ઉંઘની અવનવી વાતો
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .લેખક : જયંતિભાઇ આહીરઆપણા જીવન માટે જેમ હવા, પાણી અને ખોરાક અતિ આવશ્યક છે, તેમ ઉંઘને પણ એક અનિવાર્ય પરિબળ માનવામાં આવેલ છે. જીવમાત્ર ઉંઘ દ્વારા પોતાના શરીરમાં પુન: શક્તિ સાથે તાજગીનો અહેસાસ કરે છે.
શરીર રોજબરોજની ભાગદોડથી થાકી જતું હોય ઈશ્વરે તેને સતત તાજગીપૂર્ણ રાખવા ઉંઘનું પરિબળ મુકેલ છે. શારીરીક, માનસીક અને ભાવનાત્મક થાકને ઉંઘની પાયાની જરૂરીયાત માનવામાં આવે છે. એ સિવાય આપણે જાણીએ છીએ કે નિયમીત ટેવ મુજબ રોજ રાત્રે ઉંઘ માટે વિશેષ કોઈ પ્રયોજન ન કરતા સહજતાથી ઉંઘ આવી જાય છે.
ઉંઘ માટે જયારે આપણી આંખો ઘેરાવા લાગે ત્યારે સ્વાભાવિક રીતે માંસપેશીઓ ઢીલી પડતા શરીરની શક્તિઓ શીથીલ થવા લાગે છે. એ સાથે નાડીના ધબકારા ધીમા પડતા બ્લડપ્રેસર અને શરીરનું તાપમાન નીચું થઈ જતા આંખો ઘેરાવા લાગે છે, જે ઉંઘના આગમનની નિશાની છે. આ ઉંઘને ગાઢનિંદ્રા કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ‘નેમસ્લીમ’ તરીકે ઓળખવામાં આવે છે. ગાઢનિદ્રાનો સમયગાળો 90થી 110 મીનીટનો હોવાનું મનાય છે. ઉંઘ દરમ્યાન શરીર નિષ્ક્રીય થવા સાથે ચેતાતંત્ર(જ્ઞાનતંતુ) શાંત થઈ જાય છે, તેથી ઉંઘ દરમ્યાનની સ્થિતીથી આપણે સાવ અજાણ રહીએ છીએ.
સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિને 6થી 7 કલાક, પુખ્તવયની વ્યક્તિને 7થી 8 કલાક, ગર્ભવતી મહિલાને 8 કલાકથી વધારે, કિશોરવયમાં 9થી 10 કલાક, 3થી 10 વર્ષના બાળકોને 11થી 12 કલાક તેમજ નવજાત બાળકને 18 કલાક સુધીની ઉંઘ જરૂરી હોવાનું માનવામાં આવે છે, જોકે આમાં પણ અપવાદરૂપ કિસ્સાઓ જોવા મળતા હોઈ દરેક વ્યક્તિને ઉંઘનો આ માપદંડ લાગુ પાડી શકાય નહીં.
ઉંઘતી વખતે સામાન્ય રીતે પથારી સ્વચ્છ અને વ્યવસ્થિત હોવા સાથે રૂમમાં પુરતા હવા ઉજાસ સાથે ક્યાંયથી દુર્ગંધ આવતી ન હોય તેની ખાત્રી કરી લેવી જોઈએ. સુતી વખતે આંખો ઉપર પ્રકાશ પડતો હોય કે આજુબાજુમાંથી મોટા અવાજે થતી વાતો ઉંઘમાં ખલેલ પહોંચાડે છે.
આજકાલ ઝડપથી બદલાતી જતી જીવનશૈલી સાથે વધતી જતી જરૂરીયાતોના લીધે માણસ પોતાની ઉંઘમાં સતત કાપ મૂકાતો રહે છે. ઘણાબધા લોકો જાતજાતના ટેન્શનો વચ્ચે રાત્રીના ઉંઘી શકતા નથી, તો કેટલાક લોકો જરૂરીયાત કરતા વધુ ઉંઘતા હોય છે, જોકે વધુ ઉંઘવા કરતા ઓછી ઉંઘ લેનારાની તકલીફો વધુ હોય આવા લોકોએ શારીરીક સ્થિતી બગડે તે પહેલા ચેતી જવું જોઈએ.
ઉંઘના સમયે ઉંઘ ન આવે તે ચિંતાનો વિષય માનવામાં આવે છે, ઓછી કે અપૂરતી ઉંઘના કારણે વ્યક્તિ શારીરીક અને માનસીક બીમારીઓનો શિકાર બને છે. ઉંઘની તકલીફના કારણે યાદ શક્તિને વિપરીત અસર થવા સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે, જેના કારણે શરીર નબળું પડતા મેદસ્વીતા, ડાયાબીટીશ, હૃદય રોગ તેમજ ચેપી રોગો સાથે નાની-મોટી બીમારીઓ ઘર કરવા લાગે છે. અનિંદ્રાના કારણે વ્યક્તિનું માનસીક સંતુલન બગડવા સાથે અલ્ઝાઇમર જેવા ગંભીર રોગનો તે ભોગ પણ બની બેસે છે. પૂરતી ઉંઘ લેનારા ઈજાગ્રસ્ત દર્દીનો ઘાવ જલ્દી રૂઝાય જાય છે, જયારે અપૂરતી ઉંઘ લેનારા દર્દીઓના શરીરમાં રહેલા શ્વેત રક્તકણોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી જાય છે, તેના કારણે ઘાવને રૂઝાતા વાર લાગતા તેણે લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવું પડે છે.
તન-મન થાકી ગયા હોવા સાથે શરીર ઉંઘ માટે તડપતું હોઈ તોય ઘણી વખત ઉંઘ ન આવતા આપણે પથારીમાં પડખા ફેરવતા રહીએ છીએ; આ અંગે ઘણા કારણો જવાબદાર છે, જેવા કે આંખો પર પડતો પ્રકાશ, ઘોંઘાટભર્યો અવાજ, શારીરીક તકલીફ જેવી કે તાવ, હૃદયને લગતી તકલીફ, લોહીનું ઉંચુ દબાણ, શારીરીક ઈજા, લોહીનું ગંઠાવું, ઈન્ફેકશન વગેરે સાથે સારી કે ખરાબ માનસીક ઉત્તેજના, ચીંતા, તણાવ, ઉંઘવાનું સ્થળ ગંદુ અને બંધીયાર, વધારે પડતું જમવું, ભુખ-તરસ દબાવી રાખવા વગેરે કારણોસર પણ સમયસર ઉંઘ આવતી નથી.
સરસ ઉંઘ મેળવવા માટે બને ત્યાં સુધી સાંજના ચાર વાગ્યા પછી ચા-કોફી, ચોકલેટ કે ઠંડા પીણાઓથી દૂર રહેવાની ટેવ પાડવી, રાત્રીના ભારે ખોરાકથી દૂર રહી હળવો ખોરાક લેવો તેમજ જો મગજ પર કોઈ વાતનો ભાર હોય તો સ્વજન કે મિત્ર આગળ મનની વાત સંકોચ વગર કરી મનનો ભાર હળવો કરી દેવો જોઈએ. રાત્રીના ઉંઘ ન આવે તો ભેંસનું ગરમ દૂધ પીવું, હાથ-પગ, મોં અને ગરદન ગરમ પાણીથી ધોવા, પથારી નજીક આંટા મારવા કે પુસ્તક વાંચવું જોઈએ, આમછતાં ઉંઘ ન આવે તો ઈશ્વરનું નામ સ્મરણ કરતા કરતા સરસ ઉંઘ આવી જાય છે.
જોકે આજકાલ ભાગદોડના જમાનામાં ઉંઘ અંગેની ફરીયાદ ખુબ વધી જતા લોકો આપણા ઘરગથ્થુ ઉપચારોની ઉપેક્ષા કરી એલોપથી દવાઓનો આશરો લઈ ઉંઘની સમસ્યા દૂર કરવાની કોશીશ કરતા જોવા મળે છે. હકીકતમાં વિદેશી દવાઓ આપણા જ્ઞાનતંતુઓની શક્તિને કુંઠીત કરી ઉંઘ અપાવે છે, જે લાંબાગાળે આપણી જીવન શક્તિ માટે બહુ ભારે નુકશાન કરનાર સાબીત થાય છે.
આયુર્વેદમાં ઉંઘની તકલીફ ઉભી કરનાર તરીકે વાયુને દર્શાવી મગજમાં રૂધિરાભીસરણની ગતિ તેજ કરી જ્ઞાનતંતુમાં ઘુસી ગયેલા વાયુને દૂર કરવાનું સમજાવે છે. મગજમાંથી વાયુ દૂર થતા ખરાબ થઈ ગયેલ લોહી શુદ્ધ થવા લાગતા ઉંધની તકલીફ આપોઆપ દૂર થઈ જાય છે. ઉંઘ ન આવતી હોઈ તો આયુર્વેદમાં નીચેના હાથવગા સરળ ઉપાયો બતાવવામાં આવેલ છે.
1. ઉંઘ ન આવતી હોઈ તો પગચંપી કરવી.
2. અંગચંપી કરવી.
3. માથામાં તેલનો માલીશ કરવો.
4. પગના તળીયે તેલ ઘસવું.
5. શરીર પર આંબળા ચોળીને નહાવું.
6. ગરમ પાણીથી સ્નાન કરવું.
7. માથા ઉપર ચંદન કે ઠંડા લેપ કરવા.
ઉપરના ઉપાયો કરવા છતાં જો ઉંઘની ફરીયાદ રહે તો વિદેશી દવાઓથી દૂર રહેવા સાથે આયુર્વેદમાં સર્પગંધા, અશ્વગંધા અને ભાંગ જેવા ઔષધોનો ઉંઘના ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય નિષ્ણાંત વૈદ્યના માર્ગદર્શન હેઠળ આયુર્વેદના નિર્દોષ ઉપચારથી ઉંઘની પીડાનો હલ શોધવો જોઈએ.
=========================
જાણો સેક્સ પછી તરત જ ઉંઘ કેમ આવે છે
મોટાભાગની પત્નીઓ ફરીયાદ કરતી હોય છે કે સેક્સ પછી તેઓના પતિ સુવા લાગે છે. હવે તેનુ રહસ્ય શું છે તેની ખબર પડી ગઈ છે. આના પાછળ તેઓના શરીરમાં થનાર રાસાયણિક બદલાવ જવાબદાર છે. પુરુષો જો પ્રયત્ન કરે તો આ બાબતે નિયંત્રણ મેળવી શકે છે.
એક સર્વેમાં 100 પુરૂષો પર સર્વે કરવામાં આવ્યો હતો. વધુ પુરૂષોએ સ્વીકાર્યુ છે કે, સેક્સ પછી તરત જ ઉંઘ આવે છે, પણ તેનુ કારણ જાણી શક્તા નહોતા. એવુ માનવમાં આવતુ હતુ કે સેક્સ દરમિયાન શરીરમાં ઓક્સિટોસીન હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે અને આરામની અનુભુતી કરેવે છે અને પછી પ્રોલેક્ટિનનો સ્ત્રાવથી તેઓને ઉંઘ આવવા લાગે છે.
હવે વૈજ્ઞાનિકોએ દોવો કર્યો છે કે, તેઓ આના પાછળનુ કારણ જાણી ગયા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ક્લાઈમેક્સ દરમિયાન સરબેરલ કોર્ટેક્સ બંદ થઈ જાય છે. આ ભાગ વિચારવાનુ કામ કરે છે. ફ્રાંસના વૈજ્ઞાનિક સ્ટોલેરૂના જણાવ્ય મુજબ વિચારવાની ક્ષમતા બંદ થતા જ મગજ તરત જ કહે છે કે સૂઈ જાઓ. બીજી મહિલાઓમાં સરબેલ કોર્ટેક્સ પહેલાની જેમ જ કામ કરતુ રહે છે.
માટે સેક્સ પછી મહિલાઓ વાતો કરવા માગે છે અને પુરૂષોને ઉંઘ આવવા લાગે છે. સેક્સ સારી ઉંઘ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે. જો કે મહિલાઓને પુરૂષોની આ ટેવ સારી નથી લાગતી. પહેલા એવુ માનવમાં આવતુ હતુ કે જો પુરૂષ ઈચ્છે તો સેક્સ પછી ઉંઘ પર નિયંત્રણ મેળવી શકે છે, પણ અપણા શરીરની રચનાજ એવી છે કે ઉંઘ આવી જ જાય.
==========
સારી ઉંઘ માટે આટલુ કરો
વિશેષજ્ઞ બતાવે છે કે સૂતા પહેલા જો હલ્કો નાસ્તો કરવામાં આવે તો તેનાથી સારી ઉંઘ આવે છે. આ સમયે કાર્બોહાઈડ્રેટ લેવાથી મગજ શાંત રહે છે. જ્યારે તમારુ મગજ શાંત રહેશે તો ઉંઘ પણ સારી આવશે. ડિનરમાં કેલ્શિયમની માત્રા વધારવી પણ તમારા માટે ફાયદાકારી બની શકે છે. તેને માટે તમે આખા અનાજ, વસા રહિત દૂધ, દહી, પીનટ બટર, કૈમોમિલ ટી અને કેળા લઈ શકો છો.
============
શું તમારી આખી રાત આમથી તેમ પડખા ફરીને જ વિતાવો છો? ઊંઘ નથી આવતી? તો થઇ જાઓ સાવધાન! કારણ કે વૃદ્ધાવસ્થામાં આના કારણે તમારી યાદશક્તિ ખોરવાઇ શકે છે અને આ પરિસ્થિતિ અલ્ઝાઇમરનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
વૉશિંગ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનમાં સંશોધકોએ જાણ્યું કે આધેડ વયના જે લોકોની રાતે સતત ઊંઘ તૂટતી રહે છે તેમને લાંબાગાળે અલ્ઝાઇમરનો સામનો કરવો પડી શકે છે.
સંશોધનના શરૂઆતના પરિણામો જણાવે છે કે ઊંઘ સંબંધી સમસ્યાઓનો સમયસર નિકાલ કરવામાં આવે તો તે મગજ માટે ફાયદાકારક રહે છે. સંશોધનના પરિણામો એપ્રિલમાં અમેરિકન એકેડમી ઓફ ન્યુરોલોજીમાં રજુ કરવામાં આવશે.
સંશોધક યો એલ જુના હવાલેથી 'લાઇવ સાયન્સ'એ લખ્યું છે, "વધારે ઊંઘવું કે સારી ઊંઘ લેવાથી કોઇ જોખમ નથી સર્જાતું પણ ઓછી ઊંઘ લેવાથી કે સતત ઊંઘ તૂટવાથી લાંબાગાળે ચોક્કસ સમસ્યાઓ સર્જાઇ શકે છે."
ઉલ્લેખનીય છે કે ઝડપથી બદલાતી જતી જીવનશૈલી અને વધતી જતી જરૂરિયાતો સામે મનુષ્યની ઊંઘમાં સતત કાપ મૂકાતો જઇ રહ્યો છે. તો વળી કેટલાંક લોકો તો જાતજાતના ટેન્શનો વચ્ચે રાતે ઊંઘી જ નથી શકતા. આવા લોકોએ પરિસ્થિથિ વણસે તે પહેલા ચેતી જવાની જરૂર છે
============
જો ઉંઘ ન આવતી હોય તો...
ઘણાં લોકોને રાત્રે ઉંઘ ન આવવાને લીધે ઘણી મુશ્કેલી પડે છે તેને માટે અહીં ઉપાય આપેલ છે... * અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુળેઠી, આમળા, જટામાસી, સાચી ખુરાસાની અને અજમો આ બધી જ વસ્તુને 50-50 ગ્રામ બારીક ચુર્ણ બનાવી લો. રાત્રે સુતા પહેલાં 3 થી 5 ગ્રામની માત્રામાં દૂધની સાથે સેવન કરો. એક અઠવાડિયા બાદ આનો પ્રભાવ દેખાશે. અનિંદ્રા દૂર થઈ જશે અને ગાઢ ઉંઘ આવશે. સ્વપ્ના પણ નથી આવતાં તેમજ હાઈબ્લડ પ્રેશરમાં પણ આરામ મળે છે. ઉંઘની ગોળીની જેમ બેહોશ પણ નથી થતાં અને સવારે ઉઠતાં તાજગી પણ અનુભવાય છે. * સર્પગંધા, અશ્વગંધા અને ભાંગ ત્રણેયને સરખા ભાગે ભેળવીને રાખી મુકો. આ ચુર્ણને રાત્રે સુતી વખતે 3 થી 5 ગ્રામની માત્રામાં પાણીની સાથે લો, આ ઔષધિ નિરાપદ છે. હાઈબ્લડપ્રેશરના રોગીને અનિંદ્રાની ફરિયાદ રહે છે તેથી તેણે આનું અવશ્ય સેવન કરવું. નોંધ : ઉપર આપેલા ઉપાયો આયુર્વેદની સલાહ વડે પ્રસ્તુત કરાયા છે પરંતુ શરીરની પ્રકૃતિની અનુસાર પ્રભાવ બદલાઈ શકે છે તેથી તેને અજમાવતાં પહેલાં ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.
=============
વધુ પડતી ઉંઘ
વધુ પડતી ઉંઘ : સતત કામ કરતા રહેવા વચ્ચે સાત-આઠ કલાકની ઉંઘ સ્વાસ્થ્ય માટે આવશ્યક ગણાય છે.
(૧) વધુ પડતી ઉંઘ આવતી હોય તો વડના પાકા પાનનો ઉકાળો કરીને પીવો, અને મીઠાઈઓ, ફળો, ચોખા, બટાટા તથા ભારે ખોરાક બંધ કરવો કે ઓછો કરવો.
(૨) દુધ વગરની ફક્ત લીંબુનો રસ નાખેલી ચાય સવાર-સાંજ ૧-૧ કપ પીવાથી વધુ પડતી ઉંઘની ફરીયાદ મટે છે.
(૩) દરરોજ સવાર-સાંજ વરીયાળીનો ૧-૧ કપ તાજો ઉકાળો કરીને પીવાથી અતીનીદ્રાની (વધુ પડતી ઉંઘની) અને આળસની ફરીયાદ મટે છે.
=========
ઘણા લોકોની એવી ફરિયાદ છે કે તેઓને પુરતી ઉંઘ આવતી નથી. સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદ માટે ઘણા કારણો જવાબદાર રહે છે. પૂરતી અને મજબુત ઉંઘ માળવા માટે રાત્રી દરમિયાન ઓછુ જમવાની સલાહ વૈજ્ઞાાનિકોએ આપી છે. રાત્રે ઉંઘી જતા પહેલા જમવામાં કેટલીક સાવધાની જરૃરી છે તેવુ તારણ વૈજ્ઞાાનિકોએ આપ્યુ છે. પુરતી અને સારી ઉંઘ માળવા માટે કેટલાક કારણો આપવામાં આવ્યા છે જે પૈકી એક કારણ એ છે કે પુરતી ઉંઘ માટે રાત્રે જમવાનું પ્રમાણ ઓછુ રહે તે જરૃરી છે. રાત્રે ઉંઘી જતા પહેલા લાઈટ ફુડની સલાહ આપવામાં આવી છે. આનાથી પણ સારો તરીકો એ છે કે જે લોકો રાત્રે જમતા નથી તે લોકોને વધારે સારી ઉંઘ આવે છે. સામાન્ય રીતે લોકો જે માને છે તેની વિરુદ્ધમાં આ મત વૈજ્ઞાાનિકોએ આપ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઓછુ જમવાથી રાત્ર સારી ઉંઘ આવે છે. જમવામાં યોગ્ય પસંદગી પૂરતી ઉંઘ માટે ઉપયોગી સાબિત થાય છે. અમારી આસપાસ ઘણા લોકો એવા છે જે ઓછી ઉંઘની બિમારીથી ગ્રસ્ત છે. કેટલાક લોકો તો પુરતી ઉંઘ નહીં આવવાની સ્થિતિમાં રાત્રે ઉંઘની ગોળીઓ પણ લેતા હોય છે. આ ઉપરાંત બીજી ચીજવસ્તુઓનો પણ સહારો લેતા હોય છે. આવી સ્થિતિમાં કેટલીક ચીજો પર અમલ અતિ જરૃરી છે. આ ચીજનો અમલથી ઉંઘમાં મદદ મળી શકે છે. અમારા વડિલોનો એવો મત છે કે ઉંઘી જતા પહેલા ગરમ દૂધ પીવાથી ફાયદો થાય છે. આ બાબત ઘણા અંશે સાચી પણ છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે સારી ઉંઘ લેવા માટે ઉંઘી જવાની પહેલા ગરમ દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. હકીકતમાં ગરમ દૂધ દિવસનો થાક દૂર કરીને રિલેક્સ અને કમ્ફર્ટેબલ બનાવે છે. આમા એવા ઘણા તત્વો હોય છે જે પૂરતી ઉંઘ અપાવવામાં મદદરૃપ થાય છે. આમા ડેરી ફુડ્સની ઘણી ચીજવસ્તુઓ પણ સામેલ છે. ઉપરાંત ફળમાં કેટલાક ફળ એવા છે જેમાં રહેલા પોષકતત્વો ઉંઘ અપાવવામાં ઉપયોગી સાબિત થાય છે. લોકો માને છે કે કાર્બોહાઈડ્રેટ માત્ર સ્થુળતા વધારે છે જેથી આનાથી લોકો બચે છે. પરંતુ આબાબત વાસ્તવિક નથી. કાર્બોહાઈડ્રેટ એનેર્જેટીક જાળવી રાખવામાં મદદરૃપ થાય છે. ઉપરાંત ઉંઘ લાવવામાં પણ મદદરૃપ થાય છે. કાર્બોહાઈડ્રેટ શરીરમાં જતાની સાથે જ ઉંઘની શરૃઆત થઈ જાય છે. કેટલાક લોકો ઉંઘી જતા પહેલા કોફી અથવા ચા પીવાનું પસંદ કરે છે પરંતુ ઉંઘ માટે આ ખુબજ ખતરનાક છે. હકીકતમાં કેફિન ઉંઘ આડે અડચણરૃપ બની જાય છે. માત્ર કોફી જ નહીં ચોકલેટ, કોલાડ્રિંગ્સ અને ચા પણ ખુબજ નુકશાનકારક છે. સાંજે ચાર વાગ્યા પછી આને ટાળવામાં કહેવામાં આવ્યુ છે.
=========
તમે નવા માતાપિતાને પુછશો " તમારૂ બાળક આખી રાત સુવે છે ?" તેનો જવાબ હંમેશા માટે "ના" હશે.
નવા જન્મેલા બાળકો ખરેખર દિવસ અને રાત વચ્ચેનો ફરક જાણતા નથી. તેમના નાનકડા પેટમાં તેઓ ઘણુ ઓછુ ધવરાવેલ દુધ અથવા કૃતિમ રીતે બનાવેલ દુધ રાખી શકે છે, જે તેમને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે. તેઓને દરેક વાર થોડા કલાકો પછી ખોરાક જોઇએ છે, પછી ભલે તે દિવસ અથવા રાતનો સમય હોય, નવા માતાપિતા થોડા અઠવાડીયાના પિતૃત્વ પછી ઉંઘનુ અત્યંત મહત્વ શોધી કાઢે છે. ઉંઘ અથવા ઓછી ઉંઘ વિષે નવા માતાપિતા અને બાળકોના તજ્ઞો વચ્ચે ચર્ચા કરવાનો કદાચ એક મહત્વનો વિષય છે. શિશુના ઉંઘની ગુણવત્તા અને માત્રા ઘરના બધાયની તબીયતને અસર કરે છે. સમયના અવધિની દરમ્યાન બાળકની ઉંઘના રૂપમાં ફક્ત ફરક પડે છે. જ્યા સુધી બાળક મોટુ થાય છે અને ઘોડીયામાંથી પથારી ઉપર આવવા માંગે છે, તે/તેણી રડવાને બદલે "આજીજી" કરે છે અથવા સુવા માટે ના પાડે છે.
અસલમાં તે ખરાબ નથી, તે બાળકની ઉમર ઉપર આધારિત છે. ત્યાં ઘણાબધા પ્રશ્નોના જવાબ માતાપિતાએ આપવા પડશે, જેવા કે " તમે તે રડતુ હોય, રાડો પાડતુ હોય, દલીલ કરતુ હોય અને સુવા માટે ના પાડતુ હોય તેવાને તમે કેવી રીતે પથારીમાં મુકી શકશો ?" બાળક્નો પથારીમાં નિયમિત રીતે જવાનો સમય શું હોવો જોઇએ" અને "તેને સુવા માટે કેટલો સમય પુરતો છે?" અથવા આ વાત માટે "તમારા બાળકો તમને ઉઠાડે તો તમારે શું કરવુ જોઇએ?"
કેટલી ઉંઘ પુરતી છે?
ત્યાં કલાકોની કોઇ જાદુઈ સંખ્યા નથી જે નિશ્ચિત જુથના બાળકોને જરૂર પડે. બે વર્ષની અનુ રાત્રે કદાચ ૮.૦૦ થી સવારના ૮.૦૦ સુધી સુવે છે જ્યારે બીજી બાજુ બે વર્ષનો અખીલ રાતના ૧૦.૦૦ થી સવારના ૫.૦૦ સુધી સુવે છે અને બીજા દિવસે તેટલો જ ચકોર રહે છે.
દરેક બાળક અનેરૂ વ્યક્તિ છે જેની સુવાની અને જરૂરીયાતની જુદીજુદી ઢબો છે. ઘણા બાળકોની ઉંઘ તેઓ કેટલા જુવાન છે તેના ઉપર આધારિત છે. અહિયા આશરે કેટલીક સંખ્યા ઉમર ઉપર આધારિત, ઉમર - યોગ્ય ઉંઘ પહેલાની રણનીતીની સાથે આવેલ છે. એક નવુ જન્મેલ બાળક દિવસમાં કદાચ વધુમાં વધુ ૧૬ - ૨૦ કલાક સુવે છે અથવા તેનાથી વધારે. બાળકો જુદાજુદા ત્રણ થી ચાર કલાકના ટપ્પામાં પણ ઉંઘ કાઢે છે. સુસ્તી, REM (ઝડપથી આંખોનુ હલનચલન), ઉંઘ, હળવી ઉંઘ, ગાઢ ઊંઘ અને વધારે ઉંઘ. જેટલા તેઓ મોટા થાય છે તે પ્રમાણે તેમની જાગતા રહેવાની અવધિ વધતી જાય઼ છે.
ઉંઘના ત્રણ થી ચાર નાના તબક્કાઓ કદાચ તમને ગુસ્સો કરાવશે કારણકે તે તમારી ઊંઘની ઢબમાં દખલ પાડે છે, પણ ધીરજ રાખો. જે રીતે તમારૂ બાળક મોટુ થતુ જાય છે અને જીવનના તાલમેલને અનુકળ થાય છે, તે ધીમેધીમે બદલતુ જાય છે. પહેલી વાર તે છતા ખોરાકની જરૂરીયાત તેની ઉંઘની જરૂરીયાતને ઢાકી દેશે. બાળકોના ઘણા ચિકિત્સકો ભલામણ આપે છે કે માતાપિતાએ નવા જન્મેલા બાળકને લાંબા સમય સુધી ધવડાવ્યા સિવાય સુવુ દેવુ ન જોઇએ. એટલે તમારા બાળકને દરેક ત્રણથી ચાર કલાકના ગાળામાં ધવરાવવુ જોઇએ.
મારા બાળકે ક્યા અને કેવી રીતે સુવુ જોઇએ ?
પહેલા થોડા અઠવાડીયા માટે, માતાપિતાએ તેમના સુવાના ઓરડામાં બાળકનુ ઘોડીયુ રાખવુ જોઇએ. બાળકને આ તેની/તેણીની જીંદગીના શરૂઆતના મંચ ઉપર જુદા ઓરડામાં મુકવુ ન જોઇએ. સુરક્ષાના કારણ માટે તમારા બાળકને તે જ ઓરડામાં જ્યાં તમે સુતા હોય ત્યા સુવડાવવા ન દેવુ જોઇએ.
માતાપિતા પાસે દિવસના (એક દિવસના) અને રાત્રના (રાતના) સુવાની જગ્યા જુદીજુદી હોવી જોઇએ. દા.ત. તમારા બાળકને જો દિવસના સમયમાં ટહેલતી વખતે ઝોકુ આવી જાય અને ફક્ત તેને/તેણીને રાત્રે ઘોડીયામાં નાખો, તે/તેણી કદાચ દિવસના અને રાતના ફરકની ટેવ પડી જશે અને બદલતી દૃષ્ટિ જોઇને સંગઠિત મંડળનો ઉપાય મળશે.
મનમાં "ઉંઘવાની સુરક્ષા" ધ્યાનમાં રાખીને બાળકના ઘોડીયામાં કોઇ પણ વસ્તુઓ મુકતા નહી જે તેના શ્વાસોશ્વાસમાં બાધા લાવે. આમાં નરમ રમકડાનો સમાવેશ છે. રસ્સી સાથેના અને કોઇ બીજી વસ્તુઓ જેના ખુણા અને ધાર તીક્ષ્ણ હોય તેવાને દુર રાખવા. તમે નિશ્ચિત કરો કે તમે જે ઘોડીયુ વાપરતા હોય તે આજના સુરક્ષાના સમયમાં પ્રમાણભુત હોય. તંદુરસ્ત બાળકો જેમને તેમની પીઠ ઉપર અથવા બાજુમાં સુવડાવ્યા હોય અને પેટ ઉપર નહી તેઓ સારી રીતે સુવે છે. સુવા માટે પીઠ અથવા બાજુની પરિસ્થિતી બહુ સુરક્ષિત છે. ઘણા અભ્યાસો એવી સુચના આપે છે કે પીઠ ઉપર સુતેલુ બાળક અથવા બાજુમાં સુતેલા બાળકને પેટ ઉપર સુતેલા બાળક કરતા અચાનક મરવાના લક્ષણોના સમુદાય (SIDS) નહી આવે.
મારે શું કરવુ ?
તમારી પ્રક્રિયાથી તેને કહી શકો છો કે રાતનો સમય સુવાનો હોય છે. રાત્રે બાળકને ધવડાવતી વખતે અથવા બાળોતિયુ બદલતી વખતે ઉત્તેજનાથી બચો. દીવાને ઝાખો રાખો અને બાળકની સાથે રમવાની અથવા તેની સાથે વાતો કરવાની ઇચ્છાને અટકાવો.
તમારે સુવાના સમયે માટે નિત્યક્રમ બનાવવાની શરૂઆત કરવી જોઇએ, જેવો કે નવડાવવુ, વાંચવુ, બાળક થોડુ મોટુ થાય ત્યારે તેને ગાવાનુ શિખવવુ જેને લીધે તેને આરામ મળશે. તમારૂ નવુ જન્મેલુ બાળક સંકેતો સમજવા માટે કદાચ હજી સુધી બહુ નાનુ હશે પણ તમે કદાચ સાચા રસ્તા ઉપર જવા માટે તેના સુવાના સમયની કયાવત વ્હેલી શરૂ કરો. તમારૂ બાળક ધાંધલીયુ હોય તો શું ? તમે હંમેશા ઝુલાવીને, પંપાળીને અને તમારૂ/તમારી બાળક જ્યા સુધી શાંત ન થાય ત્યાં સુધી ગાઈ શકો છો. શરૂઆતના બાળકના જીવનના મહિનાઓમાં "બગાડવુ" એ સમસ્યા નથી. તમારૂ બાળક જુદીજુદી પરિસ્થિતીઓને લીધે ધાંધલયુ બની ગયુ હોય, જેવી કે ભુખ, માંદગી, વધારે થાકી ગયુ હોય, તંગ કપડા વગેરે.
૧-૩ વર્ષ સુધી ઉંઘ.
એક સાધારણ સુવાના સમયનો નિત્યક્રમ સ્થાપિત કરવો જોઇએ. જો તે દરેક રાત્રે તેવો જ રહે તો તમારા બાળકનુ રડવાનુ " મારે સુઈ જવુ નથી", બેશક તે જશે નહી. જ્યારે માતા, પિતા અને મોટા ભાઈબહેનો હજી જાગતા હોય અને સક્રિય હોય, અને આખી દુનિયા અનંત શોધ માટે રોમાંચક સ્થળ હોય, ત્યારે તેને કોઇ પણ વસ્તુ સુઈ ગયા પછી ગુમાવવી નથી.
જેવુ તમારૂ બાળક બહારની દુનિયાને પ્રગતીશીલ રીતે ઓળખતુ જાય છે અને જુદીજુદી પ્રતિક્રિયાઓ તેને રાત્રે પરેશાન કરે છે, તેની વધતી જતી કલ્પનાઓના પરિણામને લીધે કદાચ તેને રાત્રે સુવામાં તકલીફ પડે છે.
તમારૂ બાળક કેટલી વાર સુઈ શકે છે ?
ત્યાં વિશાળ માળાઓ બની છે "સામાન્ય" જ્યારે તેને ઊંઘની વાત આવે છે, પણ સાધારણપણે ૧ થી ૨ વર્ષની ઉમરના વચમાં એક બાળકને ૧૦-૧૩ કલાકની ઉંઘ દરરોજ જોઇએ છે. જો તમારૂ બાળક સવારમાં ઝોકા ખાવાનુ ચાલુ કરે અથવા બપોરના પોતાના/પોતાની વ્યક્તિગત પસંદગી કરવા માટે પુરતુ છે.
કેટલાક માતાપિતાને એમ લાગે છે કે દિવસ દરમ્યાન તેમના બાળકને જરા વાર ઉંઘવાની જરૂર છે, જ્યારે બીજાને એમ લાગે છે કે તેનુ મોટુ થતુ બાળક જો દિવસ દરમ્યાન ઝોકા ખાય તો તે રાતની સારી ઉંઘમાં નડતર કરે છે. કોઇકવાર આ સમય દરમ્યાન તમારે બે નાનકડા ઝોકાને એકની સાથે જોડવા સંયોજન કરવુ પડશે, અથવા ઝોકા ખાવાનુ બિલ્કુલ બંધ કરવુ પડશે. સુવા/આરામ કરવા માટે ઉચિત સંયોજન કરવા તમારે ઘણા અઠવાડીયા સુધી પ્રયોગો કરવા પડશે. એક વસ્તુની ખાતરી કરો કે તમારા બાળકને પુરતો આરામ મળે. એઓ અર્થ એ કે ખુશ, આનંદી મનોવૃતિવાળા બાળક કરતા એક ધૂની, ધ્યાન રાખવા બહુ મુશ્કેલ પડે એવા બાળકને સંભાળવાનો ફરક જાણશે. તમારા બાળકની જારૂરીયાતો અને વ્યક્તિત્વને મેળ બેસાડવા પ્રયત્ન કરે.
=========
પુરતી ઉંઘ નહીં લો તો કેટલા બધા નુકશાન થશેઃ--
પુરતી ઉંઘ નહીં લો તો કેટલા બધા નુકશાન થશેઃ--
૧. તમારા વિચારો ‘કુંઠીત’ થઈ જશે. તમારે માટે અથવા બીજાને માટે તમે ‘સારું’ (પોઝીટીવ) વિચારી જ નહીં શકો ‘ખોટું’ (નેગેટીવ) વિચારશો. આ પરિસ્થિતિ ખરાબ ગણાય. ખાસ કરીને તમને તમારે માટે ભવિષ્ય ખરાબ અને અણગમતું બનવાનું છે. એવા જ વિચારો આવશે. આ ઉપરાંત તમારી પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ-નાક-જીભ-કાન અને ત્વચા)ના કાર્યોમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો ઘટાડો થઈ જશે. તમારી એકાગ્રતા જતી રહેશે. નાની મોટી રોજની બાબતોમાં તમે ભુલ કરી બેસશો કશું યાદ નહીં રહે. અંગ્રેજી શબ્દ પ્રમાણે તમે ‘ડમ્બ’ અને ‘‘ઈડીયટ’’ બની જશો.
૨. ઉંઘ ઓછી લેવાથી તમારો ‘‘રીએક્શન ટાઈમ’’ અને ‘‘રીફલેશીસ’’ ઓછા થઈ જશે એટલે જો તમે ડ્રાઇવીંગ કરતા હશો ત્યારે એકસીડંટ થશે. તમે કોઈ નોકરી કરતા હશો તો તમારું કામ ચિવટથી નહીં કરી શકો અનેક ભૂલો કરશો કદાચ આને કારણે નોકરી પણ જાય.
૩. જો પુરતી ઉંઘ નહીં લો તો તમારી જાતીય શક્તિ ઓછી થશે. તમારા લોહીનું (પુરૂષોમાં) ‘ટેસ્ટોસ્ટરોન’ લેવલ ઓછું થઈ જશે જેની અસર તમારી જાતીય શક્તિ ઉપર પડશે. સ્ત્રીઓમાં માસિક ધર્મ (પીરીઅડ)ના પ્રોબ્લેમ થશે. બાળકનો જન્મ થવામાં અને ગર્ભધારણ કરવાની શક્તી ઓછી થશે. તમારી ચામડીમાં કરચલી પડશે અકાળે ઘરડા બની જશો.
૪. પુરતી ઊંઘ નહીં લેવાથી તમારો ‘માનસિક તનાવ’ (સ્ટ્રેસ) વધી જશે. જલદી ગુસ્સે થઈ જશો. શારીરિક અને માનસિક રીતે થાકી જશો. કામમાં ઘ્યાન નહીં રહે ડીપ્રેશન (હતાશા) આવશે.
૫. બે-ચાર દિવસ ઊંઘ નહીં આવી હોય તો તમે વહેલા ઉઠી નહીં શકો. ઉઠો ત્યારે જાતા (ફ્રેશ) નહીં ‘‘ઉંઘરેટા’’ લાગશો. મોં ઉપર સોજા (થેથર) આવી ગયા હશે. ચામડી ઢીલી કરચલીવાળી થઈ જશે સ્ટ્રેસ હોર્મોન વધારે નીકળવાને કારણે તમારા હાડકા અને સાંધા ઢીલા થઈ જશે. ઉંઘી જાઓ છો ત્યારે શરીર નવા કોષ ઉત્પન્ન કરી અંગોને ‘રીપેર’ કરે છે. આ વખતે શરીરને નુકશાન કરનારા તત્વો (ટોક્સીન્સ) શરીરની બહાર કાઢી નાખવાનું કામ શરીર સારી રીતે કરી શકે છે.
૬. તમારી યાદ શક્તિ ઉપર જો તમે પૂરતી ઊંઘ નહીં લો તો ખૂબ અસર પડે છે. મગજના કોષને પૂરતું લોહી નથી મળતું માટે તે કામ કરી શકતા નથી.
૭. પૂરતી ઉંઘ નહીં લો તો મૃત્યુ વહેલું આવશે કારણ ેક એને લીધે તમારી રોગ પ્રતિકારકશક્તિ ઓછી થઈ જાય છે અનેક ચેપી રોગોનો તમે ભોગ બનો છો. શરદી ઉધરસ, ઝાડા, ઉલટી, તાવ, ટી.વી., કમળો, જેવા રોગો તમને થાય છે.
૮. ઉંઘ ઓછી આવશે તો તમારૂં વજન વધશે શરીરમાં ‘લેપ્ટીન’ નામનો પદાર્થ વધશે અને ‘ધે લીન’ નામનો પદાર્થ ઘટશે. ‘લેપ્ટીન’ વધે તો ભુખ વધારે લાગશે અને વધારે ખાવાથી વજન વધશે. ‘ધેલીન’ ભુખને કાબુમાં રાખે છે તે ઓછો હોવાથી ગળ્યા અને ચરબીવાળા પદાર્થો ખાવાની ખૂબ ઇચ્છા થશે. બીજી બાજુ ઉંઘ ઓછી હોવાને કારણે તમને શરીરમાં એટલી બધી સુસ્તી લાગશે કે જેને લીધે તમે કોઈ પણ શારીરિક શ્રમ કે કસરત નહીં કરી શકો અથવા તો કરવાનું મન નહીં થાય પરીણામે વજન વધશે.
૯. તમારી નિશ્ચય શક્તિ (ડીટરમીનેશન) અને દરેક વસ્તુ સરળતાથી કરી શકવાનો આત્મવિશ્વાસ (કોન્ફીડન્સ) ઉંઘ ઓછી લેવાથી જતો રહેશે અને તમારો પ્રોગ્રેસ અટકી જશે.
૧૦. ઉંઘ ઓછી લેવાથી તમને મોટા રોગો-હાર્ટડીસીઝ ડાયાબીટીસ-બ્લડપ્રેશર-કેન્સર થવાની શક્યતા ખૂબ વધી જશે અને તમારૂં અકાળે મૃત્યુ થશે.
યાદ રાખો ઃ
પુખ્ત વયના સ્ત્રી-પુરૂષને છથી આઠ કલાક સાઉન્ડ સ્લીપ (પૂર્ણનીન્દ્રા) લેવી જરૂરી છે ભૂખ લાગવી-ઉંઘ આવવી - બીક લાગવી અને મૈથુન (સેક્સ) આ ચાર આવેગ છે. જેમાં ઊંઘ એ શારીરિક અતી આવશ્યક બાબત છે તેમાં અવરોધ કરવાનું જાણી જોઈને કરશો નહીં.
==========
ઉંઘનો વિકાર.
આ અડધી રાત છે અને ઘરના બધાય ગહેરી ઉંઘમાં છે. અચાનક એક બાળકને તમે રાડો પાડતા સાંભળો છો. તમને લાગે છે કે આ કદાચ એક ખરાબ સ્વપ્નુ છે અને એટલે તમે તેના ઓરડામાં તેને શાંત પાડવા જાવ છો.
ખરાબ સ્વપ્નુ એ એક ઉંઘનો વિકાર છે. ઉંઘનો વિકાર એટલે "લગભગ ઉંઘ" તેમાં ઉંઘમાં ચાલવાનો સમાવેશ છે, રાતનો ડર, પથારી ભીની કરવી અને નિંદ્રારોગ (સુઈ જવાની વૃતિ) આ બધી વસ્તુઓ તમારા ઘરમાં ગુંચવણ નિર્માણ કરે છે અને તમારા બાળકને માટે તે હાનિકારક છે. અહિંયા ઉંઘના વિકારની ત્રણ શ્રેણીઓ છે - તાલબદ્ધતા, અચાનક લાગણીનો ઉભરો અને સ્થિર વિકારો.
તાલબદ્ધતાના વિકારો.
તાલબદ્ધતાના વિકારોના કારણો અજાણતા છે, પણ તે જવેલ્લે જ ચિકિત્સા અથવા માનસિક સમસ્યાઓ સાથે જોડાયેલ છે. બાળક સવારમાં માથાના દુખાવાથી, નાકની સમસ્યાઓથી અને કાનના ચેપથી પિડાય છે. તાલબદ્ધતાના વિકારોમાં માથાને પછાડવાનો, તેને ઝુલાવવાનો અને શરીરને ઝુલાવવાનો સમાવેશ છે. આમાં હલનચલન જે હલ્કાથી ગંભીર તાણ જેવા કે મારઝૂડનો સમાવેશ છે, બીજા તાલબદ્ધતાના વિકારોમાં આવજાનો સમાવેશ છે (હાથ અને ઘૂંટણ આગળ અને પાછળ ફેરવવા અને વાળવા (શરીરના ઉપરના ભાગને અને ઘુટણને એકસાથે ઉંચા કરવા.)
આ સમય દરમ્યાન બાળક કદાચ નિસાસો ભરશે અથવા ગણગણાટ કરશે. આ હલનચલન એક જાગવાની અને સુવાની અવસ્થા વખતે થશે અથવા સુવાના એક મંચ ઉપરથી બીજા ઉપર જતી વખતે. બીજો તાલબદ્ધતાનો વિકાર અસ્વસ્થ પગના syndroms (RLS), એક સંવેદનાવાળુ અને મોટર અસાધરણતા જેમાં મૂળનો વંશ દેખાય છે. RLS માં બાળક ઘણીયેવારે પગ હલાવે છે. ઘણા બાળકો પગના અમુક અંતરે હલનચલનના syndroms (PLMS) બતાવે છે. આ બને છે જ્યારે તેના પગ મરજી વિરૂદ્ધ હલે છે.
RLS નો ઉપચાર (તાલબદ્ધ પગનો syndroms).
માનસોપચાર (પદ્ધતી).
સંગીતની ઉપચાર પદ્ધતી (તાલબદ્ધ અવાજ ઉંઘને પ્રેરિત કરવામાં અને નિયમિત કરવામાં મદદ કરે છે.)
ગાઢ નિંદ્રાવસ્થા.
હલનચલનની બીમારી માટે દવા.
તાત્કાલિક શારિરીક સ્ફુર્તી લાવે તેવો પદાર્થ.
ચિંતાને શાંત કરનાર ઔષધો.
અચાનક લાગણીના ઉભારાના વિકારો.
અચાનક લાગણીના ઉભારાના વિકારો જે અચાનક થાય છે.
તેમાં સમાવેશ છે :
રાતના ડરાવનાર સ્વપ્નાઓ.
રાતના ડરાવનાર સ્વપ્નાઓ સાધારણપણે માનસિક પરિસ્થિતી ઉપર આધારિત છે. જે વધારે વાર યાદ રહે છે, અને સાધારણપણે જોખમકારક નથી હોતા. તે ફક્ત ઉંઘમાં REM (આંખોનુ ઝડપથી હલનચલન)ને લીધે થાય છે. REM ઉંઘ દરમ્યાન વ્યક્તિની આંખો ઝડપથી ફરે છે, હદયના ધબકારા અને શ્વાસોશ્વાસ અનિયમિત રીતે થાય છે અને ખરાબ સ્વપ્ના આવે છે.
રાતનો ભય. (Pavor Nocturnus).
રાતનો ભય અચાનક ઉંઘમાંથી ઉઠવાના લક્ષણો બતાવે છે, જે જોરથી અતિશય દુખથી ચિસ પાડે છે અથવા બાળકને ભયભીત કરીને એકલુ મુકીને રોવડાવે છે. આ સમય દરમ્યાન હદયના ધબકારા અને શ્વાસોશ્વાસનો દર કદાચ વધી જાય છે અને બાળકની આંખો ઉઘડે છે પણ તેને શુ થયુ છે તે યાદ નથી રહેતુ. રાતના ભયભીત સ્વપ્ના બાળક જ્યારે ગાંઢ ઉંઘમાં હોય ત્યારે આવે છે અને તે સુવાના ત્રીજા ચક્રમાં હોય છે.
બાળક ઉઠી જવાના અને બીજા મંચ ઉપર ચાલવાના બે મંચ વચ્ચે "ફસાઈ" જાય છે. આ ઘણાબધા જુવાન બાળકોમાં થાય છે અને વધારે પડતા થાકને લીધે અથવા ઉંધના વિક્ષેપિત ચક્રમાં હોય ત્યારે થાય છે. રાતના ભયજનક સ્વપ્નાઓ જોખમકારક નથી હોતા. બાળક પથારીમાંથી બહાર કુદકો મારે છે અને કાઇક કરે છે જે સાધારણપણે કરતુ નથી. રાતના ભયજનક સ્વપ્નાઓનુ કારણ અજાણતુ છે પણ તે કદાચ શારિરીક કારણોને સાથે જોડાયેલ છે. Apnea (થોડા સમય માટે શ્વાસ લેવાનુ બંધ પડવાનુ જેનુ કારણ કોઇ પણ હોઈ શકે ) કદાચ આનો કારણભુત ભાગ હોય.
ઉંઘમાં ચાલવુ.
ઉંઘમાં ચાલવુ તે સાધારણપણે સૌમ્ય હોય છે. તે હાનિકારક હોય છે, જ્યારે તે ઘણીવાર થાય છે અથવા તીવ્ર હોય છે. આ ઘટના દરમ્યાન બાળક જાગતુ નથી એટલે ભયજનક વસ્તુઓ ઓરડામાં દુર રાખવી જોઇએ અને બારીઓ બંધ કરવી જોઇએ.
સારવાર.
દવાનો ઉપચાર.
ઉંઘમાં વારંવાર ચાલવાના ચક્રો.
પથારી ભીની કરવી.
પથારી ભીની કરવી, અસંમત મૂત્રતા પણ કહેવાય છે. તે એક સામાન્ય સમસ્યા છે, જે બાળકના સ્વાભિમાનને અને ઉંઘને પણ અસર કરે છે. કારણકે તે રાત્રે થાય છે અને ઉંઘને અસર કરે છે, પથારી ભીની કરવી તેનુ parasomnia નીચે વર્ગીકરણ કરેલ છે. તે ત્રણ થી આઠ વર્ષ વચ્ચેના બાળકને થાય છે. પથારીને ભીની કરવાનુ સાધારણપણે તેની મેળાએ રોકાય જાય છે, પણ કિશોરવસ્થા સુધી ચાલે છે. એક બાળક જે નિયમિતરીતે પથારી ભીની કરે છે તેણે કોઇ શારિરીક કારણ દુર કરવા માટે ડોકટરને મળવુ જોઇએ.
સ્થિર વિકારો.
સ્થિર વિકારોમાં ઉઘાડી આંખે સુવાનો સમાવેશ છે. આ નાના શિશુઓમાં અને જુવાન બાળકોમાં સામાન્ય છે. સ્થિર વિકારો નુકશાનકારક નથી પણ બાળકો જે વિચિત્ર સ્થિતીમાં સુવે છે અથવા આંખો ઉઘાડી રાખે છે તેમને ચિકિત્સકોએ તપાસવા જોઇએ ખાસ કરીને તેઓની જેઓની આવી વર્તણુક ચાલુ રહે. તમારા બાળકના ચિકિત્સક સાથે વાત કરો. તમે કદાચ એક ઉંઘના તજ્ઞને બતાવી શકો છો. તમારા બાળકને સારી રીતે સુવા માટે એક સ્વસ્થતાનુ શાસ્ત્ર બનાવો જેવુ કે :
એક નિશ્ચિત સુવાનો સમય અને ઉઠવાનો સમય અનુસરો, ઝોકા ખાવાના સમયની સાથે.
નિયમિત રમવાનો સમય અને ખોરાકનો સમયનુ પાલન કરો.
સુવાના ઓરડાને શાંત, હુંફાળો અને સુવા માટે પ્રોત્સાહીત કરતો બનાવો.
પથારી ફક્ત સુવા માટે વાપરો - નહી કે ઘરના કામ કરવા, રમવા અથવા ટીવી જોવા.
એ પેટના esophageal ની ઓટનો પ્રશ્ન છે. (esophageal નો વિકાર) અથવા પથારીને ભીની કરવી, રાતના સુવાના સમય પહેલા ઓછો ખોરાક લેવો અને ઓછુ પાણી પીવુ.
=