23.11.13

સપ્તાહમાં એકવાર જરૂર જાઓ સાંઈ મંદિર, થઈ જશો માલામાલ.......

Parampara Shirdi Ke Sai Baba

સપ્તાહમાં એકવાર જરૂર જાઓ સાંઈ મંદિર, થઈ જશો માલામાલ................

સાંઈબાબાની આરાધના માટે ગુરૂવારનું વિશેષ મહત્વ રહેલું છે. ગુરૂવારના દિવસે સાંઈ મંદિરમાં ભક્તોનો મેળાવડો લાગે છે. શાસ્ત્રો મુજબ ગુરૂવાર ગુરૂની પૂજા કરવાનો દિવસ છે અને એટલે જ લોકો સાંઈબાબાને પોતાનો ગુરૂ અને ઈષ્ટદેવ માને છે. આ લોકો માટે ગુરૂવાર બહુ મહત્વપૂર્ણ દિવસ હોય છે. 

આગળ આપેલી તસ્વીરોમાં જાણો સાંઈબાબાની પૂજાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો અને સ્વસ્થ જીવન માટે વિશેષ ઉપાય...

વિશેષ- આગળ જુઓ સાંઈ બાબાની કેટલીક દુર્લભ તસ્વીર , એવું માનવામાં આવે છે કે આ સાંઈબાબાની અસલી તસ્વીર છે...

જે લોકો સાંઈબાબા પ્રત્યે ઊંડી આસ્થા રાખે છે તેવા લોકોએ બાબાનું વિશેષ પૂજન કરવું જોઈએ. આ સાથે સાંઈને ફળ પણ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ મંદિરમાં જ ફળના પ્રસાદ અન્ય ભક્તોને આપવું. એવું માનવામાં આવે છે કે આ ફળ આપવાથી ભક્ત સ્વસ્થ અને નિરોગી રહે છે. તેની બધી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો નિયમિત રીતે ફળ પ્રસાદ અન્યોને આપે છે તે સદાય સ્વસ્થ રહે છે.

સાંઈ બાબાનું સંપૂર્ણ જીવન બધાની પરેશાનીઓ દૂર કરવા અને બધાની મનોકામના પૂર્ણ કરવામાં જ વિત્યું છે. એવું માનવામાં આવે છે કે બાબા આજે પણ પોતાના ભક્તોને બધી સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને બધાની ઈચ્છાઓને પુરી કરે છે. સબકા માલિક એક, આ સૂત્રને કારણે બધા ધર્મના લોકો સાંઈબાબામાં અટૂટ આસ્થા રાખે છે.

શિરડીના સાંઈબાબાના ભક્ત દુનિયાભરમાં ફેલાયેલા છે. બાબાના ચમત્કારની કેટલીક કથાઓ પ્રચલિત છે. જેથી મોટાભાગના ભક્ત પોતાના ઘરમાં સાંઈબાબાની મૂર્તિ અથવા ફોટો રાખે છે.
બાબાના જન્મથી સંબંધમાં કોઈ સટીક અને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. સાંઈના બધાં ચમત્કારોનો રહસ્ય તેમના સિદ્ધાંતોમાં મળે છે. તેમણે કેટલાક એવા સૂત્ર આપ્યા છે જેને જીવનમાં અનુસરીને જીવન સફળ બનાવી શકાય છે. આપણે તે સૂત્રોને માત્ર ઊંડાણથી સમજવાની જરૂર છે.

સાંઈ બાબા પોતે પણ શક્તિ સંપન્ન હોવા છતાં તેમણે ક્યારેય પોતાના અગંત સ્વાર્થ માટે તેનો ઉપયોગ કર્યો નથી. બધા સુખ પામવાની ક્ષમતા હોવા છતાં તેમણે હમેશાં સાદું જીવન જીવતા રહ્યા અને લોકોને પણ આવું જીવન જીવવાની પ્રેરણા આપી.સાંઈ બાબા શિરડીમાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા હતા.

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય

Easy Steps With Using Bilvapatra Increase Wealth And Alms-Deed

બિલીપત્રના આ અચૂક ચમત્કારી ઉપાય વધારે છે રૂપિયા અને પુણ્ય

સનાતન ધર્મમાં સૌથી પ્રાચીન ધર્મગ્રંથ વેદોમાં ભગાવન શિવનું સ્વરૂપ પણ બતાવ્યું છે. વેદ, પ્રકૃતિ રૂપ ઈશ્વરની અપાર મહિમા અને શક્તિઓને ઊજાગર કરે છે. એ રીતે એવું માનવામાં આવે છે કે પ્રકૃતિના કણ-કણમાં શિવ રૂપ જ છે. આ કડીમાં ખાસ કરીને બિલીપત્ર સાક્ષાત શિવ જ રૂપમાં પૂજનીય છે.

શિવપુરાણમાં તો બિલીપત્રની જડમાં બધા તીર્થ સ્થાન માનવામાં આવ્યા છે. બિલીપત્રની પૂજા શિવ ઉપાસના માનીને અનેક દેવતાઓન પૂજાનું પુષ્ય પણ આપનારી છે. ખાસ કરીને હિન્દુ ધર્મ પરંપરાઓમાં સોમવારે ભગવાન શિવની ઉપાસનાની શુભ ઘડીમાં બિલીવૃક્ષની પૂજાના અચૂક ઉપાય સાંસારિક જીવનની અનેક ઈચ્છાઓ પૂરી કરનારા છે.

આગળ જાણો શિવપુરાણમાં બતાવેલ બિલીવૃક્ષ પૂજાના આ ખાસ ઉપાય ધન અને પુણ્ય વધારવાની સાથે જ કંઈ કંઈ મુરાદોનો પૂરી કરે છે.....

શિવવૃક્ષની નીચે શિવલિંગ પૂજા થી બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે.

-બિલીની જડમાંથી જળ પોતાના માથા પર લગાવવાથી બધા તીર્થોની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

ગંધ, ફૂલ, ધતૂરાથી બિલિપત્રની જડની પૂજા કરે છે, તેને સંતાન અને બધા સુખ મળે છે.

-બિલીવૃક્ષના પત્રોથી પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળી જાય છે.

બિલીના થડની પાસે કોઈ શિવ ભક્ત ઘી સહિત અન્ન કે ખીર દાન કરે છે, તે ક્યારેય પણ ધનહીન કે દરિદ્ર નથી થતો. કારણ કે શ્રીવૃક્ષના રૂપમાં બીલી ગણવામાંઆવે છે. અર્થાત્ દેવી લક્ષમીનો વાસ હોય છે. એટલા માટે બિલીપત્ર વૃક્ષની પૂજા શિવનું સ્મરણ ધનકુબેર પણ બનાવવા માટે મંગળકારી ઉપાય માનવામાં આવે છે.

પૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

Religion Knowledge: The Worship Is Important For All Involved To Know These 11 Thingsપૂજામાં આ 11 વાતો ધ્યાન ન રાખી, તો નહીં મળે પૂજાનું ફળ!

દેવી-દેવતાઓની પૂજા હિન્દુ ઘર્મનું અભિન્ન અંગ છે. પૂજાના અભાવમાં હિન્દુ ધર્મની કલ્પના પણ નથી કરી શકાતી. હિન્દુ ઘર્મમાં માનનાર દરેક વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રૂપમાં ભગવાનનું સ્મરણ ચોક્કસ કરે છે. હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત અનેક વાતો કહેવામાં આવી છે પરંતુ જાણકારીના અભાવમાં ઘણા લોકો એ નથી જાણતા. આજે અમે તમને દેવી-દેવતાઓની પૂજા સાથે જોડાયેલી કેટલીક વાતો બતાવી રહ્યા છીએ તે તમે કદાચ ન જાણતા હોવ...

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....

પૂજા સાથે સંબંધિત ખાસ વાતો જાણવા માટે આગળની સ્લાઈડ્સ ક્લિક કરો....
સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. સુખની ઈચ્છા રાખનારા દરેક મનુષ્યએ દરરોજ આ પાંચ દેવોની પૂજા ચોક્કસ કરવી જોઈએ. કોઈપણ શુભ કાર્ય પહેલા તેની પૂજા ચોક્કસ કરવી અનિવાર્ય છે. 
શિવજીની પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ. સૂર્યદેવની પૂજામાં અગસ્ત્યના ફૂલ વર્જિત છે. ભગવાન શ્રીગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ.
સવારે સ્નાન કર્યા પછી જે મનુષ્ય દેવતાઓ માટે ફૂલ તોડી દેવતાઓને અર્પિતકરે છે, તેને દેવગણ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે છે. વાયુપુરાણ પ્રમામે પણ જે વ્યક્તિ વગર સ્નાન કર્યે તુલસીના પાન તોડે છે અને તે દેવતાઓને અર્પિત કરે છે, એવી પૂજાને દેવતાઓ ગ્રહણ નથી કરતા.
દેવતાઓની પૂજામાં અનામિકા અંગળીથી ગંધ લગાવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે. દેવતાઓનીપૂજા માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો પોતાની જમણી તરફ રાખવો જોઈએ.
તંત્ર શાસ્ત્ર પ્રમાણે પૂજામાં દેવતાઓને ધૂપ, દીવો ચોક્કસ પ્રગટાવવો જોઈએ તથા નૈવધ(ભોગ) પણ જરૂર લગાવવો જોઈએ. દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલ દીવાનો પોતે ક્યારેય બુઝાવવો ન જોઈએ.
પૂજામાં વાસી ફૂલ, વાસી જળ અને પત્તાનો ત્યાગ કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રો પ્રમામે ગંગાજળ, તુલસીપત્ર, બિલીપત્ર અ કમળ કોઈપણ અવસ્થામાં વાસી નથી થતા.
લિંગાર્ચન ચંદ્રિકા પ્રમાણે ભગવાન સૂર્યની સાત, શ્રીગણેશની ત્રણ અને વિષ્ણુની ચાર અને શિવની ત્રણ પરિક્રમા કરવી જોઈએ. કેટલાક ગ્રંથો પ્રમાણે ભગવાન શિવની અડધી પરિક્રામ કરવાનો નિર્દેશ પણ છે.
-વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્ર અર્પિત કરવા જોઈએ તથા શક્તિ અને સૂર્ય તથા ગણેશને પ્રસન્ન કરવા માટે લાલ રંગના વસ્ત્રો અર્પિત કરવા જોઈએ. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્ત્ર અર્પિત કરવાનું વિધાન છે.
ભગવાન શિવને હળદર ન ચઢાવવા જોઈએ અને શંખથી શિવલિંગ ઉપર જળ ન ચઢાવવું જોઈએ. શાસ્ત્રો પ્રમામે આ બંને કર્મ શિવપૂજામાં નિષેધ છે. પૂજામાં એકવાતનું ખાસ ધ્યાન રાખવું કે પૂજા સ્થળની સફાઈ દરરોજ કરો. પૂજાના સ્થળ ઉપર કચરો વગેરે જમા ન થવા દો.
પૂજા સ્થળ ઉપર કોઈ પસ્તી કે કોઈ વજનવાળી વસ્તુઓ ન રાખવી. સ્થળ ઉપર કાયમ પવિત્રતાનું ધ્યાન રાખવું- જેમ કે ચપ્પલ પહેરીને કોઈ સ્થાપના સ્થળ સુધી ન જાય, ચામડાનો બેલ્ટ કે પર્સ રાખીને કોઈ પૂજા ન કરે વગેરે
-શિવ મહાપુરાણ પ્રમાણે શ્રીગણેશને જે દૂર્વા ચઢાવવામાં આવે છે તે જડરહિત, બાર આંગળ લાંબી અને ત્રણ ગાઠોમાં બનેલી હોવી જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી ગણેશની પૂજા કરવો જોઈએ.

Religion Knowledge: The Worship Is Important For All Involved To Know These 11 Things

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત.........

Marriage Kundali Marriage 2013-2014 Bhakut Dosha In Kundali Gujarati

લગ્ન પહેલા રાશિ જોઈ કરજો નિવારણ, નહીં તો જીવન થશે દોષિત......................

કોઈપણ સફળ લગ્ન માટે તેનું શુભ હોવું ખૂબ જ જરૂરી છે. લગ્નના સમયે જો કુંડળીમાં ભકૂટ દોષ હોય તો ભાવી દંપતીના ગુણ મેળાપક માન્ય નથી થતો, તેનું મુખ્ય કારણ એ છે કે 36 ગુણોમાંથી ભકૂટ માટે 7 ગુણ નિર્ધારિત હોય છે. ભકૂટ દોષ દામપત્ય જીવનની જીવનશૈલી, સામાજિકતા, સુખ-સમૃદ્ધિ, પ્રેમ-વ્યવહાર, વંશ-વૃદ્ધિ વગેરેને પ્રભાવિત કરે છે. પરંતુ તેનું પરિહાર(કાટ) જો વર-વધુની કુંડળીમાં ઉપલબ્ધ હોય તો દોષનું નિવારણ થઈ જાય છે.

ભકૂટ દોષનો પ્રભાવઃ-

ભકૂટ દોષનો નિર્ણય ધીણવટથી કરવો જોઈએ. શાસ્ત્રોમાં ભકૂટ દોષ નિવારણના અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. પરિહાર મળે તો લગ્નનો નિર્ણય લેવો શાસ્ત્ર સંમત છે. દ્વિર્દ્ધાદશ ભકૂટમાં લગ્ન કરવાનું ફળ નિર્ધનતા હોય છે. નવ-પંચમ ભકૂટમાં લગ્ન કરવાથી સંતાનને કષ્ટ થાય છે. ષડાષ્ટક ભકૂટદોષના કારણે વિવિધ પ્રકારના કષ્ટોની સાથે શારીરિક કષ્ટની સંભાવના રહે છે. ભકૂટ દોષ શાસ્ત્ર સંમત પરિહાર ઉપલબ્ધ હોય તો દોષ સમાપ્ત થઈ જાય છે અને લગ્ન જીવન સુખદ રીતે વિતે છે.

આગળ વાંચો આ દોષ વિશેની સંપૂર્ણ જાણકારી તથા તમારી રાશિમાં કંઈ રાશિ સાથે ભકૂટદોષ પેદા થઈ શકે છે ક્લિક કરો....

ભકૂટના આધારે લગ્નની શુભાશુભ અસરોઃ-

-શુદ્ધ ભકૂટ અને નાડીદોષ રહિત 18થી વધુ ગુણ હોય તો લગ્ન શુભ માન્ય હોય છે.

-અશુદ્ધ ભકૂટ(દ્વિર્દ્વાદશ, નવપંચમ, ષડાષ્ટક) હોય તો પણ જો મિત્ર ભકૂટની શ્રેણીમાં હોય તો 20થી વધુ ગુણ હોય તો લગ્ન શ્રેષ્ઠ રહે છે.

-શત્રુ ષડાષ્ટક(6-8)ભકૂટ દોષ હોય તો લગ્ન ન કરવા. દામપત્ય જીવનમાં અનિષ્ઠ થવાની સંભાવના રહે છે.

-મિત્ર ષડાષ્ટક ભકૂટ દોષમાં પણ પતિ-પત્નીમાં કલેશ રહેતી હોય છે. આથી ષડાષ્ટક દોષમાં લગ્ન કરવાથી બચવું જોઈએ.

-નાડીદોષની સાથે જો ષડાષ્ટક ભકૂટ દોષ(પછી મિત્ર ષડાષ્ટક હોય અથવા બંને રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય) હોય તો પણ લગ્ન ક્યારેય ન કરવા જોઈએ.

-શુદ્ધ ભકૂટથી ગણદોષનો પરિહાર આપમેળે જ થઈ જાય છે.

ભકૂટ દોષ પરિહારઃ-

વર-કન્યાની રાશિ દ્વારા એકબીજા સાથે ગણતરી કર્યા પછી દ્વિર્દ્વાદશ(2-12) કે એકબીજાની રાશિ આગળ વર-કન્યાના રાશિસ્વામી એક જ ગ્રહ હોય, રાશિ સ્વામીઓમાં પરસ્પર મિત્રતા હોય, પરસ્પર તારા શુદ્ધિ હોય, રાશિ સબળતા હોય, નવમાંશ પતિઓમાં મિત્રતા હોય તો આ પાંચ પ્રકારના પરિહાર પણ દુષ્ટ ભૂકુટ દોષ નિવારક છે. પરંતુ તેમાં પરસ્પર નાડી શુદ્ધી હોવી જોઈએ.હોય(5-9) કે ષડાષ્ટક(6-8) રાશિ ગણનામાં હોય તો ભકૂટ દોષ હોય છે. આ ત્રણ સ્થિતિઓમાં જો બંને રાશિ સ્વામીઓમાં દુશ્મની હોય તો ભકૂટ દોષના કારણ 7માંથી શૂન્ય અંક મળશે. પરંતુ બંનેની રાશિઓના સ્વામી એક જ ગ્રહ હોય અથવા રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય ત્યારે લગ્નની અનુમતી આપી શકાય છે. તેમના શાસ્ત્ર સમ્મત પરિહાર આ છે-

ભકૂટ દોષ હોય તો પણ જો વર-કન્યાના રાશિ સ્વામી એક જ હોય કે રાશિ સ્વામીઓમાં મિત્રતા હોય તો ગણદોષ તથા દુષ્ટ ભકૂટ દોષ નગણ્ય થઈ જાય છે.

મેષ રાશિઃ- આ રાશિના જાતકોને વૃષભ, મીન રાશિ સાથે દ્વિર્દ્વાદશ ભકૂટ,

સિંહ, ધન સાથે નવ-પંચમ અને

કન્યા, વૃશ્ચિક રાશિઓ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

વૃષભ રાશિઃ- આ રાશિના જાતકોને મિથુન, મેષ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કન્યા, મકરથી નવ-પંચમ અને

તુલા, ધનરાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

મિથુન રાશિઃ- આ રાશિને કર્ક, વૃષભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

તુલા, કંભુ સાથે નવ-પંચમ અને

વૃશ્ચિક, મકર રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કર્ક રાશિઃ- આ રાશિના જાતકોએ સિંહ,

મિથુન રાશિ સાથે દ્વિર્દ્વાદશ, વૃશ્ચિક, મીન સાથે નવ-પંચમ અને

ધન, કુંભ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

સિંહ રાશિઃ- આ રાશિને કન્યા, કર્ક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

ધન, મેષ સાથે નવ-પંચમ અને

મકર, મીન રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કન્યા રાશિઃ-આ રાશિના જાતકોને તુલા, સિંહ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મકર, વૃષભ સાથે નવ-પંચમ અને

કુંભ, મેષ રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

તુલા રાશિઃ- આરાશિના જાતકોને વૃશ્ચિક, કન્યા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કુંભ, મિથુન સાથે નવ-પંચમ અને

મીન, વૃશ્ચિક રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

વૃશ્ચિક રાશિઃ-

આ રાશિના જાતકોને ધન, તુલા રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મીન, કર્ક સાથે નવ-પંચમ અને

મેષ અને મિથુન રાશિ સાથે ષડાષ્ટક ભૂકૂટ દોષ લાગશે.

ધન રાશિઃ- આ રાશિના જાતકોને મકર, વૃશ્ચિક રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મેષ, સિંહ સાથે નવપંચમ અને

વૃષભ અને કર્ક રાશિવાળા સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મકર રાશિઃ- આ રાશિના જાતકોને કુંભ, ધન રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

વૃષભ, કન્યા સાથે નવ-પંચમ અને

મિથુન અને સિંહ રાશિની સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

કુંભ રાશિઃ- આ રાશિના જાતકોને મીન, મકર રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

મિથુન, તુલા સાથે નવ-પંચમ અને

કર્ક અને કન્યા રાશિના જાતકો સાથે ષડાષ્ટક ભકૂટ દોષ માન્ય રહેશે.

મીન રાશિઃ- આ રાશિના જાતકોને મેષ, કુંભ રાશિ સાથે દ્વિર્દ્વાદશ,

કર્ક, વૃશ્ચિક સાથે નવ-પંચમ અને

સિંહ અને તુલા રાશિ સાથે ષડાષ્ટક ભકૂટ દોષ લાગશે.

ઉક્ત વર્ણિત રાશિગત ભકૂટ દોષના પરિહાર સ્વરૂપ જો વર-કન્યા બંનેની રાશિના સ્વામી એક હોય કે બંનેના રાશિ સ્વામીઓમાં મૈત્રી ભાવ હોય તો ભકૂટ દોષ સમાપ્ત થઈ જશે અને તેમનું મિલન શાસ્ત્ર સંમત શુભ હોય છે.

25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ

Kalabhairava Can Brighten Your Luck, These 15 Measures

25 નવે.કાલાષ્ટમી વિશેષ: કરો આ ચમત્કારી ઉપાય, થશે લાભ જ લાભ

માગશર (અગ્રહાયણ) મહિનાની કૃષ્ણ પક્ષની આઠમને કાળભૈરવાષ્ટમી કહેવાય છે. આ દિવસ ભગવાન કાળભૈરવની પૂજા કરવામાં આવે છે. આ વખતે કાળભૈરવાષ્ટમીનું પર્વ 25 નવેમ્બર, સોમવારે છે. ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન કાળભૈરવનું અવતરણ થયું હતું.

તંત્રશાસ્ત્ર મુજબ જો આ દિવસે ભૈરવદેવને પ્રસન્ન કરવા કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો તમારી બધી મનોકામના પૂર્ણ થઈ શકે છે. જોકે ભૈરવદેવ ભગવાન શિવનો અવતાર હોવાથી આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ફણ આ ઉપાય કરી શકો છો.

ભૈરવદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા કેટલાક તાંત્રિક ઉપાય જાણવા આગળ

1- કાળભૈરવાષ્ટમીના એક દિવસ પહેલા (24 નવે, રવિવારે) સવા-સવા કિલો કાળા ચણાં અલગ-અલગ ત્રણ વાસણોમાં પલાળી દેવા. ત્યારબાદ કાળભૈરવાષ્ટમીના દિવસે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને કાળભૈરવની પૂજા કરવી અને ચણામાં સરસિયાના તેલનો વઘાર કરી તેનો ભોગ લગાવવો અને તમારી સમસ્યાઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

ત્યારબાદ પ્રથમ સવા કિલો ચણા બળદને ખવડાવી દેવા. બીજા સવા કિલો ચણા કોઢના રોગીએને વહેંચી દેવા અને ત્રીજા સવા કિલો ચણા પોતાની ઉપરથી ઉતારી કોઈ એકાંત સ્થળે મૂકી આવવું. આ અચૂક ટોટકાને કરવાથી કાળભૈરવ અવશ્ય પ્રસન્ન થશે.

2- કાળભૈરવાષ્ટમી દિવસે સવારે ભગવાન કાળભૈરવની ઉપાસના કરવી અને સાંજના સમયે કડવલા તેલનો દીવો પ્રગટાવી તમારી તકલીફોને દૂર કરવા માટે પ્રાર્થના કરવી.

3- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને કુશ ઘાસના આસન પર બેસી જવું. સામે કાળભૈરવની ફોટો સ્થાપિત કરવી અને તેની પંચોપચાર વિધિસર પૂજા કરવી. ત્યારબાદ રૂદ્રાક્ષની માળાથી નીચે લખેલા કોઈ એક મંત્રથી પાંચ માળા જાપ કરવી અને ભૈરવ મહારાજથી સુખ-સંપત્તિ માટે પ્રાર્થના કરવી.

મંત્ર- 'ऊँ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:

4- કાળભૈરવાષ્મીના દિવસે 21 બિલ્વીપત્રો પર ચંદનથી ऊँ नम: शिवाय લખીને શિવલિંગ પર ચઢાવવું. સાથે જ એકમુખી રૂદ્રાક્ષ પણ અર્પણ કરવું. આવું કરવાથી તમારી બધી મનોકામનવાઓ પૂર્ણ થશે.

5- કાળભૈરવાષ્મીના દિવસે એક રોટલી લઈ તેની પર તર્જની અને મધ્ય આંગળીને તેલમાં પલાળી લાઈન ખેંચો. ત્યારબાદ આ રોટલી કોઈપણ બે રંગવાળા કૂતરાને ખાવા આપો. આવું સપ્તાહમાં ત્રણ દિવસ (રવિવાર, બુધવાર અને ગુરૂવારે) કરવું. આ ત્રણ દિવસ ભૈરવનાથના માનવામાં આવે છે.

6- જો તમે દેવાદાર છો તો કાળભૈરવાષ્મીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ભગવાન શિવની પૂજા કરવી. તેમને બિલીપત્ર અર્પણ કરવા. ભગવાન શિવની સામે આસન લગાવી રૂદ્રાક્ષની માળી લઈ આ મંત્ર જાપ કરવું.

ऊँ ऋणमुक्तेश्वराय नम:

7- કાળભૈરવાષ્મીના એક દિવસ પહેલા અડદની દાળના ભજીયા સરસિયાના તેલમાં બનાવવા અને આખી રાત તેને ઢાંકીને મૂકી દેવા. સવારે 6થી 7 વાગ્યાની વચ્ચે ઉઠીને કોઈને કશું પણ કીધા વિના ઘરેથી નિકળી આ ભજીયા કૂતરાને ખવડાવી દેવા. બધા કાર્યો સફલ થશે.

8- કાળભૈરવાષ્ટમીના દિવસે શહેરના કોઈપણ એવા મંદિરમાં જવું જ્યાં લોકોએ પૂજા કરવાનું બંદ કરી દીધુ હોય. તે મંદિરમાં સિંદૂર, તેલ, નારિયેળ, પૌઆ અને જલેબી લઈને જવું. પૂજા કરવી. ત્યારબાદ 5થી 7 વર્ષના બાળકોને ચણા અને ચારોળીનો પ્રસાદ આપવો. નારિયેળ, પૌઆ અને જલેબી પણ આપવા. આવું કરવાથી ભૈરવનાથ વિશેષ પ્રસન્ન થશે.

9- કાળભૈરવાષ્ટમીના દિવસે કૂતરાને ગોળ ખવડાવું. સવા કિલો જલેબી ભૈરવનાથને અર્પણ કરવી અને કૂતરાને ખવડાવી. પાંચ લીંબૂ ભૈરવજીને ચઢાવવા. કોઈ કોઢી, ભિખારીને દારૂની બોટલ દાન કરવી.

10- કાળભૈરવાષ્ટમીના દિવસે કડવા તલમાં પાપડ, ભજીયા, પૌઆ જેવી વિવિધ વાનગી તળીને ગરીબ વસવાટમાં જઈને વહેંચી દેવું. ઘરની પાસે કોઈ કાળભૈરબ મંદિર જઈને ગુલાબ, ગૂગલ અને ચંદનની અગરબત્તી સળગાવી.

11- સવા સૌ ગ્રામ કાળા તલ, સવા સૌ ગ્રામ અડદ, સવા 11 રૂપિયા, સવા મીટર કપડામાં પોટલી બાંધી કાળભૈરવાષ્ટમીના દિવસે કાળભૈરવ મંદિરમાં ચઢાવવું.

12- કાળભૈરવાષ્ટમીના દિવસે ભગવાન કાળભૈરવની વિધિસર પૂજા કરીને નીચે લખેલા મંત્રની 11 માળા જાપ કરવી.

- ऊँ कालभैरवाय नम:।
- ऊँ भयहरणं च भैरव:।
- ऊँ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं।
- ऊँ भ्रां कालभैरवाय फट्

13- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને ભગવાન કાળભૈરવના મંદિરે જઈને ઈમરતીનો ભોગ લગાવવો ત્યારબાદ ઈમરતી દાન કરી દેવી. આવું કરવાથી ભગવાન કાળભૈરવ પ્રસન્ન થઈ જશે.

14- કાળભૈરવાષ્ટમીના દિવસે શિવ મંદર જઈને શિવજીને જળથી અભિષેક કરવું અને તેમને કાળા તલ અર્પણ કરવા. ત્યારબાદ મંદિરમાં બેસીને મનમાં ऊँ नम: शिवाय મંત્રનું જાપ કરવું.

15- કાળભૈરવાષ્ટમીના દિવસે સવારે સ્નાન કરીને નજીકના કાળભૈરવ મંદિર જઈને કાળભૈરવ સ્ત્રોતનું વિધિસર જાપ કરવું.

લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય.......

ASTROLOGY::::Know The Measure For Banking Work

જ્યારે પણ જાઓ BANK કે ATM, લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય..................

આજના સમયમાં મોટાભાગના લોકો એવા છે જેમને બેંક સંબંધી કાર્ય જેમ કે પૈસા જમા કરાવવા અથવા પૈસાની જરૂર પડવાથી પૈસા બેંકમાંથી કાઢવા જેવા કામ કરવા પડતાં હોય છે. જે લોકો બેંકના આવા કાર્યો કરે છે તેમના માટે આજે અમે ખાસ ઉપાય લઈને આવ્યા છે. આ ઉપાય બેંકમાં પૈસા જમા કરાવતી વખતે અથવા પૈસા નિકાળતી વખતે કરવું જોઈએ. આ ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

આગળની જાણો ખાસ ચમત્કારી ઉપાય..............

બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સૌથી જરૂરી કંઈ છે તો તે છે ધન. કેટલાક લોકોને ઓછા મહેનતમાં વધુ ધન પ્રાપ્ત થઈ જાય છે. તો કેટલાક લોકોને સખત મહેનત કર્યા બાદ પણ ધનની પ્રાપ્તિ થતી નથી.

જેથી શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમ બતાવવામાં આવ્યા છે જે અનુસરવાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. જે લોકો બેંકમાં અહિં જણાવેલા ઉપાય કરે છે તેમને મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કર્યા બાદ જ વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. મહાદેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે નિયમિત રૂપથી તેમની આરાધના કરવી જોઈએ. જ્યારે પણ આપણે ધન સંબંધી કાર્યો કરીએ છીએ ત્યારે પણ લક્ષ્મીજીનું ધ્યાન કરવું અત્યંત જરૂરી છે.

જ્યારે પણ બેંકમાં પૈસા જમા કરાવવા અથવા નિકાળવા જાઓ તો અહિં જણાવેલા લક્ષ્મી મંત્રનું જાપ કરો..

મહાલક્ષ્મીના મંત્ર જેમ કે ऊँ महालक्ष्म्यै नम:, ऊँ ह्रीं श्रीं महालक्ष्म्यै नम:, ऊँ श्रीं ह्रीं क्लीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम: વગેરે મંત્રોનું જાપ કરવું.

આ ઉપાય કરવાથી બેંકમાં રહેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે અને તેમાં બરકત આવશે. મહાલક્ષ્મી મંત્રોના જાપથી લક્ષ્મી કૃપા પણ પ્રાપ્ત થશે અને ધન સંબંધી કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે ભગવાન વિષ્ણુના મંત્રોનું જાપ પણ લાભકારક સિદ્ધ થઈ શકે છે.

શાસ્ત્રો મુજબ દરરોજ શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી પણ સ્થાયી લક્ષ્મીની પ્રા4પ્તિ થાય છે. આ ઉપાયની સાથે મહાલક્ષ્મી મંત્ર અથવા શિવ મંત્રનું જાપ કરવું.

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

કન્યા રાશિમાં મંગળનું ભ્રમણ, કંઈ રાશિને થશે લાભ ને નુકસાન..........?
બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે

- કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તિત કરે છે ત્યારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો થાય છે

સિંહ રાશિમાં ભ્રમણ બાદ મંગળ હવે કન્યા રાશિમાં પધરામણી કરશે. મંગળ એક રાશિમાં ૪૫ દિવસ રહે છે. જ્યોતિષશાસ્ત્રના મતે મંગળ એટલે અતિ શુભ અને કલ્યાણકારી ગ્રહ છે. બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સાંજે ૧૯.૩૨ કલાકે સિંહ રાશિમાંથી બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો હશે તે નક્કી છે.

આગળ વાંચો તમારી રાશિ ઉપર આ ગ્રહના રાશિ પરિવર્તનથી કેવી અસર

મેષઃ-
-મેષ રાશિના જાતકો માટે કન્યા રાશિના આ મંગળનું ભ્રમણ તેમના છઠ્ઠા સ્થાનમાં થશે. મંગળના આ ભ્રમણ દરમિયાન કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય થશે, શત્રુઓનું બળ ઘટશે. દેવામાંથી મુકિત અને રોગને હળવો કરવામાં મંગળ તમને મદદ કરશે. નોકરી ક્ષેત્રે બઢતી આપી ચિંતામાં ઘટાડો કરશે.

વૃષભઃ-
શુક્રની વૃષભ રાશિના જાતકોએ મંગળના આ ભ્રમણ દરમિયાન શેરબજારમાં ચેતીને ચાલવું અન્યથા નુકસાન કરશો. આ ભ્રમણ તમને કયારેક સંતાનની ચિંતા અને પ્રણયભંગની નિરાશાઓમાં ધકેલશે. પાંચમે થનારું આ ભ્રમણ તમારા માટે કોઇ શુભ સંકેત આપતું નથી.

મિથુનઃ-
બુધની મિથુન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ ચોથે થતાં હૃદયમાં અશાંતિ તો કયારેક માનસિક અજંપો આપશે. જમીન અને મકાનના કામમાં રુકાવટ ઉપરાંત હાઇ બીપીના અનુભવ કરાવે તો નવાઇ નહીં. આ ભ્રમણ દરમિયાન વાહન ધીમે ચલાવજો અને માતાની તબિયતનું ખાસ ઘ્યાન રાખજો.
કર્કઃ-
વર્તમાન સમયમાં અતિ કપરા સમયમાંથી પસાર થઇ રહેલી ચંદ્રની કર્ક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ શુભ સંકેત અને ઉપરાંત રાહત આપનારું બનશે. ત્રીજે થનારું આ ભ્રમણ તમારા સાહસમાં વધારો કરશે. તનમાં નવી ઊર્જાનો અહેસાસ કરાવશે. મંગળ તમારાં અટકેલાં કામમાં ગતિ આપી પ્રગતિનાં દર્શન કરાવશે તેમાં લેશ માત્ર શંકા નથી.

સિંહઃ-
સૂર્યની સિંહ રાશિના જાતકો માટે મંગળ તેમના બીજા સ્થાનમાં ભ્રમણ કરી તેજ ગતિથી આવકમાં વધારો કરશે પણ વાણી પર સંયમ રાખવા મંગળનો ખાસ આગ્રહ છે. કટુવાણીના કારણે કૌટુંબિક ભાવનાઓને ઠેશ ના પહોંચે તેનું ઘ્યાન રાખજો. નવી તક મંગળ
કન્યાઃ-
કન્યા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમને મંગળના બારમા ભ્રમણમાંથી મુક્તિ આપશે. મંગળનું ભ્રમણ ચંદ્ર પરથી થતાં સ્વભાવમાં કયારેક ઉગ્રતા અને જીદનો અનુભવ થશે. પરંતુ ચંદ્ર મંગળનું સંયોજન તમારી લક્ષ્મી માં વધારો કરશે અને ઘરમાં શુભ પ્રસંગનું આયોજન કરાવશે.
તુલાઃ-
તુલા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ બારમે થતાં નાહકના ખર્ચ-વ્યય ઉપરાંત મહત્ત્વના કાર્યની ગતિમાં અવરોધ પેદા કરશે. સાદગીથી રહેવા અને માંદગીથી દૂર રહેવા માટેનો સંકેત આ મંગળ તમને આપે છે
વૃશ્ચિકઃ-
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ અતિ સુખદાયી, લાભદાયી અને અણધારેલી તકોનું સર્જન કરનારું બનશે. તમારી રાશિથી અગિયારમે મંગળનું ભ્રમણ આવનારા ૪૫ દિવસ લાભનું આભ ઊભું કરશે.
ધનઃ-
ગુરુની ધન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના દસમા સ્થાનમાં થતા ધંધા વ્યવસાયની ગતિમાં પ્રગતિ જણાશે. પિતા દ્વારા કોઇ મદદ મળે અને જાહેર જીવન ઊચું આવે તેવા સંકેત છે.
મકરઃ-
મકર રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ વિદેશયાત્રામાં રુકાવટ લાવે અને ધાર્મિક કાર્યમાં વિધ્નો ઊભાં કરે. કયારેક આવેલી તક હાથમાંથી સરી જાય તો ચિંત કરતા નહીં કારણ કે આ ઘટના અલ્પકાલીન હશે
કુંભઃ-
કુંભ રાશિના જાતકોએ મંગળના આ આઠમા ભ્રમણમાં ખાસ ચેતવાની જરૂર છે. વાહન ધીમે હંકારજો અને ખાણીપીણી ઉપર કાબૂ રાખજો અન્યથા પેટની બીમારીઓ માટે તૈયાર રહેજો. મંગળનું આ પ્રતિકૂળ ભ્રમણ તન, મન અને ધનથી ચેતવણીની સાયરન વગાડે છે.

મીનઃ-

મીન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના સાતમા સ્થાનમાં થતા ભાગીદારીયુકત સાહસોમાં ઘ્યાન રાખવું. દાંપત્યજીવનમાં સુલેહ-સંપ રાખશો તો મધુર લાગશે. જાહેર જીવનમાં કોઇ વિવાદ ના થાય તેનું ઘ્યાન રાખશો.

કુંવારા અને પરણેલા પુરુષો માટે ખૂબ જરૂરી છે આ 7 વાતો જાણવી!

કુંવારા અને પરણેલા પુરુષો માટે ખૂબ જરૂરી છે આ 7 વાતો જાણવી!

ખોટી આદતોની મજા અને નશો વ્યક્તિને તરત જ મળી જાય છે જ્યારે તેના દુષ્પરિણામો થોડા સમય વિત્યા પછી સામે આવે છે. અહીં અમે નાની દેખાતી કેટલીક એવી આદતો વિશે ઉલ્લેખ કરી રહ્યા છે જેમાં ધર્મ-અધ્યાત્મ અને આયુર્વેદ શાસ્ત્રોમાં સફળ અને સુખદ ગૃહસ્થ અને દામપત્ય જીવન માટે સાક્ષાત વિષ(ઝેર)ની સમાન ઘાતક બતાવવામાં આવ્યા છે. જે યુવાનો લગ્ન જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, તેમને આ સાત વાતોને સારી રીતે ગાંઠ બાધી લેવી જોઈએ. તથા પરણેલા પુરુષોએ આ વાતો પોતાના જીવનમાં ક્યારેય ન અપનાવવી જોઈએ. જો એવી આદતો તમે ઘેરેલી હોય તો તમારું પતન નક્કી જ છે એમ સમજી લેજો.
1-નશો –

-કોઇપણ જાતનો નશો, ગૃહસ્થ જીવનને નરક બનાવવામાં મુખ્ય ભુમિકા ભજવે છે.

2-અહંકાર –
-પોતાની જાતને દરેક સ્થિતિમાં સાચું માનવું અને પોતાના જીવનસાથીને પોતાનાં પ્રમાણે ઢાળવો એ સુખી સંસારમાં દુખોનું કારણ બની શકે છે. એ અટલ સત્ય છે કે રાત-દિવસ સાથે રહેનારો માણસ પણ તમારી ઇચ્છાઓ પર 100 ટકા ખરો ક્યારેય ના ઉતરી શકે તે વાતને સ્વીકારો.

3-આળસ –

-પતિ-પત્ની બન્નેમાંથી એક પણ વ્યક્તિ આળસી અને કામને ટાળો દેનારા હોય તેવા વ્યક્તિનાં જીવનમાં નિશ્ચિત દુખ આવે છે અને જેની અસર તેમના દામ્પત્ય જીવન પર પણ વર્તાય છે.
4-છુપાવવું –

-કોઇપણ વાતને છુપાવવાની કે જુઠ્ઠું બોલવાની ટેવ પણ તમારા પારસ્પરિક જીવનમાં ઝેર સમાન કામ કરશે.

5-અપેક્ષા –

-પોતાનો જીવનસાથી બધી રીતે આદર્શ હોય તે અપેક્ષા વધુ પડતી છે. સંસારમાં દરેક જણ આપણી અપેક્ષાઓમાં ખરાં ઉતરે તે જરૂરી નથી.

6-વ્યર્થ ખર્ચાઓ –

પોતાની વાસ્તવિક ક્ષમતાથી વધુ સુવિધાઓ ભોગવવાની ઇચ્છાઓ રાખવી અને યથા શક્તિથી વધુ ખર્ચ કરવું તે પણ ગૃહસ્થીમાં નરક ભોગવવા જેવું છે.

7-આર્થિક નબળાઇ –

-આ એક કડવું સત્ય છે કે પૈસાની તંગી પણ સંબંઘોમાં ઝેરનું કારણ બની શકે છે, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતાં પહેલા વ્યક્તિએ પોતે આર્થિક અને પર્યાપ્ત રૂપે આત્મનિર્ભર હોવું પણ જરૂરી છે