8.10.13

નિઃસંતાન દંપતી કરો આ ચમત્કારી ઉપાય, ઝડપથી બંધાશે તમારા ઘરે પારણુ

નિઃસંતાન દંપતી કરો આ ચમત્કારી ઉપાય, ઝડપથી બંધાશે તમારા ઘરે પારણુ


સંતાન વગર ગૃહસ્થ જીવનમાં ખુશીઓ અધુરી હોય છે. ધાર્મિક રીતે પણ ગૃહસ્થ જીવનમાં ચાર પુરુષાર્થમાંથી એક કામની પ્રાપ્તિની મુખ્ય ભૂમિકા છે. આ કારણ છે કે દરેક દંપતિ સંતાન પ્રાપ્તિની કામના કરે છે.

આજના સમયમાં જ્યાં દિકરીઓ પણ કોઈપણ ક્ષેત્રમાં દિકરાઓ કરતા પાછળ નથી. તેમ છતાં મોટાભાગે પરંપરાઓ અને ધર્મ સાથે જોડાયેલી માન્યતાઓને લીધે દરેક લોકો પુત્રની કામના કરે છે. પરંતુ ક્યારેક એવું જોવા મળે છે કે, શારીરિક સમસ્યાઓ અથવા અકસ્માતને લીધે સંતાન પ્રાપ્ત થવામાં અડચણ પેદા થાય છે. ત્યારે પરિવારનો માહોલ માયૂસ અને દુઃખી થઈ જાય છે.


શાસ્ત્રોમાં સંતાનની ઈચ્છા પૂરી કરવા માટે આવો જ એક ઉપાય બતાવવામાં આવ્યો છે, જેનાથી કોઈ વધુ પરેશાની વગર કે આર્થિક ખર્ચ વગર મનમાગી ખુશીઓ પ્રાપ્ત થાય છે. આ ઉપાય છે સંતાન ગોપાલ મંત્રનો જાપ...
આ મંત્રનું સ્મરણ કોઈપણ ગૃહસ્થને સંતાનની સથે, તન, મન અને ધનથી ભરપુર સુખ આપનારું માનવામાં આવે છે.

જાણો ભગવાન વિષ્ણુ અને તેમના જ અવતાર ભગવાન શ્રીકૃષ્ણનું સ્મરણ કરવાનો વિશેષ મંત્ર અને જાપની સરળ વિધિ....

-પતિ-પત્ની બંનેએ સવારે વહેલાં સ્નાન કરી પૂરી પવિત્રતા સાથે આ મંત્રનો જાપ તુલસીની માળાથી કરવો.

-તે માટે ઘરના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ફોટોને ચંદન, અક્ષત, ફૂલ, તુલસી દલ અને માખણનો ભોગ લગાવી, ઘીનો દીવો પ્રગટાવી, કર્પૂરથી આરતી કરો. બાલકૃષ્ણની મૂર્તિ વિશેષ રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આગળ જાણો ચમત્કારી સંતાન ગોપાલ મંત્ર અને તેને સ્મરણ કરવાના ખાસ ઉપાય...

ભગવાનની પૂજા કર્યા પછી કે આરતી પહેલા નીચે પ્રમાણેનો ગોપાલ મંત્રનો જાપ કરો...

देवकीसुत गोविन्द वासुदेव जगत्पते।

देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत:।।

-મંત્રના જાપ પછી ભગવાનને સમર્પિત ભાવથી નિરોગી, દીર્ધજીવી, સારા ચરિત્રવાળા, તંદુરસ્ત પુત્રની કામના કરો.

-આ મંત્ર જાપ પતિ કે પત્ની એકલા પણ કરી શકે છે.

-ધાર્મિક માન્યતાઓમાં આ મંત્રની 55 માળા કે યથાશક્તિ પ્રમાણે જાપ કરવાથી થોડા જ સમયમાં ચમત્કારિક ફળ પ્રાપ્ત થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290