24.9.13

વાળ ઊતારવા

ચૌલકર્મ

(વાળ ઊતારવા)

પૂજાની સામાન્ય સામગ્રી ઉપરાંત દર્ભ અને ચોખાનો લોટ જોઈશે. ચોખાનો લોટ બાંધી તેનાથી કાપેલા વાળ લઈ લેવા.
પ્રથમ ગણેશપૂજા, પરમાત્મા પૂજા અને કળશપૂજા કર્યા બાદ વાળ ઉતારવાની વિશેષ પૂજા નીચે મુજબ કરવી.
મસ્તકલેપન : માતા-પિતા  બાળકના વાળને પાણીમાં દૂધ, દહીં અને ઘી સારી રીતે ભેળવી ભીના કરશે.
ॐ सविता प्रसूता दैव्या, आपऽउदन्तु ते तनूम्|
दीर्घायु ष्त्वाय वर्चसे||
ત્રિશિખા બંધન : માથાના વાળને ત્રણ ભાગમાં વહેંચી દર્ભ બાંધેલી નાડાછડીથી બાંધવા. માથાના આગળનો એક ભાગ અને માથાના પાછળના ડાબા અને જમણા એમ બે ભાગ કરવા. આ રીતે ત્રણ ગુચ્છ કરવાં. શરૂઆત પાછળના જમણા ભાગથી કરવી.
જમણો ભાગ – બ્રહ્મગ્રંથી
ॐ ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विसीमतः सुरुचो वेनऽआवः|
सबुध्न्याऽउपमाऽअस्यविष्ठाः  सतश्च  योनिमसतश्च  विवः||
ડાબો ભાગ – વિષ્ણુગ્રંથી
ॐ ईदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम्|
समूढमस्य पागंसुरे स्वाहा||
આગળનો ભાગ રુદ્રગ્રંથી
ॐ नमस्ते रुद्रमन्यवऽ उतो तऽईषवे नमः|
बाहुभ्यामुत ते नमः||
વાળ કાપવાનાં સાધનોનું પૂજન – પ્રથમ સાધનોને ગરમ પાણીથી સારી રીતે ધોવાં. આ પછી એક થાળીમાં સાધનો મૂકી માતા-પિતાએ ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, ચોખાથી પૂજન કરી નાડાછડી બાંધવી.
ॐ यत् क्षुरेण मज्जयता सुपेशसा वप्ता वा वपति केशान्|
छिन्धि शिरो मास्यायुः प्रमोषीः||
ત્રિશિખાકર્તન : પાછળની જમણી બ્રહ્મગ્રંથી
ॐ येनावपत् सविता क्षुरेण सोमस्य राज्ञो वरुणस्य विद्वान्|
तेन  ब्रह्माणो वपतेदमस्य  गोमानश्ववानयमस्तु  प्रजावान्||
પાછળની ડાબી વિષ્ણુ ગ્રંથી
ॐ येन धाताबृहस्पतेः अग्नेरिन्द्रस्य चायुषेवपत्|
तेन तऽआयुषे वपामि  सुश्लोक्याय स्वस्तये||
આગળની રુદ્રગ્રંથી
ॐ येन भूयश्चरात्र्यां ज्योक् च पश्याति सूर्यम्|
तेन तऽआयुषे वपामि  सुश्लोक्याय  स्वस्तये||
મુંડનકૃત્ય : નીચેનો મંત્ર બોલાયા બાદ વાળંદ વાળ ઉતારશે.
ॐ येन पूषा बृहस्पतेः वायोरिन्द्रस्य चावपत्|
तेन ते वपामि ब्रह्मणा जीवातवे जीवनाय दीर्घायुष्त्वाय वर्चसे||
સ્વસ્તિક લેખન : મુંડન કરેલા માથા પર ચંદન કે કંકુથી 卐 કે ૐ લખવો.
ॐ स्वस्ति न ईन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः|
स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः   स्वस्ति नो बृहस्पतिर्दधातु||
બ્રાહ્મણે ચોખા અને ફૂલ લેવાં.
आदित्या वसवो रुद्रा   विश्वेदेवा मरुद्गणा,
लोकपालाः प्रयछन्तु  मंगलानि श्रीयं यशः.
गायत्रि सति सावित्री शची लक्ष्मी सरस्वति,
मृडाग्नि मातरा सर्वा   भवन्तु वरदा सदा.
-ચોખાફૂલ યજમાન પર વધાવવાં

વિસર્જન

યજમાને ચોખા અને ફૂલ લેવાં.
यान्तु देवगणा सर्वे  पूजामादाय मामकीम्,
ईष्टकाम प्रसिद्ध्यर्थं  मया पुनरागमनाय च.
गच्छागच्छ  सुरश्रेष्ठ   स्वस्थाने  परमेश्वर,
यत्र  ब्रह्मादयो देवास्  तत्र गच्छ  हुताशन.
गच्छ त्वं भगवन्नग्ने   स्वस्थाने कुंडमध्यम,
हुतमादाय  देवेभ्यः  शीघ्रं देहि  प्रसीद  मे.
ॐ   अग्निनारायणः   स्वस्थानं  गच्छतु.
-ફૂલ ચોખા વધાવી દેવા
વિષ્ણુ સ્મરણ
यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु,
न्यूनं संपूर्णतां यातु सद्यो वंदे तमच्युतम्.
ॐ विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः,
ईति विष्णुस्मरणात्कृतं कर्म परिपूर्णमस्तु.
अस्तु परिपूर्णम्.
સહુને નમસ્કાર કરી ઊઠી જવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290