જુનાગઢ ~~~
ગુજરાતનું એક એવું શહેર જે ખરેખર છે હકદાર ગુર્જર ગર્વનું!
વસ્તીથી લઈને આબોહવા ને, લોકોથી લઈને સાંસ્કતિક વિવિધતા ધરાવતા ગુજરાત અનેક વિશેષતાને ગર્ભમાં સંકોરીને બેઠું છે. ગુજરાતમાં ડગલે ને પગલે એક ઈતિહાસ આળસ મરડીને ઉભો થઈ જાય છે. પછી તે અમદાવાદના કુત્તે-સસા વાળી હોય કે પોરબંદરને સુદામાના સંબંધોની હોય ગુજરાતના ખુણે ખુણે વિશેષણો ને વિશેષતા ઉભરાઈ પડે છે.
ગુજરાતની આવી જ વિશેષતાનેનું પ્રતિનિધિત્વ કરે છે એક આગવું શહેર. જ્યાં ઈતિહાસ, શૌર્ય, સહજતા, વિવિધતા ને ભક્તિના ઘોડાપૂર ઉભરાય છે.
સોરઠ નામે મુલ્કમશહરુ જિલ્લો એટલે જૂનાગઢ... અહીં ડગલે ને પગલે આપણને સંતો ને શૂરાઓનો ગર્વીલો ઈતિહાસ નજરે પડશે. અહીં પ્રવાસન સ્થળો મળી રહેશે ને ઐતિહાસિક સ્થળો જોવા મળશે. અહીં ધર્મ પણ છે ને શૌર્ય પણ છે. ભકિત પણ છે ને ‘ભડવીરોનો ભડાકા’ પણ છે. આ એક એવી ભૂમિ છે જેના વગર ખુદ ગુજરાત દેશનો ને ભારતનો ઈતિહાસ અધુરો રહી જાય તેમ છે.
સોરઠ ભૂમિના નામે જાણિતા જૂનાગઢ ને તેની આસપાસના વિસ્તારો આગવું વૈવિધ્ય ધરાવે છે. 8,762 ચો. કિમી.માં ફેલાયેલો જૂનાગઢ જિલ્લામાં અનેક ઐતિહાસ સ્થળો આવેલા છે. શહેરમાં ઉપરકોટ, ગરવો ગઢ ગીરનાર, નવાબી સ્થાપત્યો ને દસ્તાવેજો, મહાન અશોકનો શીલાલેખથી લઈને કાઠિયાવાડના ઈતિહાસને ગૌરવંતો કરનારા અનેક સ્થળો અહીં અસ્તિત્વ ધરાવે છે.
જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે 3-4 કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે. ત્યાંથી જૂનાગઢ શહેરનું દ્રશ્ય નયનરમ્ય દેખાય છે. આ ઉપરકોટ વિસ્તારનું સર્વપ્રથમ દર્શનીય સ્થાન છે ‘જુમા મસ્જિદ’. ભારતમાં ભાગ્યેજ જોવા મળે તેવા પ્રકારની આ મસ્જિદ 15મી સદીની છે. એનો ચોક છાપરાવાળો છે જેમાં પ્રકાશ માટે ત્રણ અષ્ટકોણીય પ્રવેશકો છે. એની ઉપર સ્તંભો ઉપર ગોઠવેલા ગુંબજો હોવાની શક્યતા છે.
મિહરાબ એટલે કે મક્કાની દિશા તરફનો ગોખલો, ઝરોખા અને દીવાલો પરના પટ્ટા સ્થાનિક પરંપરાગત પથ્થર કોતરણી કળાની અસર દાખવે છે. ત્યાંથી થોડે આગળ ઢાળ ઊતરીને જતા બૌદ્ધગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ ગુફાઓમાં ભોંયરામાં ઊતરતા હોઈ તેવો પ્રવેશદ્વાર છે. વિશાળ ખડકોને કોતરીને રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું જણાય છે. ગુફામાં કુદરતી ઠંડક પ્રસરેલી રહે છે. સૂર્યપ્રકાશ મેળવવા માટે ઉપર જાળીઓ મૂકવામાં આવી છે.
બૌદ્ધગુફાઓથી થોડે આગળ જતાં જગપ્રસિદ્ધ ‘અડી કડી વાવ’ અને ‘નવઘણ કુવો’ આવેલાં છે. એક કહેવત અનુસાર એમ કહેવાય છે કે ‘અડી કડી વાવ અને નવઘણ કુવો, જેના જૂએ તે જીવતો મૂઓ.’ અર્થાત જેણે પોતાના જીવનમાં આ બે જગ્યાની મુલાકાત ન લીધી એનું જીવન વ્યર્થ છે ! – આવી એક રમૂજી લોકોક્તિ છે. અડી કડીની વાવનું સર્જન પથ્થરો કાપીને કરાયું છે. 162 પગથિયાવાળી આ વાવ – 81 મીટર લાંબી, 4.75 મીટર પહોળી અને 41 મીટર ઊંડી છે. સમગ્ર વાવ એક સળંગ ખડકમાંથી કાપીને બનાવેલી છે. જો કે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ, મોભ કે ગવાક્ષો એમાં નથી. જટિલ ભૂસ્તર રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોત શોધવાની કુશળતાને વ્યક્ત કરે છે. કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં, ન કશી નોંધ કે ન કશું લખાણ. સમય માપન લગભગ અશક્ય, પણ એટલું ચોક્કસ કહેવાય છે કે આ સૌથી પ્રાચીન વાવમાંની એક છે !
ઉપરકોટના બીજે છેડે આવેલો છે સુપ્રસિદ્ધ ‘નવઘણ કૂવો’. ત્યાં દર્શાવેલી માહિતી અનુસાર : ‘પછીના સમયમાં આવનારી વાવના સ્વરૂપનો અણસાર આપતા આ કૂવાનું નામ ‘રાનવઘણ’ (ઈ.સ. 1025-44) પરથી પડ્યું. જ્યાંથી કૂવામાં જઈ શકાય છે તે આગળ મોટું થાળું કદાચ રાનવઘણના રાજ્ય દરમ્યાન બંધાયું હતું. પહેલાં સીધાં અને પછી જમણી તરફ ચક્રાકારે નીચે જતાં પગથિયાં છે. પ્રકાશ માટે દિવાલમાં બાકોરાં કર્યાં છે. થાળું બંધાયું એ પહેલાના સમયનો આ કૂવો જણાય છે. આને કેટલાક અભ્યાસીઓ વાવનું જૂનામાં જૂનું ઉદાહરણ માને છે.’ ઉપરકોટના કિલ્લાની ઉપર તરફ ચઢતાં વિશાળ તોપ મૂકવામાં આવેલી છે. તોપના દરવાજાની બાજુમાં મોટા બે સુંદર સરોવર આવેલા છે. ચારેબાજુ પર્વતો અને કિલ્લાની વચ્ચે ઉંચાઈ પર આવેલા આ સરોવર ખરેખર નવાઈ પમાડે તેવા છે ! આમ, ઉપરકોટનો સમગ્ર વિસ્તાર શિલ્પ સ્થાપત્યના એક ઉત્તમ નમૂનારૂપ બની રહે છે.
જેમના પદો અને પ્રભાતિયાં રોજ ઘરે ઘરે ગવાય છે અને લોક હૃદયમાં ગૂંજે છે તેવા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાને આ ભૂમિ પર કેમ કરીને ભૂલાય ? ‘જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા….’, ‘નારાયણનું નામ જ લેતાં….’, ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ….’ કેટલા મધુર અને ઉત્તમ પદોનો જન્મ આ ભૂમિ પર થયો ! જાણે ગિરનારની તળેટીમાં હજુયે એ કરતાલ વાગ્યા કરે છે. જૂનાગઢના બજારમાં નીકળીએ ત્યારે એમ લાગે કે એક હાથમાં કરતાલ અને બીજા હાથમાં તપેલી લઈને પિતાના શ્રાદ્ધ માટે ઘી લેવા નીકળેલા મહેતાજી અહીંથી પસાર થયા હશે ત્યારનું એ દ્રશ્ય કેવું અદ્દભુત હશે !
નરસિંહમહેતાના નિવાસ્થાને પહોંચીએ એટલે તેમના જીવનના ‘પિતાજીનું શ્રાદ્ધ’, ‘કુંવરબાઈનું મામેરું’, ‘શામળશાની હૂંડી’ના એ તમામ જીવનપ્રસંગો આપણી નજર સમક્ષ આવવા લાગે છે. પ્રવેશદ્વારની અંદર જમણી તરફ દામોદર ભગવાનું મુખ્ય મંદિર આવેલું છે. સામેની બાજુ શ્રી મહેતાજીના જીવનપ્રસંગોના સુંદર ચિત્રોની આર્ટ ગેલેરી છે. બાજુમાં ગોપનાથ મહાદેવનું મંદિર છે. ‘અસલ રાસ ચોરો’ છે ત્યાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. ભક્તિની ભીનાશથી ભરેલું આ ખૂબ જ શાંત અને સુંદર સ્થાન છે. મહેતાજીના નિવાસસ્થાનથી એટલે કે જુનાગઢ શહેરથી ત્રણ કિલોમીટર દૂર ગિરનાર તરફ જતા મધ્યમાં પુરાણપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ‘દામોદર કુંડ’ આવેલ છે, જેનું પૌરાણિક નામ બ્રહ્મકુંડ હતું. ત્યાં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હોવાથી આ તીર્થને પ્રાચીનકાળમાં ‘બ્રહ્મકુંડ’ તરીકે ઓળખવામાં આવતું.
દામોદરકુંડની ઉત્તરમાં કુમૂદ પર્વત આવેલો છે જેનું બીજું નામ ‘અશ્વત્થામા પર્વત’ કહેવાય છે. સાત ચિરંજીવમાના એક ‘અશ્વત્થામા’ પ્રતિદિન પ્રાત:કાળે બ્રાહ્મ મુહૂર્તમાં સંધ્યાવંદન કરવા આ તીર્થમાં આવે છે તેવી મુમુક્ષુઓની અનુભૂતિ છે. આદિ ભક્ત કવિ તેમજ સંતશિરોમણી શ્રી નરસિંહ મહેતા ગામમાંથી ચાલી પ્રતિદિન પ્રાત:કાળે દામોદર તીર્થમાં બારેમાસ સ્નાન કરવા આવતા તેમજ અહીં દામોદર મંદિરમાં બેસી અખંડ ભજન અને ભક્તિ કરતા. આ દામોદર કુંડ સાથે શ્રી દામોદરરાયે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને ભાદરવા વદ-5ને શનિવારે (શ્રાદ્ધ પક્ષ)ના દિને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ સરાવી તર્પણ કરેલું હતું.
કાલયવન રાક્ષસના નાશ માટે શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા એટલે રણછોડ કહેવાયા અને ત્યારબાદ તેઓ સદેહે આ પાવન તીર્થ પર પધાર્યા હતા. એક લોકવાયકા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્થીનું વિસર્જન પણ તેમનાં પૌત્ર અનિરુદ્ધજીના હસ્તે આ કુંડમાં કરવામાં આવ્યું હતું. આસપાસનો આખો પ્રદેશ ખૂબ હરિયાળો શાંત અને પવિત્ર છે. જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં ભવનાથ મંદિર, અશોક શિલાલેખ અને મ્યુઝિયમ મુખ્ય છે.
https://www.facebook.com/pages/%E0%A4%AE%E0%A4%B9%E0%A5%81%E0%A4%B5%E0%A4%BE/150753678444892?ref=hl
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
જૂનાગઢ
જૂનાગઢનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ ૨૧°૩૧′N ૭૦°૨૮′E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
મેયર લાખાભાઈ પરમાર
મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતિ વિપ્રા ભાલ
ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂ
નગર નિગમ જૂનાગઢ મહાનગર પાલિકા
વસ્તી
• ગીચતા
૩,૨૦,૨૫૦ (૨૦૧૧)
• ૫,૪૨૮ /ચો.કિ.મી. (14058 /sq mi)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર
• ઉંચાઇ
૫૯ ચો.કિ.મી. (23 sq mi)
• ૧૦૭ મીટર (351 ft)
કોડ
• પીન કોડ • ૩૬૨ ૦૦X
• ફોન કોડ • +૦૨૮૫
• વાહન • GJ-11
જાળસ્થળ www.junagadhmunicipal.org
અનુક્રમણિકા
૧ માહિતી
૧.૧ તાલુકા
૧.૨ જુનાગઢ તાલુકાનાં ગામો
૨ વસ્તી
૩ ઉત્પાદન તથા વિકાસ
૪ પર્યટન
૫ ઉધોગ
૬ શિક્ષણ
૭ લોકમેળા
૮ જિલ્લાનાં જોવાલાયક સ્થળો
૯ શહેરનાં જોવા લાયક સ્થળો
૧૦ ફોટો ગેલેરી
૧૧ બાહ્ય કડીઓ
માહિતી
જૂનાગઢ જિલ્લો પ્રથમ નજરે
ક્ષેત્રફળ ચો.કિ.મી. - ૮૭૮૨.૦૭ ચો.કિ.મી
ભૌગોલિક સ્થાન
૨૦.૪૪ થી ૨૧.૪૦ ઉતર અક્ષાંશ અને ૬૯.૪૦ થી ૭૧.૦પ પૂર્વ અક્ષાંશ આ જિલ્લાની પૂર્વ દિશામાં અમરેલી, ઉત્તર દિશામાં જામનગર અને રાજકોટ, પશ્ર્ચિમ દિશામાં પોરબંદર જિલ્લાઓ તેમ જ દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે.
તાલુકા
જૂનાગઢ, વિસાવદર, વંથલી, ભેંસાણ, માણાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, કેશોદ, માળિયા, માંગરોળ, ઉના અને મેંદરડા.
ગામોની સંખ્યા - ૧૦૩૨.
જુનાગઢ તાલુકાનાં ગામો
આંબલીયા * આણંદપુર * અવતડીયા મોટા * અવતડીયા નાના * બાદલપુર * બગડુ * બલીયાવાડ * બામણગામ * બંધાળા * બેલા * ભલગામ-મોટા * ભવનાથ * ભિયાળ * બિલખા * ચોબારી * ચોકી * ચોકલી * ચોરવાડી * ડેરવાણ * દોલતપરા * ડુંગરપુર * ગલીયાવાડા * ગોલાધર * હસ્નાપુર * ઇંટાળા * ઇસાપુર * ઇવનગર * જાંબુડી * જામકા * જાલણસર * ઝાંઝરડા * કાથરોટા * કેરાળા * ખડીયા * ખલીલપુર * ખામધ્રોળ * મજેવડી * માખીયાળા * માંડણપરા * મંડલીકપુર * મેવાસા-કમરી * મેવાસા-ખડીયા * નવા પીપળીયા * નવાગામ * પાદરીયા * પલાસવા * પાતાપુર * પત્રાપસર * પ્રભાતપુર * રામેશ્વર * રામનાથ * રૂપાવટી * સાગડીવિડી * સણાથા * સાંખડાવદર * સરગવાડા * સેમરાળા * સોડવદર * સુખપુર * તલીયાધર * થુંબાળા ?? * તોરણીયા * ઉમરાળા * વડાલ * વાડાસીમડી * વધાવી * વાણંદીયા * વિજાપુર * વિરપુર * પીપલાણા
વસ્તી
કુલ - ર૪,૪૮,૧૭૩. પુરુષ - ૧૨,પ૨,૩પ૦. સ્ત્રી - ૧૧,૯પ,૮૨૩. જાતિ પ્રમાણ - દર હજાર પુરુષે ૯પપ સ્ત્રી
વસ્તી વૃદ્ધિ દર - ૧૭.૦૮ ટકા.
શહેરી વસ્તી - ૭,૨પ,૪પ૮.
ગ્રામ્ય વસ્તી - ૧૭,૨૨,૭૧પ.
સાક્ષરતા દર - મહિલાઓ - પ૬.૯૨, પુરુષ - ૭૯.૩૭
ઉત્પાદન તથા વિકાસ
મુખ્ય પાક
મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા,મકાઇ, કેળ,અને કઠોળ.
મુખ્ય ખનીજો
ચોક, લાઇમ સ્ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્થર.
મુખ્ય વ્યવસાય - કૃષિ, પશુપાલન અને માછીમાર
રેલ્વે - ૪૨૧ કિ.મી.
રસ્તા - ૪૮૧૦ કિ.મી.
બંદરો
વેરાવળ અને માંગરોળ ઉપરાંત માછીમાર માટે શીલ, ચોરવાડ, કોડીનાર, નવાબંદર.
એરપોર્ટ - કેશોદ
પોષ્ટ ઓફીસ - ૯૭૪
બેન્ક
રાષ્ટ્રીયકૃત બેન્કની શાખા - ૧૨૬. સહકારી ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્કની શાખા - ૧૩. કો-ઓપરેટીવ બેન્કની શાખા - ૬૩. જૂનાગઢ જિલ્લો ગ્રામિણ બેન્કની શાખા - ૨૨
પર્યટન
રેલ માર્ગ : જુનાગઢ જંકશન,
આકર્ષણો : સાસણ ગિર, ગિરના જંગલો, સોમનાથ મંદિર, સતધાર, ગિરનાર પર્વત, વિલિંગટન બંધ, ઉપર કોટ, ઓજત બંધ, પરબ , સત્ દેવી દાસ અમર દેવી દાસ સમાધિ.
ઉધોગ
ઔધોગિક વસાહતો
જૂનાગઢ, વેરાવળ, વિસાવદર, શીલ, સુત્રાપાડા.
લઘુ ઉધોગ એકમો - ૬૪૮૬
મધ્યમ, મોટા ઔધોગિક એકમો - ૪૪.
ઔધોગિક સહકારી મંડળી - ૨૭પ.
શિક્ષણ
શિક્ષણ સંસ્થાઓ
પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦. માધ્યમિક શાળાઓ - ૩૪૩. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૧૪ કોલેજ - ૧૬
યુનિવર્સિટી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
લોકમેળા
મહાશીવરાત્રી, ગિરનારની પરિક્રમા, અષાઢી બીજનો પરબનો મેળો, સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ચોરવાડ ખાતે ઝુંડનો મેળો, ખોરાસા, વ્યંકટેશ્ર્વર મંદિરનો મેળો, ઉપલા દાતારનો ઉર્સનો મેળો., કેશોદ અક્ષયગઢનો મેળો.
જિલ્લાનાં જોવાલાયક સ્થળો
જૂનાગઢ શહેરમાં - સકકર બાગ પ્રાણી સંગ્રહાલય, નરસિંહ મહેતાનો ચોંરો, ઉપરકોટ, દરબાર હોલ મ્યુઝીયમ, મકબરા, ગિરનાર પર્વત અને તળેટીના ધાર્મિક સ્થાનો, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરાંત સાસણગિર અને ગિરના જંગલોમાં એશીયાનો એક માત્ર સિંહ, પ્રસિધ્ધ સોમનાથ મંદિર, પરબવાવડી, તુલશીશ્યામ, ગિર મધ્યે કનકાઇ, બાણેજ, હોલીડે-કેમ્પ અને અહેમદપુર માંડવી.
શ્રી કૃષ્ણનાં લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનુ જુનાગઢ સંત સતી અને શુરવીરોના ઐતિહાસીક શહેરને ગિરનાર નો આશ્રય મળેલો છે. મુચકન્દ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન) નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહિંયા પધારે છે. ત્યાં પવીત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના મહારાજા સમ્રાટ અશોકનો શીલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રી મહાપ્રભુજી અહીં પધારે છે. અહિ ભગવત ચીંતન અને પારાયણ કરે છે.તથા છપૈયાથી શ્રી નિલકંઠવર્ણી મહરાજ અહીં પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામિ ને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામિ નામ ધારણ કરે છે. શ્રી નરસિંહ મહેતા તથા શ્રી રામાનંદ સ્વામિ જેવા સંતો, શ્રી રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શુરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રા‘નવઘણે પોતાની ધર્મની બહેનની રક્ષા માટે સિન્ધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુધ્ધ લડી ને વિજય મેળવ્યો હતો.
કોર્પોરેટ વિશ્વ ની એક ધુરંધર હસ્તિ ધીરુભાઈ અંબાણી નો જન્મ જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે થયો હતો. તેમણે અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદીર શાળામાં અભ્યાસ કર્યો હતો.
શહેરનાં જોવા લાયક સ્થળો
ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી તેમના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લો અનુક્રમે સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો.ઉપરકોટ્ ના કિલ્લામા અડીચડીવાવ,નવઘણકુવો,બૌધગુફાઓ,રાણકદેવી નો મહેલ(જામા મસ્જીદ),નિલમ તથા કડાનાળ તોપ,અનાજ ના કોઠારો તથા સાત તળાવ થી ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો છે.
ભીમકુંડ અને સૂરજ કુંડ ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
કપિલધારા કુંડ અને કમંડલ કુંડ સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
સીતા કુંડ અને રામ કુંડ હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં ‘સીતા કુંડ’ અને ‘રામ કુંડ’ આવેલા છે.
ખાપરા-કોડીયાની ગૂફાઓ.
બાબા પ્યારેની ગુફાઓ.
અશોકનો શિલાલેખ.
અક્ષર મંદિર
સ્વામિનારાયણ મંદિર (જુનું)
બાબી મકબરો
બહાઉદીન મકબરો
બારાસાહેબ
વિલિંગ્ડન ડૅમ
દામોદર કુંડ
ભવનાથ
સાયન્સ મ્યુઝિયમ-તારામંડળ (પ્લેનેટોરિયમ)
દરબારહૉલ મ્યુઝિયમ (કચેરી)
ગાયત્રી મંદિર - વાઘેશ્વરી મંદિર
સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
દાતારની જગ્યા
http://wiki.worldflicks.org/jabir_sumra_039;s_junagadh.html
ગરવા ગિરનારની ગૌરવગાથા
રસરાજ, નંદનંદન અને મોરના પીંછધાર ભગવાન શ્રીકૃષ્ણની વિહાર સૌરાષ્ટ્ર ગિરિપ્રદેશની લીલીછમ્મ વનશ્રીથી અને મહાકવિઓના મનોહર કવનશ્રીથી શોભે છે. બધાથી જુદો તરી આવી સહુ કોઇની નજર ખેંચી રાખે એવી ગુજરાતની ત્રણ પ્રમુખ પ્રતિભાઓ સંસ્કૃતવાણીના દરબારમાં બિરાજે છે. તેઓ છે (શિશુપાલવધ) મહાકાવ્યના કર્તા મહાકવિ માધ, (રાવણવધ) મહાકાવ્યના સજક પ્રખર વ્યાકરણાચાર્ય મહાકવિ ભટ્ટી, તથા કલિકાલ સર્વજ્ઞ અને સાક્ષરોના આદી, ગુજરાતની અસ્મિતાનો કીર્તિધ્વજ ઉંચાઇએ ફરકાવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે એ સરતાજ આચાર્ય હેમચન્દ્ર આ ત્રણેય સમર્થ વિદ્વાતા અને કલાપ્રિયતાનું પ્રમાણ પુરુ પાડ્યું છે ! આ ત્રણેય ઋવિદ્વાનોમાં મહાકવિ મૉનું સ્થાન અનેક રીતે વિશિષ્ટ છે. આ માઘા પંડિતે ગુર્જર ભૂમિ, તેના નગરો, વનો ઉપવનો અને ગરવા ગિરનારની ગૌરવગાથા ગાવાનો નિર્ધાર કરી અલ્પ વિસ્તારવાળી અને મહાકાવ્યના પોત માટે પાંખી પડે તેવી શિશુપાલવૅની કથા પંસદ કરી છે. કથાના નાયક ભગવાન શ્રીકૃષ્ણ, સૌરઠધારમાં આવીને વસ્યા તેથી પણ માઘકવિને આ કથાનક તરફ આકર્ષણ રહ્યું. હોય તે સ્વભાવિક છે. એક બહુ જાપણતા શ્ર્લોકમાં સૌરાષ્ટ્રના પાંચ રત્નોનો ઉલ્લેખ કર્યો છે. (સૌરાષ્ટ્રે પંતરત્નાની, નદી તારી તુરગ્મા) એ પાંચ રત્નો એટલે સૌરઠની નદીઓ, તેની જાજરમાન નારોઓ, પાણીદાર અશ્ર્વો, સોમનાથનું મંદિર અને હરિદર્શન દ્વારકા, ઉપરાંત બીજા રન્તો પણ છે. જેમાં ગરવો ગિરનાર, ભકિતના કેશરીયા રંગે રંગાયેલા ભકત કવિ મહેતા નરસિંહ, અને જેની ત્રાડથી ગિરની વનરાજી કંપી જાય છે તેવા કેસરી સિંહ ! કુમાર સંભવ મહાકાવ્યમાં કાલિદાસે હિમાલયનું વર્ણન કર્યું તો તેની સ્પર્ધામાં કવિ માઘે તેના મહાકાવ્યમાં ગિરનાર પર્વતના રંગબેરંગી શબ્દચિત્રો દોર્યા, એક આખા સર્ગના અસંખ્ય શ્ર્લોકોમાં એણે ગિરનારની સુંદરતા, વિવિધતા અને વિશેષતાનું મનહર અને મનભર આલેખન કર્યું છે. ગિરનારની ઊંચાઇ આમ તો ઓછી છે, સુંદરતા, સમૃધ્ધિ અને વિપુલ વનરાજીની બાબતમાં ગિરનાર, હિમાલયની સામે વામણો ગણાય. પરંતુ ઉંમરમાં તે વયોવૃધ્ધ છે, ઉંમરને નજર સમક્ષ રાખીએ તો ગિરનાર, હજારો લાખો વર્ષોથી ધ્યાનમાં બેઠેલો પુરાતન જોગી છે. એની સામે હિમાલયતો નાના બાળક જેવો ગણાય. સવારમાં ગિરનાર પાછળથી સુરજ ઉગે તયારથી આરંભીને આખા દિવસ દરમ્યાન અને અંધારાના ઓળા ઉતરેકે ચન્દ્રની ચાંદની અજવાળા રેલાય ત્યાં સુધીના સમય ગાળામાં પ્રત્યેક ક્ષણે ગિરનારમાં નૂતન સુંદરતાના દર્શન થાય છે. એને તમે કોઇપણ ક્ષણે જુઓ એ અનોખો અને અતિ રમણીય દેખાશે. આ બાબતને લક્ષમાં લઇને કવિ માઘે સુંદરતાની વ્યાખ્યા બાંધી છે, જે સર્વકાલીન અને સર્વવ્યાપી ગણવામાં આવે છે. કવિ કહે છે. જે વ્યકિત કે વસ્તુ, પ્રત્યેક ક્ષણે નવીન જણાતી હોય તે રમણીય રુપ છે એમ કહિ શકાય. કવિ માઘ પહેલા મહાભારતના વન પર્વમાં ગિરનાર પર્વતનો ઉજ્જયન્ત પર્વત તરીકે ઉલ્લેખ છે એજ રીતે ગિરી તળેટી જતાં માર્ગમાં આવેલ શિલાલેખો, રુદ્રમાના શિલાલેખ અને સ્કંદગુપ્તના શિલાલેખમાં ઉજ્જયત પર્વતને સ્પષ્ટ રીતે જ ગિરનાર તરીકે દર્શાવ્યો છે. એથી સ્પષ્ટ થાય છે કે તેનું પ્રાચીન નામ ઉજ્જયત હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદ ગુપ્તના સમય ઇ.સ. ૪પ૦ની આસપાસ આ ઉજ્જયત પર્વત રૈવતક તરીકે પણ ઓળખાવા લાગ્યો હતો. મહાકવિ રૈવતક નામથી જ એનું વર્ણન કર્યું છે. આ વર્ણનોમાં એવી સજીવતા છે, સુરેખતા અને વિવિધતા છે કે, હું તો તેને કવિ માઘે તૈયાર કરેલ ગિરનારના રંગીન ફોટાનું આલ્બમ કહું છું. આ પર્વતના શિખરો ઉપર બેસી, સુગંધી અને શિતલ પવનની મોજ માણતા, તળેટીની વનભુમિમાં ચાંદની રાતે વિહહાર કરતા, કોઇ એકલી અટુલી સપાટ શિલાની શય્યા બનાવી ગિરી શિખરોની હારમાળાનું દર્શન કરતા કવિ માઘે મનભરીને ગિરનારની સુંદરતાનું ધ્યાન ધર્યું છે. ! તેના વિવિધ રંગી ગિરનારી શબ્દ ચિત્રોના આલ્બમમાંથી બે ત્રણ ચિત્રો હું તમને બતાવું છું. એક શબ્દ ચિત્ર તેણે અદભુત કલ્પનાથી દોર્યું છે. પ્રભાતનો પહોર છે. ગિરનારની ઊગમણી બાજુ સુર્ય ઊગી રહ્યો છે. અને તેની આથમણી બાનુ પૂર્ણ ચંદ્ર આથમી રહયો છે. વચ્ચે મગોન્મત્ત ગજરાજ જેવો ગિરનાર ઊભો છે. તે એવું લાગે છે કે, જાણે કોઇ મહારાજના હાથી બન્ને બાજુ સોનેરી રુપેરી દોરડાઓથી બાંધેલ સોના-રુપાના ઘંટ લટકી રહ્યાં છે ઊગતા સુર્યના તેજસ્વી કિરણો સોનેરી છે, અને આથમતા સન્દ્રના કિરણો રુપેરી છે. કવિની આ કલ્પના હત્યંત મૌલિક છે અને સાહિત્યજગતમાં તે અત્યંત લોકપ્રિય થઇ છે. ગિરનાર માઇલો સુધી ધરતીની કાયાને ઢાંકીને ઉભો છે. એની સજાવટમાં ભગવાન શ્રીકૃષ્ણે અંગત રસ લીધો છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના એક પિતરાઇ ભાઇ નેમિનાથ દીક્ષા લઇ ગિરનારમાં બાર વર્ષ સુધી રહ્યા હતા. અને ઉગ્ર તપ કર્યું હતું. આજે પણ ગિરિ તળેટીમાં ભગવાન નેમિનાથનું ભવ્ય મંદિર છે. વળી ગિરનારના આ શિખરો કેવા દિવ્ય છે. જાણે હજારો વષથી પ્રખર તપ તપતા સમાધિમગ્ન યોગીઓ, જુનાગઢમાં ઉભા રહીને ધ્યાનથી નિરખીએ તો એવું લાગે કે જાપે કોઇ ધુરંધર જોગી, સમાધિમાં સુતા હોય ! આ પાષાણની કાયામાં કવિએ જે પ્રાણ પૂર્યા છે. તેને કારણે તેના તરફ આપણી આત્મિયતા જાગે છે. કવિ જગતમાં ચન્દ્રકાન્તમણિ દ્રવી જાય છે. અને સુર્ય કિરણોના સ્પર્શથી સૂર્યકાન્તમણિ સળગી ઉઠે છે. આ કવિ કલ્પનાનો આશ્રય લઇ, માઘે કહ્યું છે કે ગિરનારમાં અગણિત ચંન્દ્રકાન્ત અને સુર્યકાંન્તમણિઓ સળગી ઉટવાને કારણે એવું લાગે છે જાણે યોગીરાજ ગિરનાર સમાધિમાંથી જાગીને ધૂણી તાપી રરહ્યા છે. તો ગિરનારનું એક શબ્દચિત્ર એવું છે જેમાં માઘે સુખી ગૃહજીવનના દ્રશ્યોનું આલેખન અને વાત્સલ્યના કોમળ ભાવોનું ગુંફન, ખુબ કુશળતાથી કર્યું છે. અવા કન્યા વિદાયના કરુણાભાવનું દર્શન તે કરાવે છે. ગિરનારમાંથી નદીઓ નિકળે છે. આ નદીઓ એ ગિરનારની રમતીયાળ પુત્રીઓ છે એના નામ પણ સુંદર છે. સુવર્ણસિકતા, (આજની સોનરખ) પલાશિની (કદાચ આની કાળવો), વિલાસીની વગેરે ગિરનારની પુત્રીઓ પિતાના ગૃહેથી નીકળી, એના પતિ સમુદ્રને મળવા જાય છે. ત્યારે આ પાષાણરહદયનો પિતા પણ વેદનાથી પિગળી જાય છે. અને પંખીઓ કલરરુપી રુદનથી રડતા લાગે છે. કઠોરમાં કઠોર પિતા પણ કન્યા વિદાય પ્રસંગે ન રડ્યો હોય એવું બને જ નહીં. ગિરનારના આવા અગણિત શબ્દોચિત્રો કવિએ આલેખ્યા છે. અને એ આલેખાયા તેને સાડાબારસો ઉપરાંત વર્ષો થયા તો પણ તેના રંગો જરાપણ ઝાંખા નથી પડયાં, કારણ કે તે આત્માની અમૃત કલા માંથી સર્જન ,પામ્યા છે.
સોરઠની ધરાના પાવન સંતો-મહંતો
ભકત ઇસરદાનજી
શ્રમાન નથુરામજી શર્મા
ભકત નરસિંહ મહેતા
આપાગીગા
સહજાનંદ સ્વામિ
સંત દેવીદાસ
દેવતણખી ભગત
સંત મૂળદાસ
વાજસુર ભક્ત
ભકત રાણીંગ
શેઠ સગાળશા
સંત મુંડિયા સ્વામી
બાળક સ્વામી
આદિકવિ ભકત શ્રી નરસિંહ મહેતા
ભકિત માર્ગના પુરસ્કર્તા શ્રી નરસિંહ મહેતા
ગુજરાતી ભાષાના આદિકવિ ભકત શ્રી નરસિંહ મહેતા વિષે ટુંકમાં એમ કહી શકાય, કે તેઓ ભકિત માર્ગના પુરસ્કર્તા તો હતા જ. સાથોસાથ પ્રખર સમાજ સુધાકર પણ હતા.
આજના કોમ્પ્યુટર અને હરણફાળ ભરતા વિજ્ઞાનયુગમાં, આપણો સમાજ હજુ પણ નાત-જાતના વાડાઓમાંથી સંપૂર્ણપણે મુકત થતો નથી
તયારે નરસિંહ મહેતાએ તેમના સમયમાં આજથી પાંચસો વર્ષ પૂર્વે દલિતોના ઘરે જઇને, ભજનો ગાયા. એ યુગમાં તેમણે, સમાજમાં બહુ મોટીક્રાંતિ કરી. તેથી તેઓ ક્રાંતિકારસ સંત છે. તેમ કહીએ તો કાંઇ ખોટું નથી.
આપણે જાણેએ છીએ કે નાગર જ્ઞાતિએ તેમને નાત બહાર મુકયો. પરંતુ મહેતાજીએ જ્ઞાતિની કે કોઇની સામે કોઇ ફરીયાદ નથી કરી ઉલ્ટાનું તેમણે ગાયું કે,
ઓ... રે... અમો એવા રે ઓ,
વળી તમો કહો છો તેવા રે,
મકિત કરતાં જો ભ્રષ્ટ કહેશો તો,
કરશું દામોદરની સેવા રે...
આમ આ નોખી માટીના માનવીને મન ભકિત જ મહતવની છે. તેમને કોઇના તરફથી માઠું નથી લાગતું. ભાભીના મહેણાંથી તેઓ ગૃહત્યાગ કરીને, જંગલમાં ચાલ્યા જાય છે. ત્યાં અપૂજ શિવમંદિરમાં શિવની પૂજા-તપશ્ર્વર્યા કરી શિવજીને પ્રસન્ન કરે છે.
શિવની કૃપાથી, ભગવાન શ્રી કૃષ્પની રાસ-લીલા નિહાળે છે. સંસારીમાંથી સિધ્ધ અને સંત બનેલા નરસિંહ ઘરે પાછા આવે છે અને ભાભીના પાડ માનતા કહે છે કે...
ભાભીએ ભાગ્ય ઉદે કર્યા,
મને કહ્યું જે કઠીન વચન,
ત્યારે નરસૈયો નિરભય થયો,
પામ્યો તે જગજીવન...
હદયની વિશાળતા અને ભાભી પ્રત્યેનો પુજય ભાવ, ઉપરથી પંકિતમાં જોવા મળે છે. સંસારના કોઇ દુઃખની નરસિંહને પરવા થી. જીવન સંગિની માણેકબાઇ મૃત્યુ પામે છે. તયારે તેઓએ ગાયું કે,
ભલુ થયું ભાંગી જંજાળ
સુખે ભજશું શ્રી ગોપાળ...
આમ નરસિંહના જીવનમાં ભકિત જ કેન્દ્ર સ્થાને છે. જગતનાં તમામ ધર્મો મોક્ષની વાત કહે છે. જન્મ-મરણના ફેરામાંથી સૌને મુકિત જોઇએ છે. પણપ નરસિંહ તો અનોખા છે. તેખોને મન ભગવદ ભકિત જ સર્વસ્વ છે. જેની પ્રતિતિ, નેમની નીચેની પંકિત દ્વારા થાય છે,
હરિના જન તો મુકિત માંગે,
માંગે, જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા, નિત્ય-કિર્તન આચ્છવ,
નીરખવા નંદકુમાર રે...
જો મોત મળી જાય અને ફરી જનમ ન મળે તેનો નરસિંહને મન કોઇ અર્થ નથી કારણ કે જનમ્યા વગર ભકિત કેમ કરવી ? તેથી હરિનો (પ્રભુનો) સાચો માનવી કદી મુકિત ઇચ્છતો નથી. જન્મોજન્મ અવતાર ઇચ્છે છે. જેથી સતત ભકિત થતી રહે...
સંસારમાં રહેવા છતા. તેઓ જલકલવત રહ્યા. ગીતાના કર્મયોગમાં પ્રબોધેલા સનાસત યોગના તેઓ સાચા યોગી હતા. સમાજે તેમને બહું સંતાણ્યા. તેમ છતાં તેમને કોઇની સામે કટુતા ન રાખી.
નરસિંહ મહેતાની સર્જનયાત્રામાં આત્મ ચરિત્રાત્મક રચનાઓ આખ્યાન અને કૃષ્ણ પ્રિતીના પદો મુખ્યત્વે છે. તેમનું વૈષ્ણવજન ભજન આંતર-રાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્ધિ પામ્યુ છે.
નરસિંહ મહેતાની વાત ચાલે છે તયારે દામોદર કૂંઠની વાત ન કરીતો આ લેખ અધૂરો ગણાય. નરસિંહની સાથે તેના જીવનની રોજીંદી ઘટમાળ સાથે દામોદર કૂંઠ સંકળાયેલો છે. નરસિંહ અને દામોરકૂંઠ, એક સિક્કાની બે બાજુસમાન છે. તેઓ કહે છે કે,
ગિરી તળેટી ને કૂંડ દામોદર,
જયાં મહેતાજી ન્હાવા જાય...
મહેતાજી દરરોજ વહેલી સાવરે તેમના ઘરેથી, ચાલીને દામોદર કૂંડ જતા. ત્યાં જઇ સ્નાન કરી, કરતાલ વગાડતા, ભજન-કિર્તન કરતા-કરતા પાછા કરે જતાં.
જેના સંદર્ભમાં દિવંગત સાંઇ કવિ શ્રી મકરંદભાઇ દવેએ નોંધ્યું છે કે મહેતાની સાથે ચાલવું મુશ્કેલ. પણ આપણે તો ચાલીએ એટલે ચાલવા માંડીએ, પણ મહેતા તો ચાલ સાથે કરતા વગાડતા જાય પદ સાથે પ્રાણને મિલાવતા જાય. વળી વચ્ચે નાચી ઉઠે, કાંઇક ભાળતા હોય એમ ઉભા રહી જાય.
એટલે, આટલા વરસોથી નરસિંહનું રુપ અને સિંહ-દ્રષ્ટી પારખવાં માટે આપણે સહુ કોશિષ કરીએ છીએ, પણ તેમની સાચી મુદ્રા અને પદની ગતિ પરખાતી નથી. કોઇવાર એમ પણ લાગે છે કે, આપણી ભોમમાં આવી પઠેલો આ જુદા લોકનો અનેજુદા મિજાજનો માનવી છે.
નરસિંહનગર (જૂનાગઢ)નાદિવંથત કવિ શ્રી મનોજ ખંડેરિયા એ લખ્યુ છે કે,
તળેટીએ જતા હજુએવું લાગે છે કે,
કરતાલ હનુ કયાક વાગ્યા કરે છે...
નરસિંહ મહેતા જેવા સંત કવિની કર્મભૂમિ જૂનાગઢની હવામાં આજે પણ કરતાલનો તાલ અને ભજનની ભકિતની અનૂભૂતિ મનોજભાઇની જેમ ઘણાં ભકતજનોને થાય છે. નરસિંહની કવિતા અને તેની ભકિતની આ પરમશકિત હોય તેમ લાગે છે.
સૌરઠ જૂનાગઢનું રપ૦૦ વષનું ઐતિહાસિક સિંહાવલોકન
૧૦૦ ક્ષત્રપ સમ્રાટ ભૂમકનું સૌરાષ્ટ્ર ઉપર શાસન
૧પ૦ સુદશન તળાવ ફાટયું, રુદ્રદામોએ પુનઃ નિર્માપ કરાવ્યું.
૩૯પ ક્ષત્રપ શાસાનનો અંત, ગુપ્તશાસનનો પ્રારંભ.
૪પ૬ ભાદરવા વદ ૬, સુદર્શન તળાવ ભાંગ્યું, સ્કંદગુપ્ત દ્વારા પુનઃ નિર્માણ, અશોક શિલાલેખમાં તેણે લેખ કોતરાવ્યો
૪૬૭ સ્કંદગુપ્તનું અવસાન, ગુપ્ત શાસાન સમાપ્ત.
૪૯૯ સુનાપતિ ભટ્ટાર્ક દ્વારા વલ્લભીમાં મૈત્રક વંશની સ્થાપના જૂનાગઢ વલ્લભીના તાબામાં.
૭૭૦ વલ્લભીનું પતન.
૮૭પ ચુડાચંદ્ર દ્વારા ચુડાસમાં વંશની સ્થાપના, ગિરિનગરના ગૌરવનો પુનઃપ્રારંભ.
૧૦૧૦ રા'દયાસનનું મૃત્યું વંથલીનું પતન
૧૧૦૭ સિધ્ધરાજ જયસિંહની ચડાઇ.
૧૧૧૪ સિધ્ધરાજ જયસિંહની જીત, રા'ખેંગાર બીજો મરાયો.
૧૧પ૨ કુમારપાળના સેનાપતિ ઉદયનના પુત્ર વાહડ/વાગ્ભટનું આક્રમણ, રા'કવાતનું મૃત્યુ. કુમારપાળના સાર્વભૌમત્વ નીચે, રા'જયસિંહ ગાદીએ બેઠા.
૧૨૩૨ વસ્તુપાલ-તેજપાલે ગિરનાર ઉપર અપ્રતિમ સુંદર જૈન મંદિર બંધાવ્યા. કુંવર/કમર સરોવર બંધાવ્યું. તેજપુર ગામ વસાવ્યું.
૧૩૪૯ મહમદ તઘલખની જૂનાગઢ ઉપર ચડાઇ.
૧૪૧૪ તાતારખાનના પુત્ર અહમદશાહનું આક્રમણ, સુલતાન દ્વારા જૂનાગઢમાં થાણેદારની નિયુકિત.
૧૪૧૭ નરસિંહદેવના પુત્ર દામોદરે કુંડ ઉપર મઢ બંધાવ્યો, તે હાલની મહાપ્રભુજીની બેઠક.
૧૪૭૨ મહમદ બેગડાની ચડાઇ, માંડલિક ત્રિજાના શાસનનો અંત, જૂનાગઢનું નામ મુસ્તફાબાદ.
૧૪૯૧ ભકિતદર્પણના રચયિતા ગોવિંદસ્વામિ યાત્રાએ આવ્યા અને એક અમરપદ રચ્યું.
૧પ૯૩ સુલતાન મુઝફર ત્રીજાની આત્મહત્યા, સુલતાનના શાસનનો અંત.
૧પ૯૪ અકબરના સુનાપતિ નવરંગખાન જૂનાગઢના ફોજદાર.
૧૬૧૬ જહાંગીરના સમયમાં કાસમખાન જૂનાગઢના ફોજદાર.
૧૬૨૨ જહાંગીર સામે ખુર્રમના બંડ વખતે કાસમખાન ફોજદાર.
૧૬૩૩ ઇસ્તારખાન ફોજદાર તરીકે આવ્યા.
૧૬૪૨ ઇનાયતુલ્લા ફોજદાર તરીકે આવ્યા, સોમનાથમાં લુંટફાટ કરી.
૧૬૬૪ સરદારખાનની સોરઠનાસુબા તરીકે નીયુકિત.
૧૬૮૬ સરદારખાન દ્વારા સરદારબાગ અને સરદાર સરોવરનું નિમાણ.
૧૭૦૭-૪૮ ઔરંગઝૈબના અવસાન પછી અનેક સુબા, ફોજદાર આવ્યા.
૧૭૪૮ બહાદુરખાન નામથી શેરખાન બાબી વંશની સથાપના કરી.
૧૭પ૮ બહાદુરખાનનું અવસાન, મહાબતખાન પહેલી ગાદીએ.
૧૭૭૪ બહાદુરખાનનું અવસાન, હામિદખાન પહેલાં ગાદીએ.
૧૭૭૬ ગાયકવાડના સુબેદારની ચડાઇ, દિવાન અમરજીએ તેમને હરાવ્યા.
૧૭૮૪ અજોડ સેનાપતિ, મહાન મુત્સદી દિવાન અમરજીનું ખુન.
૧૭૮૬ આરબ, સીંધી જમાદારોએ ચડત પગાર માટે બંડ કરી નવાબને કેદ કર્યા.
૧૭૯૧ ભયંકર દુષ્કાળ.
૧૭૯૬ મરાઠા સરદાર સેલુરકરની સડાઇ, નવાબે ખંઠપી આપી.
૧૭૯૯ મરાઠા સરદાર અમીનની ચડાઇ, નવાબે પુષ્કળ ખંડણી આપી.
૧૮૦૬ કનલ વોકર દ્વારા કોડીનાર, અમરેલી, માંગરોળ, જૂનાગઢમાં સામેલ.
૧૮૧૧ ૪-માસ સુધી આકાશમાં ધુમકેતું દેખાયો, બહાદુરખાન-બીજા ગાદીએ.
૧૮૧૨-૧૩ ભયંકર દુષ્કાળ, પુષ્કર જાનહાની.
૧૮૧૪ મહામારીમા મોટી જાનહાની.
૧૮૧૯ મોટો ધરતીકંપ, બે દિવસ આચકા, ઘણા મકાનો પડી ભાંગ્યા.
૧૮૨૦ બહાદુરખાન- બીજા દ્વારા રાજના હિસાબની વ્યવસ્થિત પધ્ધતિ અમલમાં.
૧૮૨૨ વિશ્ર્વ પ્રસિધ્ધ ઇતિહાસકાર કનલ રોડ જૂનાગઢની મુલાકાતે.
૧૮૨પ ભીષણ દુષ્કાળ, વિશાળ સંખ્યામાં પશુ-મનુષ્યોનો ભોગ.
૧૮૨૬ શ્રી સહજાનંદ સ્વામિની પ્રેરણાથી સ્વામિ મંદિર નિર્માણનો પ્રારંભ.
૧૮૨૮ શ્રીજીના હસ્તે મુર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા.
૧૮૩૮ સતી થવાની એક-બે ઘટના, તેના પ્રતિબંધ માટે કડક કાયદા.
૧૮૪૦ હામિદખાન-બીજા ગાદીએ.
૧૮૪૬-૪૯ અનરાધાર વરસાદ, ભીષણ પુર, જામમાોની વ્યાપક ખુવારી.
૧૮પ૧ મહાબતખાન-બીજા સગીર, રિજન્સી કાઉન્સિલની નિમણૂંક.
૧૮પ૮ રિજન્સી કાઉન્સીલ બરખાસ્ત.
૧૮૬૨ પોલિટીકલ એજન્ટ દ્વારા રાજયોનું વર્ગીકરપ, જૂનાગઢને પ્રથમ વર્ગનો દરજ્જો, બ્રિજટીશ સરકારે દતકની સનદ આપી.
૧૮૬૩ ગુજરાતના પ્રથમ પ્રાણી સંગ્રહાલય સકકરબાગની સ્થાપના.
૧૮૬૪-૬પ પ્રથમ માસિક મેગેઝીન સૌરાષ્ટ્ર દર્પણના પ્રકાશનનો પ્રારંભ.
૧૮૬પ સૌરાષ્ટ્ર પોસ્ટ (ટપાલ ખાતા), પ્રથમ પુસ્તકાલયની સ્થાપના.
૧૮૬પ જૂનાગઢને જેતપુરનો ભાગ મળ્યો.
૧૮૬૯ તીડોના ટોળા દ્વારા પુષ્કળ નુકશાન.
૧૮૭૦ મુંબઇના ગવર્નર સિમોર ફિટઝનીરાલ્ડ દ્વારા હોસ્પિટલનું ખાત મુહૂર્ત.
૧૮૭૧-૭૨ ભયંકર રોગચાળો, વ્યાપક જાનહની.
૧૮૭૪ વજીર બહાઉદીનભાઇના હસ્તે હોસ્પિટલનું ઉદ્દઘાટન.
૧૮૭૭ ચોત્રીસી (સંવત ૧૯૩૪) નામે પ્રસિધ્ધ દુષ્કાળ
૧૮૭૮-૭૯ બહાદુરખાનજી હાઇસ્કૂલની સ્થાપના.
૧૮૭૯ જૂન, ૧૦ તીવ્ર ધરતીકંપ, જાનહાની તથા નુકશાન.
૧૮૮૨ મહાબતખાન બીજાનું અવસાન
૧૮૮૬ ડિસેમ્બર, ૧૧ લોર્ડ રે ના રસ્તે રેલ્વેનું ખાત મુહુર્ત.
૧૮૮૭ ડિસેમ્બર, ૩૦ ટ્રેન ચોકી પહોંચી, લોર્ડ રે દ્વારા સ્વાગત.
૧૮૮૮ જાન્યુઆરી, ૧૯ ટ્રેન જૂનાગઢ સ્ટેશનમાં પહોંચી.
૧૮૮૯ ગિરનાર લોટરીના માધ્યમથી પગથિયાનો જીર્ણોધ્ધાર.
૧૮૯૦ પ્રિન્સ આલ્બર્ટ દ્વારા લેપર એસાયલમનો શિલારોપણ.
૧૮૯૧ દાતારના પગથિયાનું બાંધકામ શરુ.
૧૮૯૨ સ્વામિ વિવેકાનંદ જૂનાગઢની મુલાકાતે. બહાદુરખાનજી-ત્રીજાનું મૃત્યું.
૧૮૯૩ લોર્ડ હેરિસ દ્વારા લેપર એસાલયમનું ઉદ્દઘાટન.
૧૮૯૩ બહાઉદિનભાઇને કેમ્પેનિયનશીપ ઓફ બ્રિટીશ એમ્પાયરનો ખિતાબ મહારાણી વિકટોરીયા તરફથી અપાયો.
૧૮૯૪ દાતારના નવા સોપાન માર્ગનું લોર્ડ હેરિસ દ્વારા ઉદઘાટન.
૧૮૯૭ માર્ચ, ૨પ કર્નલ હંટર દ્વારા બહાઉદીન કોલેજનું ખાત મુહૂર્ત.
૧૮૯૭ લોર્ડ સેન્હસ્ટ દ્વારા બહાદુરખાનજી લાયબ્રેરી અને મ્યુઝીયમ તથા રસુલખાનજી હોસ્પિટલનું ઉદઘાટન.
૧૮૯૭ રાજયના આવક ખર્ચનું બજેટ કરવાની પ્રથા શરુ થઇ.
૧૯૦૦ નવેમ્બર, ૩ લોર્ડ કર્ઝન દ્વારા બહાઉદીન કોલેજનું ઉદઘાટન.
૧૯૦૧ ડિસેમ્બર, પ લોર્ડ નોર્થકોટ દ્વારા લાયબ્રેરી, મ્યુઝીમય અને ગિરનાર તળેટીમાં ભવનાથ વોટર ટેન્કનું ઉદઘાટન.
૧૯૦૪ જંગલમાં સરક્ષણ, સંવર્ધન માટે ધારો અમલમાં.
૧૯૦૮ જૂના-જાડા દોકઠાના સ્થાને નવા પાતળા દોકડા ચલણમાં મુકાયા.
૧૯૦૯ ચાંદીની ચાર કોરીનો ૧ રુપિયો નકકી કરાયો.
૧૯૧૧ રસુલખાનજીનું અવસાન.
૧૯૧૧-૨૦ મહાબતખાન-ત્રીજા સગીર, એઠમિનિસ્ટ્રેટર દ્વારા રાજયનો વહિવટ.
૧૯૧૩ ફેબ્રુઆરી, ૧૪ ચલણમાંથી ચાંદીની કોરી પાછી ખેંચાઇ.
૧૯૧૪ વિશ્ર્વયુધ્ધમાં બ્રિજ્ઞીશ સરકારને ત્રણ વિમાનોની મદદ.
૧૯૧૪ વજીર બહાઉદીનભાઇનું અવસાન.
૧૯૧પ આર્કિયોલોજી એન્ડ હિસ્ટોરીકલ સોસાયટીની સ્થાપના.
૧૯૧૮ નવાબ સાહેબ માટે બ્રિટીશ સરકારે ૧પ તોપોની સલામી નકકી કરી.
૧૯૨૦ માર્ચ, ૩૧ મહાબતખાન-ત્રીજાનો બહાઉદીન કોલેજ હોલમાં રાજયાભિષેક.
૧૯૨૨ જાન્યુઆરી, ૮ મહાબતખાન મદસતુલ મોઅલ્લાનું નવાબ દ્વારા ઉદઘાટન.
૧૯૨૪ જૂનાગઢ સ્ટેટ ઇન્ફન્ટ્રીની રચના.
૧૯૨પ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની સ્થાપના.
૧૯૨૪-૩૨ શેખ મહમદભાઇ અબ્દુલાભાઇ દિવાન.
૧૯૩૩ ડિસેમ્બર, ૧૭ નવાબ દ્વારા ચિલ્ડ્રન વેલફેર સોસાયટીની સ્થાપના.
૧૯૩૨-૩પ પી.આર.કેડલ દિવાન.
૧૯૩૬ લોર્ડ વિલીંગ્ડનના હસ્તે ડેમનું ઉદઘાટન.
૧૯૩૬ લેડી વિલીંગ્ડન દ્વારા રેસકોર્સ (ઝફર મેદાન)નું ઉદઘાટન.
૧૯૩પ-૩૮ જે. એમ. મોન્ટીથ દિવાન.
૧૯૪૦ જુલાઇ, ૩૧ સૌરાષ્ટ્રના રાજાઓની જૂનાગઢમાં પરિષદ.
૧૯૪ર ઓગષ્ટ, ર૮ ખાનબહાદુર અબ્દુલકાદર મહમદહસેન દિવાન.
૧૯૪પ દિલાવરખાનના લગ્ન પ્રસંગે સ્ટેશન સરધાર બાગના ડામરના રસ્તાનું બાંધકામ.
૧૯૪પ માર્ચ, ૩૧ મહાબતખાનના શાસનની સીલ્વર વયુબીલી, નવાબને ચાંદીથી જોખ્યા.
૧૯૪૭ મે, ૩૦ સર શાહનવાઝ ભુટો દિવાન.
૧૯૪૭ ઓગષ્ટ, ૧પ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોઠાણ કરવાની જાહેરાત.
૧૯૪૭ સપ્ટેમ્બર, ૨પ મુંબઇના માધવબાગની સભામાં આરઝી હકુમતની સ્થાપના.
૧૯૪૭ ઓકટોબર, ૧૭ કુટુંબીઓ તથા અનયો સાથે નવાબ કરાચી રવાના.
૧૯૪૭ નવેમ્બર, ૯ આરઝી હકુમતે જૂનાગઢનો કબજો લીધો. ઉપરકોટ પર ત્રિરંગો ફરકાયો.
૧૯૪૭ નવેમ્બર, ૧૦ ભારત સરકાર દ્વારા તારાચંદ શાહની પ્રથમ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુકિત.
૧૯૪૭ નવેમ્બર, ૧૩ બહાઉદીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઇ પટેલની સભા.
૧૯૪૮ ફેબ્રુઆરી, ૨૦ જૂનાગઢમાં રેફરન્ડમ-ગુપ્ત મતદાન.
૧૯૪૮ માર્ચ, ૧ ગુપ્ત મતદાનનું પરિણામ જાહેર.
૧૯૪૮ જૂન,૧ એડમિનિસ્ટ્રેટરની સહાય માટે ભારત સરકાર દ્વારા એક કાઉન્સીલની રચના.
૧૯૪૯ જાન્યુઆરી, ૧૪-૧પ ક.મા.મ્ુન્શીની આધ્યક્ષમતામાં ગુજરાત સાહિત્ય પરિષદનું અધિવેશન.
૧૯૪૯ જાન્યુઆરી, ૨૦ જૂનાગઢ રાજયનું સૌરાષ્ટ્ર રાજયમાં વિલીનીકરણ.
૧૯૪૯ ઓકટોબર, ૯ આઝાદી પછી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ નરોતમ લાલજી શેઠ.
૧૯૪૯ ઓકટોબર, ૧૦ બનેસિંહજી ઝાલા સોરઠ જિલ્લાના પ્રથમ કલેકટર તરીકે નિયુકત.
૧૯૪૯ શામળદાસ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત ઇતિહાસ પરિષદનું અધિવેશન.
૧૯પ૦ એક દિવસમાં ૧૪ ઇંચ અને ૪૦ દોકડા વરસાદ.
૧૯પ૦-પ૧ લોકનાયક જયપ્રકાશ નારાયણ જૂનાગઢ આવ્યા.
૧૯પ૧-પ૨ બહાઉદીન કોલેજની સિલ્વર જયુબિલીની ઉજવણી.
૧૯પ૨ ડો. સી.વી. રામન બહાઉદીન કોલેજમાં વ્યાખ્યાન આપવા જૂનાગઢ આવ્યા.
૧૯પ૩ ડિસેમ્બર, ૨૬ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના માધવરાવજી ગોલવલકર-ગુરુજી જૂનાગઢની મુલાકાતે.
૧૯પ૬ સૌરાષ્ટ્ર રાજયનું મુંબઇ દ્વિભાષી રાજયમાં વિલીનીકરણ, સોરઠ જિલ્લો હવે જૂનાગઢ જિલ્લો.
૧૯પ૭ બહેરા-મુંગા બાળકોની શાળાની સ્થાપના.
૧૯પ૭ ધોધમાર વરસાદથી ગિરનાર પર શિલાઓ ધસી પડી, પગથિયા તુટયા.
૧૯પ૭ ગૌ હત્યા વિરુધ્ધ આંદોલનને અનુલક્ષીને વૃંદાવન ભાગવતાચાર્ય પ્રભુદત બ્રહ્મચારીજી જૂનાગઢમાં.
૧૯૬૦ મે, ૦૧ ગુજરાત રાજયની સ્થાપના, જૂનાગઢ શહેર જિલ્લાનું મુખ્યમથક.
૧૯૬૧ નવેમ્બર, ૧૨ મોરારજીભાઇ દેસાઇના હસ્તે વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ.
૧૯૬૨ એગ્રીકલ્ચર કોલેજની સ્થાપના, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન.
૧૯૬૩-૬૪ શ્રી રજનીશ આવ્યા, ફરાસખાના હોલમાં વ્યાખ્યાન.
૧૯૬૩-૬૪ રતુરભાઇ અદાણી પ્રેરીત સોરઠ શિક્ષણ અને સાંસ્કૃતિક સંઘનસ સથાપના.
૧૯૬પ મે, ૧ થી જૂન ૧પ વહિવટદારનું શાસન.
૧૯૬૬ નવેમ્બરપ ર૬ આઝાદીના લઠવૈયા સંતશ્રી મયારામજી બાપુનો દેહાંત, જૂનાગઢ સવ્યંભૂ બંધ.
૧૯૭૨ એગ્રીકલ્ચર કોલેજનું ગુજરાત એગ્રી.યુનિ. સાથે જોઠાણ.
૧૦૭૨ ફરગ્યુસન પુલ પહોળો બનાવાયો. રતુભાઇ અદાણી દ્વારા ઉદઘાટન.
૧૯૭પ માર્ચ, ૧૧ ગિરનારના પગથિયાં તુટ્યાં, ભકકામુકકીમાં ૩૦ મૃત્યુ.
૧૯૮૩ જુન, રર પુષ્કર વરસાદ, વંથલીની હોનારત.
૧૯૮૪-૮પ એશિયાના સૌથી મોટા તેલિબિયાં પિલાસ પ્લાન્ટગ્રોફેડની સ્થાપના.
૧૯૮પ જાન્યુઆરી, ર૬ વસંત પંચમી, ગિરનાર દરવાજાના ચોકમાં નરસિંહ મહેતાની પ્રતિમાનું પ્રતિષ્ડાન.
૧૯૮૮ ફેબ્રુઆરી, ૧૬ બોમ્બે ગેસ્ટ હાઉસમાં બોમ્બ ધડાકો, ૪ મૃત્યુ.
૧૯૮૯ ફેબ્રુઆરી, ૬ ગિરનારની સીડી તુટી, ૩ મૃત્યુ, ર૬ ઇજાગ્રસ્ત.
૧૯૯પ ડીસેમ્બર, પ જૂનાગઢની જેલ તુટવાની પ્રથમ ઘટના, ૬ કેદી ભાગ્યા, ખુનનો એક અપરાધી હજુ ફરાર.
૧૯૯૬-૯૭ ગોફ્રેડ પ્લાન્ટ બંધ થયો..
ર૦૦૦ સપ્ટેમ્બર, ૧પ જૂનાગઢ મહાનગરપાલિકાની રચના.
ર૦૦૪ મે, ૦૧ ગુજરાત કૃષિ યુનિ.ના જૂનાગઢ કેન્દ્રનું સ્વતંત્ર જૂનાગઢ કૃષિ યુનિ.. તરીકે પુનર્ગઠન.
ર૦૦૪ જુલાઇ, ૧પ જૂનાગઢ મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણી, પ૨.૪૩% મતદાન, ૩પ ભાજપ, ૧પ કોંગ્રેસ, ૦૧ અપક્ષ.
ર૦૦પ ઓગષ્ટ, ૦૧ પ્રથમ મેયર તરીકે મહેન્દ્રભાઇ મશરુ નિયુકત.
http://www.gujarattourism.com/showpage.aspx?contentid=1171&lang=English#divhub
http://www.saurashtrabhoomi.com/epaper.html
=======================================
જૂનાગઢના જોવાલાયક સ્થળો અને વિહારધામો
પર્વતાધિરાજ ગિરનાર
=======================================
અંબાજી મંદિર
ગોરખનાથજી મંદિર
ગુરુ દતાત્રેયની ટૂંક
વસ્તુપાળ તેજપાળના દેરાં, ગિરનારની પહેલી ટૂંક
જૈન દેરાસરો
ગૌમુખી ગંગા
કમંડળ કૂંડ અને પાંડવ ગુફા
ભૈરવ જપ
ભવનાથ મંદિર તથા મૃગિકૂંડ
અશોકનો શિલાલેખ અને પવતીય લેખો
મુચંકદેશ્ર્વર
દામોદર કૂંડ
દાતાર
================================
જૂનાગઢ શહેરના જોવાલયક સ્થળો
================================
સકકરબાગ પ્રાણી સંગ્રહાલય
ઉપરકોટ
પહેલા નવાબનો મકબરો
જૂનાગઢ સ્થિત ભવ્ય સ્વામિનારાયણ નૂતન મંદિર
દરબાર હોલ સંગ્રહાલય
નરસિંહ મહેતાનો ચોંરો
સર્કલ ચોક
દિવાન ચોક
મજેવડી દરવાજો
બાબા પ્યારાની ગુફાઓ
ખાપરા કોડિયાની ગુફાઓ
ખેડૂત પ્રેરણાસ્ત્રોત, કૃષિ યુનિવર્સિટી
=================================
જૂનાગઢ જિલ્લાના અન્ય જોવાલયક સ્થળો
================================
સોમનાથ મંદિર
તુલશીશ્યામ
શ્રી બાઇ આશ્રમ - તલાળા (ગિર)
ખોરાસા (આહિરના) તિરુપતિ મંદિર
વામનરાય મંદિર
કલીમલ બાપુનો આશ્રમ
અક્ષયગઢ
કનરાનો ડૂંગર
બીલખા
બાણેજ
પ્રાંચી
મૂળ દ્વારકા
ગુપ્ત પ્રયાગ
ભાલકા તિર્થ
કનકાઇ મંદિર
જમદગ્નિ આશ્રમ
દ્રોણેશ્ર્વર
નિલકંઠવર્ણી ભૂમિ, લોજપુર (લોએજ)
સતાધાર
ત્રિવેણી સંગમ
અહેમદપુર માંડવી
શાણા વાંકિયાની ગુફાઓ
મનમોહક વિહાધામ ચોરવાડ
વનરાજોનું વિહારધામ ગિર અભયારણ્ય
સાસણ ગિર
==================================
જૂનાગઢ સાહસિક રમત સ્પર્ધા
જૂનાગઢ શહેરથી પાંચ કી.મી.ના અંતરે આવેલા સુપ્રસિધ્ધ ગરવા ગિરનાર પર્વત ઉપરના અંબાજી મંદિર સુધી જવા માટેના પગથિયાઓ ઝડપી દોડીને ચઢીને ઉતરવા માટેની સાહસિક રમત સ્પર્ધા સૌ પ્રથમ સને ૧૯૭૧માં યોજાઇ આ સ્પર્ધા સાહસ શૈર્ય અને રોમાંચકથી ભરપુર છે.
આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના ૧૭ થી ૩પ વય જુથના કોઇપણ સ્પર્ધક ભાઇ બહેનો ભાગ લઇ શકે છે. તા. ૨પ/૧૧/૧૯૭૯ના યોજાયેલ સ્પર્ધામાં સૌથી નાની વયના સ્પર્ધક અને પ્રથમ વખત ભાગ લેનાર શ્રી દેવશી આંબલિયા નામના સ્પર્ધકે પ૬ (૪૦ મીનીટમાં પ૦૦૦ પગથિયા ચડી અને ૧૬ મીનીટમાં આ પગથિયા ઉતરી) મીનીટમાં ગિરનારના પગથીયા ચઠી-ઉતરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો.
ત્યારબાદ આ સ્પર્ધા બંધ થઇ સને ૧૯૮પ અને ૧૯૯૧માં આ સ્પર્ધા યોજવામાં આવી હતી. પરંતુ આ સહસથી ભરપુર આ સ્પર્ધાને ફરી કાર્યાન્વીત કરવા તત્કાલીન કલેકટરશ્રી એમ.ડી.માંકડના પ્રયાસોથી આ સ્પર્ધા રાજય સરકારશ્રી દ્વારા યોજવા નિર્ણય લેવાયો અને કન્વીનર તરીકેની જવાબદારી આ સ્પર્ધાના અનુભવી અને રેકોર્ડ હોલ્ડર શ્રી ડી.વી. આંબલીયાને સોંપાઇ સર્વ પ્રથમ સને ૧૯૯૬માં રાજય સરકારશ્રીએ ભાઇઓ અને બહેનો બન્ને માટે અને ગુજરાત રાજયના કોઇ પણ સ્પર્ધકો માટે રાજય કક્ષાની સ્પર્ધાને બહાલી આપતાં હવે આ સ્પર્ધા રાજયના યુવક-યુવતીઓ કે જેની ઉમર ૧૩ થી ૩પ વર્ષની હોય તેવા સ્પર્ધકો માટે માટેની આ સ્પર્ધા સને ૧૯૯૬થી આજ દિન સુધી યોજવામાં આવે છે. આ સ્પર્ધા દિન પ્રતિદિન ખુબજ પ્રચલીત થતી રહી છે, જેના કારણે સ્પર્ધકોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થતો રહ્યો છે. આ સ્પર્ધામાં રાજયના વિવિધ જિલ્લામાંથી ૮૦૦ જેટલા સ્પર્ધક ભાઇઓ અને ૪૦૦ જેટલી બહેનો ભાગ લેવા આવે છે. ચાર વિભાગમાં વય જુથ પ્રમાણે યોજાતી આ સ્પર્ધામાં પ્રથમ ૧૦ વિજેતાઓને યોગ્ય ,ારિતોષિકો, ઇનામો અને રોકઠ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. આ સ્પર્ધામાં સને ૧૯૭૯ના વર્ષમાં સ્થપાયેલ રેકોર્ડ ૨૨ વર્ષ બાદ સને ૨૦૦૨ની સ્પર્ધામાં શ્રી ભાલીયા કાનજી નામના સ્પર્ધકે માત્ર પપ મિનિટ ૩પ સેકન્ડમાં આ સ્પર્ધા પુરી કરી નવો વિક્રમ સ્થાપ્યો, જે અતુટ છે. બહેનોની સ્પર્ધાનો રેકોર્ડ કુ. હેતલ ભેંસાણીયાના નામે છે જે ૩૭ મીનીટ ૧પ સેકન્ડમાં ૨૨૦૦ પગથિયા ચડી ઉતરવાનો છે. રાજય સરકારના યુવક સેવાઅને સાંસ્કૃતિક વિભાગ આયોજીત આ સ્પર્ધા એક વખત માણવા જેવી છે.
====================================
સોરઠનું ભાતિગળ સમાજ જીવન-સંસ્કૃતિ
સોરઠી ગામઠાની ગામઠી શૈલી રીત-રીવાજો, લઢેણે, લોકકલા અને લોક સાહિત્યમાં આગવી ભાત ઉપવાસી છે. આપણું સમાજ જીવન આપણું પોતીકું સર્જન છે. લોકબોલી, પરંપરાગત પહેરવેશ, આપણી ઓળખ છતી કરે છે, અને સામાજિક સમરસતાના પ્રતિક લોકમેળા સમાજના જીવનની તાસીરના દર્શન કરાવે છે. લોકજીવન અને લોક સંસ્કૃતિ આપણું વાસ્તવીક પ્રતિબિંબ છે. આથી તો લોક-સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં પટેલ, કોળી, આહિર, મેર, રબારી, કાઠી, ક્ષત્રિય, ખારવા, મુસ્લીમ, દલીત સહિત વિવિધ જાતિ-કોમના લોકો હળીમળીને રહે છે. લોકોને મુખ્ય વ્યવસાય કૃષિ, પશુપાલન અને માછીમાર છે. આ તમામ જાતિ-સમૂહના આગવા અને નિરાળા પહેરવેશ-વેષભૂષા, ઘરેણાં છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પટેલો સામાન્ય રીતે સફેદ લંઘો અને પહેરણ પહેરે છે. જયારે સ્ત્રીઓ મોટાભાગે પરંપરાગત સાડીમાં જોવા મળે છે. હા....કાનને લાંબા-લય કરી દેતી વજનદાર ટોટી (સોનાનું ઘરેણું) પહેરવાનું ભુલશે નહિં. પટેલ સમાજના યુવાનો પેન્ટ શર્ટમાં સજજ હોય છે. જયારે યુવતિઓ આધુનિક છે. તેમની જીવનશૈલીમાં પણ સમય સાથે તાલ-મેલ જોવા મળે છે. આ સમાજ પરિવતન જલદી અપનાવે છે. શિક્ષણનું વિશેષ પ્રમાણ છે, સંગઠીત છે અને મહેનતુ પ્રજા છે. ધંધા-ઉધોગ, કૃષિ અને રાજકીય ક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે. આહિરોનો આશરો અને ઓટો મોટો છે. અર્થાત આંગણે આવેલાને આશ્રય અને અન્ન આપવામાં આ સમાજ અગ્રેસર છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે આહિરોને દેગે અને તેગે સાથે રહેવાનો કોલ આપ્યો છે. અર્થાત અન્ન આપનારનું અન્ન ખુટશે નહિં અને સત્યકાજે તલવાર ઉપાઠનાર હંમેશા વિજયી થશે તેવી માન્યતા છે. ગામઠી આહિરો ચોરણી ઉપર કેડીયું, પહેરણ કે ખીમસ પહેરે છે. ચોરણી માં પણ વિવિધતા ઉરેબી, જોરાવાળી ચોરણી અને માથે ઉનની સફેદ ટોપી કે જુની પેઢીના લોકો માથે પાઘડી પહેરે છે. અગાઉ કાનમાં ઠોરીયા, ભૂંગળી કે ચાપવા પહેતા પણ હવે જવલ્લેજ જોવા મળે છે. જયારે આ સમાજની ગામડામાં રહેતી સ્ત્રીઓ ઘેરા-લાલ કે કાળા કલરના થેપાડા-જીમી (પેયણા) અને લીલા અગર રાતા રંગના કપડા પહેરે છે. તેમા પણ હવે વિવિધતા આવી છે. માથે કાળુ ઓઢણું (પછેડો) કે પછી પુમછુ (અડધી સાડીનું રંગીન ઓઢણું) ઓઢે છે. કુંવારી સ્ત્રીઓ ગામડામાં થેપાડાના બદલે (સફેદ કલરનું વસ્ત્ર) પહેરતી જોવા મળે છે. આહિર સ્ત્રીઓના ઘરેણામાં ઘણસ વિવિધતા જોવા મળે છે.ઝૂંમણું (૨પ થી ૩૦ તોલા સોનાનું) મગમાળા, મોહનમાળા, જુદા જુદા પ્રકારના હાર, પાવલા-કાઠલી ખાસ પ્રસંગોએ પહેરે છે. કાનમાં મોટા મોટા વેડલા, ઠોરીયા કાયમ પહેરે છે. હવે યુવાનો પેન્ટશર્ટ પસંદ કરે છે અને યુવતીઓ પરંપરાગત પહેરવેશથી બહાર આવી આધુનિકતા અપનાવતી થઇ ગઇ છે. આ સમાજમાં શિક્ષણની ભુખ ઉઘઠી છે. સંગઠીત બનયા છે. અને ધંધા ઉધદોગ સહિત તમામ ક્ષેત્રે હવે કાઠુ કાઠી રહ્યાં છે. ઉપરાંત મેર, રબારી, અને કારડીયા સમાજ પણ તેના આગવા ખમીર અને ખંત માટે જાણીતા છે. રબારી પ્રજાનો પશુપાલન મુખ્ય વ્યવસાય છે. કારડીયા સમાજ પ્રગતીશીલ છે. દરિયાકિનારાના વિસ્તારોમાં સ્થાયી થયેલ ખારવા પ્રજા તેની આગવી સંસ્કૃતિ, રહેણી કરણી, રીતિરીજાવોથી અલગ ભાત પાડે છે. આ સમાજના લોકોનો મુખય વ્યવસાય માછીમારી છે. જિલ્લામાં કોળી સમાજની મોટી વસ્તી છે. આ પ્રજા ખડતલ અને મહેનતુ છે.
=====================================
મિત્રો આ લેખ હ્જુ ધણો થાય તેમ છે.જગ્યા અભાવે ફરી કોઇ વાર બાકી ની વિગતો ની ચર્ચા કરીશુ.

फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
=====================================+++++++++
https://www.facebook.com/MAHUVA364290/photos_albums
https://www.facebook.com/MAHUVA364290/notes
https://www.facebook.com/MAHUVA364290/info
========================================
हमारे पेज में आपका स्वागत है 'हमें पसंद करने के लिए मत भूलना.
https://www.facebook.com/MAHUVA364290
મહુવા ના પેજ ઉપર આપનુ સ્વાગત છે મહુવા ના પેજ ને લાઇક આપવાનુ ભુલશો નહી.
અમારા પાનાં પર આપનું સ્વાગત છે અમને પસંદ કરવાનું ભૂલશો નહીં.
===============================================
Friends,
Your Likes, comments and shares our enthusiasm to support
rupee rises and more and more we strive to provide fun and interesting information ..
=========================================+++++++++++
दोस्तो,
आपकी पसंद, टिप्पणी और समर्थन करने के लिए शेयरों हमारे उत्साह
रुपया बढ़ जाता है और अधिक से अधिक हम मजेदार और रोचक जानकारी प्रदान करने के लिए प्रयास करते हैं ..
==========================================++++++++++++++++++++++
http://i.imgur.com/0CxjSNo.gif
http://i.imgur.com/6prqF04.gif
http://i.imgur.com/PNr3oPd.gif
=======================================++++++++++++
અહી મુકવામા આવતી પોસ્ટ ઘણી બધી વેબ સાઇટ પરથી લઇ સંકલીત અહીં મુકવામાં આવતી પોસ્ટ વિવિધ વેબ સાઇટ
ઉપરથી લેવામાં આવી છે એ અંગે કોઈ પણ સમસ્યા જણાય તો આપ મેસેજ મા સંપર્ક કરી શકો છો સંકલન નો હેતું ફક્ત
લોકો સુધી એક જ સ્થાનેથી પ્રાપ્ય થઇ શકે એટલો જ છે.
અહી બધાનું નામ જણાવવું શક્ય નથી પરંતુ એ બધા જ મિત્રો (અને વેબ સાઇટ) નો આભારી છું
જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…