15.9.13

શિવે પાર્વતીને કહ્યા'તા મૃત્યના 11 સંકેત,ક્યારે થશે કોનું મોત

Shiv Parvati Were Telling The 11 Signs Of Death, Whose Death Will Stay

શિવે પાર્વતીને કહ્યા'તા મૃત્યના 11 સંકેત,ક્યારે થશે કોનું મોત

ધર્મગ્રંથોમાં ભગવાન શિવને કાળોના કાળ મહાકાળ કહેવામાં આવ્યું છે. મહાકાળ એટલે મોચ જેની અધીન હોય. શિવજી જન્મ, મૃત્યુ અને કાળથી મુક્ત છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવે માતા પાર્વતીને મૃત્યુના સંબંધમાં કેટલાક સંકેત જણાવ્યા છે જે બહુ ઓછા લોકો જાણે છે. આ સંકેતોની મદદથી જાણી શકાય છે કે, કઈ વ્યક્તિની મોત ક્યારે થશે. 

જો તમે પણ મોતના આ સંકેતો વિશે જાણવા માગો છો તો આગળ

1-જો અચાનક શરીર સફેદ અથવા પીળું પડી જાય અને લાલ નિશાન દેખાય તો સમજવું કે તે વ્યક્તિની મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જવાની છે. જ્યારે મોઢું, કાન, આંખ, જીભ અને નાક સરખી રાતે કામ ન કરે તો તે વ્યક્તિની મૃત્યુ 6 મહિનાની અંદર થવી નિશ્ચિત છે. 

2- જે વ્યક્તિ હરણની પાછળ દોડતા શિકારીની ભયાવહ અવાજોને પણ સાંભળી ન શકતો હોય તો તેની મૃત્યુ 6 મહિનાની અંદર થઈ જાય છે. જેને સૂર્ય, ચંદ્ર અને અગ્નિનો પ્રકાશ સરખી રીતે ન દેખાતો હોય અને ચારે બાજુ કાળો અંધકાર દેખાતો હોય તો તેનું જીવન 6 મહિનામાં સમાપ્ત થઈ જાય છે. 


3- જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ સતત એક સપ્તાહ સુધી ફરક્યા કરે તો તેનું જીવન એક મહિનાની અંદર સમાપ્ત થઈ જાય છે. બધાં અંગો અકડાઈ જાય, તાળવું સૂકાઈ જાય ત્યારે તે વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે. 

4- ત્રિદોષ (વાયુ, પિત્ત, કફ)ને કારણે જેની નાક વહ્યા કરે તેનું જીવન પંદર દિવસથી વધારે ચાલતું નથી. જો કોઈ વ્યક્તિના મોઢું અને ગળું વારંવાર સૂકાવા લાગે તો તે વ્યક્તિ 6 મહિનામાં મૃત્યુ પામે છે. 

5- જ્યારે કોઈ વ્યક્તિને જળ, તેલ, ઘી અને દર્પણમાં પોતાનો પડછાયો ન દેખાય તો સમજી લેવું કે તેનું જીવન માત્ર 6 મહિનાનું જ બચ્યું છે. જ્યારે કોઈ પોતાના પડછાયાને માથા વિના જુએ તો તે વ્યક્તિ એક મહિનામાં મૃત્યુ પામે છે. 

6- જ્યારે ચંદ્ર અને સૂર્યની આસપાસ ચમકીલો ઘેરો કાળો અને લાલ દેખાય તો 15 દિવસની અંદર તે વ્યક્તિ મૃત્યુ પામે છે. અરૂનધતી તારો અને ચંદ્ર જેને દેખાતા બંદ થઈ જાય અથવા અનેય તારાઓ પણ સરખી રીતે દેખાય નહી તો એવા વ્યક્તિની મોત અક મહિનાની અંદર થાય છે. 

7- જો ગ્રહોનું દર્શન થયા બાદ પણ દિશાઓનું જ્ઞાન ન હોય, મનમાં બેચેની થાય તો તે વ્યક્તિની મોત 6 મહિનામાં થઈ જાય છે. જેને આકાશમાં સપ્તર્ષિ તારા ન દેખાય તો તે વ્યક્તિ 6 મહિના જ જીવે છે. 

8- જે વ્યક્તિને ઉતથ્ય અને ધ્રુવ તારો અથવા સૂર્યમંડળના દર્શન ન થાય, રાતે ઈન્દ્રધનુષ અને બપોરે તારો ખરતા દેખાય અને ગીધ અને કાગળા તેને ઘેરી લે તો તે 6 મહિનાથી વધુ જીવતો નથી. 


9-જે વ્યક્તિ અચાનક સૂર્ય અને ચંદ્રને રાહૂગ્રસ્ત દેખાય છે. (ચંદ્ર અને સૂર્ય કાળા દેખાય છે) અને સંપૂર્ણ દિશાઓ જેને ફરતી દેખાય છે તે 6 મહિનાથી વધારે જીવતું નથી. 

10- જે વ્યક્તિને અચાનક આસમાની માખી આવીને ઘેરી લે તો તે માત્ર એક મહિનો જીવી શકે છે. 

11- જો ગીધ, કાગડો અથવા કબૂતર આવીને માથા પર બેસી જાય તો તે વ્યક્તિ નિશ્ચિત એક મહિનામાં મૃત્યુ પામે છે.

એક વાનરે રાવણને કહેલી 14 વાતો, આજે પણ છે ખુબ કામની........

The ethics says by ape 14 line to Ravan useful today By Ramayana 

એક વાનરે રાવણને કહેલી 14 વાતો, આજે પણ છે ખુબ કામની...................


આમ તો રાવણને પરમ વિદ્વાન માનવામાં આવે છે કારણ કે રાવણને સમસ્ત વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન હતું અને તે પ્રકાંડ પંડિત હતો. રાવણમાં આવા ગુણોની સાથે કેટલાક અવગુણ પણ બહતા. રાવણ કામવશ થઈને માતા સીતાનું હરણ કર્યું હતું અને શ્રીરામથી યુદ્ધમાં હારી ગયો હતો. રાવણને ઘણીવાર બધાએ સમજાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ પોતાના અહંકારને કારણે તેણે કોઈની પણ સાંભળી ન હતી. 
બાલીના પુત્ર અંગદે પણ રાવણને સમજાવવાની કોશિશ કરી હતી અને 14 ખાસ વાતો જણાવી હતી જે આજે પણ આપણા માટે બહુ કામની છે. 

આગળ જાણો અંગદે રાવણને કઈ 14 વાતો જણાવી હતી જે આજે પણ તમને કામ આવી શકે છે............


રાવણ અંગદ સંવાદમાં આ ચોપાઈ આવે છે. તુલસીદાસે 14 જાતના લોકોને મૃત સમાન માન્યા છે. જો આપણામાં પણ આમાંથી એકપણ અવગુણ છે તો આપણે પણ જીવતાં છતાં મૃત સમાન છે. 
રામચરિત માનસના લંકા કાંડમાં અંગદ-રાવણ સંવાદ વર્ણવામાં આવ્યું છે. અંગદ રાવણથી કહે છે-
कौल कामबस कृपिन विमूढ़ा। अतिदरिद्र अजसि अतिबूढ़ा।।
सदारोगबस संतत क्रोधी। विष्णु विमूख श्रुति संत विरोधी।।
तनुपोषक निंदक अघखानी। जिवत सव सम चौदह प्रानी।।
તો ચાલો આ ચોપાઈઓના અર્થની સાથે જાણીએ કે એ લોકો કોણ છે.

વાંકુ ચાલનારા- જે સમગ્ર દુનિયાથી ઊલટું ચાલે છે. જે સંસારની દરેક વાતમાં નકારાત્મકતા શોધે છે. જે નિયમો, પરંપરાઓ અને વ્યવહારની વિરુદ્ધ ચાલતો હતો.
કામવશ- અત્યંત ભોગી જેને સંસારના ભોગોએ મારી નાખ્યો છે. જેના મનની ઈચ્છાઓ ક્યારેય ખુટતી નથી. આવો વ્યક્તિ માત્ર તેની ઈચ્છાઓને અધીન થઈને જીવે છે. 

પાપી- જે લોકો પાપ અને ખરાબ કામ વડે પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે તે વ્યક્તિ પણ મૃત સમાન જ હોય છે અને તેની સાથે રહેનારા લોકો પણ તેની જેમ જ હોય છે. હમેશા મહેનત અને ઈમાનદારીથી પૈસો કમાવવો જોઈએ. પાપની કમાણી પાપમાં જ જાય છે. 

કંજૂસ- કંજૂસ વ્યક્તિ મૃત સમાન હોય છે. જે વ્યક્તિ ધર્મના કામ કરવામાં અને કોઈનું કલ્યાણ કે દાન કરવામાં ખચકાય છે આવા લોકો પણ મૃત સમાન હોય છે. 
મૂર્ખ- જેની પાસે વિવેક બુદ્ધિ હોતી નથી. જે પોતે નિર્ણય ન લઈ શકે અને દરેક કાર્યને સમજવા માટે અન્યની મદદ લે. આવો વ્યક્તિ પણ જીવિત હોવા છતાં મૃત સમાન છે. 

કંગાળ- ગરીબી સૌથી મોટો અભિશાપ છે. જે વ્યક્તિ ધન, આત્મવિશ્વાસ, સન્માન અને સાહસહીન હોય તે પણ મૃત હોય છે. 
જેને સંસારમાં બદનામી જ મળી હોય તે પણ મૃત સમાન હોય છે. જે ઘર, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર એમ કોઈપણ જગ્યાએ સન્માનપાત્ર ન હોય તો તે પણ મૃત સમાન જ હોય છે. 

અત્યંત વૃદ્ધ- આવા લોકો અન્ય લોકોના આશરે જીવે છે અને જેમનું શરીર અને બુદ્ધિ કામ કરવાનું બંદ કરી દે છે આવા લોકો પોતાના મૃત્યુની પ્રાર્થના કરવા લાગે છે જેથી તેમને સમસ્ત તકલીફોમાંથી છુટકારો મળી જાય.

રોગી- જેનું શરીર સ્વસ્થ ન હોય તેના પર નકારાત્મકતા હાવી થઈ જાય છે. આવા લોકો મૃત સમાન જ હોય છે. 

ક્રોધી- 24 કલાક ગુસ્સો કરનાર અને હમેશા ગુસ્સામાં રહેનાર અને જેને પોતાની બુદ્ધિ અને મન પર નિયંત્રણ ન હોય એવા લોકો પણ મૃત સમાન હોય છે.

વિષ્ણુ વિમુખ- પરમાત્માનો વિરોધી, જે એવું વિચારી લે છે કે કોઈ પરમ તત્વ છે જ નહીં. સંસાર આપણે જ ચલાવી રહ્યા છે. જે ભગવાનમાં આસ્થા ન રાખતો હોય તે મૃત સમાન હોય છે. 
સાધુ અને વેદ વિરોધી- જે સાધુ, ગ્રંથ, પુરાણ અને વેદોનો વિરોધી હોય તે મૃત સમાન હોય છે. 


શરીર- એવો વ્યક્તિ જે માત્ર આત્મ સંતુષ્ટિ માટે જીવે છે અને સંસારના અન્ય જીવો માટે તેના મનમાં કોઈ જ લાગણી ન હોય. જે દરેક વાતમાં અવું જ વિચારતો હોય કે દરેક વસ્તુ તેને જ પહેલા મળી જાય આવા લોકો સમાજ અને રાષ્ટ્ર માટે બિનઉપયોગી હોય છે. 

નિંદા કરનાર- કારણ વિના નિંદા કરનાર અને જેને માત્ર ખામીઓ જ દેખાય તે વ્યક્તિ મૃત સમાન હોય છે. જે કોઈના સારા કામની પણ નિંદા કરતું હોય અને જે કોઈ પાસે બેઠો હોય તો પણ કોઈકની નિંદા જ કરતો હોય તે વ્યક્તિ મૃત સમાન હોય છે.

આઠ ચિરંજીવીઓ

Eight Non Death Person They Never Die Hanuman, Parshuram, Ashwathama

વિશ્વાસ નહીં આવે, પણ જે કહેવામાં આવી રહ્યું છે તે સત્ય છે. પ્રામાણિક છે અને શાસ્ત્રસમ્મત હોવાની સાથે વિજ્ઞાન પણ તેની સાથે સહમત છે.

કહેવત છે કે મૃત્યુ સામે કોઇનું ચાલતું નથી. પરંતુ દરેક નિયમ અને સિદ્ધાંત સામે કોઇને કોઇ અપવાદ ચોક્કસ હોય છે. અપવાદની આ સર્વ વ્યાપકતાથી મૃત્યુ પણ બચી શક્યું નથી. આજે જો કોઇને એમ કહેવામાં આવે કે આ પૃથ્વી પર કોઇ એવું પણ છે જે હજારો વર્ષથી જીવી રહ્યું છે તો આશ્વર્ય ચોક્કસ થશે. તે કોઇ એક નથી, આઠની સંખ્યામાં છે. તે મહાપ્રાણધારી અમર આત્માઓને ચિરંજીવીના નામથી ઓળખવામાં આવે છે. વિશ્વાસ નહીં આવે, પણ જે કહેવામાં આવી રહ્યું છે તે સત્ય છે. પ્રામાણિક છે અને શાસ્ત્રસમ્મત હોવાની સાથે વિજ્ઞાન પણ તેની સાથે સહમત છે. તેમના નામ નીચે પ્રસ્તુત છે.

આગળ વાંચો આ
આઠ ચિરંજીવીઓ વિશે....


1-માર્કંડેય - તેઓ અતિ પ્રાચીન મુનિ છે, કલ્પનામાં પણ તેમનો અંત સંભવ નથી.

2-વેદ-વ્યાસ - તેઓ બ્રહ્મર્ષિ છે. તેમણે ચારેય વેદોનું સંપાદન અને પુરાણોનું લેખન કાર્ય કર્યું છે.

3. પરશુરામ- ઈશ્વરના ચોવીસ અવતારોમાંનો એક, જે પૃથ્વીને 18 વખત ક્ષત્રિય વિહીન કરવા માટે પ્રસિદ્ધ છે.

4. રાજા બલિ- પોતાનું સર્વસ્વ ભગવાન વામનને દાન કરી દેનાર મહાદાનીના રુપમાં વિખ્યાત થયા. તેમની ભક્તિથી પ્રસન્ન થઇ સ્વયં ભગવાન વિષ્ણુ તેમના દ્વારપાલ બન્યા.

5. હનુમાન- ભગવાન શિવનો 11મો રુદ્રઅવતાર, ભગવાન શ્રીરામના પરમ ભક્તના રુપમાં પ્રસિદ્ધ.

6. વિભીષણ - લંકાના રાજા રાવણના અનુજ, જેમણે રામ-રાવણ યુદ્ધમાં ધર્મનો પક્ષ લઇને શ્રીરામનો સાથ આપ્યો.

7. કૃપાચાર્ય- મહાભારત કાળના આચાર્ય જેઓ કૌરવો અને પાંડવોના ગુરુ હતા.

8. અશ્વત્થામા- કૌરવો અને પાંડવોના આચાર્ય દ્રોણાચાર્યના સુપુત્ર હતા. તેમના મસ્તક ઉપર મણી જડેલો હતો

સ્ત્રીના રૂપ સાથે જોડાયેલી ગુપ્ત વાતો...........!

Ancient Hindu Religion Books Disclose Hide Aspects Of Woman's Beauty


સદીઓ જૂના આ પુસ્તકમાં કહી છે સ્ત્રીના રૂપ સાથે જોડાયેલી ગુપ્ત વાતો...........!


પ્રેમને જાણવા સમજવા માટે ઘણી રીત હોય છે.જો ધર્મની દ્રષ્ટિએ જોઈએ તો સત્ય,પ્રેમની ભાવના અને ક્ષમાભાવ જ પ્રેમ વધારે છે. પ્રેમ જો શરીર સુધી સિમિત રહી જાય તો તે વાસના બની જાય છે,પણ મન સુધી પહોચી જાય તો તે ભાવના બની જાય છે અને આત્માને સ્પર્શ કરી સાધના બની જાય છે.આ અંગે સદીઓ પહેલા ઉજૈજનના ન્યાયપ્રિય રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈને સ્ત્રી મોહ અને પ્રેમમાં સપડાવાને કારણે દગો મળ્યો અને ફરી રાજા હોવાથી પ્રતિશોધની જગ્યાએ ક્ષમા ભાવની સાથે સ્ત્રી પ્રેમને આત્માજ્ઞાનના રૂપમાં જીવનમાં ઉતારી,સ્ત્રી અને તેના સૌંદર્ય સાથે જોડાયેલી ઘણી આંખો ખોલનારી વાતો ઉજાગર કરવી રોચક હોવાની સાથે સ્ત્રીનો માત્ર મોહ અને આકર્ષણમાં સપડાઈ પતનના માર્ગે ન જવાની સલાહ પણ આપે છે.

સદીઓ જુના તેમના પ્રસિધ્ધ પુસ્તકમાં સમાયેલી આ વાતો હિન્દુ ધર્મ અને સાહિત્યનુ મહત્વનુ અંગ છે.જાણો કોણ હતા રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ?

આગળ જાણો સદીઓ જુના તેમના પુસ્તકમાં સમાયેલી સ્ત્રી અને તેના સૌદર્ય સાથે જોડાયેલી વાતોને કેવી રીતે કરાઈ છે ઉજાગર.

રાજા વિક્રમાદિત્યના મોટાભાઈ હતા રાજા ભર્તુહરિ.રાજા ભર્તૃહરિ ન્યાય,નીતિ,ધર્મશાસ્ત્ર,ભાષા,વ્યાકરણના વિદ્વાન હોવાથી સાથે પ્રજા અને પ્રકૃતિના ચાહક પણ હતા.તે ધર્મ વિરોધીઓને સખત સજા આપવાનુ પણ ન ચૂકતા.તે ધર્મનિષ્ઠ,દાર્શનિક અને અમરયોગી પણ માનવામાં આવતા હતા.તેઓ વૈરાગી હોવાની સાથે તેમના જીવનનો એક મહત્વપૂર્ણ પ્રસંગ પણ જોડાયેલો છે.

રાજા ભર્તૃહરિ જ્ઞાની અને 2 પત્નીઓ હોવા છત્તા પિંગલા નામની અતિ સુંદર રાજકુમારી પર મોહિત થયા હતા.રાજાએ પિંગલાને ત્રીજી પત્ની બનાવી.પિંગાલાના રંગ રૂપથી રાજા વિલાસી બની ગયા.પિગંલાના મોહમાં તે તેની તમામ વાતો માનવા લાગ્યા.તેના ઈશારે બધા કામ કરવા લાગ્યા.પિંગલા તેનો ફાયદો ઉઠાવતા વ્યાભિચારી થઈ ગઈ.તે તબેલાની રખેવાળી કરનારના પ્રેમમાં પડી ગઈ.રાજા પિંગલાના બનાવટી પ્રેમને ઓળખી જ ન શકયા.

જ્યારે નાનાભાઈ વિક્રમાદિત્યને આ વાત ખબર પડી તો ત્યારે તેમણે પોતાના મોટાભાઈને આ વાત જણાવી.રાજાએ પિંગલાની ચાલાકીથી ભરેલી વાતો પર વિશ્વાસ કર્યો અને વિક્રમાદિત્યની વાતને ખોટી માની તેમને રાજ્ય નિકાલ આપ્યો.

આ વાતના વર્ષો વિત્યા બાદ પિંગલાની ચારિત્ર્યહીનતા ત્યારે ઉજાગર થઈ જ્યારે એક તપસ્વી બ્રાહ્મણે ઘોર તપસ્યાથી દેવતાઓ પાસેથી વરદાનમાં મળેલ અમર ફળ રાજાને અમર કરવાની ઈચ્છાથી ભેટ આપ્યુ.રાજાએ તેને પિંગલાને આપી દીધુ,કારણ કે તેનાથી પિંગલાનુ સૌંદર્ય અને સુખ જળવાઈ રહે.પરંતુ પિંગલાએ તે તબેલાની રખવાળી કરનારને આપી દીધુ.એ રખેવાળે તે વૈશ્યાને આપ્યુ,જેને તે પ્રેમ કરતો હતો.વૈશ્યાએ એ વિચાર્યુ કે અમર ફળ ખાવાથી જીવનભર તે પાપ કર્મમાં ડૂબી રહેશે.

આગળ જાણો અમર ફળને જોઈ રાજાએ શું કર્યુ....

રાજા ભર્તૃહરિના પિંગલાને આપેલ ફળ વૈશ્યા પાસે જોઈ હોશ ઉડી ગયા.તેમના ભાઈની વાતો અને પિંગલાનો વિશ્વાસઘાત તેમને સમજાયો.રાજાની આંખો ખુલી ગઈ અને પિંગલા માટે ધૃણા જાગી.પિગંલાએ તુરંત રાજા પાટ છોડી દીધુ.આત્મજ્ઞાન થતા રાજા ભર્તૃહરિએ ભર્તૃહરિ શતક ગ્રંથમાં સમાયેલ "શ્રૃંગાર શતક"માં સૌદર્ય સાથે જોડાયેલા તમામ પાસાને ઉજાગર કર્યા,જેને કોઈ મનુષ્ય નથી કરી શકયુ.

આગળ જાણો શું છે સ્ત્રીઓના સ્વભાવ અને રૂપરંગ સાથે જોડાયેલી ખાસ વાતો....

स्मितेन भावेन च लज्जया भिया
परांमुखैरर्द्ध कटाक्ष वीक्षणैः।
वचोभिरीर्ष्या कलहेन लीलया।
समस्त भावैः खलु बन्धानं स्त्रियः।।

સરળ શબ્દોમાં તેનો અર્થ થાય છે કે સ્ત્રીનુ મોહિત કરનારુ હળવુ હાસ્ય,સરમાવુ,ફરિયાદનો ભાવ,મીઠા બોલ આ તમામ પ્રકારના ભાવ કોઈ પણ સંસારિક વ્યકિતને બંધમાં બાંધી દે છે અને મોહ જાળમાં ફસાવી શકે છે.

આગળ જાણો અન્ય શ્લોક અને તેનો અર્થ....

स्मितं किंचिद्वक्त्रे सरलतरलो दृष्टविभवः
परिस्पन्दो वाचामभिनवविलासोक्ति सरसः।
गतानामारम्भः किसलयितलीलापरिकरः
स्पृशन्त्यस्तारुण्यं किमिह न हि रम्यं मृगदृशः।।

આ શ્લોકનો સાર છે કે યુવતીઓના તમામ અંગથી સૌદર્ય છલકાય છે.ચાંદ જેવો ચહેરો,મંદ હાસ્ય,કુદરતી અને ચંચળ નજર,હાવ-ભાવ અને ઈશારાની સાથે વાતચીત કરવી,વગેરે તેની સુંદરતામાં સમાયેલુ હોય છે.

આગળ જાણો સ્ત્રીની સુંદરતાના વર્ણન અંગે..

.वक्त्रं चंद्रविकासि पंड्कज परीहासक्षमे लोचने
वर्णः स्वर्णमपाकरिष्णुरलिनीजिष्णुः कचानांचयः
वक्षोजाविभकुंभसंभ्रम हरौ गुवी नितम्बस्थवाचां हारि च मार्दवं युवतिष स्वाभाविकं मण्डनम्।।

પૂનમના ચાંદ જેવા ચહેરા વાળી,કમળની સુંદરતા ફીકી પાડી દેતી તેની આંખો,સોના જેવુ શરીર,લહેરાતા વાળ,મીઠો અવાજ,કદ કાઠી વાળી કાયા સ્ત્રીના સ્વાભાવિક ઘરેણા છે.તેનાથી તે સાજ શણગાર ન પણ કરે તોય તે ખુબ સુંદર લાગે છે.

આગળ જાણો અન્ય વર્ણન વિશે....

एताश्चलद्वलय सहतिमेलोत्थ
झंकारनूपुर पराजित राजहंस्यः।
कुर्वन्ति कस्य न मनो विवशं तरुण्यो
वित्रस्त मुग्धहरिणी सदृशैः कटाक्षैः।।

સ્ત્રીના કંગનનો અવાજ,પાયલનો અવાજ અને ચાલવાની અદા,રાજ હંસિની જેવી ચાલને પણ પાછી પાડી દે.આવી સુંદરત આંખો વાળી સ્ત્રીઓ મનને વશીભૂત નથી કરતી.

આગળ જાણો સ્ત્રીની ચંચળતા વિશેની વાતો...

धन्यास्त एव तरलायतलोचनानाम्।
तारुण्य रूप धन पीनपयोधराणाम्।
क्षामोदरीपरिलसत्यिवलीलतानाम्
दृष्टवाकृतिं विकृतिमेति मनो न येषाम्।।

સુંદર અને ચંચળ આંખો વાળી,જુવાન,પાતળી કમર વાળી,સુંદર રંગ-રૂપ વાળી સુંદરી જોઈને જે પુરુષોનુ મન ડામાડોળ નથી થતુ તે ધન્ય છે.

આગળ જાણો સ્ત્રીઓ વિશેની અન્ય રોચક વાતો.....

मालती शिरसि जृम्भणोन्मुखी
चन्दनं वपुषि कुंकुमान्वितम्।
वक्षसि प्रियतमा मनोहरा
स्वर्ग एष परिशिष्ट आगतः।।

જેના ગળામાં માલતીના ફુલની કળીઓની સુંગધીત માળા હોય.કેશર ચંદનનો લેપ શરીર પર લગાવેલો હોય,વાળ સલહેરાતા હોય એવી સ્ત્રીનુ નજીક આવવુ અને સાથે સમય પસાર કરવાની પળ સ્વર્ગના સુખને પણ પાછળ છોડી દે છે.

આગળ જાણો પ્રેમિકા વિશેની વાતો....

आदर्शमे दर्शन मात्र कामा
दृष्टवा परिष्वंग सुखैक लोला।
आलिंगितायां पुनरायताक्ष्या
माश्यास्महे विग्रहयोरभेदम्।।

જ્યારે વ્યકિત પોતાની પત્ની કે પ્રેમીકા ન દેખાય ત્યારે તેને જોવા વધારે આતુર હોય છે.જ્યારે તે સામે આવે છે તો મિલન માટે આતુર થઈ જાય છે અને મિલન બાદ એવી ઈચ્છા થાય છે કે તેઓ કયારેય એકબીજાથી અલગ ન થાય.

આગળ જાણો ચંચળ આંખોના વર્ણન અંગે...

तावदेव कृतिनामपि स्फुरत्येष निर्मूल विवेक दीपकः
यावदेव न कुरंग चक्षुषा ताड्यते चपललोचनांचलैः।।

હિરણ સમાન ચંચળ આંખો વાળી સ્ત્રીના આંચલની હવા જ્યાં સુધી સ્પર્શ નથી કરતી ત્યાં સુધી જ મોટા વિદ્વાનોનો વિવેક કામ કરે છે.

આગળ જાણો ભેદભાવ અંગની વાતો વિશે...

सत्यं जन वच्मि न पक्षपाता
ल्लोकेषु सर्वेषु च तथ्यमेतत्
नान्यन्मनोहरि नितम्बनीभ्यो
दुःखैकहेतुर्न च कश्चिदन्यः।।

એ વાત સાચી છે કે તમામ લોકમાં તમામ સુખોનુ મૂળ કામિની સ્ત્રીઓને છોડી કોઈ અન્ય સ્ત્રીમાં નથી.પરંતુ આ જ સ્ત્રીઓ ઘણા દુઃખોનુ કારણ બને છે.

આગળ જાણો સ્ત્રીઓ પાસેથી અમૃતની જેમ કઈ રીતે સુખ મળે....

तावदेवामृतमयी यावल्लोचन गोचरा।
चक्षुः पथादपगता विषादप्यतिरिच्यते।।

જ્યારે સ્ત્રીઓ પાસે હોય છે ત્યારે અમૃતની જેમ સુખ મળે છે.પરંતુ દૂર જાય છે ત્યારે જેરની જેમ સંતાપ ન દુઃખ થાય છે.

આગળ જાણો કેવા કામ મુશકેલ નથી.....

संसार तव निस्तार पदवी न दवीयसी।
अन्तरा दुस्तर न स्युर्यदि ते मदिरेक्षणा।।

જો કોઈ સુંદર સ્ત્રીની રાહમાં ન આવે તો સંસાર માંથી ઉગરવુ કોઈ મુશકેલ કામ નથી.

આગળ જાણો પ્રેમમાં વશીભૂત કેમ થઈ જવાય છે....

उन्मत्तप्रेमसंरम्भादरभन्ते यदंगनाः।
तव पत्यूहमाधातुं ब्रह्मापि खलु कातरः।।

સાર માત્ર એટલો જ છે કે પ્રેમમાં વશીભૂત સ્ત્રી જે કામ કરે છે તે બ્રહ્મદેવ પણ નથી રોકી શકતા.એટલે કે જ્યારે તેઓ નથી રોકી શકતા તો અન્ય લોકો કેવી રીતે રોકી શકે.

આગળ જાણો મીઠી અને પ્રેમ ભરી વાતો વિશે....

प्रणयमधुराः प्रेमोदगाढ़ा रसादलसास्तथा
भणितमधुराः मुग्धप्रायाः प्रकाशित सम्पदाः।
प्रकृति सुभगा विश्रसम्भार्हाः स्मरोदयायिनी।
रहसि किमपि स्वैरालापा हरन्ति मृगो दृशाम्।।

એકલતામાં જ્યારે બે સ્ત્રીઓ વાતો કરતી હોય તો તેમની મીઠી મીઠી પ્રેમ ભરી વાતો,અવાજ કે ગોપનીય વાતો કોઈ પણ મનને મોહી લે છે.

આગળ જાણો સ્ત્રીને કેમ અબળા કહે છે કવિઓ...

नूनं हि ते कविवरा विपरीत बोधा
ये नित्यमाहुरबला इति कामिनीनाम्।
याभिर्विलोलतरतारक दृष्टिपातै
शक्रादयोपि विजितास्त्वबलाः कथं ताः।।

સાર છે કે જે કવિ સ્ત્રીઓને અબળા કહે છે તે ખોટા છે,કારણ કે તેમની ચંચળ આંખોની આગળ તાકાતવાર વ્રજ રાખનાર ઈન્દ્રદેવ પણ હાર માની લે છે.તો સ્ત્રી અબળા કેવી રીતે કહેવાય.

ભગવાન ગણેશ

ભગવાન ગણેશ

દૈનિક જીવનમાં શું કરવું કે શ્રીગણેશની સાથે આપણે પણ સદાય પ્રસન્ન રહીએ. દરરોજ આ વાતોનું પાલન કરવામાં આવે તો સુખ-શાંતિ સુનિશ્ચિત છે.

-કોઈ પણ કામ કરતા પહેલા શ્રીગણેશનું સ્મરમ જરૂર કરો.


-દરરોજ ભગવાન ગણેશની પૂજા અને સવારે ઊઠતાની સાથે જ શ્રીગણેશના દર્શન કરો.

-બુધવારના દિવસે મગના લાડુ, દૂર્વાકર, ગોળ અને દક્ષિણા ગણેશને જરૂર અર્પિત કરો.

ગણપતિ પૂજામાં ગણેશ કવચ, ગણેશ ચાલીસા કે સ્ત્રોત અને ગણેશના 108 વાર નામ પાઠ કરવો જોઈએ.

પૂરી શ્રદ્ધા, આસ્થા અને મનને એકાગ્ર કરી ગણપતિ ઉપાસના કરો.

-ગણેશ મંત્રોની લાલ ચંદનની માળાથી જ જાપ કરો.

-ઉપાસનાના સમયે વગર સીવેલા કપડાં કે ધોતી પહેરવી જોઈએ.

-પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવો.

દરરોજ ગણેશને મગની ખીચડી કે લાડુનો ભોગ લગાવો અને સુગંધિત ફૂલોની માળા ચઢાવો.

એવી રીતે કરો હોવો જોઈએ તમારો સંયમ-

-ઓછા મસાલા અને તેલનો આહાર લો, લસણ, ડુંગળી, સલગમ ન ખાવો અને માંસાહાર કે મદિરાપાન ન કરવું.

-જમીન ઉપર સૂવો, બ્રહ્મચર્યનું પાલન કરો.

-બુરાઈ અને ગુસ્સો ન કરો અને યથા સંભવ મૌન રહેવું.

પૂજાકાળમાં નખ કાપવા ન જોઈએ. સફાઈનો પૂરું ધ્યાન રાખો અને જરૂરી હોય તો સાંજના સમયે પણ સ્નાન કરો.

નવું મકાન બનાવતા પહેલા દરવાજા ઉપર ભગવાન શ્રીગણેશની મૂર્તિ લગાવો. જેના દર્શન સુખ-સૌભાગ્ય લાવે છે.