એવાં વ્રત છે જે કર્મ ક્ષય કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે નિયમિત અભ્યાસરૂપે કરવાની ક્રિયાનું શિક્ષણ આપે છે.
જૈન દર્શનમાં શિક્ષાવ્રતના ચાર પ્રકાર બતાવ્યાં છે.
સામાયિક વ્રત
દેશાવગાસિક વ્રત
પૌષધ વ્રત
અતિથિ સંવિભાગ વ્રત
============
અણુવ્રત
એટલે નાના વ્રત. મહાવ્રતની અપેક્ષાએ નાના એવા વ્રતો અણુવ્રત કહે છે. મહાવ્રતો માં હિંસા આદિ એવા પાપ કર્મોનો સર્વથા સંપૂર્ણ
ત્યાગ હોય છે. જ્યારે અનુવ્રતોમાં મર્યાદિત ત્યાગ હોય છે.
જૈન તત્વ જ્ઞાનમાં પાંચ પ્રકારના અણુવ્રતો બતાવ્યાં છે:
૧. પ્રાણાતિપાત - સ્થૂળ (મોટી) હિંસાનો ત્યાગ અર્થાત્ અહિંસા.
૨. મૃષાવાદ - મોટાં (ગંભીર) જૂઠાણાનો ત્યાગ અર્થાત્ સત્ય.
૩. અદતાદાન - મોટી ચોરીનો ત્યાગ અર્થાત્ અસ્તેય.
૪. મેહૂણ (મૈથૂન) - પરસ્ત્રી (પરપુરુષ) સેવનનો ત્યાગ અર્થાત્ બ્રહ્મચર્ય.
૫. પરિગ્ગહ (પરિગ્રહ) - મોટા પરિગ્રહનો ત્યાગ અર્થાત્ અપરિગ્રહ કે સંપત્તિ સંચયનો ત્યાગ.
==============
જે વ્રત અણુવ્રતોના ગુણોમાં વધારો કરે અર્થાત્ લાભ કરનાર છે, તેવા વ્રતોને જૈન ધર્મના શાસ્ત્રો અનુસાર 'ગુણ વ્રત કહેવામાં આવે છે.
જૈન દર્શનમાં ત્રણ ગુણ વ્રતો બતાવવામાં આવ્યાં છે:
૧. દિશા પરિમાણ વ્રત
૨. ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત
૩. અનર્થદંડ વિરમણ વ્રત
=============
અતિચાર એટલે એવી ક્રિયા કે કર્મ જેના સેવનથી પાળવામાં આવતા વ્રતમાં દોષ લાગે. આવા અતિચારના સેવનથી વ્રતના પાલનમાં એકાંશે ભંગ થાય છે.
જૈન દર્શનમાં અતિચારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યાં છે.
૧.કાયિક
૨.વાચિક
૩.માનસિક
==============
અહિંસા
અહિંસા' શબ્દનો સામાન્ય અર્થ છે 'હિંસા ન કરવી'. એનો વ્યાપક અર્થ છે - કોઈપણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા
કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી
પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી, તે અહિંસા છે. હિંદુ ધર્મમાં અહિંસાનું ખુબજ મહત્વ છે. અહિંસા પરમો ધર્મ:
(અહિંસા પરમ(સૌથી મોટો) ધર્મ કહેવાયેલ છે. આધુનિક કાળમાં મહાત્મા ગાંધીએ ભારત દેશની આઝાદી મેળવવા માટે જે આંદોલન
ચલાવ્યું હતું તે ઘણી રીતે અહિંસાત્મક હતું.
જૈન દૃષ્ટિ અનુસાર બધા જીવો પ્રત્યે સંયમપૂર્ણ વ્યવહાર અહિંસા છે.અહિંસાનો શબ્દાનુસારી અર્થ છે, હિંસા ન કરવી. આનો પારિભાષિક
અર્થ વિધ્યાત્મક અને નિષેધાત્મક બંને છે. દ્વેષાત્મક પ્રવૃત્તિ ન કરવી, પ્રાણવધ ન કરવો અથવા પ્રવૃત્તિ માત્રનો વિરોધ ના કરવો એ
નિષેધાત્મક અહિંસા છે. સત્પ્રવૃત્તિ, સ્વાધ્યાય, અધ્યાત્મસેવ, ઉપદેશ, જ્ઞાનચર્ચા આદિ આત્મહિતકારી વ્યવહાર વિધ્યાત્મક અહિંસા છે.
સંયમી દ્વારા પણ અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય છે, તે પણ નિષેધાત્મક અહિંસા હિંસા નથી. નિષેધાત્મક અહિંસામાં કેવળ્ હિંસા
વર્જિત હોય છે, વિધ્યાત્મક અહિંસામાં સત્ક્રિયાત્મક સક્રિયતા હોય છે. આ સ્થૂળ દૃષ્ટિનો નિર્ણય છે. ઊંડાણમાં પહોચતા તથ્ય કૈક બીજું
જ મળે છે. નિષેધ માં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ માં નિષેધ હોય જ છે. નિષેધાત્મક અહિંસામાં સત્પ્રવૃત્તિ અને સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસાનો
નિષેધ હોય છે. હિંસા ના કરવા વાળો જો આંતરિક પ્રવૃત્તિ ને જો શુદ્ધ ના કરે તો તે પણ અહિંસા નથી. એટલે નિષેધાત્મક અહિંસા
માં સ ત્પ્રવૃતીની આશા રહે છે, તે બાહ્ય હોય કે આઁતરિક, સ્થૂળ હોય કે સૂક્ષ્મ. સત્પ્રવૃત્યાત્મક અહિંસામાં હિંસા નો નિષેધ હોવો આવશ્યક છે.
આના વિના કોઈ પ્રવૃત્તિ સત્ કે અહિંસક ના થઇ શકે, આ નિશ્ચય દૃષ્ટિની વાત છે. વ્યવહારમાં નિષેધાત્મક અહિંસા ને નિષ્ક્રિય અહિંસા
અને વિધ્યાત્મક અહિંસા ને સક્રિય અહિંસા કહેવાય છે.
જૈન ગ્રંથ આચારાંગસૂત્રમાં, જેનો સમય સંભવત: ત્રીજી ચોથી શતાબ્દી ઈ. પૂ. છે, અહિંસાનો ઉપદેશ આ પ્રકારે આપ્યો છે : ભૂત, ભાવી
અને વર્તમાનના અર્હત આ જ કહે છે- કોઈ પણ જીવિત પ્રાણીને, કોઈ પણ જંતુને, કોઈ પણ વસ્તુ કે જેમાં આત્મા છે એને ના મારો, ના
અનુચિત વ્યવહાર કરો, ન અપમાનિત કરો, ન કષ્ટ આપો અને ના હેરાન કરો.
પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ બધા અલગ જીવ છે. દરેક માં ભિન્ન ભિન્ન વ્યક્તિત્વ ધારક અલગ અલગ જીવ છે. ઉપર્યુકત
સ્થાવર જીવો ઉપરાંત અન્ય ન્નસ (જંગમ) પ્રાણી છે કે જેમના માં હરવા ફરવા નું સામર્થ્ય છે. આ જ જીવોના ૬ વર્ગ છે. આના સિવાય
દુનિયા માં કોઈ જીવ નથી. જગત માં કોઈ જીવ ન્નસ (જંગમ) છે અને કોઈ સ્થાવર. એક પર્યાય માં હોવું કે બીજા માં એ કર્મો ની વિચિત્રતા છે.
પોતપોતાની કમાણી છે, જેનાથી જીવ ન્નસ (જંગમ) કે સ્થાવર હોય છે. એક જીવ જો એક જન્મ માં ન્નસ (જંગમ) હોય તો બીજા જન્મ માં
સ્થાવર હોઈ શકે છે. ન્નસ (જંગમ) હોય કે સ્થાવર બધા જીવોને દુખ અપ્રિય હોય છે. આ સમજી ને મુમુક્ષ બધા જીવો પ્રતિ અહિંસા ભાવ રાખે.
બધા જીવવા માંગે છે, મારવા કોઇ નથી માંગતું. તેથી જ નિર્ગ્રંથ પ્રાણિવધ ની મનાઈ કરે છે. બધા પ્રાણીઓ ને પોતાની આયુ પ્રિય છે,
સુખ અનુકુળ છે, દુખ પ્રતિકુળ છે. જે વ્યક્તિ લીલી વનસ્પતિ નું છેદન કરે છે તે પોતાના આત્મા ને દંડ દેવાવાળો છે. તે બીજા પ્રાણીઓ
ની હત્યા કરીને પોતાના આત્માની જ હત્યા કરે છે.
આત્મા ની અશુદ્ધિ માત્ર હિંસા છે. આ બાબત નું સમર્થન કરતા આચાર્ય અમૃત્ચંદ્ર એ લખ્યું છે: અસત્ય વગેરે વિકાર આત્મપરિણતિ ને
બગાડે એવું છે, તેથી તે બધી હિંસા છે. અસત્ય વગેરે જે દોષ બતાવ્યા છે તે કેવળ "શિષ્યાબોધાય" છે. સંક્ષેપ માં રાગદ્વેષનો અપ્રાદુર્ભાવ
અહિંસા અને તેનો પ્રાદુર્ભાવ હિંસા છે. રાગદ્વેષરહિત પ્રવૃત્તિ થી અશક્ય કોટિનો પ્રાણવધ થઇ જાય તો પણ નૈશ્ચયિક હિંસા ગણાતી નથી.
જે રાગદ્વેષની પ્રવૃત્તિ કરે છે તે પોતાના સાતમાં નો જ ઘાત કરે છે, પછી તે બીજા જીવો નો ઘાત કરે કે ના કરે. હિંસાનો વિરોધ ના કરવો
તે પણ હિંસા છે અને હિંસા માં પરિણત થવું પણ હિંસા છે. તેથી જ જ્યાં રાગદ્વેષ ની પ્રવૃત્તિ છે ત્યાં નિરંતર પ્રાણવધ થાય છે.
================
અહિંસાની ભુમિકાઓ
હિંસા થી માત્ર પાપ નુ કર્મ જ બંધાય્ છે આ દૃષ્ટિ એ હિંસાનો કોઇ પ્રકાર નથી હોતો. પરંતુ હિંસા ના કારણ અલગ્ હોય્ છે, તેથી કારણ
ની દ્રષ્ટિ એ તેના પ્રકાર પણ અનેક થઇ જાય છે. કોઈ જાણી જોઇને હિંસા કરતા નથી, તો કોઈ અજાણતા માં પાના હિંસા કરી નાખે છે.
કોઈ પ્રયોજન થી કરે છે તો કોઈ પ્રયોજન વગર.
સૂત્રકૃતાંગમાં હિંસા ના પાંચ સમાધાન બતાવ્યા છે : (૧) અર્થદંડ, (૨) અનર્થદંડ, (૩) હિંસાદંડ, (૪) અકસ્માદ્દંડ, (૫) દૃષ્ટિવિપર્યાસદંડ.
અહિંસા આત્મા ની પૂર્ણ વિશુદ્ધ દશા છે. તે એક અને અખંડ છે, પરંતુ મોહ ને કારણ તે ઢંકાઈ જાય છે. મોહ નો જેટલો નાશ થાય એટલો
જ વિકાસ થાય. તેથી મોહવિલય કે તારતમ્ય પર એના બે રૂપ નિશ્ચિત કર્યા છે. (૧) અહિંસા મહાવ્રત, (૨) અહિંસા અણુવ્રત. આમાં
સ્વરૂપભેદ નથી, માત્ર (પરિણામ) નો ભેદ છે.
મુની ની અહિંસા પૂર્ણ છે. આ સ્થિતિ માં શ્રાવકની અહિંસા અપૂર્ણ છે. મુનિ ની જેમ શ્રાવક બધા પ્રકાર ની હિંસા થી મુક્ત રહી શકતો નથી.
મુનિ ના પ્રમાણમાં શ્રાવકની અહિંસા નું પરિમાણ બહુ ઓછું છે.ઉદાહરણ : મુનિની અહિંસા 20 બિસ્વા છે તો શ્રાવકની અહિંસા સવા બિસ્વા છે.
(પૂર્ણ અહિંસા કે અંધ બીસ હૈં, ઉનમેં સે શ્રાવક કી અહિંસા કા સવા અંશ હૈ) ઇસકા કારણ યહ હૈ કિ શ્રાવક 19 જીવોં કી હિંસા કો છોડ઼ સકતા હૈ,
વાદર સ્થાવર જીવોં કી હિંસા કો નહીં ઇસસે ઉસકી અહિંસા કા પરિમાણ આધા રહ જાતા હૈ-દસ બિસ્વા રહ જાતા હૈ ઇસમેં ભી શ્રાવક ઉન્નીસ
જીવોં કી હિંસા કા સંકલ્પપૂર્વક ત્યાગ કરતા હૈ, આરંભજા હિંસા કા નહીં અત: ઉસકા પરિમાણ ઉસમેં ભી આધા અર્થાત્ પાઁચ બિસ્વા રહ જાતા
હૈ સંકલ્પપૂર્વક હિંસા ભી ઉન્હીં ઉન્નીસ જીવોં કી ત્યાગી જાતી હૈ જો નિરપરાધ હૈં સાપરાધ ન્નસ જીવોં કી હિંસા સે શ્રાવક મુક્ત નહીં હો સકતા
ઇસસે વહ અહિંસા ઢાઈ બિસ્વા રહ જાતી હૈ નિરપરાધ ઉન્નીસ જીવોં કી ભી નિરપેક્ષ હિંસા કો શ્રાવક ત્યાગતા હૈ સાપેક્ષ હિંસા તો ઉસસે હો જાતી હૈ
ઇસ પ્રકાર શ્રાવક (ધર્મોપાસક યા વ્રતી ગૃહસ્થ) કી અંહિસા કા પરિમાણ સવા બિસ્વા રહ જાતા હૈ ઇસ પ્રાચીન ગાથા મેં ઇસે સંક્ષેપ મેં ઇસ
પ્રકાર કહા હૈ :
"જીવા સુહુમાથૂલા, સંકપ્પા, આરમ્ભાભવે દુવિહા,
સાવરાહ નિરવરાહા, સવિક્ખા ચૈવ નિરવિક્ખા"
(૧) સૂક્ષ્મ જીવહિંસા, (૨) સ્થૂળ જીવહિંસા, (૩) સંકલ્પ હિંસા, (૪) આરંભ હિંસા, (૫) સાપરાધ હિંસા, (૬) નિરપરાધ હિંસા, (૭) સાપેક્ષ હિંસા,
(૮) નિરપેક્ષ હિંસા. હિંસાના આ ૮ પ્રકાર છે. શ્રાવક આમાથી ૪ પ્રકારની, (૨, ૩, ૬, ૮) હિંસાનો ત્યાગ કરે છે. અત: શ્રાવકની અહિંસા અપૂર્ણ છે.
=========
મિત્રો આ લેખ ખુબજ મોટો થાય તેમ હોવાથી જગ્યા ના અભાવે અહિ વિશ્રામ લઇયે પછિ ક્યારેક બાકી ની વિગતો આપિશુ.
જય જિનેન્દ્ર
મિચ્છામિ દુક્કડં

=====================================+++++++++
https://www.facebook.com/MAHUVA364290/photos_albums
https://www.facebook.com/MAHUVA364290/notes
https://www.facebook.com/MAHUVA364290/info

हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
https://www.facebook.com/MAHUVA364290
મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.
અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.

Friends,
Your Likes, comments and shares our enthusiasm to support
rupee rises and more and more we strive to provide fun and interesting information ..
=========================================+++++++++++
दोस्तो,
आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह
रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..
==========================================++++++++++++++++++++++
http://i.imgur.com/0CxjSNo.gif
http://i.imgur.com/6prqF04.gif
http://i.imgur.com/PNr3oPd.gif
=======================================++++++++++++
અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત અહીં મુકવામાં આવતી પોસ્ટ વિવિધ વેબ સાઇટ
ઉપરથી લેવામાં આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત
લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.
અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું
જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે