12.9.13

દુર્ગાષ્ટમી

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290    કાલે દુર્ગાષ્ટમી એ આ ઉપાય કરી શકાય .: શુભ કરે એ શુક્રવાર , સુંદરતા તન અને મન ની આપે એ શુક્રવાર . માં લક્ષ્મી ને પ્ર્સ્સાન્ન કરવાનો દિવસ . જીવન માં ઉત્સાહ ભરનારો દિવસ .





  • શુભ કરે એ શુક્રવાર , સુંદરતા તન અને મન ની આપે એ શુક્રવાર .
  • માં લક્ષ્મી ને પ્ર્સ્સાન્ન કરવાનો દિવસ . જીવન માં ઉત્સાહ ભરનારો દિવસ .
  • માં ને ગુલાબ ,કંકુ ,બાદમ ,સાકાર ,પીપળાના પાન, મીઠું પાન ,લાલ અને ગુલાબી વસ્ત્રો ,દૂધ ની બનાવટ ની વસ્તુઓ , દૂધ, ઈલાયચી , અને શ્રીફળ . 
  • આ બધા માંથી યથાશક્તિ કઈપણ ધરાવી ને માં આપના ઘરમાં જ બિરાજમાન છે એવા ભાવ થી માં ની પૂજા કરો .
  • શાંત અને શુદ્ધ મન થી માફી માનવાથી માં ના આશીર્વાદ મળે છે 
  • ૮ વરસ થી નાની કન્યાઓ ને લાલ કપડા ,મીઠી વસ્તુઓ . ભણવા માટેની વસ્તુઓ દાન માં આપો .
  • સંબંધો માં મીઠાસ લાવવા માટે સાકરનું દાન કરો .
  • સંબંધો માં કડવાશ આવી ગયી હોય તો આજે માં લક્ષ્મી ને લાલ શણગાર ભેટ આપો ,કોઈ પણ માં ના મંદિર માં લાલ કાચની બંગડી ,લાલ  બ્લાઉજ પીસ , કંકુ ની ડબ્બી  અને  માવાની  મીઠાઈ જરૂર ધરાવો 
  • મંદિર જવાનો સમય ના હોય  માતાજી નું મંદિર પાસે ના હોય ,જવાનો સમય ના હોય તો આમાંની કોઈ પણ એક વસ્તુ  ૭ શુક્રવાર સુધી માં સમાન કોઈ વડીલ ને દાન માં આપો .અને આશીર્વાદ મેળવો 
  • સંબંધો ની કડવાસ ધીમે ધીમે ઓછી થતી જશે , કામ થયી ગયા પછી એની ભક્તિ ભૂલી ના જવી , સતત કરવી જ જોઈએ .     
  • ઓમ અને ઓમકારનો વૈજ્ઞાનિક મહિમા

         યોગાસન અને પ્રાણાયમનાં સાધનો વડે, શરીરને તૈયાર કરીને મનની સાધના શરૂ કરવી વધારે હિતકારક છે. જો કે, મનને વશમાં લેવાની પ્રક્રિયા તો સતત કરતા જ રહેવાની છે. યોગાસન અને પ્રાણાયમની પૂર્વ તૈયારી હોય તો એ થોડુંક સહેલું બને – એટલું જ.

          કોઈ પણ પ્રકારનું ધ્યાન કરતાં પહેલાં ત્રણ વખત ‘ૐ’ કાર કરીને શરૂઆત કરવાનું માહાત્મ્ય એ છે કે, ૐ ના ત્રણ ભાગ – ‘ઓ’, ‘ઊ’ અને ‘મ’ ની અભિવ્યક્તિ દ્વારા શરીરના નીચલા, વચલા અને મસ્તિષ્કમાં રહેલા ચૈતન્ય તત્વને યાદ કરવાનું છે. ૐ કાર કરવાની સાથે મનમાં આ ભાવ સતત યાદ કરતા રહેવાનો હોય છે. ખ્રિસ્તી માન્યતા વાળાઓ ‘ આમીન’ અને મુસ્લિમ માન્યતા વાળાઓ ‘આજાન’ હાક આ જ ભાવથી વાપરી શકે. ૐ કારનો આ અભ્યાસ કરતાં છેલ્લા ભાગ ‘મ’ દરમિયાન મગજમાં ગૂંજી રહેલો રણકાર , ચેતા તંત્રના આ સર્વોચ્ચ શિખરને રણઝણાવી નાંખતો અનુભવી શકાય છે.

    માટે જ ‘ ૐ ‘ મનની કસરતની પ્રસ્તાવના છે.
    આ જણ આમ  ૐ કાર પછી ‘સોSહમ્’ ની સાધના કરે છે. શ્વાસ લેતી વખતે ‘સો’  અને કાઢતી વખતે ‘હમ્‍’ નો મનોમન ઉચ્ચાર.  અને એ ત્રણ તબક્કામાં. 

    પહેલા તબક્કામાં – ઊંડો અને લાંબો શ્વાસ – ૨૦ થી ૨૪ વખત
    બીજા તબક્કામાં –  મધ્યમ લંબાઈનો શ્વાસ – ૪૦ થી ૪૮ વખત
    ત્રીજા તબક્કામાં –  ઝડપી શ્વાસ  - ૪૦ થી ૪૮ વખત
    …………………

    થોડીક  બહુ જ અગત્યની વાત  …….

    આ માટે જાણકારની દોરવણી હેઠળ તાલીમ લેવી બહુ જ જરૂરી છે. તેમની સાથે પ્રેક્ટિસ કરવાથી એક લય બંધાઈ જશે.
    આ ક્રિયા  શરૂ કર્યા પછી કમ સે કમ ૪૦ દિવસ માટે પ્રેક્ટિસ ચાલુ રાખવાનો સંકલ્પ કરો.
    એકાદ દિવસ વચ્ચે પડી જાય, તો કશો વાંધો નહીં – બીજા જ દિવસથી ફરી શરૂઆત કરો
    —— અને પછી ૪૦ દિવસ સુધી ફરી કરવાનો સંકલ્પ !!
    કાંઈ પણ ખાધું હોય તો, ખાધાના બે કલાક સુધી આ ક્રિયા ન  કરો.
    આ  ક્રિયા કરતાં સતત એ ભાવ વાગોળ્યા કરો કે, ‘ તે પરમ તત્વ કે ચેતના એ જ હું છું; કે મારું મન છે.’
    એક ધ્યાન થઈ જવાય એવી કોઈ અપેક્ષા , આશા, અભિપ્સા રાખવાની નથી. વિચારો આવે તો એમને આવવા દો – બળપૂર્વક રોકો નહીં.
    સૌથી વધારે અગત્યની  અને કદી ન ભૂલવાની નથી એવી, આઝાદ બનવાના પ્રત્યેક પગથિયાની એક માત્ર, પૂર્વ શરત એ  કે,
    હું કાંઈ નથી.
    મારું કશું નથી.
    મારે કશું જોઈતું નથી.
    મોક્ષ  કે એકાગ્રતા પણ  નહીં !

    ————————

    એક સ્વાનુભવ વહેંચવો છે…

            જેમ જેમ આ ક્રિયા કરવાનો મહાવરો વધતો જશે; તેમ તેમ ‘સોSહમ્’  મંત્રોચ્ચાર , શ્વાસ અને ભાવ સહજ બનતો જતો અનુભવાયો છે. ચિત્ત શાંત હોય ત્યારે સોSહમ્  ની રીતે ઊંડા શ્વાસ લેવાની ટેવ પડતી અનુભવાઈ છે. આનો સીધો ફાયદો એ છે કે; પહેલાંના બેધ્યાનપણા કરતાં શરીરને  વધુ પ્રમાણમાં ઓક્સિજન મળે છે. અને વધારે અગત્યની વાત તો એ કે, જ્યારે મન નકારાત્મક  વિચારોથી લદાયેલું, ખળભળેલું હોય- ત્યારે આપોઆપ ‘સોSહમ્’ રીતે શ્વાસ લેવા મન થઈ જાય છે. ચાર કે પાંચ જ સોSહમ્  કાર .. અને નકારાત્મક વિચારો ઊભી પૂંછડીએ ભાગ્યા જ સમજો. આમ જ કોઈક આ જણને ન ગમતી વાત કરે; તો પહેલાંની જેમ પ્રતિક્રિયા કરવાની વૃત્તિ પર કાબુ આવી જાય છે. ઘણાં બિન જરૂરી ઘર્ષણો નવી પડેલી આ ટેવને કારણે નિવારી શકાયાં છે.

    ===================
    ઓમ અને ઓમકારનો વૈજ્ઞાનિક મહિમા

    ડૉ. કૌશિક મહેતા

    ભારતનો એકપણ વ્યક્તિ ઓમથી અપરિચિત નથી. ઓમ સ્વયં એકાક્ષરી નાદ છે. તમામ મંત્રો, શ્ર્લોકો અને ઋચાઓનો નાદ કરતા કે બોલતાં અને તે પહેલા સૌનો આરંભ ઓમથી કરાય છે.

    ઓમ એ કોઈ શબ્દ નથી, પરંતુ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષની વચ્ચે, આકાર અને નિરાકારની વચ્ચે, જડ અને ચેતનની વચ્ચે સેતુ બનતો ચેતનામય નાદ છે. પૃથ્વી તેની ધરા ઉપર જે ગતિથી ભ્રમણ કરે છે, તેનો ધ્વનિ ઓમકાર ધ્વનિ છે. ઓમ એ સૃષ્ટિનો સર્વપ્રથમ નાદ કે ગુંજ છે. જે બ્રહ્માંડમાં આજે પણ વ્યાપ્ત છે. પૌરાણિક તથ્યો પ્રમાણે આંખો બંધ કરી ધ્યાનમાં બેસતાં જ અનંત અંધકારની આપણને અનુભૂતિ થાય છે ને સાત્વિક શાંતિનું સત્ય સમજાય છે. કરોડો વર્ષ પહેલાં શાંતિમય અંધકારમાં બ્રહ્માની ઊર્જાનો વિસ્ફોટ ઓમના નાદથી થયો હતો. બિગ બેંગનો અર્થાત સૃષ્ટિના જન્મ સમયે ભીષણ ધ્વનિ પેદા થયો હતો તે થિયરી આજે વૈજ્ઞાનિકો પણ સ્વીકારી રહ્યા છે. આ ઊર્જા વિસ્ફોટથી જળ, વાયુ, પૃથ્વી, અગ્નિ અને આકાશની અતૂટ અવિરત હલચલ કરોડો વર્ષો સુધી ચાલુ રહેતા જીવસૃષ્ટિ આરંભાઈ અને ઉચ્ચત્તમ યોનિ, માનવ યોનિ સુધી તે વિકસી. આમ પાંચે પાંચ તત્વો ઓમની ઊર્જાનો જ અંશ છે. આ કારણે જ હિંદુ પરંપરામાં ઓમ સૌથી પવિત્ર શબ્દ મનાય છે. ઓમનો ઉચ્ચાર કરતાં જ પ્રાણવાયુ શરીરમાં પ્રવેશે છે. બાકી તમામ સ્વર અને શબ્દોના ઉચ્ચાર સમયે પ્રાણવાયુ બહાર આવે છે. માટે જ તેને પ્રાણવ કે પ્રણવ ધ્વનિ કહ્યો છે. આમ વારંવાર ઓમનો ધ્વનિ કરવાથી પ્રાણાયામ જેટલો જ લાભ પ્રાપ્ત થાય છે. ઓમકારનો ધ્વનિ કરતાં જ કંઠમાળા (ગળાં)થી નાભિ સુધી શરીરના તમામ કોષોનું સ્પંદન થાય છે ને મ્ બોલતા સ્પંદન અધોગતિ એટલે કે ચરણ તરફ ધકેલાય છે. આમ આખું શરીર સ્ફૂર્તિવાળું પ્રાણવાયુયુક્ત સ્પંદનયુક્ત બને છે. જે નિરોગી રહેવા માટે મદદરૂપ બને છે.

    -ઓમકારના લાંબા ઉચ્ચારણથી વધુ સમય પ્રાણવાયુ શરીરમાં રહેતા પંચતત્વોનું સંતુલન જળવાઈ રહે છે.

    - ઓમના પ્રારંભથી જ તમામ મંત્રો બોલાય છે, કારણ મંત્રમાં ઓમ નાદ છે. બાકી તમામ શબ્દો છે. તેથી ઓમકારના કારણે મંત્રની શક્તિ વધી જાય છે.

    -ઓમના પ્રાણવ ધ્વનિ કરવાથી શરીરમાં ઊર્જા વધે છે. શરીરના સેલ ચેતનવંતા બને છે જે મનુષ્યને વધુ શ્રદ્ધાવાન અને પરિશ્રમી બનાવે છે.

    -સૂર્યોદય સમયે 108 વાર ઓમકાર કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે.

    અમેરિકન સંસ્થા રિસર્ચ એન્ડ એક્સપેરિમેન્ટલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુરો સાયન્સના પ્રતિનિધિઓએ તાજેતરમાં એક સંશોધન પ્રકાશિત કર્યું. પ્રતિનિધિઓના પ્રમુખ જે. માર્ગનના કહેવા મુજબ તે લોકોએ સાત વર્ષ સુધી હાર્ટ અને મગજના રોગીઓ ઉપર પરીક્ષણ કર્યું. આ સમયે ધ્યાનમાં આવ્યું કે ઓમકારનો અલગ અલગ ધ્વનિમાં નિયમિત કરાતો જાપ ખૂબ જ અસરકારક રહ્યો. 2500 પુરુષ અને 2000 મહિલાને આ પરીક્ષણમાં જોડવામાં આવેલા. જેમાંના કેટલાંક તો બિમારીના લાસ્ટ સ્ટેજ ઉપર હતા. આ બધાં લોકએ રોજ સવારે છથી સાત એક કલાક ઓમકારના જાપ કર્યા. આ માટે યોગ શિક્ષક રાખવામાં આવેલા. દર ત્રણ માસ બાદ તેમની શારીરિક તપાસ કરાતી. ચાર વર્ષ બાદ આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા કે 70 ટકા પુરુષો અને 85 ટકા સ્ત્રીઓને રોગમાં 90 ટકા જેટલી રાહત મળી. આ વાતનો ઉલ્લેખ ખ્યાતનામ વિજ્ઞાન મેગેઝીન સાયન્સમાં કરાયો છે. (સ્ત્રોત- સિનિયર ઈન્ડિયા, 30 જૂન, 2007)

    ઓમના ઉચ્ચાર કરતી વખતે ગળાના નાદતંતુઓમાંથી ઉચ્ચાર થાય છે, માટે તેને નાદ કહે છે. ઓમ અ, ઉ, અને મ એમ ત્રણ મૂળાક્ષરોનો એકાક્ષરી શબ્દ બનેલો છે. ગળામાંથી કે નાદતંતુમાંથી નીકળતો પહેલો ધ્વનિ અ હોય છે. બંને હોઠ ગોળમાં આવે ત્યારે ઉ બોલાય છે અને હોઠ બીડાય ત્યારે મનો ઉચ્ચાર થાય. આમ ત્રણે અક્ષરો  ભુર્, ભુવ: અને સ્વ: એ ત્રણે લોકાના પ્રતિક ગણાય છે. તેથી ઓમને ભગવાનનું વૈશ્વિક નામ કહેવાય છે. ભાષા પ્રમાણે ઓમ અલગ અલગ લખાતા હશે, પણ બોલવામાં અ, ઉ અને મનો ઉપયોગ કરીને ઓમ જ બોલાય છે. એકાક્ષરી ઓમ નાદનો સદાય ઉપયોગ કરી ઓમનો પ્રણવ કરતાં રહીએ અને ઈશ્વર સમીપ જતાં થઈએ.

    ઓમ અને ઓમકાર ધ્વનિ સ્વરૂપે તો પ્રચલિત હતા. પણ લિપિ સ્વરૂપે પણ અંકિત થવા લાગ્યા. પુરાતત્વ ખાતામાં સચવાયેલા અનેક શીલા લેખોમાં વિવિધ લિપિમાં ઓમકાર સંગૃહીત છે. લિપિ જુદી હોઈ શકે પણ ઉચ્ચાર બધાંનો ઓમ જ થાય છે.

    જ્ઞાનેશ્વરી ગ્રંથમાં ઓમકાર રચનાનું વર્ણન સરસ રીતે કરાયું છે. अ ચરણયુગલ-બે પગ- પલાઠીની જેમ છે. उ એ પેટ અર્થાત્ ઉદરની જેમ છે. म એ મસ્તક સમાન મહામંડલની જેમ છે.

    अ-कार चरणयुगल. उ-कार उदर विशाल.
    म-कार महामंडल. मस्तका कारे.

    ઓમરાપનું આડું ચિત્ર એને જ ઉભું કરતાં જ કોઈ વ્યક્તિ પલાઠીવાળીને બેઠી હોય તેમ દેખાશે.

    ઓમકાર ઓમ એ સનાતન છે. જ્યારથી સૃષ્ટિ જન્મી ત્યારથી પ્રથમ ધ્વનિ સ્વરૂપે બિગ બેંગ અને પછી ધ્વનિ અને લિપિ સ્વરૂપે છે.

    ઓમના ઉચ્ચારથી મળતી શાંતિના કારણે જ કદાચ યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મોમાં પણ પ્રાર્થનાના અંતે ઓમ્ જેવું જ ઉચ્ચારણ કરાય છે. જેમ કે ઓમેન- આમેન અને આમીન વગેરે.

    (વિજ્ઞાન જાણો, ધર્મ માણો-માંથી સાભાર)
    ====================================
    ઓમકારનો અર્થ અને ઓમકારના જપ

    પ્રશ્ન: વિધિપૂર્વકનાં અનુષ્ઠાનોથી ઈશ્વરદર્શન થઈ શકે ખરું ?

    ઉત્તર: ઈશ્વરદર્શનની ઈચ્છા જેમ જેમ ઉત્કટ બનશે તેમ તેમ બધી પ્રકારની વિધિમાંથી મન ઉપરામ બનતું જશે. એટલે એવો પ્રશ્ન જ નહિ રહે.

    પ્રશ્ન: પ્રણવ મંત્ર એટલે શું?

    ઉત્તર: ઓમકારને પ્રણવ મંત્ર કહેવામાં આવે છે.

    પ્રશ્ન: ઓમકારનો અર્થ શું થાય ?

    ઉત્તર: ઓમકારમાં અ, ઉ, અને મ એ ત્રણ અક્ષરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણેયની સંધિ થવાથી ઓમ બને છે. એ ઓમ શબ્દ પરમાત્માનો વાચક છે એમ પતંજલિએ યોગદર્શનમાં કહેલું છે. પતંજલિએ એ જ હકીકત તરફ ધ્યાન દોરેલું છે. પુષ્પદંતે પોતાના રચેલા મહિમ્નસ્ત્રોત્રમાં પણ ઓમકાર વિશે એવો જ ઉલ્લેખ કરેલો છે. ઓમકારની ત્રણ માત્રાઓ ત્રણ પ્રકારના લોકનો, ત્રણ પ્રકારની અવસ્થાનો, પ્રકૃતિના ત્રણ ગુણોનો, ત્રણ પ્રકારના શરીરનો, તથા ત્રણ દેવોનો નિર્દેશ કરે છે, અને ઓમકારનું બિંદુ એમનાથી પર એવા પરમાત્માનો નિર્દેશ કરે છે, એમ પુષ્પદંતે કહેલું છે,પ્રશ્નોપનિષદમાં પણ પિપ્પલાદ ઋષિએ એવો જ અર્થ કરી બતાવ્યો છે. પરંતુ મારી દૃષ્ટિએ તો ઓમકારમાં ભારતીય તત્વજ્ઞાન ને સાધનાનો અર્ક સમાયો છે.

    પ્રશ્ન: તે કેવી રીતે ?

    ઉત્તર: આત્મદર્શન કરવાની ઈચ્છાવાળા ઋષિઓને સૌથી પહેલાં પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા થઈ, ત્યારે તેમને પ્રશ્ન થયો કે કોહમ્ ? એટલે કે હું કોણ છું ? અથવા તો મારું સાચું સ્વરૂપ શું છે ? એ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે એમણે ધ્યાન કર્યું, એમના અંતરમાં ડૂબકી મારી અને ચિંતનમનનનો આધાર લીધો. એને પરિણામે વરસોની મહેનત પછી, એમને એમના સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. એથી એમણે નક્કી કર્યું કે સોહમ્ એટલે કે આપણે પરમાત્મ સ્વરૂપ છીએ. અથવા તો પરમાત્માથી જુદા નથી. કોઈએ તેમને પુછ્યું કે પરમાત્મા કેવા ? તો તેમણે કહ્યું કે સત્યં, શિવં, સુંદરમ્. સત્ય, શિવ સ્વરૂપ ને સુંદરતાના મૂળાધાર જેવા. વળી જ્ઞાનના અધિષ્ઠાતા, અનાદિ, અનંત, અવિનાશી, અને પરમ પ્રેમની મૂર્તિ જેવા. સચ્ચિદાનંદસ્વરૂપ એવા એ પરમાત્માની સાથે એકતાનો અનુભવ કરી ચૂકેલા ઋષિઓએ કહ્યું કે અમારામાં અને એ પરમાત્મામાં મૂળભૂત રીતે જોતાં કોઈ ભેદ નથી. અમારી વચ્ચે અખંડ એવી એકતા છે. એ અનુભવની ઉચ્ચતમ દશાએ પહોંચેલા ઋષિએ કહ્યું કે અહં બ્રહ્માસ્મિ, હું પરમાત્મા છું. સૂફી સંતોએ અનલહક કહીને એ જ વાત તરફ અંગૂલીનિર્દેશ કરેલો છે. એટલે સોહમ્ શબ્દમાં ભારતીય યોગી, મુની, જ્ઞાની કે તત્વજ્ઞાનીઓની આત્મિક સાધનાનું સરવૈયું આવી જાય છે. એ શબ્દમાં ભારતીય ધર્મ, તત્વજ્ઞાન, કે સાધનાનો, વરસોનાં ચિંતન, મનન ને તપને પરિણામે પ્રાપ્ત થયેલો નિષ્કર્ષ આવી જાય છે. હવે સોહમ્ શબ્દમાંથી આગળનો સ કાઢી નાંખો ને છેલ્લો મ રહેવા દઈને વચલો હ કાઢી નાંખો તો ફક્ત ઓમ બાકી રહેશે. એટલે ઓમ એ સોહમનું ટૂંકું રૂપ છે, એની ખાતરી થશે, ને મારું કથન પણ સમજાશે કે ઓમકારમાં ભારતીય તત્વજ્ઞાન અને સાધનાનો અર્ક આવી જાય છે. ઓમકારનો આ રીતે વિચાર કરો તો ઘણો લાભ થશે.

    પ્રશ્ન: પણ તમારી સમજાવવાની પધ્ધતિ તો તદ્દન નવી છે !

    ઉત્તર: નવી હોય તેથી શું થયું ? એ બુદ્ધિગમ્ય ને વૈજ્ઞાનિક છે કે નહિ, તે જ જોવાનું છે. જૂની રીતે વિચારવા ટેવાયેલા માણસોને આ વિચારસરણી નવી લાગશે. પણ વિચારવા જેવી કે કામની છે. એટલે એને અપનાવવાની હું સૌને ભલામણ કરું છું. મને પોતાને આવી રીતે વિચાર કરવાથી લાભ થયો છે. ઓમકારના જપ જો આવી રીતે વિચારીને કરવામાં આવે તો ખૂબ જ લાભ થાય એમ મારું માનવું છે.

    પ્રશ્ન: ઓમકારના જપ કેવી રીતે કરવા ?

    ઉત્તર: ગુરુએ કહ્યા પ્રમાણે કરવા. જો ગુરુ કર્યા જ ના હોય, ને પોતાની મેળે કરવાની ઈચ્છા હોય, તો પદ્માસન જેવા કોઈ આસનમાં કે કેવળ સુખાસનમાં બેસીને, આંખ બંધ કરીને, હૃદય અથવા તો ભ્રૂમધ્ય બેમાંથી કોઈપણ એક સ્થાનમાં દૃષ્ટિ સ્થિર કરવી, ને માળાની મદદથી અથવા મનોમન ઓમકારના ઉચ્ચાર કરતા રહેવું અને હું આનંદ સ્વરૂપ છું, શાંતિસ્વરૂપ છું, જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું, બુદ્ધ છું, એવી ભાવના કરવી.

    પ્રશ્ન: પરંતુ આપણે ખરેખર એવા ના હોઈએ તો એવી ભાવના કરવાથી શો લાભ ?

    ઉત્તર: આપણે ખરેખર તો એવા જ છીએ. પરંતુ વ્યવહારમાં એનો અનુભવ નથી કરી શકતા. એનું કારણ આપણું અજ્ઞાન અને આપણા કર્મસંસ્કાર કે આપણી નબળાઈ. તેને દૂર કરવામાં આવે, તો આપણને આપણા એ ખરેખરા અથવા તો અસલ સ્વરૂપનું ભાન થઈ શકે, એ સ્વરૂપની ભાવના કરવાથી એના અનુભવ માટેની ઈચ્છા થાય છે. ને છેવટે એક ધન્ય દિવસે એનો અનુભવ પણ થઈ જાય છે. ભાવનાનું સ્થાન જીવનમાં ઘણું મોટું છે. ભાવનાની શક્તિ ઘણી પ્રબળ છે, ભાવના પ્રમાણે જીવનમાં વધારે કે ઓછો વિકાસ થઈ શકે છે. જેનામાં ભાવના જ નથી, તેઓ ભાવનાની દિશામાં વિકાસ કેવી રીતે કરી શકે ? માટે ભાવના કરવાથી શો લાભ, એવી શંકા કરવાની જરૂર નથી, સારી ભાવનાઓ જીવનમાં હંમેશા ઉપયોગી થઈ પડે છે. આજે જે ભાવના છે, તે કાલે જીવન બને છે.

    પ્રશ્ન: ઓમકારના જપનું ફળ શું ?

    ઉત્તર: ઓમકારના જપનું ફળ વળી બીજું શું હોય ? આત્મદર્શન અથવા પરમાત્મપ્રાપ્તિ. જેને એ ફળ ના જોઈતું હોય, ને દુન્વયી ફળ જોઈતાં હોય, તેને પણ વત્તા ઓછા વખતે ને વત્તા ઓછા પ્રમાણમાં તે ફળ મળી શકે છે. જેની જેવી ઈચ્છા કે જેની જેવી ભાવના. ઓમકાર તો કલ્પવૃક્ષ છે. તેની નીચે બેસીને બધી જાતની ઈચ્છાઓ પૂરી કરી શકાય છે. તે પછી લૌકિક હોય કે પારલૌકિક. એટલે જ પેલા જૂના શ્ર્લોકોમાં કહ્યું છે કે, 'બિંદુ સાથેના ઓમકારનું જે દરરોજ ધ્યાન કરે છે, તે યોગીની બધી જ કામનાઓ પૂરી થઈને તેને મુક્તિ મળે છે. એ ઓમકારને હું નમસ્કાર કરું છું. ઓમકારં બિંદુ સંયુક્ત નિત્યં ધ્યાયંતિ યોગિન: । કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમોનમ: ॥ ઓમકારથી એવી રીતે બીજી કામનાઓની પૂર્તિ થતી હોવા છતાં, એનો આધાર મુખ્યત્વે તો આત્મદર્શન અથવા પરમાત્મપ્રાપ્તિ કે આત્મશાંતિ માટે લેવાય તે જ વધારે સારું છે.

    પ્રશ્ન: ઓમની સાથે તત્ ને સત્ કેમ કહેવાય છે ? એનો શો અર્થ ?

    ઉત્તર: એનો અર્થ બધા પોતપોતાની બુદ્ધિ ને રુચિ પ્રમાણે કરે છે. ગીતામાં પણ એનો ઉલ્લેખ કરેલો છે કે ઓમ તત્સત્ કહીને પરમાત્મા વિશે જ કહેવામાં આવ્યું છે, વેદપાઠ કરનાર ને યજ્ઞ કરનાર એ નામથી પોતપોતાની શુભ ક્રિયાની શરૂઆત કરે છે. ઓમ તો પરમાત્માનું નામ છે. તત્ ને સત્ કહીને તે પરમાત્મા જ્ઞાનસ્વરૂપ ને સત્યસ્વરૂપ છે એવો અર્થ કરીએ તો ઠીક થાય કે તે સત્યસ્વરૂપ પરમાત્મા તથા મારી વચ્ચે એકતા છે. હું તે પરમાત્મા સ્વરૂપ છું.

    પ્રશ્ન: જપ કરતી વખતે તત્સત્ બોલવું જોઈએ કે એકલું ઓમ ?

    ઉત્તર: એકલું ઓમ બોલવાથી ઓમ તત્સત્ નો ભાવ આવી જ જાય છે. છતાં પણ એ બંનેમાંથી શેનો જપ કરવો તે સાધકની ઈચ્છા પર અવલંબે છે. જેનો પણ જપ કરવામાં આવે તેનો જપ જડ કે યાંત્રિક ના બની જાય, પણ સમજપૂર્વક થાય, અને સ્વભાવના સુધાર, ચારિત્ર્યના ઘડતર, તથા આત્મિક વિકાસના કામમાં મહત્વનો ભાગ ભજવી જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એ જ મહત્વનું છે.
    =======================

    welcome to our page don't' forget to like us.
    https://www.facebook.com/MAHUVA364290
    फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
    =====================================+++++++++
    https://www.facebook.com/MAHUVA364290/photos_albums
    https://www.facebook.com/MAHUVA364290/notes
    https://www.facebook.com/MAHUVA364290/info
    ========================================
    हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
    https://www.facebook.com/MAHUVA364290
    મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.
    અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.
    ===============================================
     Friends,
    Your Likes, comments and shares our enthusiasm to support 
    rupee rises and more and more we strive to provide fun and interesting information ..
    =========================================+++++++++++
    दोस्तो,
    आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह
    रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..
    ==========================================++++++++++++++++++++++
     http://i.imgur.com/0CxjSNo.gif
     http://i.imgur.com/6prqF04.gif
     http://i.imgur.com/PNr3oPd.gif
    =======================================++++++++++++
    અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત અહીં મુકવામાં આવતી પોસ્ટ વિવિધ વેબ સાઇટ
     ઉપરથી લેવામાં આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત 
     લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.  
    અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું 

    જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે

    मोबाइल से जुडी कई ऐसी बातें जिनके बारे में हमें जानकारी नहीं होती

    मोबाइल से जुडी कई ऐसी बातें जिनके बारे में हमें जानकारी नहीं होती लेकिन मुसीबत के बक्त यह मददगार साबित होती है ।
    इमरजेंसी नंबर -दुनिया भर में मोबाइल का इमरजेंसी नंबर 112 है । अगर आप मोबाइल की कवरेज एरिया से बाहर हैं तो 112 नंबर
     द्वारा आप उस क्षेत्र के नेटवर्क को सर्च कर लें . ख़ास बात यह हैकि यह नंबर तब भी काम करता है जब आपका कीपैड लौक हो !
    जान अभी बाकी है-मोबाइल जब बैटरी लो दिखाए और उस दौरान जरूरी कॉल करनी हो , ऐसे में आप *3370# डायल करें ,
     आपका मोबाइल फिर से चालू हो जायेगा और आपका सेलफोन बैटरी में 50 प्रतिशत का इजाफा दिखायेगा !
     मोबाइल का यह रिजर्व दोबारा चार्ज हो जायेगा जब आप अगली बार मोबाइल को हमेशा की तरह चार्ज करेंगे !
    मोबाइल चोरी होने पर-मोबाइल फोन चोरी होने की स्थिति में सबसे पहले जरूरत होती है , फोन को निष्क्रिय करने की ताकि चोर उसका दुरुपयोग न कर सके ।
     अपनेफोन के सीरियल नंबर को चेक करने के लिए *#06# दबाएँ . इसे दबाते हीं आपकी स्क्रीन पर 15 डिजिट का कोड नंबर आयेगा .
     इसे नोट कर लें और किसी सुरक्षित स्थान पर रखें . जब आपका फोन खो जाए उस दौरान अपने सर्विस प्रोवाइडर को ये कोड देंगे तो वह आपके हैण्ड सेट को ब्लोक कर देगा !

    कार की चाभी खोने पर -अगर आपकी कार की रिमोट केलेस इंट्री है और गलती से आपकी चाभी कार में बंद रह गयी है और दूसरी चाभी घर पर
     है तो आपका मोबाइल काम आ सकता है ! घर में किसी व्यक्ति के मोबाइल फोन पर कॉल करें ! घर में बैठे व्यक्ति से कहें कि वह अपने मोबाइल
     को होल्ड रखकर कार की चाभी के पास ले जाएँ और चाभी के अनलॉक बटन को दबाये साथ ही आप अपने मोबाइल फोन को कार के दरवाजे केपास रखें ,
     दरवाजा खुल जायेगा ! है न विचित्र किन्तु सत्य ?
    --=----==-=-======--=-=--=-==--=-=
    પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
    welcome to our page don't' forget to like us.
    https://www.facebook.com/MAHUVA364290
    पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....

    Lady Character Money Mythical Sign,કઈ સ્ત્રી આપશે સુખ તથા કોણ કરશે દુઃખી? જણાવે છે આવા લક્ષણો

    Lady Character Money Mythical Sign

    કઈ સ્ત્રી આપશે સુખ તથા કોણ કરશે દુઃખી? જણાવે છે આવા લક્ષણો

    પ્રાચીન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સાંસારિક જીવનમાં સ્ત્રીનું ખૂબ મહત્વ જણાવાયું છે. મકાનને ઘર બનાવે છે સ્ત્રી. ઘરના દરેક કામ પુરુષની સાથે સ્ત્રી દરેક જગ્યાએ જોડાયેલા હોય છે. આ પ્રકારનું ઘર પુરુષના જીવનના બધા કામમાં સ્ત્રીની પ્રધાનતા હોય છે.

    આ વાતોથી એ પણ સ્પષ્ટ થાય છે કે જો કોઈ સ્ત્રી સુશીલ અને બુદ્ધિમાન હોય તો ગૃહસ્થીને કોઈ હાનિ થતી નથી, પરંતુ તેનું ઉલટું આચરણ ઘણાં પ્રકારે ગૃહસ્થી તથા પુરુષના જીવનમાં દુઃખનું કારણ બની શકે છે. ધ્યાનથી જોશો તો સંસાર ચક્રને ચલાવવા માટે પ્રકૃતિ અને પુરુષનું નિર્માણ થયેલું છે. બન્નેના તાલમેલથી એક નવી સૃષ્ટિ પેદા થઈ શકે છે. ખુશહાલ જિંદગી જીવી શકાય છે.

    આમ છતાં સૃષ્ટિનું અન ઉકલ્યું પાનું છે સ્ત્રી અને તેને પામવા માટે શાસ્ત્રો અને પુરાણોએ પણ વિશેષ બાબતો જણાવી છે. તેના રંગ-રૂપ-સ્વભાવને જાણવા માટે આગળ

    ભવિષ્યપુરાણના પ્રસંગ અનુસાર બ્રહ્માએ શિવપુત્ર કાર્તિકેયને, તેના દ્વારા લક્ષણ ગ્રંથમાં લખ્યું સ્ત્રી-પુરુષના લક્ષણોનું સ્મરણ કરતા સ્ત્રીઓથી જોડાયેલા લક્ષણ જણાવાયા છે.

    - જેનો સાર છે કે કોઈ પણ કન્યા કે સ્ત્રીનો સ્વભાવ તેના હાથ, પગ, આંગળી, નખ, હસ્તરેખા, જાંઘ, કમર, નાભિ, પેટ, જાંઘ, પીઠ, હાથ, કાન, જીભ, હોઠ, દાંત, કપાળ, ગળું, નેત્ર, નાસિકા, માથું, વાળ, વાણી, રંગ, ભમ્મર વગેરે પર આ લક્ષણો જોઈ શકાય છે.

    આગળ જાણો સ્ત્રીઓથી જોડાયેલી રોચક વાતો, જેનાથી જાણી શકાય છે કે કઈ સ્ત્રી મનગમતું સુખ ને દુઃખનું કારણ બને છે....

    જે સ્ત્રીના ગળામાં રેખા હોય અને આંખોનો થોડો ભાગ લાલ હોય તો તે સ્ત્રી ઘરમાં આવતા જ ઘર-પરિવાર વિકાસ પામે છે.

    મીઠું બોલનારી, દરરોજ સ્નાન કરનારી, ઓછું ખાનારી, ઓછું સૂનારી અને દરેક સમયે પવિત્ર વિચાર કરનારી સ્ત્રી દેવીય ગુણોવાળી કે દેવી કહેવાય છે.

    - જે સ્ત્રી પવિત્ર, પતિવ્રતા, દેવતા, ગુરુ અને બ્રાહ્મણોની સેવા કરનાર અને ભક્ત હોય છે. તે માનુષી હોય છે.

    પરિવારવાળા, પતિ કે હિતેચ્છુઓએ કહેલી સારી વાતો માનનાર, આપના મન અનુસાર જીવન પસાર કરનાર સ્ત્રી આસુરી પ્રવૃત્તિની હોય છે. આ પ્રકારે પવિત્રતા, સદાચાર ન સમજવાની સાથે સૌંદર્યરહિત તથા હંમેશા ગંદી રહેનાર સ્ત્રી પિશાચી પ્રવૃત્તિની માનવામાં આવે છે.

    વાદ્ય યંત્રો જેવી વીણા, મૃદંગ, વાંશળીના સ્વરોમાં રૂચી રાખનાર (આધુનિક સંદર્ભમાં સંગીત પ્રેમી), ફૂલો અને સુગંધિત અત્તરનો ઉપયોગ કરનાર શોખ રાખનાર સ્ત્રી ગાંધર્વી શ્રેણીની હોય છે.

    વધારે ચંચળ સ્વભાવ, ચપલ આંખો વાળી, અહીં-ત્યાં નજર નાખનાર તથા લાલચ રાખનારી સ્ત્રી વાનરી શ્રેણીની હોય છે.

    જે સ્ત્રીના જમણાં ભાગ જેવા હાથ, છાતી, કાનની ઉપર કે ગળા પર તલ કે મસો હોય છે, તે સ્ત્રીનું પહેલું સંતાન પુત્ર હોય છે. ત્યાં જે સ્ત્રીને મનગમતું સુખ મળે છે, તેના પગ લાલ રંગ, એડી નાની, આંગળી સુંદર તથા એક સમાન મળી તથા આંખ લાલ રંગની હોય છે.

    જે સ્ત્રી સુગઠીત જાંઘવાળી, જેના શરીરની વચ્ચેનો હિસ્સો વેદી સમાન અને મોટી-મોટી આંખો વાળી હોય છે, તે રાણી બને છે. એટલે કે તે તમામ સુખને પ્રાપ્ત કરે છે. તો વળી, પગ મોટા મોટા હોય, હાથ નાના કે મોટા હોય, રુંવાડા હોય, તે સ્ત્રી દાસી કે તે સુખથી વંચિત રહેનારી સ્ત્રી હોય છે.

    જે સ્ત્રીના કાન લાંબા, નાક ખૂબસૂરત અને ભમર ધનુષ જેવી હોય, તે જીવનમાં અપાર સુખને ભોગવે છે. દુબળી, શ્યામ રંગની મીઠું બોલનારી, શંખની જેમ બિલકુલ સ્વચ્છ તથા ચમકદાર દાંતો વાળી, કોમળ તથા કોમળ ચહેરા વાળી સ્ત્રીને વૈભવ અને એશ્વર્ય મળે છે.

    દેડકા જેવા પેટવાળી સ્ત્રી એક પુત્ર પેદા કરે છે અને તે પણ રાજા બને છે. આ પ્રકારે હંસની જેવા કોમળ સ્વર વાળી, મધ જેવી આભા વિખેરનાર રંગવાળી સ્ત્રીને ધન તથા અન્નની ઉણપ ઓછી નથી હોતી. એટલું જ નહીં, એવી સ્ત્રી 8 પુત્રોને જન્મ આપે છે.

    ચંદ્ર જેવા ચહેરાવાળા, હાથીનુ જેમ મસ્ત થઈને ચાલનારી, લાલ રંગના નખ વાળી, શુભ લક્ષણો હોય તેવા હાથ પગ વાળી સ્ત્રી વિદ્યાધારીણી એટલે કે ખૂબ ભણેલી ગણેલી બને છે અને સૌનું મંગળ કરે છે.

    આ પ્રકારની સ્ત્રીની ચાલ તથા ગતિ રાજહંસની જેવી હોય છે, હરણ જેવી આંખો તથા રંગ હોય છે, દાંત એક સમાન તથા સફેદ હોય છે, એવી સ્ત્રી ઉત્તમ હોય છે.

    ગુપ્ત રીતે ખોટું કામ કરનારી કે પાપ કરનારી, તેને છુપાવનારી, ઈચ્છા વાળી સ્ત્રી એટલે કે બિલ્લી સમાન પ્રવૃત્તિ હોય છે.

    આ પ્રકારની ક્યારેક હસનારી, ક્યારેક ગુસ્સો કરનાર તો ક્યારેક ખુશ રહેનારી, ક્યારેક રમનાર અને પુરુષોની વચ્ચે રહેનારી સ્ત્રી ગધેડાની શ્રેણીની હોય છે.

    - જે સ્ત્રીના લલાટમાં ત્રિશૂળનું નિશાન હોય છે, તેની હજારો દાસીઓ સેવા કરે છે એટલે કે તેના જીવનમાં ધન-સંપત્તિની કમી રહેતી નથી.

    જે સ્ત્રીના પગ આડા-ત્રાંસા, ચહેરો સુંદર ન હોય, ઉપર હોંઠ પર વાળ હોય તે ઝડપથી જ પતિને મારી દે છે. એટલું નહીં, વધારે ખાનારી, બોલનારી, કડવી વાત કરનારી અને પતિને મારનારી રાક્ષસી પ્રવૃત્તિની હોય છે.
    ================
    welcome to our page don't' forget to like us.
    https://www.facebook.com/MAHUVA364290
    फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
    =====================================+++++++++
    https://www.facebook.com/MAHUVA364290/photos_albums
    https://www.facebook.com/MAHUVA364290/notes
    https://www.facebook.com/MAHUVA364290/info
    ========================================
    हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
    https://www.facebook.com/MAHUVA364290
    મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.
    અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.
    ===============================================
     Friends,
    Your Likes, comments and shares our enthusiasm to support 
    rupee rises and more and more we strive to provide fun and interesting information ..
    =========================================+++++++++++
    दोस्तो,
    आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह
    रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..
    ==========================================++++++++++++++++++++++
     http://i.imgur.com/0CxjSNo.gif
     http://i.imgur.com/6prqF04.gif
     http://i.imgur.com/PNr3oPd.gif
    =======================================++++++++++++
    અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત અહીં મુકવામાં આવતી પોસ્ટ વિવિધ વેબ સાઇટ
     ઉપરથી લેવામાં આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત 
     લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.  
    અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું 
    જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે