17.9.13

પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ !

પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું મહત્ત્વ !


    શ્રાદ્ધ કહીએ એટલે ઘણાં લોકોના મનમાં ‘અશાસ્ત્રીય કર્મકાંડ’ એવી તે સંદર્ભમાં ભૂલભરેલી છાપ ઉમટે છે. કેટલાક જણ ‘શ્રાદ્ધ કરવા કરતાં ગોરગરીબોને અન્નદાન અથવા એકાદ નિશાળને સહાય કરો’, એમ સૂઝાડે છે ! એવું કરવું એટલે, ‘એકાદ રોગી પર શસ્ત્રક્રિયા કરવાને બદલે અમે ગરીબોને અન્નદાન કરીશું, શાળાને દાન આપીશું’, એવું કહેવા બરાબર છે. શ્રાદ્ધ કરવું, એટલે ધર્મપાલન કરવાનો જ એક ભાગ છે. શ્રાદ્ધ વિશે હિંદુઓમાં રહેલી ગેરસમજ દૂર કરીને તેમને શ્રાદ્ધ વિશે શાસ્ત્રીય માહિતી મળે, તે માટે આ લેખ....
--------------------
શ્રાદ્ધનું મહત્ત્વ
    કળિયુગમાં મોટાભાગના લોકો સાધના કરતા ન હોવાથી માયામાં પુષ્કળ જકડાઈ ગયા હોય છે.  ધર્મશાસ્ત્ર અનુસાર અતૃપ્ત પૂર્વજોની ઇચ્છા-આકાંક્ષા શ્રાદ્ધવિધિ દ્વારા પૂર્ણ કરીને તેમને આગળની ગતિ પ્રાપ્ત કરાવી આપવી, એ શ્રાદ્ધ કરવા પાછળનો મહત્ત્વનો ઉદ્દેશ છે.
--------------------------
શ્રાદ્ધ કોણે કરવું ?
૧. શાસ્ત્રએ પ્રત્યેક વ્યક્તિને પોતાના મૃત માતા-પિતાનું શ્રાદ્ધ અને મહાલય કરવાનો અધિકાર પ્રદાન કર્યો છે.
૨. મૃત વ્યક્તિના સગાંસંબંધીઓ જો વિભક્ત હોય (તેમની રસોઈ જુદી -જુદી બનતી હોય), તો શ્રાદ્ધ માટે એકઠા થઈને આ વિધિ કરવાથી બધાને લાભ થાય છે. આ સંભવ નહીં હોય, તો પ્રત્યેકે જુદો-જુદો શ્રાદ્ધવિધિ કરવો જોઈએ.
    છોકરો (જનોઈ ન લીધી હોય તો પણ), છોકરી, પૌત્ર, પ્રપૌત્ર, પત્ની, સંપત્તિમાં ભાગીદાર રહેલી છોકરીનો છોકરો, સગો ભાઈ, ભાઈનો છોકરો, કાકાના છોકરાનો છોકરો, પિતા, માતા, વહુ, મોટી અને નાની બહેનના છોકરા, મામા, સપિંડ (સાત પેઢી સુધીના કુળના કોઈ પણ), સમાનોદક (સાત પેઢી પછીનાં ગોત્રનાં કોઈ પણ), શિષ્ય, ઉપાધ્યાય, મિત્ર, જમાઈ ક્રમથી પહેલાં નહીં હોય, તો બીજાએ શ્રાદ્ધ કરવું. એકત્ર કુટુંબમાં કર્તા વડીલપુ‚ષે (કુટુંબમાં ઉંમરમાં મોટા અથવા બધાના ભરણપોષણનું દાયિત્ત્વ રહેલા વ્યક્તિ) શ્રાદ્ધ કરવા. છૂટા થયા પછી દરેકે સ્વતંત્ર શ્રાદ્ધ કરવું. પ્રત્યેક મૃત વ્યક્તિ માટે શ્રાદ્ધ કરાય અને તેને સદૃગતિ મળે, એવી પદ્ધતિ
હિંદુ ધર્મએ તૈયાર કરી છે.
 --------------------------
શ્રાદ્ધ ક્યારે કરવું ?
 ૧. ‘સામાન્યપણે દર વર્ષે મનુષ્યનાં મરવાની તિથિને દિવસે (અંગેજી તારીખ અનુસાર નહીં, તો હિંદુ પંચાંગ પ્રમાણેની તિથિએ) શ્રાદ્ધ કરવું. મૃત્યુતિથિ ખબર ન હોય, પણ ફક્ત મહિનો ખબર હોય, એવે સમયે તે મહિનાનાં અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું.
૨. મૃત્યુતિથિ અને મહિનો બંને ખબર ન હોય, તો મહા અથવા માગશર અમાસનાં દિવસે શ્રાદ્ધ કરવું.
૩. નિશ્ચિત મૃત્યુુતિથિ ખબર ન હોય, મૃત્યુની બાતમી મળેલાં દિવસે શ્રાદ્ધ કરવું.
૪. પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું જોઈએ. તે ઉદકથી, એટલે પિતરોને તર્પણ કરીને પણ કરી શકાય છે.
૫. પિતરોનું શ્રાદ્ધ દરરોજ કરવું અશક્ય હોય, તો દર્શશ્રાદ્ધ કરવું. એનાથી નિત્ય શ્રાદ્ધની સિદ્ધિ થાય છે. દર્શ એટલે અમાસ. દર્શશ્રાદ્ધ એટલે દર મહિનાનાં અમાસનાં દિવસે કરવાનું શ્રાદ્ધ.
૬. દર મહિને દર્શશ્રાદ્ધ કરવું અશક્ય હોય, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાનાં અમાસનાં દિવસે તો કરવું જ.
૭. દર્શશ્રાદ્ધ ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાનાં અમાસના દિવસે કરવું શક્ય ન હોય તો ભાદરવા મહિનાનાં પિતૃપક્ષમાં મહાલય શ્રાદ્ધ તો અવશ્ય કરવું. તે પણ અશક્ય હોય તો,ભાદરવો મહિનાનાં અમાસનાં દિવસે (સર્વ પિતૃ અમાસને દિવસે) તો શ્રાદ્ધ કરવું જ.
 -----------------------------------
શ્રાદ્ધ માટે યોગ્ય સ્થાન કયું છે ?
     વનમાં, પુણ્યસ્થાન પર અથવા બને તો પોતાના ઘરમાં ભોંયતળિયે શ્રાદ્ધ કરવું. પ્રસંગે અન્યના ઘરમાં તેમની અનુમતિ લઈને શ્રાદ્ધ કરીએ તો પણ ચાલે.
 ---------------------------------
શ્રાદ્ધ માટેની યોગ્ય જગા કઈ ?
 ૧. દક્ષિણ બાજુએ ઉતરતી એવી જગા શ્રાદ્ધ માટે સારી હોય છે.
૨. ગાયનાં છાણથી લીંપેલી, તેમ જ કીડા વગેરે પ્રાણી અને અપવિત્ર વસ્તુઓ વિનાની ભૂમિ શ્રાદ્ધ માટે સારી હોય છે.
૩. જે જગ્યા કોઈ પણ વ્યક્તિની માલિકીની ન હોય એવા ઠેકાણા, એટલે વનો, પર્વત, નદીઓ, તીર્થો, મોટાં સરોવરો, દેવાલયો એ ઠેકાણે શ્રાદ્ધ કરવામાં વાંધો નથી.
 ------------------------------
શ્રાદ્ધ માટે લાગનારાં ઉપકરણો
     સર્વસાધારણ ઉપકરણો (શ્રાદ્ધદ્રવ્યો) આસન, ત્રણ થાળીઓ, લોટો, આચમની-પંચપાત્ર, દર્ભ, સફેદ ઉન, વસ્ત્ર, ધોતર, જનોઈની જોડી, પંચો, શાલ, ચાદર, સફેદ ગંધ, ઘસેલું ગોપીચંદન, કાજળ અથવાં સુરમા, કપુર, ધૂપ, દીપ, સુવાસિક સફેદ ફુલો, માકા, તુલસી, સોપારી, અગસ્તીનાં પાન, નાગરવેલની ડીંટા સાથેની પાનો, સાતુ, વ્રીહી (ન સડેલાં ચોખા), યવ (જવ), ઉડદ, ઘઉં, સાવ, મગ અને રાઈ, મધ, છૂટાં પૈસા, ભસ્મ, કેળાંનાં પાન અથવા મોહાની પત્રાવળી, કેળાંનાં દડિયા, તૈયાર થયેલી રસોઈ, ઘી અને સમય અનુસાર દક્ષિણા.
 ------------------------------------
પિંડ કેવી રીતે બનાવવા ?
     ભાતમાં તલનું પાણી, વડા અને ખીર નાખીને, ભાત ભૂંસીને સાધારણપણે લિંબુ જેટલાં ગોળ, ફૂટી ન જાય એવાં, સરસ ઘટ્ટ પિંડ બનાવવાં. પિતૃત્રયી માટે થોડાં મોટા પિંડ કરવાની પદ્ધતિ છે; તે કૃતજ્ઞતામૂલક છે. પિંડ માટે શ્રાદ્ધને માટે બનાવેલાં બધાં અન્નમાંથી થોડો થોડો ભાગ લેવો, એવું શાસ્ત્ર છે. શ્રાદ્ધમાં મુખ્ય પિંડ પહેલાની ત્રણ પેઢીઓ માટે જ હોય છે, તો પણ તેની આગળની પેઢીઓમાંથી કોઈને ગતિ મળી ન હોય તેને માટે શ્રાદ્ધમાં ધર્મપિંડ અપાય છે. આવી રીતે શ્રાદ્ધ એ હિંદુ ધર્મમાં કહેલી એક પરિપૂર્ણ વિધિ છે.
નીચે આપેલી અયોગ્ય કૃતિઓ ન કરવી
૧. પિંડદાન ઉપરાંત પિંડને પાણીમાં વિસર્જિત ન કરવું
૨. પિંડોને નૈવેદ્ય‚પમાં અર્પણ કરેલા ખીર-વડાનું ઘરના સદસ્યો દ્વારા સેવન ન કરવું
    કેટલાંક અભ્યાસહીન પુરોહિત આ પ્રકારની અશાસ્ત્રીય કૃતિઓ કરવાનું કહે છે અને યજમાન પણ તેમની સાથે સહમત હોય છે. તેને બદલે શાસ્ત્ર સમજી લઈને યોગ્ય પદ્ધતિથી કૃતિ કરવાથી તે આપણા અને પિતરો માટે પણ લાભકારી થશે. અજ્ઞાનને કારણે આવી અશાસ્ત્રીય કૃતિ થાય નહીં, તે બાબતે ધ્યાન રાખવું.
 ------------------------------------
શ્રાદ્ધકર્મવિધિથી થનારા લાભ
 ૧. પિતૃઋણ ચૂકવવામાં આવે છે.
૨. ‘શ્રાદ્ધવિધિ’ શુભ, કલ્યાણકારક, પુત્ર અને યશ પ્રદાન કરનારો પિતૃયજ્ઞ છે. બધાએ આ પિતૃયજ્ઞ,
દર મહિને કરવો જોઈએ. (વ્રત-શિરોમણિ, પૃ. ૬૬/૩૪૬.)
 ---------------------------------------------------
શ્રાદ્ધપક્ષની સાથે જ પ્રતિદિન સાધના પણ કરવી  !
     શ્રાદ્ધવિધિ કરવાથી પૂર્વજોને ગતિ મળે છે. માનવીનો જન્મ જ મૂળમાં ઈશ્વરપ્રાપ્તિ કરવા માટે એટલે જ કે સાધના કરવા માટે થયો છે. તે માટે આજે જ નહીં પણ હમણાથી જ સાધનાનો આરંભ કરવો.
-----------------------------------------
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
http://mahuv.blogspot.in/ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290