રણછોડરાય
રણછોડરાય અથવા રણછોડજી તે ભગવાન શ્રીકૃષ્ણનું જ એક સ્વરુપ છે. ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. રણછોડની સંધિ છુટી પાડીએ તો રણ + છોડ એમ થાય, જેનો અર્થ છે કે રણ (યુદ્ધ મેદાન) છોડીને ભાગી જનાર. ભગવાન કૃષ્ણને આ અનોખુ પણ ભક્તોનું ખુબ લાડીલું નામ મળ્યું કારણકે તેમના કાલયવન રાક્ષસ સાથેનાં યુદ્ધમાં, ભગવાન યુદ્ધ ત્યજીને મથુરા વાસીઓને લઈ દ્વારકા ભણી આવ્યાં, અને ગુજરાતમાં આવી વસ્યા. કદાચ આ જ કારણે ગુજરાતીઓને કૃષ્ણનાં અન્ય રૂપો કરતા રણછોડજીનું રૂપ વધુ પ્રિય છે, કેમકે કૃષ્ણએ ગુજરાતને અને ગુજરાતીઓને પોતાના કર્યા.
========
૧ પૃષ્ઠભૂમિ
૨ કથા
૨.૧ ડાકોરનો બોડાણો
૨.૨ બોડાણો દ્વારકામાં
૨.૩ ભગવાન ડાકોરમાં
૩ ડાકોરનું હાલનું રણછોડજી મંદિર
૪ અન્ય ભક્તો
1 પૃષ્ઠભૂમિ
દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો સખો વિજયાનંદ હતો. હોળીના તહેવાર નિમિત્તે જ્યારે આખું ગામ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રંગે રમી રહ્યું હતુ ત્યારે વિજયાનંદ કોઇક કારણસર રિસાઇને હોળી રમવા આવ્યો નહી. તેથી ભગવાન જાતે તેની સાથે હોળી રમવા તેના ઘરે ગયા અને વિજયાનંદને રંગ લગાવ્યો. આથી હજુ ગુસ્સો શાંત નહી પડેલા, અકળાયેલ વિજયાનંદે પાણીમાં ડુબકી લગાવી. ભગવાને પણ તેની પાછળ પાણીમાં ડુબકી લગાવી અને વિજયાનંદને પોતાના સાચા સ્વરુપનાં દર્શન કરાવ્યાં. વિજયાનંદે તુરંત જ ભગવાનની માફી માંગી અને તેમની ભક્તિ માગી. ભગવાને પ્રસન્ન થઇ આશિર્વાદ આપ્યા કે કળિયુગમાં વિજયાનંદ અને તેની પત્ની ભગવાનના અનન્ય ભક્ત થશે અને મોક્ષ પામશે.
==========
2 કથા
2.1 ડાકોરનો બોડાણો
ભગવાને આપેલ આશિર્વાદ મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોર મા બોડાણાનાં નામે રજપુત કુળમાં થયો. મોટો થતાં બોડાણો દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા પગે ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનનાં દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણાએ ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ જાળવી રાખ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરનાં કારણે તેમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ ભગવાનથી જોઈ ના ગઈ. તેમણે બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું ફરી જ્યારે દ્વારકા આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનનાં કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી.
બોડાણો ખૂબ ગરિબ હતો, તેની પાસે પુરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું ગાડું સાથે લઈ જઈ શકે, તેણે જેમ-તેમ કરીને ખુબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલાં ગાડાની વ્યવસ્થા કરી, અને તે લઇને તે દ્વારકા પહોંચ્યો.
========
2.2 બોડાણો દ્વારકામાં
તેને ગાડા સાથે જોઈને પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે, ગુગળીઓ (દ્વારકાનાં પૂજારીઓ)એ રાત્રે મંદિરને તાળા મારી દીધાં. પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાંમાં આરામ કર હું ગાડું ચલાવીશ. ફ્ક્ત એક રાતમા ભગવાન રાજા રણછોડ, મરવાનાં વાંકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા. ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું, તેથી કોઇ જોઈનાં જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઉભું રાખ્યું. બોડાણો સવાર થતાં ઉઠ્યો તો દાતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઇ ગઇ. હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યુ.ભગવાનને દ્વારકાના મંદિરમાં ન જોતાં ગુગળીઓ સમજી ગયાકે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે. તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા.
========
2.3 ભગવાન ડાકોરમાં
ડાકોર આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તી ગોમતીમાં પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામા આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો જેના કારણે બોડાણાનું મૃત્યુ થયુ અને ગોમતીમાં જ્યાં મુર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થયું. દ્વારકાનાં પુજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતાં, તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી શરત મુકી કે, જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમને ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે.
બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી. ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવાનાં એક પલ્લામાં મુકી તેની સામેનાં પલ્લામાં આ વાળી મુકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિનાં વજન કરતાં પણ વધારે થયું. આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાળી ગુગળીઓને આપી તેમને વિદાય કર્યાં અને પોતે ડાકોરમં સ્થાયી થયાં. આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.
========
3 ડાકોરનું હાલનું રણછોડજી મંદિર
ડાકોરમાંથી ગુગળીઓની વિદાય બાદ વર્ષો સુધી રણછોડજીની મુર્તિ બોડાણાના ઘરે રહી. ત્યારબાદ ઘણા સમય સુધી ડાકોરના કાપડબજાર સ્થિત લક્ષ્મીજી મંદિરમાં તેની પુજનવિધિ થતી હતી. હાલનાં રણછોડજી મંદિરનું શ્રેય શ્રી ગોપાલરાવ તામ્બ્વેકર ને ફાળે જાય છે, કે જેઓ તત્કાલીન વડોદરાના રાજા શ્રીમંત ગાયકવાડના શ્રોફ હતા. તેઓ જ્યારે સંઘ લઇ પુણેથી દ્વારકા ભગવાન દ્વારકાધીશનાં દર્શનાર્થે જતાં હતાં ત્યારે એક રાત્રે સ્વપ્નમાં ભગવાનનાં દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતરની વિગત જણાવી. આથી દ્વારકાની યાત્રા પડતી રાખી તેઓ ડાકોર આવ્યા, જ્યાં ભગવાન શ્રી રણછોડજીનાં દર્શન કર્યાં અને હાલના મંદિર માટે જમીન ખરીદી બાંધકામ શરુ કરાવ્યું. ૧૭૭૨ની સાલમાં રણછોડજી મંદિરનું લોકાર્પણ થયું જે તે સમયે રૂપિયા એક લાખના ખર્ચે તૈયાર થયું હતું.
રણછોડજી મંદિર ચાંદીના ચાર મોટા દરવાજા કે જેના પર ભગવાન સુર્ય, ચંદ્ર, ગણપતિ, વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે તેની મઘ્યમાં આવેલ છે. મુખ્ય દ્વારની ઉપર નગારાખાનું છે, જ્યાથી પહેલા આરતી ટાણે ઘંટ અને નગારાનો નાદ કરવામાં આવતો. હજુપણ આ સ્થળેથી વીજ સંચાલિત મોટરથી વિવિધ વાધ્ય વગાડવામાં આવે છે. મુખ્ય દ્વારથી પ્રવેશતા દ્વારની બન્ને તરફ બે દિવાદાંડી આવેલ છે જેમાં ખાસ કરીને દિવાળી સમયે સેંકડો દિવડા પ્રગટાવવામાં આવે છે.
મંદિરને આઠ શિખર છે, જેમાં મુખ્ય શિખર ૯૦ ફુટની ઉંચાઇ ધરાવે છે, જે તેને ખેડા જિલ્લાનું ઉંચામાં ઉંચું મંદિર બનાવે છે. મંદિરના પગથિયા ચઢતા ગર્ભગૃહ સમક્ષના દર્શનમંડપમાં પહોચાય છે, જેનો ગુંબજ તેમજ દિવાલ પૌરાણિક બુંદી ચિત્રશૈલીનો ઉપયોગ કરી ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ જીવન પ્રસંગોને ઉજાગર કરે છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડજી આરસપહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે.
હાલમાં રણછોડજી મંદિરમાં સાત અલગ અલગ ભોગ(દર્શન)નો લાભ મળે છે જે આ મુજબ છે.
મંગળા (વહેલી સવારે ભગવાનનાં પ્રથમ દર્શન)
બાલભોગ (જેમાં ભગવાનને એક બાળકની જેમ શણગાર ધરવામાં આવે છે)
શૃંગારભોગ (જેમાં ભગવાનને ભરપુર પુષ્પ અને અલંકાર અર્પણ કરવામાં આવે છે)
ગોવાળભોગ (જેમાં ભગવાન એક ગોવાળ બની ગાય ચરાવવા જાય છે)
રાજભોગ (બપોરનું જમણ આ ભોગમાં પીરસાય છે, અને આખા દિવસનો સૌથી વધુ ઝાઝરમાન ભોગ આ છે. ત્યારબાદ ભગવાન આરામ કરે છે)
ઉત્થાપન (આરામબાદ સાંજના પ્રથમ દર્શન)
શયન/સખડી ભોગ (સાંજનું જમણ અને ત્યારબાદ ભગવાન સુઇ જાય છે)
મંદિર વિવિધ તહેવારો પણ ઉજવે છે જેવા કે ગોવર્ધન પુજા, તુલસી વિવાહ, હોળી, હિંડોળા, જન્માષ્ટમી, રથયાત્રા વિગેરે વિગેરે.
=========
4 અન્ય ભક્તો
બોડાણાની જેમ જ અન્ય ભક્તોમાં સંત પુનિતને ગણાવી શકાય, જેમણે રણછોડજીની ભક્તિ કરી અને તેમની ભક્તિમાં અનેક પદો અને ભજનો રચ્યાં. પુનિત મહારાજનાં રચેલા ભજનો પૈકિ પંદર તીથીઓ અને સાત વાર, તથા રણછોડજીની આરતિ, વિગેરે આજે પણ ગુજરાતનાં ઘર-ઘરમાં ગવાય છે.
====================================================================================
મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલું ડાકોર ખાતે ભગવાનશ્રી રણછેડરાયજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર છે. ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ વાત છે. તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્ણની પૂજા કરવા માટે જતા હતા. આ વાતની કૃષ્ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી. હું ડાકોરમાં જ રહીશ. તેને કારણે કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા.
કુદરતી વાતાવરણમાં આવેલું ડાકોર મંદિરનો નજારો એ બેનમુન છે. અહીં ભગવાન કૃષ્ણને રણછોડરાયના નામે પૂજવામાં આવે છે. રણછોડનો અર્થ યુદ્ધ મેદાનમાંથી ભાગી જનાર થાય છે તેનું કારણ એમ છે કે જ્યારે કલ્યાણ પર જરાસંઘે આક્રમણ કર્યું ત્યારે કૃષ્ણ મેદાન છોડીને ભાગી ગયા હતાં. દ્વારકાના પૂજારી ભોલાનાથને એક ગરીબ વ્યક્તિ તરીકે જાણતા હતા. તો પૂજારીએ ભોલાનાથને ભગવાન કૃષ્ણના બદલામાં સોનું આપવાની લાલચ આપી. ભોલાનાથ પાસે ફક્ત તેની પત્ની પાસે નાકની નથણી સોનાની હતી. જ્યારે બંને વસ્તુઓ મુકવામાં આવે ત્યારે બંનેનું વજન સરખું થયું. જે કૃષ્ણના દ્વારીકા છોડીને ડાકોર આવવાની વાર્તા છે. ડાકોરની કૃષ્ણની મૂર્તિ મૂળે દ્વારીકાની મૂર્તિ છે.
ડાકોરમાં નગરયાત્રા ફેબ્રુઆરી અને માર્ચ (હોળીના તહેવાર દરમિયાન) માં નીકળે છે. શરદ પૂર્ણિમા તથા નવરાત્રીના તહેવારોની ઉજવણી પણ ભવ્ય રીતે થાય છે. એમ મનાય છે કે આજ દિવસે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા હતાં. જે પોતાના ભાઇને આપેલું વચન તેમણે પૂરું કર્યું હતું. યાત્રાળુંઓ જન્માષ્ટમીના દિવસે પણ ડાકોરની મુલાકાત લે છે
========
કેવી રીતે પહોંચશો. - ડાકોર
વડોદરાથી ડાકોર ૪૭ કિ.મી.ના અંતરે અને અમદાવાદ ૯૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
=========
ગુજરાતનું કાશી ડાકોર કેમ બન્યું
ગુજરાતનું કાશી ગણાતું યાત્રાધામ ડાકોર આજે ભારત વર્ષમાં મહાન યાત્રાધામ બન્યું છે. હિન્દુ ધર્મમાં દ્ધારકા જગન્નાથપુરી, રામેશ્વર અને કાશી એ ચાર મહાન તીર્થધામોની યાત્રા બાદ શ્રધ્ધાળુ ડાકોર તો આવે જ એમ મનાય છે કે આ ડાકોરના રણછોડરાયના દર્શન ન કરો તો યાત્રા અધુરી ગણાય.
પ્રાચીનકાળના ખાખરાના વનમાંથી વહેતી શેઢી નદીનાં કાંઠે વસેલું હાલનું ડાકોર અગાઉ ખાખરીયું ગામ ગણાતું.મહાભારતના કાળમાં ખાખરા (પસારા)ના વૃક્ષોથી આચ્છાદિત આ અરણ્ય વિસ્તારને હિંડબાવન તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે.
પૌરાણીક કથા અનુસાર મહાભારત કાળમાં કડુ ઋષિના ગુરૂભાઇ ડંકમુનિ ભગવાન ભોળાનાથના પરમ ઉપાસક હતા. શિવજીને પ્રસન્ન કરી પોતાના આશ્રમમાં વસવા વિનંતી કરી. શિવજી આશ્રમમાં બાણલીંગરૂપે આશ્રમમાં વસ્યા ડંકમુનિ એ ડંકેશ્વર મહાદેવની સ્થાપના કરી.
આજે આ મહાદેવ ગોમતીકાંઠે મોજૂદ છે. ડાકોરનું અગાઉનું નામ ડંકપુર હોવાનું મનાય છે. પ્રાચીન ગ્રંથોમાં પૂર્વ નામો ડંકપુર, ઢાંકપુર, ડક્કાપુરી, ખાખરિયું, હિંડબાવન તરીકેનો ઉલ્લેખ છે.
અપભ્રંશ શબ્દોમાંથી ડક્કપુર અને તેમાંથી ડાકોર નામ આજે અસ્તિત્વમાં છે.
દ્ધારકામાં વસેલા ભગવાન દ્ધારકાધિશ ભક્ત બોડાણાની શ્રધ્ધા, ભક્તિ અને હૃદયનો ભાવ જોઇ કારતક સુદી ૧૫ દેવ દિવાળી-સંવત ૧૨૧૨ ઇ.સ. ૧૧૫૬ ના દિવસે દ્ધારકાથી ડાકોર આવીને વસ્યા છે.
દ્ધારકાથી ભગવાન રણછોડરાયના ડાકોર આગમન વખતે ડાકોર પહોંચતા સીમલજ ગામ પહોંચતા વહેલી સવારે દાતણ માટે કડવા લીમડાની ડાળ તોડી દાતણ કર્યું હતું તે લીમડાની ડાળ મીઠી બની ગઇ હતી. આ લીમડો આજે ઉંમરેઠ જતા માર્ગ ઉપર બિલેશ્વર મહાદેવની નજીક હયાત છે. આ છે ડાકોરના રણછોડરાયનો ચમત્કાર. ભક્તોની આસ્થાનું પ્રતિક છે.
ખેડા જિલ્લાનું આ મંદિર રાજા રણછોડની અદ્દભુત ઝાંખી કરાવે છે. આ મંદિર મહારાષ્ટ્ર રાજયના સતારા જિલ્લાના તામ્બ્યે ગામના શ્રી ગોપાળરાવ જગન્નાથ તામ્બ્વેકરે વિક્રમ સંવત ૧૮૨૮માં વૈદિક વિધિથી બનાવ્યું હતું.
આ અંગેનો શિલાલેખ આજે મોજૂદ છે.
ફાગણી સુદી પૂનમ એ ડાકોરનો અનેરો ઉત્સવ છે. લાખો ભક્તો પદયાત્રા દ્ધારા મણીનગરથી ડાકોરના માર્ગ ઉપર દેખાય છે.
આખો માર્ગ ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે ના નારાથી ગુંજી ઉઠે છે. આ અંગેની ઘણી પૌરાણિક કથાઓ છે. ભક્ત બોડાણો પોતાની સીત્તેર વર્ષની ઉંમર સુધી હાથમાં તુલસીપત્ર લઇ દ્ધારકા ગયા. વધતી વયે ચાલવાની હામ ન રહી ત્યારે ભગવાન દ્ધારકાનાથને અરજ કરી પ્રભુ, હવે વયના લીધે ચલાતુ નથી. હવે અવાય ન અવાય આ મારી વિનંતી સ્વીકારજો. હૃદયના ઉંડા ભાવ અને શ્રધ્ધાથી દ્ધારકાનાથ ડાકોર આવે છે. ભક્ત બોડાણાની ઇચ્છા મુજબ ડાકોરમાં પ્રભુ સ્થાઇ થાય છે. ડાકોરની મૂર્તિનું સ્વરૂપ ભક્ત બોડાણાની હૃદયના ભાવનું જવલંત ઉદાહરણ છે. હૃદયનો ભાવ પ્રભુના દ્ધાર ખખડાવી ભક્તને ઘેર લાવવા મજબૂર કરે છે.
જેમ અર્જુનનો રથ ભગવાને ખેંચી કૃપા કરી તેમ ભક્ત બોડાણાની તૂટી ફૂટી વેલ (ગાડુ)માં પ્રભુ આવ્યા. દ્ધારિકાથી ડાકોરના માર્ગમાં સ્વયં ઠાકોરજીએ ગાડુ હંકાર્યું કેવો ભક્ત ઉપર પ્રભુનો પ્રેમ અને કૃપા.
ડાકોરમાં આવેલા રાજા રણછોડ સાચા ભક્તની ભક્તિ અને શ્રધ્ધાનું બળ દર્શાવે છે.
પૂનમે રાજા રણછોડરાય હાજરાહજૂર સાક્ષાત બિરાજે છે તે ભાવના આજે પણ ભક્તોમાં છે એટલે જ લાખો ભક્તો પૂનમે ડાકોર આવે છે.
ડાકોરમાં રાજા રણછોડની આરતી ભક્તો ગાય છે.
રસ ભીના રાય રણછોડ
વસો મારા રૂદિયામાં
સુખ સાગર શ્રી રણછોડ
વસો મારા રૂદિયામાં
રાજા રણછોડ સૌના કોડ પૂરે છે પ્રભુ તો આખરે શ્રધ્ધાનો ભાવનો ભૂખ્યો છે.
પ્રત્યેક પૂનમે લાખો ભક્તો ડાકોર આવે છે. ભક્તોમા સગવડ વધે તે માટે ટેમ્પલ કમીટીએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
આ ભવ્ય મંદિરનું મકાન પૂર્વ પશ્ચિમ ૧૬૮ ફુટ અને ઉત્તર દક્ષિણ ૧૫૧ ફુટનું છે.
તેમજ આ મંદિરને ૮ ઘુમ્મટ અને ૨૪ શિખરો છે જે પૈકી સૌથી ઉંચુ શિખર ૯૦ ફુટ ઉંચું છે. આ બધા જ શિખરો ઉપર સોનાના કળશ છે.
નિજ મંદિરને ચાર દિશાએ ચાર સુંદર રૂપાના કમાડવાળા દ્ધાર છે.
આજે મંદિરની દક્ષિણે આવેલા શિખર બંધી ભાગમાં ભગવાનની સુખ શૈયા છે.
રાજા રણછોડરાયની દિવ્યમાન મૂર્તિ ૩૧/૨ ફુટ ઉંચી અને ૧૧/૨ ફુટ પહોળી કાળા કસોટી પત્થરમાંથી બનેલી અદ્દભૂત છે.
આ મૂર્તિ સ્વરૂપ મનમોહક આકર્ષક છે. ભક્તોને આ મૂર્તિનું સ્વરૂપ આજે પણ સાક્ષાત લાગે છે.
હોળી-ધૂળેટીમાં લાખો મણ ગુલાલ ઉડે છે. આખુય નગર મંદિરમાં કોણ છે રાજા રણછોડ છેના નારાથી ગુંજી ઉઠે છે. અંદાજે નાનકડા ગામમાં આઠ લાખ માણસો આવવાના હોય તો સત્તાવાળાઓએ ભક્તોેને તકલીફ ન પડે તે વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે.
જય રણછોડ !
પૂર્ણિમા એ જે પ્રેમથી ડાકોર દર્શને જાય,
ભક્ત તેના કોડ જરૂર પડે મારો રાજા રણછોડ.
=========
(સાદર ઋણસ્વીકાર : ‘ગુજરાતનાં તીર્થધામો માંથી)
ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત એક જીવંત અને જાગ્રત અસ્તિત્વ ધરાવતું રાજ્ય છે, જે દ્રઢ સંકલ્પ દ્વારા કાર્ય કરવામાં પોતાનું જીવનસાફલ્ય સમજે છે. ગુજરાત વિસ્તરે છે-જ્યાં ગુજરાતીઓ પોતાની ઈચ્છાશક્તિ અને સંકલ્પબળથી સર્જે છે ત્યાં ! ‘ગુજરાતના ઘડતરમાં પર્વતો, નદીઓ અને તીર્થોએ અનન્ય ફાળો આપ્યો છે. ગુજરાતી સંસ્કૃતિને ઓળખવામાં ગુજરાતીઓ, દેશવાસીઓ અને વિદેશીઓએ માત્ર ધાર્મિક ઉદ્દેશથી જ નહિ પરંતુ પ્રવાસના ઉદ્દેશથી પણ તીર્થધામોની મુલાકાત લીધેલી છે.
ખેડા જિલ્લામાં આવેલા ડાકોરનું રણછોડજીનું મંદિર એક અસાંપ્રદાયિક વૈષ્ણવ તીર્થ છે. શ્રી કૃષ્ણનું દ્વારકા પછીનું અન્ય તીર્થસ્થાન ડાકોર છે. ડાકોર આણંદથી 19 માઈલ દૂર છે. ડાકોર એ વૈષ્ણવ સંપ્રદાયના લોકોનું એક મહાન યાત્રાધામ છે. ડાકોરમાં રણછોડજીનું ભવ્ય અને વિખ્યાત મંદિર આવેલું છે.
એવું કહેવાય છે કે, ડાકોરના મંદિરની રણછોડજીની મૂર્તિ દ્નારકાથી જ આવેલી છે. આમ જોવા જઈએ તો આ ભક્ત બોડાણાની ગૌરવગાથા છે. વજેસીંગ અથવા બોડાણા નામનો એક રજપૂત રણછોડરાયજીનો પરમ ભક્ત હતો. તે ડાકોરનો વતની હતો. રણછોડજીને ચડાવવા માટે એણે પોતાના હાથમાં તુલસી ઉગાડ્યા હતા. એ વખતે મુસાફરીનાં સાધનો નહોતા. પગે ચાલીને જવાનું અને તુલસીનો છોડ હાથમાં રાખવાનો. પ્રભુનો સાક્ષારત્કાર, પ્રભુની સાચા હૃદયથી કરેલી ભક્તિવાળા ભક્તને જ થાય છે. દિલના ભાવ વગરની ભક્તિ લૂખી હોવાથી પ્રભુની ઝાંખી કદાપી થતી નથી.
‘અદવેષ્ટા સર્વ ભૂતાનાં, મૈત્રી:કરણ એવચ
નિર્મમો નિરહકાર:સમ દુ:ખ સુખ ક્ષમી,
સંતુષ્ટ સતત યોગી યતાત્મક દ્રઢ નિશ્ચય,
પ્યાર્પિતમનો બુદ્ધિ યોર્મ ભક્ત: સંપે પ્રિય,
યસ્માન્નો દિજતે લોકો લાકોન્તો દ્વિજતચય”
હર્ષામર્ષ યોદ્વેગે મુક્તા ય:સય મેં પ્રિય.
‘જે પ્રભુનો ભક્ત સર્વ ભૂતોનો દ્વેષ કરતો નથી, મિત્ર ભાવે વર્તનાર કરુણાશીલ, મમતા વિનાનો, અહંકારમુક્ત, સુખ દુ:ખમાં પ્રભુની કૃપા માનનાર ક્ષમાશીલ, સદા સંતોષી, યોગી-નિષ્ટ મનને વશ કરના, દ્રઢનિશ્ચયી પ્રભુમાં સ્થિર મનવાળો હોય તે પ્રભુને અતિપ્રિય હોય છે. આવા પરમ ભક્તો લાખોમાં કોઈ જવલ્લે જ હોય છે, તેનાં માટે પ્રભુને અન્નય ભાવ ઊભરાયા વિના રહેતો નથી. તેવા ભક્તને આધીન ભગવાનને થવું પડે છે. આનો પ્રત્યક્ષ પુરાવો ડાકોરજીનો છે.’
આમ સાચા ભક્ત બોડાણા વરસો સુધી ડાકોરથી ચાલીને દ્વારકા જતા, એમ કરતાં એ વૃદ્ધ થયા, ચાલીને દ્વારકા સુધી જવાની તાકાત તેનામાં રહી નહિ, એટલે રણછોડરાયે એમને સ્વપ્નમાં દર્શમ દીધાં અને દ્વારકાથી ડાકોર આવવાની ઈચ્છા દર્શાવી. આથી વજેસીંગ ગાડું લઈને દ્વાકા ગયા અને ત્યાંથી રાત્રે ભગવાનની મૂર્તિ ગાડામાં મૂકીને ડાકોર તરફ ભાગવા માંડ્યું. સવાર થતાં દ્વારકાધીશના પૂજારી ગૂગળીઓને ખબર પડી એટલે તેઓ કાબાઓને લઈને બોડાણાથી પાછળ પડ્યા. પરંતુ ભક્ત બોડાણા તો મળસકુ થતાંમાં ડાકોર પહોંચી ગયા. સ્તામાં ઉમરેઠ અને ડાકોર વચ્ચે જ્યાં તેમણે ગાડું ઊંભું રાખેલું ત્યાં ભગવાનના પગલાં છે. અને ત્યાં લીમડાના ઝાડની ડાળ ભગવાનને ઝાલેલી તેથી એ લીમડાની ડાળ મીઠી થઈ ગઈ હતી. તેમ કહેવાય છે. ડાકોર આવી ભગવાને કહ્યા પ્રમાણે રણછોડરાયની મૂર્તિ ગોમતી તળાવમાં પધરાવી દીધી. દ્વારકાથી આવેલા ગૂગળીઓ પાછા ન ગયા અને તળાવકાંઠે ઉપવાસ કરતા બેઠા. આથી રણછોડરાયજીએ સ્વપ્નમાં કહ્યું કે, મારા વજન જેટલું સોનું બ્રાહ્મણોને આપી વિદાય કરી દો. પરંતુ આ ગરીબ ભક્તના ઘરમાં સોનું ન હતું, છતાં પણ ભગવાનના આગ્રહથી ભક્તવત્સલ ભગવાન સોનાની વાળી બરાબર વજનમાં થયા અને દ્વારકાથી આવેલા બ્રાહ્મણોને કહ્યું કે, ‘દ્વારકામાં દામોદર વાવમાં હું આ જ સ્વરૂપે જ છું. મને એ વાવમાંથી કાઢીને દ્વારકાના મંદિરમાં પધરાવો.’
વાત સાચી નીકળી, દ્વારકા અને ડાકોર બંને મૂર્તિઓ એકસરખી છે. દ્વારકાની મૂર્તિને પણ રણછોડરાયજી કહી સંબોધવામાં આવે છે.
ખેડા જિલ્લાના બોમ્બે ગેઝેટિયર્સમાં જણાવ્યું છે કે, ડાકોરમાં લવાયેલી મૂર્તિ ઈ.સ. 1155માં આવી, જ્યારે સદગત તનસુખરામ મનસુખરામ ત્રિપાઠીએ ઈ.સ. 1800ની સાલ આપી છે. પરંતુ કવિશ્રી ગોપાળદાસ જણાવે છે કે, સંવત 1212ની કાર્તિકી પૂર્ણિમાએ આ મૂર્તિ ડાકોરમાં લાવવામાં આવી હતી.
એમ માનવામાં આવે છે કે, ઠાકોરનં હાલનું મંદિર સતારાના વતની અને પેશવાના શરાફ ગોપાલ જગન્નાથ તાંબેકરે ઈ.સ. 1772માં એક લાખ રૂપિયાનો ખર્ચ કરી બંધાવ્યું હતું. (ગુજરાત સર્વસંગ્રહ)
ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર ઘણું મોટું છે અને 18મા શતકના મંદિરના નમૂનારૂપ છે. તેને પશ્ચિમે અને ઉત્તરે બે દરવાજા છે. મોટા દરવાજાની અંદર પ્રવેશીએ તો વિશાળ ચોકની વચ્ચે મંદિર દેખાય છે. આ મંદિરનાં થોડા પગથિયાં ચઢીને સભામંડપમાં જતાં રણછોડરાયજીનાં દર્શન થાય છે. રણછોડરાયજીની અને દ્વારકાધીશની બંનેની મૂર્તિઓ એકસરખી છે. બંનેને ચાર હાથ છે. ડાબી બાજુના ઉપરના હાથમાં ચક્ર અને નીચેના હાથમાં શંખ છે, જમણી બાજુના ઉપરના હાથમાં ગદા અને નીચેના હાથમાં પદ્મ છે. મંદિરની દક્ષિણે શયમગૃહ છે જ્યાં ગોપાળલાલજી અને લક્ષ્મીજીની મૂર્તિઓ છે. રણછોડરાયજીના મંદિરની સામે થોડે દૂર ગોમતી નામનું એક તળાવ છે. તેનો ઘેરાવો ચાર ફર્લાંગ લંબાઈમાં અને એક ફર્લાંગની પહોળાઈ છે. એના કિનારા પાકી બાંધણીના છે. તળાવમાં થોડે દૂર એક પુલ બાંધેલો છે. અને એ કિનારા પર નાના મંદિરમાં જ્યાં રણછોડરાયને ત્રાજવામાં તોળ્યા હતા ત્યાં તેમની ચરણપાદુકાઓ છે અને ઘાટ પર શ્રી ડંકનાથ મહાદેવ તથા ગણપતિનાં મંદિરો છે. ગોમતી તળાવ પર પશ્ચિમ બાજુએ ત્રિકમજીનું મંદિર છે, લક્ષ્મી મંદિર છે, તેની પાસે જ ભક્ત બોડાણ તથા તેમનાં પત્ની ગંગાબાઈનાં મંદિરો છે. કવિ ગોપાળદાસે ગાયું છે કે, ‘ધન્ય બોડાણો ધન્ય એ જાત, ધન્ય નગરી વંદેશ ગુજરાત, ધન્ય પરગણું, ધન્ય એ ગામ, ધન્ય ગોમતી ડાકોર નામ!
ડાકોરમાં નાનાં મોટાં ઘણાં મંદિરો છે, ડાકોર મંદિરનું સુવર્ણ સિંહાસન જોવાલાયક છે, દર માણેકઠારી પૂનમે અને જન્માષ્ટમીએ દ્વારકાની જેમ ડાકોરમાં મોટો મેળો ભરાય છે. એ દિવસે લાખો લોકો દર્શન કરે છે, સાથે સાથે સાકર, માખણ અને તુલસી ભેટ ધરે છે. સાંપ્રદાયિક કરતાં વિશેષત: સાર્વજનિક ગણાતું આ મંદિર શિખરબંધ છે. વચલું શિખર ખૂબ ઊંચું છે અને વિશાળ છે. સુવર્ણના સિંહાસનમાં બિરાજતી રણછોડરાયજીની મૂર્તિ કાળા પથ્થમાંથી બનાવેલી છે. એક મીટર ઊંચી અને અડધો મીટર પહોળી છે.
ડાકોર તીર્થમાં રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે, દામોદર ભવન, મોરાર ભવન, વલ્લભનિવાસ, અને અદ્યતન હોટલો પણ છે. ડાકોરમાં રથયાત્રાને દિવસે તથા દર શુક્રવારે વરઘોડો નીકળે છે. દ્વારકાની જેમ ડાકોરમાં પણ આદ્ય શંકરાચાર્યનો મઠ છે. દ્વારકાની ગાદીનો જ આ ફણગો છે.
ડાકોરથી 11 કિ.મી. દૂર સલુન્દ્રા નામે ગામ છે, જ્યાં ઠંડા અને ગરમ પાણીના કુંડ છે. આસપાસનાં જોવા લાયક સ્થાનોમાં મહિ અને ગળતીના સંગમ પર સુંદર પિકનિક સ્થળ ગલતેશ્વર છે. અહીંયાં ગલતેશ્વરનું કલાપૂર્ણ મંદિર પણ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ મહત્વનું છે. કારણ રાજા ચંદ્રહાસની રાજધાની અહીં હતી. ડાકોરના વાયવ્ય ખૂણામાં સૂઈ નામનું ગામ છે ત્યાં સુરેશ્વરધામ નામનું મહાદેવનું મંદિર છે. પૂર્વ દિશાએ રક્ષાપુર ગામ છે જ્યાં રણમુક્તેશ્વર મહાદેવ નામનું મંદિર અને ગાલવ ઋષિનો આશ્રમ છે.
સમગ્ર ભારતવર્ષમાં ઠેકઠેકાણે નાનાં મોટાં મંદિરો, દેવાલયો, દેરીઓ પથરાયેલા છે. વૈષ્ણવો, શૈવો, માતાજીના ભક્તો તેમજ જૈન, અને બુદ્ધના પણ અનુપમ કારીગરીથી ઓપાતાં મંદિરો છવાયેલાં છે.
ડાકોર વિશે ગુજરાતની અસ્મિતાને જણાવતાં જૂના કવિએ ગાયું છે કે, ‘જે કો કાશી કેદાર જાય, ડાકોર જઈને ગોમતી નહાય, જે કોઈ રાખશે એનો વિશ્વાસ, મનના મનોરથ પૂરશે આશા.’
========
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
=====================================++++++++++++++++++++++++++++++++
https://www.facebook.com/MAHUVA364290/photos_albums
https://www.facebook.com/MAHUVA364290/notes
https://www.facebook.com/MAHUVA364290/info
========================================+++++++++++++++++++++++
हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
https://www.facebook.com/MAHUVA364290
મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.
અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.
=================================================++++++++++++++++++++
Friends,
Your Likes, comments and shares our enthusiasm to support
rupee rises and more and more we strive to provide fun and interesting information ..
=========================================+++++++++++++++++++++++++++++++++++
दोस्तो,
आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह
रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..
==========================================++++++++++++++++++++++++++++++++++++++++++++++
http://i.imgur.com/0CxjSNo.gif
http://i.imgur.com/6prqF04.gif
http://i.imgur.com/PNr3oPd.gif
=======================================+++++++++++++++++++++++++++++++++++
અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત કરવામા આવી છે.
અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું
જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે
જય શ્રી કૃષ્ણ
જવાબ આપોકાઢી નાખો