24.6.14

તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?

Your Mobile Number Can Change Your Life Make Lucky Number Your Life


તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?


રાજકીય ક્ષેત્રે ઝંપલાવવું હોય તો 3, 4 અને 8 અંકવાળો મોબાઈલ નંબરને સામેલ કરો
-રમત-ગમતમાં મેડલ જીતવા હોય તો 2, 6 અને 7 અંકોને પોતાના નંબરમાં સામેલ કરો
-રચનાત્મક કામોમાં આગળ વધવું હોય તો 1, 3 અને 9 નંબરને મોબાઈલ નંબરમાં સામેલ કરો

શું તમને ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારો મોબાઈલ નંબર પણ તમારી કિસ્મતને પ્રભાવિત કરી શકે છે? જો અત્યાર સુધી તેની ઉપર તમે વિચાર ન કર્યો હોય તો હવે એકવાર જરૂર આ વિશે વિચારી જો જો કારણ કે જે પ્રકારે ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ આપણી ઉપર પડે છે એ જ રીતે અંક પણ આપણા વ્યક્તિત્વ અને ભાગ્યને પ્રભાવિત કરે છે.

1 થી 9 નંબર સુધી જે અંક તમારી જન્મદિનની તારીખનો હોય તેને તમે પોતાના મોબાઈલ નંબરનો ભાગ બનાવીને અંકોની સાથે સંતુલિત કરો. એ અંક જે તમારી જન્મ-કુંડળીમાં એકથી વધુ વાર આવે છે, તમે મોબાઈલ નંબર પસંદ કરતી વખતે તેનાથી બચવું જોઈએ. આથી જો જન્મ-દિવસની તારીખ 2 એપ્રિલ 1987 છે(સરવાળો આવે 31, 3+1=4), તેનો અર્થ એ છે કે તમારા મોબાઈલ નંબરનો સરવાળો અંક 4 બેવાર નહીં આવવો જોઈએ.

આગળ આપેલ વાંચો કેવી રીતે અસર કરે છે તમારો મોબાઈલ નંબર....

અંક-1- એક વ્યક્તિ જેના મોબાઈલ નંબરના સરવાળામાં અંક 1 આવતો હોય તો તે વધુ વાતોડિયો બનશે, એ હદ સુધી કે તે પોતાના બોસની સાથે પોતાના સંબંધો બગાડીને પોતાની નોકરી ખોઈ શકે છે.

અંક-2- અંક-2 વાળા વ્યક્તિ પોતાના સંબંધો તરફથી વધુ અપેક્ષાઓ રાખે છે, જેના લીધે તેઓ નુકસાન પહોંચાડતા અનેક વ્યક્તિઓ સામે નબળા પડી જાય છે. ડિમાન્ડ વધુ ન કરો જેથી વધુ દુઃખી ન થવું પડે.

અંક-3- તમારા મોબાઈલ નંબરમાં 3 વધુ પ્રમાણમાં આવતો હોય તો તે તમારી રચનાત્મકતા એટલી વધી જશે કે તમે પોતાના પરિવાર પ્રત્યે લાપરવાહ બની જશો.

અંક-4- અંક 4 વધુ પ્રમાણમાં આવતો હોય તો તમને આ નંબર વધુ અતિ વિશ્લેષણાત્મક વ્યક્તિ બનાવી દેશે.

અંક-5- જો તમારા મોબાઈલ નંબરનો સરવાળામાં અંક 5 વધુ પ્રમાણમાં હોય તો તમે પોતાના વ્યવસાય માટે જે પણ ક્ષેત્ર પસંદ કરશો તેમાં સંતુલન બનાવી રાખવામાં તમે નિષ્ફળ રહી શકો છો.

અંક-6- અંક-6 શુક્રનો અંક છે, એટલા માટે અંક 6 તમારા માટે ઘણી નવી તકો લાવશે પરંતુ તમે તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહેશો.

અંક-7-તમારા નંબરમાં સાત નંબરનો અતિરેક વારંવાર હોય તો તમારા રુમાની(રોમાન્ટિક) સંબંધોને અસ્થિર બનાવે છે.

અંક-8- અંક-8નો અતિરેક તમને અતિશય આચોલક બનાવી દે છે.

અંક-9-અંક-9નો અતિરેક તમને માત્ર સકારાત્મક પરિણામ સારું ફળ અંક 9માં જ મળશે તે તમને પરોપકારી બનાવે છે. પરંતુ તેની કિમત બદલામાં ચુકવવી પડે છે.

તમારે કયો નંબર પસંદ કરવો જોઈએઃ-

મોબાઈલ નંબરનું યોગ્ય સંયોજન પસંદ કરી તમે પસંદ કરેલ કેરિયરને સફળ બનાવો. જો તમે એકેડેમિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હો તો 4, 9 અંકને તમારા મોબાઈલમાં વધુ સામેલ કરો. જો તમે પોતાના રચનાત્મક સર્જનને વધારવા માગતા હો તો અંક 1, 3 અને 9ને અંકને જરૂર સામેલ કરો.

જો તમે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માગતા હો તો ખાસ કરીને 3, 4 અને 8 અંકોને સામેલ કરો. જે ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે મેડલ જીતવા માગતા હોય તેમને 2, 6 અને 7 અંકોને પોતાના અંકમાં જોડવો જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290