20.9.13

ઓઝોન

વિશ્વ ઓઝોન દિવસ


1994માં, યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ, 1987માં મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાના સ્મરણમાં,
16 સપ્ટેમ્બરને "વિશ્વ ઓઝોન દિવસ" તરીકે જાહેર કરવાનું ઠરાવ્યું.

પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર
 વિશ્વમાં 16 સપ્ટેમ્બરના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ’’ તરીકે ઊજવવામાં આવે છે.

ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટર ઊંચે હોય છે.
 સૂર્યનાં કિરણોમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાનું નિયમન કરવાનું કામ આ ઓઝોન
પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ગળાઇને મંદ પડે છે. નહીં તો ચામડી ઉપર ખંજવાળ જેવા
લાંબા ગાળાની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.

માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઇ રહેલી વિપરીત અસરોમાં પૃથ્વીના ઓઝોન
વાયુનાં પડમાં ગાબડાં પડ્યાં હોવાનો વૈજ્ઞાનિક મત છે. આથી વૈશ્વિકસ્તરે વિજ્ઞાનમાં શ્રદ્ધા
 રાખનારા સમુદાયોના ­પ્રયત્નોથી આ દિશામાં રચનાત્મક અભિગમ ઊભો કરવાનો જનમત કેળવાઇ રહ્યો છે.

તા.16-9-1987ના મોન્ટ્રીઅલ કરાર મુજબ ઓઝોન વાયુના પડને પાતળું બનાવતાં કે નુકસાન કરતાં
પદાર્થોનો ઉપયોગ ક્રમશઃ ઘટાડવાનું સ્વીકારવામાં આવ્યું છે. આવા પદાર્થોને અગ્રેજીમાં ટૂંકમાં ઓડીએસ
(ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીઝ) કહે છે. એરોસોલવાળી પેદાશોની બનાવટમાં, શ્વાસોચ્છવાસ માટેના કૃત્રિમ
યંત્રોમાં વપરાતાં પદાર્થોની બનાવટમાં, રેફ્રિજરેટરમાં, એરકન્ડિશનરમાં, અગ્નિશામક ઉપકરણોમાં, ફીણનો
 ફુવારો છાંટવાનાં સાધનોમાં, ભેજ ઓછો કરવાના ડીહ્યુમીડીફાયરમાં, વોટરકૂલરમાં, બરફનાં મશીનમાં,
 કોમ્પ્રેસરમાં, છંટકાવની બનાવટમાં તથા સફાઇ કરવાના પદાર્થોને ઓગાળવાનાં માધ્યમ (સોલવન્ટ)
તરીકે આવા ઓડીએસ પદાર્થો વપરાય છે.

રાષ્ટ્ર સમૂહના દેશોની સામાન્ય સભાના ઠરાવ મુજબ ઉપરોકત મોન્ટ્રીઅલ કરારનાં ઉમદા હેતુની કામગીરી
ચાલુ રાખવા તથા સમગ્ર વિશ્વનું ધ્યાન દોરીને જનજાગૃતિ કેળવવા માટે પ્ર­તિ વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસને
 આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઓઝોન પડ જાળવણીદિન તરીકે ઊજવવાનુ઼ં નકકી કરવામાં આવ્યું છે.

ઉદ્યોગો તેમના ઉત્પાદનની બનાવટોમાં ઓઝોન પડને નુકસાન ન કરે તેવી આધુનિક પદ્ધતિઓ અપનાવે તે મહત્વનું છે. માત્ર પર્યાવરણમિત્ર ગણાતા, સલામત પદ્ધતિવાળાં સાધનો કે ઉપકરણો જ ખરીદવાની ગ્રાહકોએ માંગણી કરવી જોઇએ. ઉદ્યોગોએ આધુનિક પદ્ધતિવાળાં સાધનો વાપરવાં જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓઝોન પડની જાળવણી બાબતે વકતૃત્વસ્પર્ધાઓ, પોસ્ટર્સ સ્પર્ધાઓ, ચર્ચાઓ વગેરે કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઇએ.

રેફ્રિજરેટર અને એરકન્ડિશનર સાધનોના નિભાવ અને જાળવણી દરમિયાન ઓડીએસ કે તેના વાયુસ્વરૂપને
વાતાવરણમાં છોડવાને બદલે તેનો પુનઃવપરાશ કરવા, નવેસરથી વાયુ ભરવાને બદલે માત્ર ખૂટી ગયેલા
વાયુનો જથ્થો ઉમેરવા, આ સાધનો કે કોલ્ડ સ્ટોરેજ જેવા પ્લાન્ટ જર્જરિત બને ત્યારે તેની મરામત કરવાને
 બદલે તેનો વપરાશ બંધ કરી તેનો નિકાલ કરવા અને ઓઝોન ફ્રેન્ડલી સાધન સામગ્રી વસાવવા તથા ઓઝોન
 પડનું રક્ષણ કરતી કે જાળવણી કરતી બનાવટોની ઉપલબ્ધિ અને નિયંત્રણનાં પગલાંની માહિતીનો ­પ્રચાર કરવો,
વગેરે કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે.
-----------------------------

ઓઝોન (O3 અથવા ત્રિપ્રાણવાયુ) ત્રણ પ્રાણવાયુ પરમાણુથી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે.
તે પ્રાણવાયુનું એક અપરરુપ છે જે બે પરમાણુ વાળા અપરરુપ (allotrope) દ્વિપ્રાણવાયુ (પ્રાણવાયુ વાયુ)
જેટલું ચિરસ્થાયી નથી. ઓઝોન સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપમાં હોય છે. ઓઝોન પ્રાણીઓના
શ્વસનતંત્રમાં જવાથી કે વનસ્પતીના સંપર્કમાં આવવાથી હાનિકારક અસર કરે છે આથી ક્ષોભમંડળ
(tropsphere)માં તેને પ્રદૂષણ માનવામાં આવે છે. સમતાપમંડળ (stratosphere)માં સૂર્યના
પારજાંબલી કિરણોને અવશોષી પૃથ્વી પર આ કિરણોથી જીવનનું રક્ષણ કરે છે.
------------
ઇતિહાસ

ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી.
તેમણે જણાવ્યું કે પાણીનાં વિધુત વિઘટન દરમ્યાન આવતી વાસ બે વિધુત ધ્રુવ વચ્ચે થતા તણખાઓને
કારણે છે[૧]. તેમણે આ શોધ વૈજ્ઞાનીક જગત સામે રાખતી વખતે જણાવ્યુ કે આ ગંધ વિધુત વિઘટન
 માટેના પ્રવાહી કે તેની અશુધ્ધીઓ પર આધાર નથી રાખતી આથી તેનું ઉદ્ગમ હવામાં મોજુદ
વાયુઓના વિધુત વિઘટન દ્વારા ઉત્પન્ન થતા વાયુમાં હોવુ જોઇએ. તેનું નામ તેની વિલક્ષણ ગંધ
 માટેના ગ્રીક શબ્દ ઓઝેઇન પરથી રાખવામાં આવ્યું છે. તેના અણુસૂત્રની શોધ ઇ.સ. ૧૮૬૫માં
જેક્સ-લુઇસ સોરેટે કરી.
ઇ.સ. ૧૮૭૮માં વૈજ્ઞાનિક કોર્નુએ જણાવ્યુ કે પૃથ્વીની સપાટી પર મળતા સૂર્ય પ્રકાશના તરંગોમાં
પારજાંબલી કિરણોના ન હોવા માટે વાતાવરણમાં પ્રકાશનું અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦માં
 વૈજ્ઞાનિક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇના વિધુતચુંબકીય
 તરંગોનું અવશોષણ કરે છે, જે કોર્નુએ જણાવેલા વાતાવરણમાં પ્રકાશના અવશોષણ માટે જવાબદાર છે.
------------------
ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો

ઓઝોન એક ઝાંખા આસમાની રંગનો વાયુ છે જે પાણીમાં અંશત: દ્રાવ્ય છે.
 અધ્રુવિય દ્રાવણો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ફ્લોરોકાર્બનમાં તે ખુબ દ્રાવ્ય છે,
અને તેમની સાથે મળી વાદળી રંગનું દ્રાવણ બનાવે છે. ઓઝોન વાયુનું ઉત્કલનબિંદુ -૧૧૨ °C છે
 અને ગલનબિંદુ -૧૯૩ °C છે. આ તાપમાનથી નીચે તે અનુક્રમે ગાઢા આસમાની સ્વરૂપનું પ્રવાહી
 અને કાળા-જાંબલી રંગના ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. ઘન કે પ્રવાહી ઓઝોનને ગરમ કરી ઉત્કલનબિંદુ
 પર લાવવું ખતરનાક હોય છે કારણ કે ઓઝોન વાયુમાં સ્વયંભૂ વિસ્ફોટ થઇ શકે છે.
------------------------
આણ્વિક સંરચના

ઓઝોન અણુ અરેખિય સંરચના અને C૨v પ્રતિસામ્યતા ધરાવે છે. ઓઝોનમાં O - O અંતર ૧૨૭.૨
 pm અને O - O - O વચ્ચે નો ખૂણો ૧૧૬.૭૮° હોય છે. ઓઝોન એક ધ્રુવિય અણુ છે. તેની ધ્રુવિયતા
૦.૫૩ D છે. મધ્યના પ્રાણવાયુ પરમાણુની વીજાણુ કક્ષા એક માત્ર વીજાણુ જોડી વાળી sp2 સંકર સંરચના છે.
રાસાયણિક બંધન એક તરફ અનુનાદ સંકર એક બંધ તો બીજી તરફ દ્વિબંધ હોય છે જેથી સરેરાશ દોઢ બંધ
પ્રતિ જોડી મળે છે.
-----------------


જો ઓઝોનની માત્રા ૦.૦૧ μmol/molથી વધુ હોય તો મનુષ્ય તેની ક્લોરિન-બ્લીચને મળતી વાસ અનુભવી
 શકે છે. જો માત્રા ૦.૧ થી ૧ μmol/mol વચ્ચે હોય તો તે માથામાં દુખાવો, આંખોમાં બળતરા અને નાક-ગળામાં
પીડા કરે છે. ઓઝોનની સુક્ષ્મ માત્રામાં પણ રબર, પ્લાસ્ટિક અને પ્રાણીઓના ફેફસાંની કોષિકાઓને નુકશાન
પહોંચાડે છે.
પ્રાણવાયુ કે જે એક પેરામેગ્નેટીક પદાર્થ છે, ઓઝોન તેનાથી વિપરીત એક ડાયામેગ્નટીક પદાર્થ છે.
----------------------------

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290