વ્યક્તિનો વિકાસ
"વ્યક્તિનો વિકાસ સમાજનો વિકાસ"
વ્યક્તિએ સમાજનું એક અભિન્ન અંગ છે, તે છતાં તે સમાજ સાથે સંકળાયેલ છે. દરેક વ્યક્તિના આચરણની અસર સમાજ પર પણ પડે છે. દા.ત. સ્વામી વિવેકાનંદ, આલ્બર્ટ આઇનસ્ટીન. એમના આચરણથી સમાજનો વિકાસ વધી ગયો. વિવેકાનંદની વિચારધારણાથી અને જ્ઞાનથી ભારતના તત્ત્વજ્ઞાનનો પ્રકાશ દુનિયાના બીજા દેશોમાં પણ થયો અને શાન વધી. તેમજ આઇનસ્ટીન. એમના આચરણથી સમાજનો વિકાસ વધી ગયો. વિવેકાનંદની વિચારધારાણાથી અને જ્ઞાનથી ભારતના તત્ત્વજ્ઞાનનો પ્રકાશ દુનિયાના બીજા દેશોમાં પણ થયો અને શાન વધી. તેમજ આઇનસ્ટીનની શોધખોળથી દુનિયામાં સમાજની રહેણી કરણી બદલાબ ગઈ.આપણા વેદપુરાણોમાં પણ આની ચર્ચા કરવામાં આવેલ છે અને આપણા ઋષિમિનિઓ, રોજના પોતાના વર્તન અને વાણીથી પોતાના પ્રજા પર દાખલો બેસાડતા હતા. આજના ઝડપી જીવનમાં આપણે ક્યારે આનો વિચાર કર્યો છે કે :-
મારૂં વર્તન જેવું હોવું જોઇએ તેવું છે?
અહીં તમારૂં વર્તન કેવું હોવું જોઇએ અને તમારા વ્યક્તિત્વ વિકાસમાં ક્યા ક્યા મહત્ત્વના મુદાઓ ને તમારા વિકાસ પર કેવી રીતે અસર કરે છે, અને તમારૂં વર્તન, તમારા આજુ બાજુનું વાતાવરણ તમારા વ્યક્તિત્વ પર કેવું અસર કરે છે અને તેને કેવી રીતે સુધારી શકાય તે વિશેષ કેટલાક મુદાઓ અને તેની ચર્ચા કરવામાં આવી છે. જે તમારા વ્યક્તિત્ત્વના વિકાસમાં મદદ રૂપ થઈ પડશે.
સારા વકતા કેવી રીતે બની શકાય?
સારા વકતા બનવા માટે ધ્યાનમાં રાખો
O-Originality મૌલિકતા
R-Rational તર્કસંગત
A-Active ચપળ
T-Time-bound સમયપાલક
O-Open-minded પુર્વગ્રહિત
R-refined વિનય સંપન્ન
આકર્ષક વ્યક્તિત્વ માટે અસરકારક વક્તવ્યની કળા ખૂબ જ મોટો ભાગ ભજવે છે. ભવિષ્યમાં તમે તમારા જ્ઞાતિ મંડળના કોઇ હોદ્દેદાર બનો અથવા કોલેજ કાળ દરમ્યાન કોઇ હોદ્દોર સંભાળવા માંગતા હો તો ઘણી વખત તમો જાહેર સભામાં બોલવાનો પ્રસંગ પડશે. માર્કેટીગમાં કોઇ મોટા ગ્રુપને સંબોધવાનું હોય, ડૉકટરને કોઇ સેમીનારમાં ભાગ લેવાનો હોય ત્યા પણ વક્રતૃત્વ કલાની જરુર પડે છે. ઘણાં એમ માને છે કે વક્રતૃત્વ કલા કુદરતી બક્ષીશ છે અને દરેક વ્યક્તિ વકતા ન બની શકે પંરતુ યોગ્ય તાલિમ અને મહાવરાથી તથા ઇચ્છા શક્તિ હોય તો ભલે ચોટદાર ભાષણ ન થઈ શકે પંરતુ પ્રસંગાનુસાર અસરકારક વક્રતવ્ય આપવા જેટલી કુનેહ તો જરુર હાંસલ થઈ શકે છે- પ્રયાસ કરો, ડર દૂર કરે અને સારા વકતા બનવા માટે કામ કરસો.
સારા વકતા બનવા માટે નીચેના મુદા ધ્યાનમાં રાખો
વિષયની તૈયારી
તમારે જે વિષય ઉપર બોળવાનું હોય તેને લગતું વાંચન કરો અને મનન કરો. મિત્રો અને અનુભવીઓ સાથે ચર્ચા કરી નવા મુદદા મેલવવા પ્રયત્ન કરો. વિષયના મુદદાઓની નોંઘ કરો. મુદદા પર તમે શું બોલશો અને કેટલું બોલશો તેનો વિચાર કરો. તમારા વિષયને લગતું જેટલું તમે મનન કરશો તેટલો તમે સારો દેખાવ કરી શકશો. તમો દસ મિનીટનું પ્રવચન કરવાનું હોય તો તમારી પાશે બારથી તેર મિનિટ માટે બોલિ શકાય તેટલી સામગ્રી હોવી જોઇએ કારણ કે વાસ્તવમાં પ્રવચન વખતે તમારી ઝડપ વધવાની શક્યતા છે અથવા એકાદ મુદો છેલ્લી ઘડીએ પડતો મુકવો પડે.
સમયનું આયોજન
તમારો કેટલી માહિતી જોઇશે તેનું માપ કાઢવા માટે કોઇ પુષ્તક અથવા મેગેઝીનનું પાનું તમારી બોલવાની સામાન્ય ઝડપે મોટેથી વાંચી સમય નોંઘો. ત્રણ વખત વાંચી સમયની સરેરાશ કાઢો. આના ઉપરથી દસ મિનીટના વક્તવ્ય માટે કેટલાક પાનાની માહિતી તૈયાર કરવી પડશે તેનો અંદાજ લાવી શકશો.
ભાષાણ લખવાની રીત
લીંટીવાળા કાગળ ઉપર, તેની એકબાજુએ સુંદર અક્ષરે ભાષાણ લખો બને તે એક લીટી છોડી બીજી લીટી ઉપર લખવાનું રાખો જેથી સુધારા વધારા કરવામાં સગવડ રહે, યોગ્ય શબ્દો અને દ્રષ્ટાંતાનો ઉપયોગ કરો. અતિશય લાંબા વાકયો ના લખો અને ખુબ જ ટૂંકા વાક્યો પણ ના લખો. વાક્યની લંબાઇ અર્થ બરાબર સમજાય તેવી હોવી જોઇએ. કાવ્યપંક્તિ, સુવાકયનો ઉપયોગ કરો પંરતુ વાક્યે વાક્યે તેનો ઉપયોગ કરી અતિક્રમાંથી મુકત રહો. ખુબ જ આડંબરી અને અલંકારિક ભાષાનો ઉપયોગ વકતાને કોઇ વખત હાસ્યાસ્પદ બનાવી શકે છે તેનું ધ્યાન રાખો. સમયના આયોજન મુજબ લખાણ કરો અને અગત્યના મુદાઓ નીચે લાઇન દોરી રાખો જેથી તમે તેને બરાબર યાદ રાખી શકો.
આખી ઓપ
લખાણને વારંવાર મઠારી આખુ વ્યાખ્યાન તૈયાર કરો.
વક્તવ્યને વારંવાર વાંચી જાવ અને અગત્યના મુદાઓ એક કાર્ડ ઉપર લખી લો. કાર્ડ તમારી પાસે સહેલાઇથી રહી શકે તે સાઇઝમાં રાખો.
તમારા વ્યાખ્યાનને કંઠસ્થ કરો. અનુભવી વકતા બન્યા પછી તમારે આ મહેનત કરવી નહીં પડે. પંરતુ નવા વકતાને શરૂઆતમાં પુરતી તૈયારી કરવી જ જોઇએ. તમે વાચીને બોલવાના હો તો પણ વારંવાર વાંચવાનો મહાવરો કરો જેથી વાસ્તવિક પ્રવચન વખતે તમે ભાવપૂર્વક અને વાસ્તવિકતાથી વાંચી શકો. શક્ય હોય તો અરીસા સામે ઉભા રહી બોલવાનો મહાવરો કરો.
તમારા મિત્રો અથવા ઘરની વ્યક્તિયો પાસે એક વખત તમારૂં પ્રવચન વાંચી જાય અથવા બોલી જાવ.
જે જગયાએ તમારે વ્યાખ્યાન આપવાનું હોય ત્યાં આગલા દિવસે જઈ શક્ય હોય તો ત્યાંના વાતાવરણથી પરિચિત બનો.
શક્ય હોય ત્યાં સુધી વાંચ્યા સિવાય તમે વ્યાખ્યાન આપિ શકો તેવી તૈયારી કરો. હિંમત રાખો અને ’હું શ્રોતાઓને જીતીશ જ એવું વિચારો.
વ્યાખ્યાનના પહેલા ખુબ ભારે ખોરાક ના લો અથવા ભૂખ્યા પણ ના રહો. વ્યાખ્યાન પહેલા વધારે પડતાં ઠંડા કે ગરમ પીણા પીશો નહીં, તેના કારણે વ્યાખ્યાન દરમ્યાન તમને વધુ પરસેવો આવી શકે છે.
અવાજ:-
જાહેર વક્રતૃત્વ માટે અવાજ ખુબ જ મોટો ભાગ ભજવે છે. તમારો અવાજ સ્પષ્ટ, મધુર અને અસરકારક હોવો જોઇએ. તમારા પ્રવચન પહેલા અતિશય ઠંડુ પીણું અથવા ખૂબ જ તીખા અને ચીકાશવાળા પદાર્થો લેશો નહીં તે તમારા અવાજને નુકશાન પહોંચાડી શકે છે. શક્ય હોય તો પ્રવચન પહેલા મીઠાના પાણીના કોગળા કરી તમારા ગળાને ચોખ્ખું કરો, વ્યાખ્યાન દરમ્યાન તમારા શ્વાસ ઉપર કાબુ રાખો. માઇક ઉપર બોલતા હો તો તમારો શ્વાસ લેવાનો અવાજ બને ત્યાં સુધી સંભળાવવો ના જોઇએ.
ઉચ્ચાર:-
ઉત્તમ વકતા તેના ઉચ્ચારોનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે શબ્દ્કોષનો પ્રયોગ કરો. દા.ત. કૂલોને બદલે પુષ્પો શબ્દો વાપરો.
દ્રષ્ટાંત:-
ઉત્તમ વકતા યોગ્ય દ્રષ્ટાંતોનો ઉપયોગ કરી શ્રોતાઓને પોતાની વાત સરળતાથી સમજાવી શકે છે. તે પોતાની બુદ્રી અને હાસ્ય રસિકતાનો ઉપયોગ કરી શ્રોતાઓને જીતી લે છે.
હાવભાવ:-
વકતાને પોતાના વક્તવ્યને અનુરૂપ બોડી લેંગ્વેજનો પ્રયોગ કરતાં આવડતો જોઇએ. તમારી આંખોના, હાથનાં અને મુખના ભાવ ઘણું બઘું પ્રગટ કરી શકે છે. તમારા હાવભાવ નાટકીય ના હોવા જોઇએ. પંરતુ સાહજિક અને વાસ્તવિક હોવા જોઇએ.
પ્રવચન સમયે
તમારા વસ્ત્રો સુઘડ અને પ્રસંગને અનુરુપ હોવા જોઇએ. તમે શ્રોતાઓની સામે ઉભા રહો ત્યારે તમારૂ બાહય અસરકારક વ્યક્તિતત્વ શ્રોતાઓને પહેલેથી જ તમારી સાથે રાખે છે. શ્રોતાઓ તમને સરી રીતે જોઇ શકે તે રીતે સ્વસ્થતાપુર્વક ઉભા રહો. શ્રોતાઓની સામે જુઓ અને શોકસભા ન હોય તો સ્મિત આપો.
નવા નવા વકતા હો તો કદાય થોડો ’સ્ટેજ ફ઼્ઇયર’ હોઇ શકે પંરતુ ’હિંમતે મર્દા તો મદદે ખુદા’ એવું હકારાત્મક વિચારો. તમે જેટલું હકારાત્મક વિચારશો તે પ્રમાણે તમારૂ મગજ અને શરીર તમને સાથ આપે છે. સ્ટેજ ફ઼્ઇયર દુર કરવા માટે શ્રોતાઓમાંથી તમારી જાણીતી વ્યક્તિની સામે જોઇ બોલવાની શરુવાત કરો. બાકી બઘાને થોડી ક્ષણો માટે ધ્યાનમાં ન લેશો. શરૂઆતની ક્ષણોમાં તમે તમારી જાત ઉપર કાબૂ મેળવી લેશો તો પછી તમને કોઇ જ વાંધો આવશે નહી. અને તમે એક સારા વકતા પુરવાર થશે.
તમારા વ્યાખ્યાનની શરૂઆત શ્રોતાઓનું ધ્યાન ખેંચે તેવી હોવી જોઇએ. તમારી શરૂઆત આકર્ષક અને સહાયક હશે તો શ્રોતાઓનો સહકાર તમને પહેલેથી જ જીતી શકો છો. સૌને સ્પર્શે એવો પ્રશ્ન કરીને કોઇ આશ્ચર્યજનક વાત કરીને વિષયને અનુરુપ કવોટેશન અથવા ટુચકાનો પ્રયોગ કરીને તમે તમારા વ્યાખ્યાનની શરુઆત કરી શકો છો.
તમારા પ્રવચનનો મધ્યભાગ માહિતીસભર અને દ્રષ્ટાંતો સહિતનો હોવો જોઇએ. શ્રોતાઓને તમારા પ્રવચનમાંથી કોઇ નવી માહિતી મળતી હોય, તેમને કોઇ લાભ થતો હોય આનંદ મળતો હોય તો જ તેઓ તમને સ્વીકારશે. તમારૂં પ્રવચન સહાયક હશે તો જ શ્રોતાઓને માનસિક રિતે તમે હાજર રાખી શકશો નહીં તો તેઓ શારિરીક રીતે તમારી સામે હોવા છતાં માનસિક રિતે બીજે વિહરતાં હશે.
તમારા વકતૃત્વનો અંત શ્રોતાઓને વિચારતા કરે અને તમારા પ્રવચન માટે સંતોષ પામવાનો અનુભવ કરે તેવો જોઇએ. અંત તમે કોઇ ચોટદાર વાક્યો દ્વારા, કોઇ યોગ્ય કાવ્યપંક્તિ દ્વારા અથવા શાયરી દ્વારા કોઇ યોગ્ય ક્વોટેશન દ્વારા કરી શકો છો. અંત પાંચ-સાત વાક્યોનો હોવો જોઇએ, અંતે મારે કહેવાનું કે એમ કહી વીસ-પચીસ વાક્યો બોલશો નહીં.
વ્યાખ્યાન સમયે ધ્યાનમાં રાખો
શ્રોતાઓ સામે દૃષ્ટિ રાખીને બોલો.
સ્પષ્ટપણે, મિઠાશથી અને શ્રોતાઓ સાંભળી શકે તેવા અવાજથી બોલો.
યોગ્ય હાવભાવ સાથે બોલો
સમયનું ધ્યાન રાખો પંરતુ વાંરવાર ઘડિયાળ સામે ન જુઓ, તમે જેટલીવાર ઘડિયાળ સામે જોશો તેટલીવાર શ્રોતાઓ તેમના ઘડિયાળ જોશે
શ્રોતાઓને જીતવા પ્રયત્નશીલ રહો અને હિંમતથી પંરતુ નમ્રતાથી બોલો.
માઇકનો ઉપયોગ કરતાં હો તો માઇકથી ત્રણ-ચાર ઇંય મોં દૂર પંરતુ માઇકની બરાબર સામે મોં રાખીને બોલો. એક જ માઇક્રોફ઼્ઓન હોય તો ફ઼્ઓકીને ડાબી-જમણી બાજુ વારંવાર ફ઼્અરાવતા નહીં કારણ કે અવાજમાં વારંવાર ફ઼્એર પડશે. માઇક્રોફ઼્ઓન ઉપર ખુબ મોટેથી બોલશો નહીં, માઇક્રોફ઼્ઓન સાથે તમારા અવાજને એડજસ્ટ કરો.
પ્રવચનની શરૂઆતમાં ’ હું તમારી ફ઼્અકત ૨ મિનીટ લઈશ’ આવા વાક્યપ્રયોગથી દૂર રહો આવા વાક્યોનો કોઇ અર્થ નથી.
’મેં કંઇ તૈયારી કરી નથી પંરતુ તમને કંઇક કહેવા પ્રયત્ન કરીશ’ આવા વાક્યનો ઉપયોગ કરી શ્રોતાઓને નિરાશ ન કરો.
યોગ્યરીતે ઉભા રહો અને શરીરનું વધું પડતું હલનચલન અથવા ડોલવાની ક્રિયા ના કરશો. વારંવાર માથું ખંજવાળવું, નાક અથવા કપાળ ઉપર વારંવાર હાથ ફ઼્એરવો, હાથમાંની કોઇ વસ્તુ સાથે રમવું વગેરે... ક્રિયાઓથી દૂર રહો. તમારા પ્રવચનને બીબાઢાળ અને નિરસ ન બનાવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290