8.10.13

ધરગથ્થુ ઉપચાર

 ધરગથ્થુ ઉપચા્ર

લાભકારી ઈલાયચી

ઇલાયચીનું સેવન સામાન્યપણે મુખશુદ્ધિ માટે અથવા તો મસાલા તરીકે કરવામાં આવે છે. ઇલાયચી બે પ્રકારની હોય છે - નાની અને મોટી. મોટી ઇલાયચીને આપણે વ્યંજનોને સ્વાદિષ્ટ બનાવવા માટે એક મસાલા તરીકે કરવામાં આવે છે ત્યાં નાની ઇલાયચીનો ઉપયોગ વ્યંજનોમાં ખુશ્બુ વધારવા માટે કરવામાં આવે છે. આ બંને પ્રકારની ઇલાયચી આપણા સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયક હોય છે. જાણીએ તેના ફાયદા...

ખરાશ - ગળામાં દુખે છે, તો સવારે ઊઠીને અને રાતે ઊંઘતી વખતે નાની ઇલાયચી ચાવીને ખાઓ અને હુંફાળુ પાણી પીઓ.

સોજો - જો ગળામાં સોજો આવી ગયો છે તો મૂળીના પાણીમાં નાની ઇલાયટી વાટીને તેનું સેવન કરવાથી લાભ થાય છે.

ખાંસી - શરદી-ખાંસી અને છીંક આવતા નાની ઇલાયચી, એક ટૂકડો આદું, લવિંગ તથા પાંચ તુલસીનાપાંદડા એક સાથે પાનમાં મૂકી ખાઇ જાઓ.

ઉલ્ટી - ઉલ્ટી, ઉબકા આવતા હોય તો પાંચ ગ્રામ ઇલાયચી લઇ તેને અડધો લીટર પાણીમાં ઉકાળો. જ્યારે પાણી ચોથા ભાગનું થઇ જાય ત્યારે તેને ઉતારી ઠંડુ કરી પીઓ. ઉલ્ટી બંધ થઇ જશે.

મોઢામાં ચાંદા - આ સમસ્યા સર્જાતા મોટી ઇલાયચીને આખી પીસીને ખાંડેલી સાકરમાં મિક્સ કરી મોઢામાં ભરી રાખો. તુરંત ફાયદો થશે.

કબજિયાત - જો પેટમાં એસિડિટી થઇ ગઇ છે તો તુરંત એક ઇલાયચી ખાઇ લો. સાથે કોઇ ભોજન વધુ માત્રામાં ખાઇ લીધું હોય તો પણ તે ખાઓ, તમે બહુ હળવાશ અનુભવશો.

બેચેની - જો ગાડીમાં કે બસમાં બેસતા બેચેની થતી હોય કે ચક્કર આવતા હોય તો તુરંત તમારા મોઢામાં નાની ઇલાયચી નાંખી દો. રાહત મળશે.

શ્વાસની દુર્ગંધ - જો તમારા મોઢામાંથી વાસ આવે છે તો ભોજન કર્યા બાદ ઇલાયચી ચાવવાની રાખો
======================♥♥
ખાંસીના ઉપચાર
=====================♥♥
ખાંસીનો ઉપચાર જેટલો જલ્દી કરવામાં આવે તેટલો સારુ છે. આયુર્વેદમાં ખાંસીનો સ્થાયી ઈલાજ પણ છે. આયુર્વેદ મુજબ જ્યારે કફ સુકાઈને ફેફડામાં અને શ્વસન અંગો પર જામી જાય છે ત્યારે ખાંસી થાય છે. આયુર્વેદની ઔષધિઓ ખાંસીમાં એટલી પ્રભાવશાળી હોય છે કે તેને કોઈપણ સહેલાઈથી લઈ શકે છે.

- હળદર, ગોળ અને પાકી ફિટકરીનુ ચૂરણ મિક્સ કરીને ગોળીઓ બનાવીને લેવાઘી ખાંસી ઓછી થાય છે.
- તુલસી, કાળા મરી અને આદુની ચા ખાંસીમાં સારી રહે છે.
- કુણા પાણીના કોગળા કરવાથી ગળાને પણ આરામ મળે છે અને ખાંસી પણ ઓછી થાય છે.
- સૂકી ખાંસીમાં કાળા મરીને વાટીને ઘી માં સેકીને ખાવાથી આરામ મળે છે.
===========================♥♥
ખાંસી માટે ઘરેલુ ઉપચાર
===========================♥♥
- કેટલીક ગોળીઓને ચૂસવાથી પણ ખાંસીમાં આરામ મળે છે.

- હીંગ ત્રિફળા, મુલેઠી અને ખાંડને લીંબૂના રસમાં મિક્સ કરીને લેવાથી ખાંસી ઓછી થવામાં મદદ મળે છે.
- ત્રિફળા અને મધને બરાબર માત્રામાંમિક્સ અક્રવાથી ફાયદો મળે છે.

- પીપળી, કાળા મરી, સોંઠ અને મુલેઠીનુ ચૂરણ બનાવીને 1/4 ચમચી મધ સાથે લેવો સારો રહે છે.
- બાળકો માટે પાન, અજમો પાણીમાં ચપટી સંચળ અને મધ નાખીને લેવાથી ખાસીમાં ફાયદો થાય છે.
- પતાશામાં સંચળ નાખીને ચાવવાથી પણ ખાંસી ઓછી થાય છે.

ખાંસીથી બચવા સાવધાની રાખતા ફ્રિજનું ઠંડુ પાણી અને ઠંડી વસ્તુઓ ન ખાશો. ધુમાડો અને ધૂળથી બચો. ખાંસીના આયુર્વૈદિક ઈલાજ માટે જરૂરી છે કે કોઈ અનુભવી ચિકિત્સકનો સંપર્ક કરો. પોતાની જાતે જ આયર્વૈદિક વસ્તુઓનું સેવન વિપરિત પ્રભાવ પણ નાખી શકે છે.
=====================================♥♥
અસ્થમા પર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચારો  ♥♥♥♥♥
=====================================♥♥
દમનો કોઇ કાયમી ઇલાજ નથી પણ તેના પર નિયંત્રણ અચૂક કરી શકાય છે જેથી દમથી પીડાતી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે. દમ અર્થાત્ અસ્થમાનો હુમલો થવાથી શ્વાસનળી સંપૂર્ણપણે બંધ થઇ શકેછે જેનાથી શરીરના મહત્વપૂર્ણ અંગોમાં ઓક્સિજન પહોંચવાનું બંધ થઇ જાય છે. ચિકિત્સાની દ્રષ્ટિએ આ એક મુશ્કેલીભરી સ્થિતિ છે. દમના હુમલાથી દર્દીનું મૃત્યુ થઇ શકે છે. આમ તો દમનો ઉપચાર ડોક્ટરી સલાહ-સૂચનથી કરવો યોગ્ય રહેશે પણ તેને કન્ટ્રોલ કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપચારો પણ છે જે બહુ લાભદાયક છે.

જેમ કે...

1. મધ એક સૌથી સરળ ઘરેલું ઉપચાર છે જે અસ્થમાના ઇલાજ માટે વપરાય છે. અસ્થમાનો હુમલો થતાં મધવાળા પાણીનો નાસ લેવાથી ઝડપથી રાહત મળે છે. આ સિવાય દિવસમાં ત્રણવાર એક ગ્લાસ પાણી સાથે મધ મિક્સ કરી પીવાથી બીમારીમાંથી રાહત મળે છે. મધ કફનો ઇલાજ કરે છે અસ્થમાની પરેશાની સર્જે છે.

2. એક કપ ઘસેલા મૂળામાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરી 20 મિનિટ સુધી ગરમ કરો. આ મિશ્રણને રોજ એક-એક ચમચી કરીને ખાઓ. આ ઇલાજ બહુ અસરદાર છે.

3. આખી રાત એક ગરમ પાણીવાળા ગ્લાસમાં સૂકા અંજીર પલાળી રાખો. સવાર થતાં જ ખાલી પેટ તે ખાઇ જાઓ. આમ કરવાથી પણ કફ દૂર થશે અને ઇન્ફેક્શનમાં રાહત મળશે.

4. કારેલા, જે અસ્થમા માટે અસરકારક ઇલાજ છે. તેની એક ચમચી પેસ્ટને લઇને મધ અને તુલસીના પાંદડાના રસ સાથે મિક્સ કરી ખાઓ. આનાથી શરીરની અંદરની એલર્જીમાં બહુ રાહત મળે છે.

5. અંદરની એલર્જીને દૂર કરવા માટે મેથી પણ બહુ અસરકારક છે. એક ગ્લાસ પાણી સાથે મેથીના કેટલાક દાણાને ત્યાંસુધી ઉકાળો જ્યાંસુધી પાણી એક તૃતિયાંશ ન થઇ જાય. હવે આ પાણીમાં મધ અને આદુનો રસ મિક્સ કરો. આ રસને દિવસમાં એકવાર પીવાથી અચૂક રાહત મળશે.
===================================================================================================================================================================================================================
શરદી સૌથી સામાન્ય બીમારી છે. 100 કરતા પણ વધુ એવા વાયરસ છે જે આના માટે જવાબદાર હોઇ શકે છે અને તે બહુ સરળતાથી ફેલાય છે. માટે શરદી ફેલાવનારા વાયરસોના ઇન્ફેક્શનથી બચવું ઘણું અઘરું થઇ પડે છે. શરીરમાં પહોંચ્યા બાદ વાયરસની સંખ્યા વધવાની શરૂ થઇ જાય છે અને તેના લક્ષણો દેખાવાના શરૂ થાય છે. ગળામાં ખીચ-ખીચ, છીંકો અને નાક વહેવું, આંખોમાંથી પાણી નીકળવું, પીઠની પીડા અને ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી કે સામાન્ય તાવ આવવા જેવા અનેક લક્ષણો સામે આવે છે.
♥♥♥
સામાન્યપણે કહેવામાં આવે છે કે શરદી ત્રણેક દિવસની બીમારી છે. પણ ડૉક્ટરોનું માનીએ તો આના વાયરસની ઉંમર આખા એક અઠવાડિયાની એટલે કે 7 દિવસોની હોય છે. સામાન્ય રીતે તે કોઇ દવા-ઔષધિથી નથી મરતા. ઔષધિઓ માત્ર લક્ષણોને સાજા કરવા માટે આપવામાં આવે છે. કહેવાય છે કે દવા ખાશો તો પણ શરદી સાત દિવસમાં મટી જશે અને નહીં ખાવ તો પણ એક અઠવાડિયામાં મટી જશે.

ડૉક્ટરોનું માનીએ તો શરદી થાય ત્યારે અનાવશ્યક શ્રમ ન કરવો જોઇએ. નિયમિત કામ કરી શકો છો પણ આ દરમિયાન ધૂળ અને ધુમાડાથી બચવું જોઇએ નહીં તો તબિયત બગડી શકે છે. પુષ્કળ આરામની સાથે પૂરતી માત્રામાં પ્રવાહી પદાર્થ લેવા જોઇએ, ખાસકરીને ફળોના રસ અચૂક લો. શરદીને કારણે પાચનતંત્ર પણ નિષ્ક્રિય થઇ જાય છે માટે સામાન્ય અને સુપાચ્ય ભોજન થોડી-થોડી માત્રામાં લેતા રહેવું જોઇએ. કફ સીરપથી રાહત મળી શકે છે. પણ આનાથી શરદી સામે કોઇ બચાવ કે રાહત નથી મળતી ન તો શરદી જલ્દી મટે છે.

શરદી-તાવથી બચવા માટેની કોઈ રસી નથી. હા, તમે થોડા ઉપાયો ચોક્કસ કરી શકો છો. તમારા આહારમાં ધ્યાન આપો, દરરોજ એવો આહાર લો જેમાં તમામ જરૂરી પોષક તત્વો રહેલા હોય, પૂરતી ઊંઘ લો અને વ્યાયામ પણ કરો. આનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધશે. વૃદ્ધોએ હીટર સામે ન બેસવું, કારણ કે આનાથી ત્વચા શુષ્ક થઇને ફાટી શકે છે અને ત્વચામાં પડેલી તિરાડો દ્વારા ઇન્ફેક્શન શરીરમાં ફેલાઇ શકે છે.
========================================
શુ તમે વાંરવાર બીમાર પડો છો ? તો આટલુ કરો♥♥♥
========================================
કેટલાક લોકો વાંરવાર બીમાર થઈ જાય છે અને નોકરી પર રજા પડી જાય છે. આડેધડ નોકરીમાં રજા પાડવાના કારણે વ્યક્તિની પ્રતિષ્ઠ પર માઠી અસર થાય છે. વાંરવાર બીમાર કેમ થઈ જવાય છે અને ઓફિસમાં રજા કેમ પડે છે તેને લઈને કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નબળી રોગપ્રતિકારક ક્ષમતાના લીધે વારંવાર વ્યક્તિ નાની મોટી બીમારીઓથી ઘેરાય જાય છે. રોગપ્રતિકારક ક્ષમતાને વધતી જતી સ્થૂળતા માઠી અસર કરે છે. રોગપ્રતિકારક ક્ષમતાને સ્થૂળતા ઘટાડે છે. સ્થૂળતા અને રોગપ્રતિકારક ક્ષમતાને વધતી જતી સ્થૂળતા માઠી અસર કરે છે. રોગપ્રતિકારક ક્ષમતાને સ્થૂળતા ઘટાડે છે. સ્થૂળતા અને રોગપ્રતિકારક ક્ષમતા વચ્ચે સીધા સંબંધ રહેલા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે સ્થૂળતા અને નબળી રોગપ્રતિકારક ક્ષમતા વચ્ચે આંતર સંબંધો રહેલા છે. સામાન્ય રીતે ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકો તાવ. શરદી, ગરમી, અન્ય પ્રકારના ઈંફેક્શનો, હાથપગના દુ:ખાવાથી પીડિત રહે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો મતલબ એ છે કે વજન ઘટે છે. જુદા જુદા રોગો સામે લડવામાં સક્ષમ રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જવાથી બીમારીઓ સંકંજો વધુ મજબૂત બનાવે છે. સાથે સાથે વહેલી તકે બીમારીમાંથી રિકવર થવામાં પણ સમય લાગે છે. હાઈકોર્ટનો મતલબ ઓછા આયુષ્ય સાથે સંબંધિત છે. સાથે સાથે સામાન્ય રીતે વય સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે. બાયોલોજીકલ વયની સરખામણીમાં રોગપ્રતિકારક ક્ષમતાની કામગીરી વયની પ્રક્રિયા સાથે વધી સીધા સંબંધ ધરાવે છે. આનો મતલબ એ થયો કે જો તમારી વય 60 વર્ષની છે અને રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત છે તો બાયોલોજીકલ વય માઠી અસર કરશે નહી. પુરૂષો સામાન્ય રીતે મહિલાઓ કરતા ઊંચા મેટાબોલીક રેટ ધરાવે છે. હાર્મોનની આ સમતુલા અથવા માંદગીની પણ અસર થાય છે. ચોક્ક્સ દવાઓ, ખાસ કરીને સ્ટેરોઈડ વજન વધારવામાં ભૂમિકા ભજવે છે. સ્ટેસોઈડ અથવા કેટલીક એન્ટી ડિપ્રેશન સાથે સંબંધિત દવાઓ વધારે પડતું વજન વધારે છે. રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ છે. તે વાત કઈ રીતે જાણી શકાય તેવા પ્રશ્નોના જવાબમાં તબીબોનું કહેવુ છે કે વધારે પડતો થાક વારંવાર ઈંફેક્શન, શરીરમાં દુ:ખાવા, ઘા ઝડપથી ઠીક ન થવાનો સમાવેશ થાય છે. સ્ક્રીન ઈંફેક્શન, વેજીનીયર ઈંફેક્શન, લો ગ્રેડ ફિવર, વાળ ખરી જવા જેવી બાબતો પણ રોગપ્રતિકારક શક્તિ ઘટવાનો સંકેત આપે છે.

રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા શુ કરશો ?

- ફ્રૂટ અને શાકભાજી વધારે પ્રમાણમં લેવા જોઈએ.
- વિટામીન સી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.
- એનર્જી અને ઈમ્યુલિટીને વધારવ દરરોજ મલ્ટી વિટામીન લેવા જોઈએ.
- વિટામીન એ, સિલેનીયમ, ઝીંક, વિટામીન સી, વિટામીન ઈ જેવી ચીજો દરરોજ લેવી જોઈએ.
- ઈમ્યુલીટી પાવર વધારવામાં એન્ટી ઓક્સિડંટની મહત્વની ભૂમિકા છે.
- ઈંડા અને ગાજરમાં પૂરતા પ્રમાણમાં વિટામીન એ છે.
- પ્રોસીસ્ડ ફૂડ જેવી વાનગી ટાળવી જોઈએ જેમા કેક, હાઈકેફ, માસનો સમાવેશ થાય છે.
- પૂરતા પ્રમાણમાં વિટામીન લેવાની સલાહ, ડેરીની ચીજવસ્તુ, કઠોળ, ફીંસ, ચીકનમાં પૂરતા પ્રમાણમાંપ્રોટનના સોર્સ છે.
- ગ્રીન ટી પણ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે.
====================================
નેચરલ ઉપાય
===================================
સફેદવાળ દેખાય નહી એ માટે ઘણા લોકો હેયરડાયનો ઉપયોગ કરે છે તેના બદલે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ.

- એનિમિયાનો અક્સીર ઈલાજ - મૂળીનો રસ અને દાડમનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને એનિમિકે સેવન કરવુ જોઈએ. આનાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે.

ચહેરો ક્લીન કરવા માટે - લીંબુ નેચરલ બ્લીચ છે. તેનો રસ ચેહરા અને ગરદન પર લગાડવાથી કાળાપણું દૂર થાય છે. તમે આમા ચાહો તો મધ પણ મિક્સ કરી શકો છો.

શુગર કંટ્રોલ કરવા માટે - કાકડી(ખીરા)નું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબિટિકે આનુ સેવન વિશેષ રૂપે કરવુ જોઈએ.

બ્લેક હેડ્સ સાફ્ કરવા માટે - બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેને નાક અને દાઢી પર ઘસો. ત્યારબાદ ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. બ્લેકહેડ્સ દૂર થઈ જશે.

==================================
રોજ સવારે જોંગિગ કરવાથી આયુષ્ય છે
==================================
સવારમાં જોંગિગ હેલ્ધી અને લોંગ લાઈફ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અભ્યાસમાં આ બાબત પણ સાબિત થઈ ચૂકી છે કે રોજ સવારે જોંગિગથી લાઈફમાં પાંચ વર્ષનો ઉમેરો કરી શકાય છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિઓલોજીના અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નિયમિત રીતે જોંગિંગ લાઈફમાં ઉલ્લેખનીય રીતે વધારો કરે છે. પુરૂષોની લાઈફ પણ 6.2 વર્ષ સુધી વધી જાય છે. જ્યારે મહિલાઓની લાઈફમાં દરરોજ જોંગિગથી 5.6નો વધારો થાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે સરેરાશ ગતિથિ ભાગવાથી અથવા તો ધીમી ગતિથી ચાલવાથી પણ ફાયદો મળે છે. આયુષ્યને ટકાવી રાખવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

જોંગિગથી થતા ફાયદા -

- જોંગિગથી ઓક્સિજન લેવાનું પ્રમાણ પણ વધી જાય છે. સાથે સાથે શરીરમાં બ્લડપ્રેશર પણ નિયમિત રહે છે. કાર્ડિયાક કામગીરીમાં પણ સુધારો થાય છે.

- રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. હાડકા પણ મજબૂત બને છે. કોપેન હેગન સિટી હાર્ટ અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે નિયમિતપણે જોંગિગથી ફાયદો થાય છે. સારા સમાચાર એ છે કે શ્રેણીબધ ફાયદાઓ જોંગિગના રહેલા છે.

- નિયમિત પણે જોંગિગ કરનાર લોકોમાં નિયમિત જોગિંગ નહી કરતા મોતનો દર પણ ઓછો છે.

- તારણોમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય લોકો પણ આધુનિક સમયમાં જાગૃત થયા છે. કાર્ડિઓલોજીસ્ટ સોસાયટી ઓફ ઈંડિયાના પ્રમુખ ડોક્ટર અશોક શેઠે જણાવ્યુ છે કે પ્રતિ કલાક 5-6 કલાક વોકિંગથી ફાયદો થાય છે.

- ડાયાબિટિસના તમામ જોખમી પરિબળો પણ કસરતથી અંકુશમાં આવે છે. ડાયાબિટિસ, સ્થૂળતા, હાઈ ટેંશનના જોખમી પરિબળોને પણ કાબુમાં લઈ શકાય છે.
==========================================
થાઈરોઈડ ગ્રથિમાં ફાયદાકારક આહાર
==========================================
થાઇરૉઇડ ગ્રંથિની સમસ્યા આજે સામાન્ય રીતે ઘણાં લોકોમાં જોવા મળે છે. જોકે, થાઇરૉઇડની સમસ્યા પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધુ હોય છે. થાઇરૉઇડ એક સાઇલેન્ટ કિલર છે જે સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના રૂપમાં શરીરમાં શરૂ થાય છે અને બાદમાં ઘાતક બની જાય છે. થાઇરૉઇડથી બચવા માટે વિટામિન, પ્રોટીનયુક્ત અને ફાઇબરયુક્ત આહારનું વધુ માત્રામાં સેવન કરવું જોઇએ. થાઇરૉઇડમાં વધુ આયોડિનવાળા ખાદ્ય પદાર્થો ખાવા જોઇએ. માછલી અને સમુદ્રી માછલી થાઇરૉઇડના દર્દી માટે બહુ ફાયદાકારક હોય છે. થાઇરૉઇડના દર્દીએ ડૉક્ટરની સલાહ લઇને જ પોતાનો ડાયટ પ્લાન બનાવવો જોઇએ. અમે અહીં તમને કેટલાંક એવા આહાર વિષે જાણકારી આપી રહ્યા છીએ જે આ રોગના દર્દી માટે ફાયદાકારક બની શકે છે.

થાઇરૉઇડમાં ફાયદાકારક આહાર -

માછલી -થાઇરૉઇડના દર્દીએ આયોડીનયુક્ત ભોજન કરવું જોઇએ. માછલીમાં વધુ માત્રામાં આયોડીન હોય છે. સામાન્ય માછલીઓની સરખામણીએ સમુદ્રી માછલીઓમાં આયોડીન વધુ હોય છે. માટે સેલફિશ અને ઝીંગા જેવી સમુદ્રી માછલીઓ ખાવી જોઇએ જેમાં વધુ માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે.

આખું અનાજ - લોટ કે પીસેલા અનાજથી તુલનાએ અનાજમાં વધુ માત્રામાં વિટામિન, મિનરલ, પ્રોટીન અને ફાઇબર હોય છે. અનાજમાં વિટામિન બી અને અન્ય પોષક તત્વો રહેલા હોય છે જે ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જૂના ભૂરા ચોખા, જવ, બ્રેડ, પાસ્તા અને પોપકોર્ન ખાવા જોઇએ.

દૂધ અને દહીં - થાઇરૉઇડના દર્દીએ દૂધ અને તેમાંથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન પણ કરવું. દૂધ અને દહીંમાં પૂરતી માત્રામાં વિટામિન, મિનરલ્સ, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વો હોય છે. દહીમાં રહેલા સ્વસ્થ બેક્ટેરિયા શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે. થાઇરૉઇડના રોગીઓમાં ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે.

ફળ અને શાકભાજી - ફળ અને શાકભાજી એન્ટીઓક્સિડેન્ટનો પ્રાથમિક સ્રોત હોય છે જે શરીરના રોગો સામે લડવામાં મદદ પૂરી પાડે છે. શાકભાજીમાં રહેલા ફાઇબર પાચન ક્રિયાને મજબૂત બનાવે છે જેથી ખાવાનનું સારી રીતે પચે છે. લીલા અને પાંદડાવાળા શાકભાજી થાઇરૉઇડ ગ્રંથિની ક્રિયાઓ માટે સારા હોય છે. હાઇપરથાઇરૉઇડિઝમ હાડકાને પાતળા અને નબળા બનાવે છે માટે લીલા અને પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઇએ જેમાં વિટામિન-ડી અને કેલ્શિયમ હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે. લાલ અને લીલા મરચાં, ટામેટા અને બ્લૂબેરી ખાવાથી શરીરની અંદર વધુ માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ જાય છે. માટે થાઇરૉઇડના રોગીએ ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઇએ.

આયોડીન - થાઇરૉઇડના દર્દીએ આયોડીનયુક્ત ભોજન કરવું જોઇએ. આયોડીન થાઇરૉઇડ ગ્રંથિના દુષ્પ્રભાવને ઓછોકરે છે. થાઇરૉઇડના દર્દીએ વધુ આયોડીનયુક્ત મીઠું ન ખાવું કારણ કે તેમાં સુગરની માત્રા પણ હોય છે જેનાથી થાઇરૉઇડ વધે છે.

થાઇરૉઇડને સાઇલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે. થાઇરૉઇડના દર્દીને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે જેની તે આજની ઝડપી લાઇફમાં ઉપેક્ષા કરી દે છે જે આગળ જતાં ઘાતક બની શકે છે. માટે સ્વસ્થ ખાન-પાન અપનાવી થાઇરૉઇડના જોખમને ઓછું કરવામાં આવે તે સલાહભરેલું છે
==========================================
કિડની રોગનાં ૧૨ લક્ષણો : વાંચો અને અવશ્ય શેર કરો ..
==========================================
કલ્પના કરો કે સફાઇ કામદાર તમારા વિસ્તારમાં એક્-બે દિવસ સુધી ના આવે તો તમારા વિસ્તારની હાલત શું થાય?….કચરાપેટીઓ ઉભરાવા લાગે અને આખો વિસ્તાર દુર્ગંધ મારવા લાગે બરાબરને? જો સફાઇ કામદાર અનિયમિત થાય તો આપણું ઘરમાં રહેવું દુષ્કર બને….તેમજ આપણા શરીરને ચોવીસે કલાક સાફ રાખતા મૂત્રપિંડ એટલે કે કિડની અનિયમિત થાય તો…….

અહીં આપણે કિડની(મૂત્રપિંડ) રોગનાં ૧૨ લક્ષણો વિશે એક અગત્યનો લેખ પ્રસ્તુત કરીએ છીએ. આ લેખ અને માહિતી તમારા મિત્રજનો અને કુટુંબ સાથે અવશ્ય શેર કરો જેથી કરીને કોઇની મૂલ્યવાન જિંદગી આપણે બચાવી શકીએ!

તો વાંચો અને વંચાવો…કિડની રોગનાં ૧૨ લક્ષણો!!!

મોટા ભાગના કિડનીનાં રોગો ભેદી અને છૂપા હોય છે. આ રોગો ગુપચુપ પોતાનું કામ કરતા રહીને આપણને નુકસાન પહોચાડી શકે છે. આ રોગોમાં શરૂ શરૂમાં ક્યારેય લક્ષણો દેખાતા નથી. જ્યાં સુધી પરિસ્થિતિ ખુબ વણસી ના જાય્ ત્યાં સુધી રોગીને તેની ખબર જ પડતી નથી. તેથી આપણે તેને વહેલી તકે પકડી પાડવું તેજ ખરો ઉપાય છે.

કિડની રોગનાં ૧૨ લક્ષણો :

(૧) પેશાબની પ્રક્રિયામાં ફેરફારો: કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર. ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી.

(૨)પેશાબ દરમ્યાન પીડા થવી અથવા કરવામાં તકલીફ થવીઃ ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય. પેશાબની નળીઓમાં (કે અવયવોમા) ચેપનાં કારણે દુખાવો અને સખત બળતરાં થાય. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય.

(૩)પેશાબમાં લોહી: આ એક કિડની રોગનું એક ચોક્કસ લક્ષણ છે કે જે એક ચિંતાનો વિષય છે. આના અન્ય કારણો પણ હોઈ શકે છે, પરંતુ જો આવા લક્ષણો દેખાય તો તે માટે તમારે ડૉક્ટરની મુલાકાત લેવી સલાહભર્યું છે.

(૪) સોજો: કિડની આપણા શરીરમાંથી કચરો અને વધારાનું પ્રવાહી દૂર કરે છે. જ્યારે તે

આવું કરવા માટે અસમર્થ થાય, ત્યારે શરીરનો કચરો અને વધારાનું પ્રવાહી સોજાનું રૂપ લે છે. અને આ સોજા આપણા હાથમાં, પગમાં, ઘૂંટી અને / અથવા ચહેરા પર ઉપસી આવે છે.

(૫) સતત નબળાઇ ભારે થાક : આપણી કિડની એરાઈથ્રોપોટિન(erythropoietin) નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્ત કોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમા ઓક્સિજન વહન કરે છે . કિડની રોગોમાં,એરાઈથ્રોપોટિન(erythropoietin) ના પ્રમાણનું ઘટાડો થતાં લાલ રક્ત કોશિકાઓનો ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછો મળે છે અને તેથી શરીરમાં નબળાઇ અને ભારે થાક લાગે છે.

(૬) ચક્કર આવવા અને એકાગ્રતામાં મુશ્કેલી: કિડનીનાં રોગમાં રક્તક્ષય (લોહીનો અપુરતો પુરવઠો) થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી આપણને ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી થાય છે.

(૭)આખો દિવસ દરમ્યાન ટાઢ લાગવીઃ જો તમને કિડનીનોએ રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે તમને બધો સમય શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢ નો અનુભવ થાય.પાયલોનફ્રીટિસ (Pyelonephritis) નામના કિડની ઇન્ફેક્શનને લીધે સતત તાવ અને ઠંડી લાગે છે.

(૮)ત્વચા પર ખંજવાળ અને ઘસરકા : કિડનીનું કામ બગડતાં લોહીમાં અશુધ્ધિ અને કચરો જમા થાય છે જેને કારણે સખત અને તીવ્ર ખંજવાળ આવે છે અને ત્વચા પર ઘસરકા ના નિશાન જોવા મળે છે.

(૯)શ્વાસમાં દુર્ગંધ્ અને જીભમાં અપ્રિય સ્વાદ: કિડની ખોટકાતા લોહીમાં યુરિયા નું પ્રમાણ વધી જાય છે. આ યુરિયા દુર્ગંધ રુપે મોંઢામા થતી લાળ માં ભળી જાય છે અને પેશાબ જેવી દુર્ગંધ પેદા કરે છે. ઘણી વાર આને લીધે મોઢામાં એક અપ્રિય સ્વાદ જેવું પણ લાગે છે.

(૧૦) ઉબકા અને ઊલ્ટી: કિડનીનાં રોગને લીધે લોહી માં જમા થતી અશુધ્ધિ નાં કારણે ઉબકા અને ઊલ્ટી પણ થઇ શકે છે.

(૧૧) હાંફ ચઢવી: કિડની રોગમાં ફેંફસાંમાં એક પ્રકારનું પ્રવાહી /સ્ત્રાવ પેદા થાય છે. અને તેને લીધે રક્તક્ષય, કિડની રોગની આડઅસર, શરીરને ઓક્સિજનની ઉણપ વગેરે થાય છે. આ પરિબળોને લીધે શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે.

(૧૨) પીઠ અથવા પડખામાં પીડા: કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે.જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે. આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થઇ શકે છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ થાય છે.

કિડનીના રોગો ઓળખવા અત્યંત આવશ્યક છે. મોટા ભાગના કિસ્સાઓમાં કિડની માં થયેલું નુકસાન પૂર્વવત્ અથવા સરભર કરી શકાતુ નથી. આ બધાથી બચવા માટે ઉપર જણાવેલા લક્ષણો દેખાતા તાત્કાલિક ડૉક્ટરને મળો. જેથી કરીને વહેલી તકે સારવાર શરૂ કરી રોગને ટાળી શકાય.
======================================
કબજિયાત – પીપાળાનુ પાન નાખીને ઉકાળેલુ દૂઘ પીવાથી ગૅસને કારણે થયેલ કબજિયાત મટે છે. પેટના વાયુ મટે છે. ગરમ દૂધ સાથે બે ચમચી ગુલકંદ કે ઇસબગુલ રાત્રે સૂતી વખતે લેવાથી મળ સાફ આવે છે.
એસિડિટી – થોડું થોડું કરીને દિવસમાં ત્રણ વાર ગરમ દૂધ પીવાથી લાભ થાયછે.
મૂત્રાશયના રોગ – દૂધમાં ગોળ મેળવીને પીવાથી મૂત્રાશયના બધા રોગ શાંત થાય છે.
==========================================
ધરગથ્થુ ઉપચારઃ કબજીયાત માટે

* અજમો અને સોનામુખીનું ચુર્ણ હુંફળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટૅ છે.
* પાકાં ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છુટો પડી કબજીયાત મટૅ છે.
* નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટૅ છે.
* રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજીયાત મટૅ છે.
* લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટૅ છે.
* ખજુર રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગાળીને આ પાણી પીવાથી કબજીયાત મટૅ છે.
* કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી,સવારે દ્રાક્ષને મસળી,ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટૅ છે.
* ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુનો રસ ને બે ચમચી મધ મેળાવી પીવાથી કબજીયાત મટૅ છે.
* રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટૅ છે.
* ત્રણ ગ્રામ મેથીનું ચુર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટૅ છે.
* ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળૉ રાત્રે તથા સવારના પહોરમાં પીવાથીકબજીયાત મટૅ છે.
* રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ મેળાવીને પીવાથી કબજીયાત મટૅ છે.
* અજમાના ચુર્ણમાં સંચોરો(સંચળા) નાખી ફાકવાથી કબજીયાત મટૅ છે.
* જાયફળ લીંબુના રસમાં ધસીને તે ધસારો લેવાથીકબજીયાત મટૅ છે.
* જમ્યા પઈ એકાદ કલાકે ત્રણથી પાંચ હિમજ ભુબ ચાવીને ખાવાથી કબજીયાત મટૅ છે.
* કાંદાને ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજીયાત મટૅ છે.
* કબજીયાત હોય અને ભુખ ઓછી હોય તો સુઠ,પીપર ,જીરુ,સીધાલુણ,કાળા મરી સરખે ભાગે લઈ,બારીક વાટી,ચુર્ણ બનાવી ,બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજીયાત મટૅ છે.
* દુધ અથવા નવસેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજીયાત મટૅ છે.

====================================

•પગના ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી, માલિશ કરવાથી આરામ થાય છે.
•સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા, ગરદન જકડાઈ જવી તથા સંધિવાના દર્દમાં આરામ થાય છે.
•તલના તેલમાં હિંગ અને સૂંઠ નાખી સહેજ ગરમ કરી, માલિશ કરવાથી કમરનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, શરીર જકડાઈ જવું, લકવો વગેરે મટે છે.
•ધંતુરાનાં પાનનો ૮૦૦ ગ્રામ રસ કાઢી, તેમાં ૧૦ ગ્રામ હળદર અને ૨૫૦ ગ્રામ સરસિયું તેલ નાખી, ગરમ કરી, રસ બાળી, માત્ર તેલ બાકી રાખો, આ તેલનું માલિક કરવાથી શરીરનાં જકડાઈ ગયેલા અંગો છૂટાં પડી તકલીફ મટે છે.
•બે નાળિયેરનું કોપરું કાઢીને, તેના નાના ટુકડા કરી, ખાંડી નાખવું, ખાંડેલા કોપરાને વાસણમાં ધીમે ધીમે ગરમ કરવું, તેલ છૂટું પડશે, ને તેલ ઠર્યા પછી કપડામાં નિચોવીને ગાળી લેવું. બે નાળિયેરના નીકળેલાં તેલમાં ત્રણથી ચાર મરીનું ચૂર્ણ અને ત્રણ લસણની કળી વાટીને નાખવી. આ તેલથી જકડાઈ ગયેલા ભાગ પર હળવા હાથે સવારે અને રાત્રે માલિશ કરવી અને તે પછી ગરમ રેતીનો શેક કરવાથી ખૂબ આરામ થાય છે.
•વાયુ કે કફદોષથી કમરનો દુઃખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી, ઉકાળો કરી, તેમાં કપડું બોળી, દર્દવાળા ભાગ પર ગરમ પોતાં મૂકવાથી આરામ મળે છે.
===================================
પેટના દર્દોના દુ:ખાવામાં આયુર્વેદ
*અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુ મટે છે.

*આદુ અને લીંબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે.

*અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે.

*આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે.

*આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતના પેટનો દુઃખાવો મટે છે.

*શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.

*જમ્‍યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુઃખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુઃખાવો મટે છે.

*લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુઃખાવો ને આફરો મટે છે.

*તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ, સહેજ ગરમ કરી, પીવાથી પેટનો દુઃખાવો મટે છે.

*ગોળ અને ચૂનો ભેગા કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવો મટે છે.

*અજમો અને સંચળનું ચૂર્ણ ફાકવાથી ગેસ મટે છે.

*ચીકણી સોપારીનો પા તોલો ભૂકો મોળા મઠ્ઠામાં સવારે લેવાથી ગેસ મટે છે.

*લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી જમ્‍યા પછી થતો દુઃખાવો અને ગેસ મટે છે.

કો*કમનો ઉકાળો કરી, તેમાં થોડું મીઠું નાખી, પીવાથી પેટનો વાયુ અને ગોળો મટે છે.

*સાકર અને ધાણાનું ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે.

*જીરું અને ધાણા બંને સરખા ભાગે લઈ, રાત્રે પલાળી રાખી, સવારમાં ખૂબ મસળી, તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે.

*ફુદીનાના રસમાં મધ મેળવી લેવાથી પેટના દર્દો મટે છે.

*લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.ઉકળતા પાણીમાં સૂંઠનું ચુર્ણ નાખી, તેને ઢાંકી, ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આરો, પેટનો દુઃખાવો મટે છે. આ પાણીમાં સોડા-બાય-કાર્બ નાખી દિવસમાં બે-ત્રણ વાર પીવાથી ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે.

*એક તોલો તલનું તેલ પા તોલો હળદર મેળવીને લેવાથી પેટની ચૂંક મટે છે.

*રાઈનું ચૂર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપરથી પાણી પીવાથી વાયુ અને કફથી થતો પેટનો દુઃખાવો મટે છે.

*હિંગ, સૂંઠ, મરી, લીંડી પીપર, સિંધવ, અજમો, જીરું, શાહજીરું, આ આઠ ચીજો સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી (જે હિંગાષ્‍ટક ચૂર્ણ કહેવામાં આવે છે. તે બજારમાં પણ મળે છે.) લેવાથી પેટના દર્દો મટે છે.

*સાકરવાળા દૂધમાં એકથી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટનાં અનેક જાતના દર્દો મટે છે.

*સવારના પહોરમાં મધ સાથે લસણ ખાવાથી પેટની ચૂંક મટે છે અને જેમનો જઠરાગ્નિ મંદ પડી ગયો હોય તો તે પ્રજ્વલિત બને છે.

*રાઈનું ચૂરણ પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને જીર્ણ મટે છે.

*અજમો, સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે.

*આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા બળવાન બને છે.

*એલચી, ધાણાનું ચૂર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુના રસમાં મેળવીને ચાટવાથી વાયુ, પેટનો દુઃખાવો અને આફરો મટે છે.

========================================

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290