17.9.13

પિતૃને ખીર ભાવે કે મન્ચુરિયન ડ્રાય ?


પિતૃને ખીર ભાવે કે મન્ચુરિયન ડ્રાય ?



 
કોઇના પિતા, દાદા, મામા, કાકા, ભાઇજી વગેરેને જંકફડ અતિપ્રિય હોય અને તેમનું અવસાન થાય તે પછી તેમના શ્રાધ્ધમાં એટલે કે કાગવાસમાં મેકિસકન ગ્રિલ્ડ સેન્ડવીચ વીથ ચિલી સોસ કે મન્ચુરીયન ડ્રાઇ અપાય કે નહીં ? આવો બાળસહજ પ્રશ્ન આજની નવી પેઢીને થયા વગર રહેતો નથી. આપણે ત્યાં તો કાગડા સ્વરૂપે આવતાં પિતૃઓને એ જ જરીપુરાણી પાતળા દૂધની ખીર અને ઓછા તેલમાં તળેલી પૂરી આપવાની પરંપરા ચાલી આવે છે. એમ તો ભલેને આખું વર્ષ કાગડા દેખાતાં પણ ન હોય અને દેખાય તો આપણે તેની સામે ધૃણાની નજરે જોતાં હોય પરંતુ ભાદરવા મહિનામાં પિતૃ પક્ષના સમયગાળામાં આપણને કાગડા પ્રત્યે વડિલભાવ જાગતો હોય છે. જૂની માન્યતા એવી છે કે આપણા પિતૃઓ કાગડા સ્વરૂપે આપણા ઘરે અન્નગ્રહણ કરવા આવતાં હોય છે તો બીજી એક માન્યતા એવી પણ છે કે ખરેખર કાગડા પિતૃ હોતાં નથી પરંતુ તે આપણી અને આપણા પિતૃઓની વચ્ચેનું એક માધ્યમ છે. સાચું શું છે ? એ તો કાગડા જ જાણે પરંતુ વાસ્તવીકતા એ છે કે આ દિવસો દરમિયાન આપણને સતત શ્રાધ્ધ, પિતૃતર્પણ, પિંડદાન, બ્રહ્મભોજન જેવા શબ્દો સાંભળવા મળે છે. આ વખતે ૧૨મી સપ્ટેમ્બરથી ૨૭મી સપ્ટેમ્બર સુધી શ્રાધ્ધના દિવસો છે. આ દિવસોમાં ખાસ કરીને ક્રિયાકાંડ કરનારા બ્રાહ્મણોને તો

બખ્ખા છે. આ દિવસોમાં બ્રાહ્મણોને 'ઘરજમણ' ઓછું થાય છે. દાન–દક્ષિણા પણ ભરપૂર મળે છે. જીવતે જીવત ભલે વડિલોના દિલ દુભાવ્યા હોય પરંતુ તેમના અવસાન પછી કાગડા સ્વરૂપે આવતાં પિતૃઓને પણ આપણે માનપૂર્વક 'આવ...આવ...' કરીને કાગવાસ નાખતાં હોઇએ છીએ. કાગવાસની આ પરંપરા આમ તો હવે મર્યાદિત કુટુંબોમાં જોવા મળી રહી છે. નવી પેઢીના લોકો શ્રાધ્ધમાં કે કાગવાસમાં ઓછું માને છે. આમ છતાં પંચાંગની દ્રષ્ટ્રિએ શ્રાધ્ધનું મહત્વ ઘટયું નથી. શ્રધ્ધાથી કરવામાં આવે તેને શ્રાધ્ધ કહેવાય પછી તે અમુક દિવસોમાં જ કરવાનું હોય કે અમુક સમયે તે અગત્યનું નથી. હિન્દુ પંચાંગ અને પરંપરા મુજબ ભાદરવાની પૂનમથી ભાદરવાની અમાસ એ શ્રાધ્ધના દિવસો ગણવામાં આવે છે એ દિવસો દરમિયાન કુટુંબમાંથી ગુમાવેલ પ્યારી વ્યકિતઓની યાદ કરી તેમના ગુણોનું ગાન કરીએ છીએ. રૂઢીચુસ્ત લોકો તેમને ભાવતા ભોજન જમે છે. બ્રાહ્મણોને દાન કરે છે. પીંડ પુરે છે તેઓને તર્પણ કરે છે. શ્રધ્ધાપૂર્વક બિછડેલાને યાદ કરી તેઓ યાં પણ હોય ત્યાં શાંતિથી હોય તેવી પ્રાર્થના. કોઇના પણ વગર દુનિયા અટકી નથી અને અટકાવાની પણ નથી આજે તમે છો કાલે આપણે સર્વેએ એ જ રસ્તે જવાનું છે એ યાત રહે. આ દુનિયામાં જન્મ તેનું મૃત્યુ નક્કી છે.

આપણે સર્વે આ ફાની દુનિયાના મુસાફરો છીએ તે યાદ શ્રાધ્ધના દિવસો અપાવે છે. જોધપુર શહેરમાં લંકાધિપતિ રાવણના વંશજોએ શ્રાધ્ધ પક્ષની દશમે રાવણનું શ્રાધ્ધ કયુ હતું તેમજ અમરનાથ મંદિર પરિસરમાં તેની મૂર્તિની વિશેષ પૂજા અર્ચના કરી હતી. ગોધા અને શ્રીમાળી સમાજના લોકોએ ગત વર્ષે સ્થાપના કરાયેલ રાવણ મંદિરમાં પૂજા–અર્ચના કરી હતી તેમજ બાદમાં હેમકરણ નાડી પર તર્પણ અને પીંડદાન કયુ હતું. શ્રીલંકામાં રામ–રાવણના યુધ્ધમાં રાવણના માર્યા જવાથી તેમના વંશજો જોધપુર આવી વસ્યા હતાં અને તેઓ રાવણને પ્રકાંડ પંડિત, વિદ્રાન માને છે અને અતૂટ આસ્થા રાખે છે. દર વર્ષે રાવણનું શ્રાધ્ધ કરવામાં આવે છે. દશેરાના દિવસે અહીં યાં ખુશી મનાવવામાં આવે તથા રાવણ દહન કરવામાં આવે છે અને આ સમાજના સભ્યો દ્રારા આ દિવસે સૂતક માની સ્નાન કરે છે. લંકાધિપતિની સાસરી જોધપુર માનવામાં આવે છે તથા તેમની રાણી મંદોદરીનો સંબધં અહીંની રાજધાની મંડોર માનવામાં આવે છે તેમણે કહ્યું કે રાવણ પ્રત્યેની આસ્થાના કારણે જ ગત વર્ષે અમરનાથ મંદિર પરિસરમાં રાવણના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું યાં તેમની પૂજા કરવામાં આવે છે. અહીં કહેવાનો અર્થ એ છે કે આજે રાવણને પોતાના પિતૃ માનીને તેનું શ્રાધ્ધ

કરનારા લોકો પણ આ સમાજમાં છે. આ દિવસોમાં પિતૃદોષ દૂર કરવા માટે પણ અવનવા નૂસખા બતાવનારા યોતિષીઓ પણ ફટી નીકળે છે. એક યોતિષીએ તો પિતૃને 'શાંત' કરવા માટે મેષ રાશિવાળાએ સાંજના સમયે સરસવના તેલનો દીવો કરવાની સલાહ આપી છે, તો વૃષભ રાશિવાળાને ભગવદ ગીતા વાંચવાનું કહ્યું છે. મિથુન રાશિવાળાને કન્યાઓને ભોજન કરાવવાની, કર્ક રાશિવાળાને બ્રાહ્મણને ખિર ખવડાવવાની અને કાગવાસ નાખવાની, સિંહ રાશિવાળાને મંદિરમાં સાત ધાનનું દાન કરવાની, કન્યા રાશિવાળાને એક માળા કરવાની અને સાધુને જમાડવાની, તુલા રાશિવાળાને માતા–પિતા અને બુઝુર્ગેાના ચરણસ્પર્શ કરવાની, વૃિક રાશિવાળાને શિવમંદિરમાં જઈને પ્રણામ કરવાની, ધન રાશિવાળાને કુળદેવીનું પૂજન કરવાની, મકર રાશિવાળાને લાલ કપડાંમાં મસૂરની દાળ બાંધીને મંદિરમાં દાન કરવાની, કંુભ રાશિવાળાને તલ અને ગોળવાળું પાણી સૂર્યદેવતાને અર્પણ કરવાની અને મીન રાશિવાળાને દરરોજ ભગવદ પુરાણ વાંચવાની સલાહ આપી છે. આજના આ ધમાલીયા સમયમાં યોતિષીઓની આ સલાહ એટલિસ્ટ, નવી પેઢીને તો ગળે ઉતરે એવી નથી. પિતૃને 'શાંત' કરવાને બદલે જીવતા માતા–પિતાને રાજી રાખવા એ જ સાચા સંસ્કાર છે

1 ટિપ્પણી:

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290