25.6.14

શિવપુરાણ પ્રમાણે શરીર અને સ્વાસ્થ માટે સારા નથી આ 4 કામ...........!

These 4 Tasks Are Harmful For Body And Health According Shivpuran

શિવપુરાણ પ્રમાણે શરીર અને સ્વાસ્થ માટે સારા નથી આ 4 કામ...........!


હિન્દુ ધર્મગ્રંથ ગીતાનું સૂત્ર છે- 'योगः कर्मसु कौशलम्' અર્થાત્ જે પણ કામ કરો તેને પૂરી દક્ષતા, કુશળતા અને સુંદરતા સાથે કરો. પરંતુ આજના દોરમાં અનેક લોકો આ વાતને યોગ્ય રીતે સમજી શકતા નથી. તેથી જ શિવપુરાણની આજે એવી ચાર વાતો અમે બતાવી રહ્યા છે જેને આજના સફળ થવા માગતા યુવાનો માટે ખૂબ જ જરૂરી છે.

પહેલુ સુખ નિરોગી કાયા કે જાન છે તો જહાન છે, આ જીવન સૂત્ર બધા જાણે, સાંભળે અને સમજે પણ છે. પરંતુ તેની સાથે જોડાયેલ સંદેશને અપનાવીને ઓછા જ લોકો સ્વસ્થ અને સુખી જીવન ગુજારી શકે છે. ખાસ કરીને આજના ભાગદોડવાળા જીવનમાં તો સ્વાસ્થ્ય નજરઅંદાજ થાય છે, જે પ્રાણ અર્થાત્ જાન માટે ખૂબ જ મહત્વનું છે.

વાસ્તવમાં, જીવન માત્ર ખાન-પાન ઉપર જ નિર્ભર નહીં, પણ ધ્યાન, યોગ, વિચાર, અધ્યયન, ચિંતન પણ તેને ઊર્જા આપે છે. પરંતુ બાહ્ય રીતે શરીર જ તે સાધન છે, જે બધી ક્રિયાઓને અંજામ આપે છે. એટલા માટે શાસ્ત્રોમાં સાંસારિક દ્રષ્ટિએ સુખની પ્રાપ્તિ માટે શારીરિક પરિશ્રમ અને પુરુષાર્થને જ વધુ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેની માટે માત્ર આળસથી જ દૂર રહેવું, પણ એવા શારીરિક કામોથી પણ દૂર રહેવાની નસીહત આપવામાં આવી છે, જે જીવનની સાથે જ માન-પ્રતિષ્ઠા માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.

હિન્દુ ધર્મગ્રંથ શિવ પુરાણમાં ખાસ કરીને એવા ચાર કામથી શરીરને દૂર રાખવાની શીખ આપવામાં આવી છે. આ શારીરિક પાપ કર્મ પણ માનવામાં આવે છે. જેને અપનાવીને જ ભક્તિ કરવામાં આવે તો શુભ અને સાર્થક સાબિત થશે.

આગળ જાણો કયા છે આ ચાર ખરાબ કામ.....

ન ખાવા યોગ્ય આહારઃ-

-એવું માનવામાં આવે છે કે શુદ્ધ આહારથી વિચાર અને વ્યવહાર પણ પવિત્ર બને છે. એટલા માટે સંકેત છે કે યથાસંભવ સાદુ, શાકાહારી અને તાજુ ભોજન ગ્રહણ કરવાથી સારા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ રહે છે. તેનાથી વિપરિત દૂષિત કે અપવિત્ર ભોજન ગ્રહણ કરવાથી સ્વાસ્થ્ય અને જીવન માટે ઘાતક સાબિત થાય છે.

પ્રાણીઓની હિંસાઃ-

-ધર્મશાસ્ત્રોમાં અહિંસાને સુખી જીવન જીવવાનો આધાર માનવામાં આવે છે, જે સંવેદના, દયા અને ભાવનાઓને બરકરાર રાખી પ્રાણીઓને એકબીજા સાથે જોડે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સુખી જીવન માટે પ્રકૃતિ અને પ્રાણીઓનો ગાઢ સંબંધ જરૂરી છે. પરંતુ માનવીય જીવનના હિત પૂર્તિ માટે પ્રાણીઓને મારવા પ્રાકૃતિક અસંતુલન પેદા કરી માનવ જીવન માટે મોટુ સંકટ બનાવે છે.

બેકારના કામોમાં ભાગ લેવોઃ-

-આસળ, સમય પસાર કરવા કે અકર્મણ્યતાની સ્થિતિમાં નિરર્થક, ખરાબ અને સુખદ પરિણામો ન આપનાર કાર્ય કરવાથી સમય અને ઊર્જાને નષ્ટ કરે છે. જેનાથી જીવનમાં દુઃખ, અસફળતા અને નિરાશામાંથી જ પસાર થવું પડે છે.

બીજાનું ધન હડપવું-

-લોભ, લાલચ, સ્વાર્થ કે દ્વેષતાને લીધે બીજાના ધન ઉપર કબજો કરવો કે કોઈ પણ રૂપમાં ધનહાની અનંત, ઊંડા દુઃખ, અપયશ ત્યાં સુધી કે તેનાથી પેદાથી દુશ્મની ચાલતા જીવન માટે ખતરો સાબિત થઈ શકે છે.

વૈદિકકાળના 10 મહાન ઋષિઓની મહાનતા કંઈક આવી હતી...................!

Dharm Top 10 Vedic Rishi Muni Vishvamitra, Angira, Vashishtha, Jamdagni, Kashyap, Nar Narayan, Parashar............................


વૈદિકકાળના 10 મહાન ઋષિઓની મહાનતા કંઈક આવી હતી...................!


આ ઋષિમુનીઓએ આપણા આધુનિક વિજ્ઞાનને પાછળ રાખી દે તેવી શોધો કરી હતી જેમાં ચિકિત્સાશાસ્ત્ર અને વિમાન સંચાલન પણ મુખ્ય હતા

આપણે ઋષિમુનીઓની મહાતનાની વાતો તો સાંભળીએ છીએ પરંતુ તેમને શું-શું કર્યું, શા માટે તેઓ મહાન કહેવાયા તેના વિશે લોકો ઓછું જાણે છે. ઊંડું ધાર્મિક જ્ઞાન ન ધરાવતા લોકો ઋષિઓની મહાનતા જાણી નથી શકતા કારણ કે ઋષિઓ વિશેની સંપૂર્ણ માહિતી સંસ્કૃત ભાષામાં જ કહેવામાં આવી છે. આજે અમે તમને ઋષિ-મુનીઓ કેમ આટલા મહાન બન્યા તે વિશે ટુંકમાં માહિતી આપવા પ્રયાસ કરીશું.

ભાગવતગીતામાં કહેવામાં આવ્યું છે કે જેનું મન દુઃખથી ઘબરાતું નથી, જે સુખની ઈચ્છા નથી કરતા અને જે રાગ, ભય અને ક્રોધ રહિત છે, એવા નિશ્ચલ બુદ્ધિવાળા લોકો ઋષિ કહેવાય છે. રાગ, દ્વેષ-રહિત સંતો, સાધુઓ અને ઋષિઓને મુની કહેવાય છે. મુનીઓને યતિ, તપસ્વી, ભિક્ષુ અને શ્રમણ પણ કહેવાય છે. વૈદિકકાળમાં કેટલાક એવા ઋષિ થયા છે જે કોઈને કોઈ પ્રકારે પ્રસિદ્ધ રહ્યા છે તેમાંથી જ કેટલાક ઋષિઓ વિશે મહત્વપૂર્ણ જાણકારી કંઈક આ પ્રકારે છે.

આગળ વાંચો ઋષિઓની મહાનતા વિશે....

અંગિરાઃ- ઋગ્વેદના પ્રસિદ્ધ ઋષિ અંગિરા બ્રાહ્માના પુત્ર હતા. તેમના પુત્ર બૃહસ્પતિ દેવતાઓના ગુરુ હતા. ઋગ્વેદ પ્રમાણે ઋષિ અંગિરાએ સર્વપ્રથમ અગ્નિ ઉત્પન્ન કરી હતી.

વિશ્વામિત્રઃ- ગાયત્રી મંત્રનું જ્ઞાન આપનાર વિશ્વામિત્ર વેદમંત્રોના સર્વપ્રથમ દ્રષ્ટા માનવામાં આવે છે. આયુર્વેદાચાર્ય સુશ્રુત તેમના પુત્ર હતા. વિશ્વામિત્રની પરંપરા ઉપર ચાલતા ઋષિઓએ તેમના નામને ધારણ કર્યું. આ પરંપરા અન્ય ઋષિઓની સાથે પણ ચાલતી રહી.

વશિષ્ટઃ- ઋગ્વેદના મંત્રદ્રષ્ટા અને ગાયત્રીના મહાન સાધક વશિષ્ટ સપ્તઋષિઓમાંથી એક છે. તેમની પત્ની અરુંધતી વૈદિક કર્મોમાં તેમની સહભાગી હતી.


કશ્યપઃ- મારીચ ઋષિના પુત્ર અને આર્ય નરેશ દક્ષની 13 કન્યાઓના પુત્ર હતા. સ્કંદ પુરાણના કેદારખંડ પ્રમાણે તેમનાથી દેવ, અસુર અને નાગોની ઉત્પત્તિ થઈ સ

જમદગ્નિઃ- ભૃગુપુત્ર જમદગ્નિના ગોવંશની રક્ષા ઉપર ઋગ્વેદના 16 મંત્રોની રચના કરી છે. કેદારખંડ પ્રમાણે તેઓ આયુર્વેદ અને ચિકિત્સાશાસ્ત્રના પણ વિદ્વાન હતા.

અત્રિઃ- સપ્તર્ષિઓમાં એક ઋષિ અત્રિ ઋગ્વેદના પાંચમા મંડળના મોટાભાગના સૂત્રોના ઋષિ હતા. તેઓ ચંદ્રવંશના પ્રવર્તક હતા. મહર્ષિ અત્રિ આયુર્વેદના આચાર્ય પણ હતા.

આગળ વાંચો અન્ય ઋષિઓ વિશે....

નર અને નારાયણઃ- ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા આ ઋષિ ધર્મ અને માતામૂર્તિ દેવીના પુત્ર હાત. નર અને નારાયણ બંને ભાગવત ધર્મ તથા નારાયણ ધર્મના મૂળ પ્રવર્તક હતા.

પરાશરઃ- ઋષિ વશિષ્ઠના પુત્ર પરાશર કહેવાય, જે પિતાની સાથે હિમાલયમાં વેદમંત્રોના દ્રષ્ટા બન્યા. તેઓ મહર્ષિ વ્યાસના પુત્ર હતા.

ભારદ્વાજઃ- બૃહસ્પતિના પુત્ર ભારદ્વાજને યંત્ર સર્વસ્વ નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં વિમાનનું નિર્માણ, પ્રયોગ તથા સંચાલનના સંબંધમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. તેઓ આયુર્વેદના ઋષિ હતા તથા ધન્વંતરી તેમના શિષ્ય હતા.

24.6.14

તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?

Your Mobile Number Can Change Your Life Make Lucky Number Your Life


તમારો મોબાઈલ નંબર ક્યાંક તમને નુકસાન તો નથી પહોંચાડી રહ્યો......................?


રાજકીય ક્ષેત્રે ઝંપલાવવું હોય તો 3, 4 અને 8 અંકવાળો મોબાઈલ નંબરને સામેલ કરો
-રમત-ગમતમાં મેડલ જીતવા હોય તો 2, 6 અને 7 અંકોને પોતાના નંબરમાં સામેલ કરો
-રચનાત્મક કામોમાં આગળ વધવું હોય તો 1, 3 અને 9 નંબરને મોબાઈલ નંબરમાં સામેલ કરો

શું તમને ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમારો મોબાઈલ નંબર પણ તમારી કિસ્મતને પ્રભાવિત કરી શકે છે? જો અત્યાર સુધી તેની ઉપર તમે વિચાર ન કર્યો હોય તો હવે એકવાર જરૂર આ વિશે વિચારી જો જો કારણ કે જે પ્રકારે ગ્રહ નક્ષત્રોનો પ્રભાવ આપણી ઉપર પડે છે એ જ રીતે અંક પણ આપણા વ્યક્તિત્વ અને ભાગ્યને પ્રભાવિત કરે છે.

1 થી 9 નંબર સુધી જે અંક તમારી જન્મદિનની તારીખનો હોય તેને તમે પોતાના મોબાઈલ નંબરનો ભાગ બનાવીને અંકોની સાથે સંતુલિત કરો. એ અંક જે તમારી જન્મ-કુંડળીમાં એકથી વધુ વાર આવે છે, તમે મોબાઈલ નંબર પસંદ કરતી વખતે તેનાથી બચવું જોઈએ. આથી જો જન્મ-દિવસની તારીખ 2 એપ્રિલ 1987 છે(સરવાળો આવે 31, 3+1=4), તેનો અર્થ એ છે કે તમારા મોબાઈલ નંબરનો સરવાળો અંક 4 બેવાર નહીં આવવો જોઈએ.

આગળ આપેલ વાંચો કેવી રીતે અસર કરે છે તમારો મોબાઈલ નંબર....

અંક-1- એક વ્યક્તિ જેના મોબાઈલ નંબરના સરવાળામાં અંક 1 આવતો હોય તો તે વધુ વાતોડિયો બનશે, એ હદ સુધી કે તે પોતાના બોસની સાથે પોતાના સંબંધો બગાડીને પોતાની નોકરી ખોઈ શકે છે.

અંક-2- અંક-2 વાળા વ્યક્તિ પોતાના સંબંધો તરફથી વધુ અપેક્ષાઓ રાખે છે, જેના લીધે તેઓ નુકસાન પહોંચાડતા અનેક વ્યક્તિઓ સામે નબળા પડી જાય છે. ડિમાન્ડ વધુ ન કરો જેથી વધુ દુઃખી ન થવું પડે.

અંક-3- તમારા મોબાઈલ નંબરમાં 3 વધુ પ્રમાણમાં આવતો હોય તો તે તમારી રચનાત્મકતા એટલી વધી જશે કે તમે પોતાના પરિવાર પ્રત્યે લાપરવાહ બની જશો.

અંક-4- અંક 4 વધુ પ્રમાણમાં આવતો હોય તો તમને આ નંબર વધુ અતિ વિશ્લેષણાત્મક વ્યક્તિ બનાવી દેશે.

અંક-5- જો તમારા મોબાઈલ નંબરનો સરવાળામાં અંક 5 વધુ પ્રમાણમાં હોય તો તમે પોતાના વ્યવસાય માટે જે પણ ક્ષેત્ર પસંદ કરશો તેમાં સંતુલન બનાવી રાખવામાં તમે નિષ્ફળ રહી શકો છો.

અંક-6- અંક-6 શુક્રનો અંક છે, એટલા માટે અંક 6 તમારા માટે ઘણી નવી તકો લાવશે પરંતુ તમે તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહેશો.

અંક-7-તમારા નંબરમાં સાત નંબરનો અતિરેક વારંવાર હોય તો તમારા રુમાની(રોમાન્ટિક) સંબંધોને અસ્થિર બનાવે છે.

અંક-8- અંક-8નો અતિરેક તમને અતિશય આચોલક બનાવી દે છે.

અંક-9-અંક-9નો અતિરેક તમને માત્ર સકારાત્મક પરિણામ સારું ફળ અંક 9માં જ મળશે તે તમને પરોપકારી બનાવે છે. પરંતુ તેની કિમત બદલામાં ચુકવવી પડે છે.

તમારે કયો નંબર પસંદ કરવો જોઈએઃ-

મોબાઈલ નંબરનું યોગ્ય સંયોજન પસંદ કરી તમે પસંદ કરેલ કેરિયરને સફળ બનાવો. જો તમે એકેડેમિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હો તો 4, 9 અંકને તમારા મોબાઈલમાં વધુ સામેલ કરો. જો તમે પોતાના રચનાત્મક સર્જનને વધારવા માગતા હો તો અંક 1, 3 અને 9ને અંકને જરૂર સામેલ કરો.

જો તમે રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા માગતા હો તો ખાસ કરીને 3, 4 અને 8 અંકોને સામેલ કરો. જે ખેલાડીઓ રમત-ગમત ક્ષેત્રે મેડલ જીતવા માગતા હોય તેમને 2, 6 અને 7 અંકોને પોતાના અંકમાં જોડવો જોઈએ.