Know The Ayurveda Upchar For Piles Problem
કેટલીક સમસ્યાઓ અને રોગો એવા હોય છે જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં અને આ સમસ્યાઓ અને રોગો આજકાલની જીવનશૈલી અને ખાનપાનની દેન છે. આપણી બેદરકારીભરી લાઈફસ્ટાઈલ જ અનેક રોગોને નોતરે છે.
આવા જ કેટલાક રોગોમાં સમાવેશ થાય છે હરસ-મસાનું. આ સમસ્યા મોટાભાગે પેટની રગબડ, અપચો, કબજિયાતને કારણે ઉદભવતી હોય છે. જેનું યોગ્ય સમયે નિદાન ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની જતું હોય છે અને ઓપરેશન વડે તેની સારવાર કરાવી પડે છે. જેથી આજે અને આયુંર્વેદના ખજાનામાંથી તમારા માટે હરસ-મસાની સમસ્યાને કાયમ માટે દૂર કરતાં રામબાણ દેશી ઈલાજ લઈને આવ્યા છે.
આગળ જાણો હરસ-મસાને નાબૂદ કરતાં સચોટ ઉપચાર વિશે..........
ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે અને રાહત મળે છે.
- જીરાને વાટી તેની લુગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુઃખતા મસા અંદર જતા રહે છે અને પીડા દૂર થાય છે.
- જો તમે હરસ-મસાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ-મસા જડથી દૂર થાય છે.
- સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ અને થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.
કોથમીરને વાટી ગરમ કરી પોટલી બાંધી મસાની જગ્યાએ શેક કરવાથી મસાની પીડા દૂર થાય છે અને લટકતા મસા પણ બેસી જાય છે.
- આ સિવાય ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને પીડા દૂર થાય છે.
ગરમ દૂધ સાથે 1-2 ચમચી દીવેલ પીવાથી હરસની પીડા મટે છે અને ગુદા પર થતા ચીરા પણ દૂર થાય છે.
કોકમની ચટણી દહીંની મલાઈ સાથે ખાવાથી હરસ મટે છે.
- સૂકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી સમસ્યામાં તરત ફાયદો થાય છે.
કોકમના ફુલનું ચુર્ણ દહીંની મલાઈ સાથે મિક્ષ કરી થોડુંક ગરમ કરી દિવસમાં ત્રણવાર ખાવાથી મસામાં પડતું લોહી બંધ થાય છે.
- સુંઠ, જીરૂં અને સિંધવનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી જમ્યા પછી લેવાથી હરસ-મસાની સમસ્યા દૂર થાય છે.
એક ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ-મસામાં તરત આરામ મળે છે. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થઈ જાય છે.
- જીરાને શેકીને તેમાં સરખેભાગે કાળા મરી તથા સિંધવ મેળવીને ચુર્ણ બનાવી જમ્યા પછી છાશ સાથે લેવાથી મસા મટે છે.
મીઠા લીમડાના પાનને પાણી સાથે લેવાથી હરસ-મસાની તકલીફ દૂર થઈ જાય છે. કળથીના લોટની પાતળી રાખ પીવાથી હરસ-મસા દૂર થાય છે.
- હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી ગાયના ઘીમાં પીસી હરસ-મસા પર લેપ લગાડવાથી હરસ-મસા નરમ પડી જાય છે અને દુખાવો તરત જ દૂર થઈ જાય છે.
હરસ-મસાની અસહ્ય પીડાને ઓપરેશન વિના જ દૂર કરશે આ 'દેશી દવા'...........