8.10.13

સ્વાર્થી -અપ્રમાણિક વ્યક્તિને કુદરત બચાવતી નથી

welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290
फोटो पे क्लीक करते चले ओर पुराने पोस्ट पढ्ते चले कही कोइ छुट न जाये.....
====-------------------------------------------------

સ્વાર્થી -અપ્રમાણિક વ્યક્તિને કુદરત બચાવતી નથી: વૈજ્ઞાનિકો

- વિના સહકાર નહીં ઉદ્ધાર
- અમેરિકાના વૈજ્ઞાનિકોનું ભારતીય ધર્મગ્રંથોમાં કહેવાયેલી વાતનું સમર્થન
 વોશિંગટન, તા. ૨
મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના બે ઉત્ક્રાંતિ જીવ વૈજ્ઞાનિકોએ  તારણ કાઢયું છે કે ઉત્ક્રાંતિ સ્વાર્થીઓને મદદ કરતી નથી. તેમણે આ સંદર્ભમાં નવા પુરાવા રજૂ કર્યા છે. ૨૦૧૨માં લોકપ્રિય બનેલી થિયરી સાથે તે સંમત નથી.
એમએસયુના માઇક્રોબાયોલોજી અને મોલેકયુલર જિનેટિક્સના  પ્રોફેસર ક્રિસ્ટોફ અડામીએ જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે જો તમે સ્વાર્થી અને અપ્રમાણિક હશો તો ઉત્ક્રાંતિ તમને સજા આપશે.
તેમણે જણાવ્યું હતું કે ટૂંકા સમય માટે અને પ્રતિસ્પર્ધીઓના ચોક્કસ સમૂહની વિરુદ્ધ કેટલાક સ્વાર્થી સજીવો આગળ રહી શકે પરંતુ સ્વાર્થીપણું ઉત્ક્રાંતિની દષ્ટિએ સતત ટકી શકશે નહીં.
જીવવિજ્ઞાાન, અર્થશાસ્ત્ર, રાજકીય વિજ્ઞાાન અને અન્ય શાખાઓમાં ઉપયોગમાં લેવાતી ગેમ થિયરી અંગે આ પેપરો રજૂ કરવામાં આવ્યા હતાં.
છેલ્લા ૩૦ વર્ષોમાં થયેલા સંશોધનમાં સહકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો. એક કોષીય સજીવોથી લઇને લોકો સુધીના જીવનમાં સહકાર ઘણા સ્વરૃપે જોવા મળે છે. ૨૦૧૨માં એક વૈજ્ઞાાનિક પેપરમાં ઝીરો-ડિટરમિનન્ટની થિયરી રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્વાર્થી જીવો ચોક્કસપણે સહકારી જીવોને હરાવી શકે છે. આ પેપરથી વિવાદ ઉભો થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ૩૦ વર્ષથી સંશોધન ચાલતું હોવા છતાં મુખ્ય પરિણામ તદ્દન નવું છે. આ સંશોધન નેચર નામના મેગેઝિનના તાજેતરના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
અડામી અને હિન્ટ્ઝને ઝીરો ડિટરમિનન્ટ થિયરી સામે શંકા હતી. તેથી તેમણે હજારો ગેમો ચલાવવા માટે ઉચ્ચ સ્તરીય કોમ્પ્યૂટરનો ઉપયોગ કર્યો હતો. જેમાં તેમને જાણવા મળ્યું કે ઝેડી થિયરી કયારેય પણ ઉત્ક્રાંતિની પેદાશ હોઇ શકે નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290