16.12.13

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ

Astrology Solution Mantra Mahamrutunjay Shiv Mantra

1 મહાચમત્કારી મંત્રઃ મૃત્યુને આપે છે માત,ગરીબ પણ થાય છે માલામાલ


આપણા જીવનની કોઈ પણ સમસ્યા હોય, ગમે તેવી બીમારી હોય, ગમે તેવું કાર્ય હોય, શાસ્ત્રોમાં બધા માટે ચમત્કારી ઉપાય જણાવાયા છે. અહીં જાણો એવો જ મહાચમત્કારી ઉપાય, જેનાથી મૃત્યુ પણ ભાગે છે ઊભી પૂંછડીયે, ભયંકર બીમારીથી પણ છૂટકારો મેળવી શકાય છે, કોઈ દરિદ્ર પણ માલામાલ થઈ શકે છે...

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની ઈચ્છા માત્રથી જ આ સૃષ્ટિની રચના થઈ છે. શિવપુરાણમાં મહાદેવનો એક એવો ચમત્કારી મંત્ર જણાવાયો છે, જેને જપવાથી જ મૃત્યુની ક્ષણે પહોંચનારો વ્યક્તિ પણ ફરીથી સ્વસ્થ થઈ શકે છે.

આ મંત્રથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી. તેના જપ માટેના બધા નિયમો અને વિધિ-વિધાનનું પાલન કરવું જરૂરી હોય છે.

આગળ જાણો આ મંત્ર કયો છે અને તેના જાપ કરવાના વિધિ-વિધાન શું છે...

મંત્ર -

- શિવપુરાણમાં જણાવાયું છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સર્વશ્રેષ્ઠ મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર આ મંત્રના માત્ર જપથી જ બધી બીમારીઓ અને કષ્ટોનું નિવારણ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુની ક્ષણો પહોંચી ગયો હોય અને તેના નામે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો તે ફરીથી સ્વસ્થ થઈ શકે છે.
महामृत्युंजय मंत्र: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्।

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે આ મંત્ર, આગળ વાંચો....

કેવી સમસ્યાનો ઉકેલ આપે છે -

- જો કોઈ વ્યક્તિ ભવિષ્યમાં આવનારી આપત્તિથી બચવા માંગે છે, કોઈ જ્યોતિષીય દોષનો ઉપચાર કરવા ઈચ્છે છે, પૈસાની તંગીનું નિવારણ કરવા ઈચ્છે છે, લાંબું આયુષ્ય જીવવા ઈચ્છે છે તો તેને મહામૃત્યુંજય મંત્રનો જપ કરવો જોઈએ કે કોઈ બ્રાહ્મણથી મંત્ર જપ કરવું જોઈએ.

- શાસ્ત્રો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતા અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું હતું. આ અસુરોના ગુરુ શુક્રાચાર્યએ મરી ગયેલા બધા દૈત્યને આ મંત્રના પ્રભાવથી પુનર્જિવિત કર્યા હતા. આથી આ મંત્રમાં એટલો પ્રભાવ છે કે તે મૃત્યુને પણ ટાળી શકે છે.

તમારી સમસ્યાના ઉકેલને સિદ્ધ કરવા મંત્રની જપ વિધિ જાણો આગળ...

મંત્રની જપ વિધિ -

- મહામૃત્યુંજય મંત્રનો જપ વિધિ પૂર્વક કરવો જોઈએ. તેના માટે કોઈ બ્રાહ્મણ સાથે પરામર્શ કરી શકાય છે. આ મંત્રનો જપ કોઈ અન્ય વ્યક્તિ માટે પણ કરી શકાય છે અને કોઈ બીજા વ્યક્તિ આપણા માટે મંત્ર જપ કરી શકે છે. આ મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 જરૂર હોવી જોઈએ.

- મંત્ર જપના સમયે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. મંત્ર જપ કરવા માટે સ્વચ્છ તથા સફેદ રંગના કપડા પહેરશો તો આ શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત કુશનું આસન હોવું જોઈએ. મંત્ર જપની સંખ્યા ધ્યાન રાખવા માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવી જોઈએ. મંત્રનો જપ કોઈ શાંત અને પવિત્ર સ્થાન પર કરવું શ્રેષ્ઠ ફળ આપનાર રહે છે.

સંકલ્પ વિધિ જાણો આગળ....

સંકલ્પ વિધિ -

ऊँ हौं जूं स: भूर्भव: स्व: ऊँ त्र्यम्बकं यहामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मुत्योर्मुक्षीय माऽमृतात्। ऊँ भूर्भव: स्व स: जूं हौं ऊँ।।

- આ પ્રકારે આ મંત્ર અને વધારે પ્રભાવશાળી થઈ જાય છે.

- મહામૃત્યુંજય મંત્ર જપ પ્રારંભ કરવાથી પૂર્વ સંકલ્પ લેવી જોઈએ. તેના માટે સર્વપ્રથમ મહાદેવનું ધ્યાન કરો તેના પછી સંકલ્પ લો કે હું (જપ કરનાર વ્યક્તિ આપનું નામ બોલો) મહામૃત્યુંજય મંત્રનો જાપ (પોતાના માટે કે કોઈ બીજા વ્યક્તિ માટે કરી રહ્યા હોય તો તેનું નામ લો.) કે બીમારી વ્યક્તિની બીમારી દૂર કરવા કે કોઈ સમસ્યા દૂર કરવા માટે આ જપ કરી રહ્યો છું. હે મહાદેવ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી મનોકામના પૂર્ણ કરો.

આગળ વાંચો શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ.....
શિવજીને પ્રસન્ન કરવાની પૂજા વિધિ -

- બ્રાહ્મમુહૂર્તમાં ઊઠો, બધા નિત્ય કર્મોથી પવિત્ર થઈ સફેદ આરામદાયક વસ્ત્ર ધારણ કરો.

- મંત્ર જપ માટે કોઈ સ્વચ્છ અને પવિત્ર સ્થાનની પસંદગી કરો. કોઈ મંદિરમાં પણ આ મંત્ર જપ કરી શકાય છે. જો ઘરમાં મંત્ર જપ કરી રહ્યા છે તો તમારી સામે શિવલિંગ કે શિવજીની મૂર્તિ કે ચિત્ર જરૂર રાખો.

- શિવજીનું વિધિ-વિધાનથી પૂજન કરો, સંકલ્પ કરો અને મનને ખોટી વાતોમાં ભટકવા ન દો, મહાદેવ તરફ ધ્યાન લગાવો.

- જ્યાં સુધી મંત્ર જપ ચાલવાનું છે, ત્યાં સુધી દીપ-ધૂપ અને અગરબત્તી પણ ચાલું રાખવું જોઈ. આ વાતનું વિશેષ ધ્યાન રાખો.

- જપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે.

- તેની સાથે જ પૂજનમાં રાખી જાણનારી સમસ્ત સામાન્ય સાવધાનીઓનું ધ્યાન રાખો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290