Know To Lord Ganesh S Secret And Interesting Things That Very Few People Know.
શ્રીગણેશજીની એ ગુપ્ત વાતો, જે જાણે છે ખૂબ ઓછા લોકો...........!
ભગવાન શ્રીગણેશને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર, વક્રતુંડ વગેરે અનેક વિત્રિત્ર નામોથી ઓળખવામાં આવે છે. જેટલા વિચિત્ર તેમના નામ છે એટલી જ તેમની સાથે જોડાયેલી કથાઓ પણ છે. અનેક ધર્મોમાં ભગવાન શ્રીગણેશની કથાઓનું વર્ણન મળે છે. આ કથાઓમાં ભગવાન શ્રીગણેશ સાથે જોડાયેલી એવી વાતો છે જે ખૂબ ઓછા લોકો જાણે છે. આજે અમે તમારી માટે લઈ આવ્યા છીએ એવી ગુપ્ત વાતે જે રોચક છે અને ઘણા લોકો તેને જાણતા નથી.
-શિવમહાપુરાણ પ્રમાણે માતા પાર્વતીએ શ્રીગણેશનું નિર્માણ કરવાનો વિચાર તેમની સખીઓ જયા અને વિજયાએ આપ્યો હતો. જયા-વિજયાએ પાર્વતીને કહ્યું કે નંદી વગેરે બધા ગણ માત્ર મહાદેવની આજ્ઞાનું જ પાલન કરે છે. આથી તમારે પણ એક ગણની રચના કરવી જોઈએ જે માત્ર તમારી આજ્ઞાનું જ પાલન કરે. આ પ્રકારે વિચાર આવવાથી માતા પાર્વતીએ શ્રીગણેશની રચના પોતાના શરીરનો મેલ ઊતારીને કરી હતી.
-શિવમહાપુરાણ પ્રમાણે શ્રીગણેશના શરીરનો રંગ લાલ અને લીલો છે. શ્રીગણેશને દૂર્વા ચઢાવવામાં આવે છે, તે જડરહિત, બાર આંગળી લાંબી અને ત્રણ ગાંઠોમાં હોવો જોઈએ. એવી 101 કે 121 દૂર્વાથી શ્રીગણેશની પૂજા કરવી જોઈએ.
-બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે માતા પાર્વતીએ પુત્ર પ્રાપ્તિ માટે પુણ્યક નામ વ્રત કરવામાં આવ્યું હતું, આ વ્રતનું ફળસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણ પુત્ર રૂપમાં માતા પાર્વતીને પ્રાપ્ત થયું હતું.
-બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે જ્યારે પણ બધા દેવતા શ્રીગણેશને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે શનિદેવ માથુ નીચે કરીને ઊભા હતા. પાર્વતી દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે શનિદેવે કહ્યું કે મારા દ્વારા જોવાથી તમારા પુત્રનું અહિત થઈ શકે ચે પરંતુ જ્યારે માતા પાર્વતીને કહેવાથી પણ શનિદેવ બળકને જોયું તો તો તેમનું માથુ ધડથી અલગ થઈ ગયું હતું. (અર્થાત્ શિવજી દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું)
બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે જ્યારે શનિ દ્વારા જોવામાં આવ્યું ત્યારે માતા પાર્વતીના પુત્રનું મસ્તક કપાઈ ગયું હતું તો ભગવાન શ્રીહરિ ગરુડ ઉપર સવાર થઈને ઉત્તર દિશા તરફ ગયા અને પુષ્પભદ્રા નદીના તટે હથિનીની સાથે સૂઈ રહેલા એક ગડબાળકનું માથુ કાપી લઈ આવ્યા. એ ગજબાળકનું માથુ શ્રીહરિએ માતા પાર્વતીના મસ્તક વિહિન પુત્રના ધડ ઉપર રાખીને તેને પુનર્જિવીત કરી દીધો.
બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે એકવાર કોઈ કારણવશ ભગવાન શિવે ક્રોધમાં આવીને સૂર્ય ઉપર ત્રિશુળનો પ્રહાર કર્યો આ પ્રહારથી સૂર્ય ચેતનાહીન થઈ ગયા. સૂર્યદેવના પિતા કશ્યપે જ્યારે આ જોયું તો તેમને ક્રોધમાંઆવીને શિવજીને શ્રાપ આપી દીધો કે જે રીતે આજે તમારા ત્રિશુળથી મારા પુત્રનું શરીર નષ્ટ થયું છે એ જ રીતે તમારા પુત્રનું મસ્તક પણ કપાઈ જશે. આ શ્રાપના ફળ સ્વરૂપે જ ભગવાન શ્રીગણેશના મસ્તક કાપવાની ઘટના બની હતી.
બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે એકવાર તુલસીદેવી ગંગા તટથી પસાર થઈ રહ્યા હતા, તે વખતે ત્યાં શ્રીગણેશ પણ તપ કરી રહ્યા હતા. શ્રીગણેશને જોઈને તુલસીનું મન તેમની તરફ આકર્ષિત થઈ ગયું. ત્યારે તુલસીએ શ્રીગણેશને કહ્યું કે તમે મારા સ્વામી બની જાઓ પરંતુ શ્રીગણેશે લગ્ન કરવાની ના પાડી દીધી. ક્રોધાવશ તુલસીએ શ્રીગણેશને લગ્ન કરવાનો શ્રાપ આપી દીધો અને શ્રીગણેશે તુલસીને વૃક્ષ બનવાનો.
શિવમહાપુરાણ પ્રમાણે શ્રીગણેશના લગ્ન પ્રજાપતિ વિશ્વરૂપની પુત્રીઓ સિદ્ધિ ને બુદ્ધિ સાથે થયા હતા. શ્રીગણેશના બે પુત્ર છે તેના નામ ક્ષેત્ર(શુભ) અને લાભ છે.
શિવમહાપુરાણ પ્રમાણે જ્યારે ભગવાન શિવ ત્રિપુરનો નાશ કરવા જઈ રહ્યા હતા ત્યારે આકાશવાણી થઈ કે જ્યાં સુધી તમે શ્રીગણેશની પૂજા નહીં કરો ત્યાં સુધી ત્રણેય પુરોનો સંહાર નહીં કરી શકો. ત્યારે ભગવાન શિવે ભદ્રકાળીને બોલાવીને ગજાનંદની પૂજા કરી અને યુદ્ધમાં વિજય મેળવ્યો.
બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે એકવાર પરશુરામ જ્યારે ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા તો ભગવાન ધ્યાનમાં હતા. ત્યારે શ્રીગણેશે પરશુરામજીએ ભગવાન શિવ સાથે મળવા ન દીધા. આ વાતથી ક્રોધિત થઈને પરશુરામે ફરશીથી શ્રીગણેશ ઉપર વાર કર્યો. તે ફરોશી સ્વયં ભગવાન શિવે પરશુરામને આપી હતી. શ્રીગણેશ તે ફરશીનો વાર ખાલી ન જવા દેવા માગતા હતા એટલા માટે તેમને એ ફરશીનો વાર પોતાના દાંત ઉપર ઝીલી લીધો, જેને લીધે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી તેમને એકદંત પણ કહેવામાં આવવા લાગ્યા.
-મહાભારતનું લેખન શ્રીગણેશે કર્યું છે એ વાત બધા જાણે છે. પરંતુ મહાભારત લખતા પહેલા તમને મહર્ષિ દેવવ્યાસની સામે એક શરત રાખી હતી તે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે, શરત એવી હતી કે શ્રીગણેશે મહર્ષિ વેદવ્યાસને કહ્યું કે જો લખતી વખતે મારી લખની ક્ષણભર માટે ન અટકે તો હું આ ગ્રંથનો લેખક બની શકું છું.
ત્યારે મહર્ષિ વેદવ્યાસે આ શરત માની લીધી અને શ્રીગણેશને કહ્યું કે હું જે પણ બોલુ તેને તમે સમજ્યા વગર ન લખતા. ત્યારે વેદવ્યાસ વચ્ચે-વચ્ચે એવા શ્લોક બોલતા ગયા જે સમજવામાં શ્રીગણેશને થોડો સમય લાગતો હતો. તે દરમિયાન વેદવ્યાસ અન્ય કામ કરી લેતા હતા.
શ્રી ગણેશ પુરાણ પ્રમામે છન્દશાસ્ત્રમાં 8 ગણ હોય છે, મગણ, નગણ, ભગણ, યગણ, જગણ, રગણ, સગણ, તગણ. તેના અધિષ્ઠાતા દેવતા હોવાને લીધે પણ તેમને ગણેશની સંજ્ઞા આપવામાં આવી છે. અક્ષરોના ગણ પણ કહેવામાં આવે છે. તેના ઈશ હોવાને લીધે તમને ગણેશ કહેવામાં આવે છે, એટલા માટે તેઓ વિદ્યા બુદ્ધિના દાતા પણ કહેવામાં આવ્યા છે.
-ગણેશ પુરાણમાં શરીરમાં સ્થિત મૂળાધાર ચક્રને ગણેશ સ્થાન પણ કહેવામાં આવે છે. કબીર વગેરેને જ્યારે જુદા-જુદા ચક્રોનું વર્ણન કર્યું છે તો પ્રથમ સ્થાન ગણેશજીના સ્થાનને જ ગણાવ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290