11 Miraculous Things That Attract Money, 1 Place In The House
પૈસાને આકર્ષે છે આ 11 ચમત્કારી વસ્તુઓ, કોઈપણ 1 ઘરમાં રાખો..........
ધન પ્રાપ્તિની કામના દરેક વ્યક્તિને હોય છે. પરંતુ એવા બહુ ઓછા લોકો હોય છે જેમની આ કામના પૂર્ણ થાય છે. તંત્રશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છેજેને ઘરમાં રાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે વસ્તુઓ ધનને પોતાની તરફ આકર્ષે છે. જેથી આજે અમે તમને એવી જ કેટલીક તંત્ર વસ્તુઓ વિશે જણાવવાના છે જેને ઘરમાં રાખવાથી થશે છપ્પર ફાડ ધનવર્ષા અને ચમકી જશે તમારું કિસ્મત.
આ તંત્ર વસ્તુઓ વિશે જાણવા આગલ ...........
કુબરે પ્રતિમા- ભગવાન કુબેર યશ અને ગંધર્વોના સ્વામી છે. આ જ સમસ્ત સંસારમાં ધનની રક્ષા કરે છે. આની પ્રતિમા ઘરની ઉત્તર દિશામાં રાખવી જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે જ્યાં તેમની પ્રતિમા મૂકી ત્યાં યોગ્ય સફાઈ રાખવી. માસિકધર્મ દરમિયાન સ્ત્રીઓએ પ્રતિમાને હાથ ન લગાવવું.
લઘુ નારિયેળ- આ સામાન્ય નારિયેળ કરતાં થોડું નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. અર્થાત્ દેવી લક્ષ્મીનું ફળ. આની વિધિસર પૂજા કરી લાલ કપડાં બાંધીને એવા સ્થાન પર મૂકવલું જોઈએ જ્યાં કોઈની નજર ન પડે. આ ઉપાય કરવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે.
પારાની લક્ષ્મી મૂર્તિ- પારાથી નિર્મિત મૂર્તિને વિશેષ માનવામાં આવે છે. ઘરમાં પારાથી બનેલી લક્ષ્મી મૂર્તિ રાખવાથી લાભ થાય છે. આ મૂર્તિની સ્થાપના ઘરના પૂજા સ્થાન પર કરીને રોજ તેની પૂજા કરવી જોઈએ
કોડી- આ સમુદ્રમાંથી મળે છે આ બહુ સાધારણ હોય છે પરંતુ તે પ્રભાવશાળી હોય છે. લક્ષ્મીજી સમુદ્રમાંથી પેદા થયા છે અને આ પણ સમુદ્રમાંથી મળે છે. કોડીમાં ધનને આકર્ષિત કરવાનો પ્રાકૃતિક ગુણ હોય છે. આને ધન સ્થાન પર રાખવું બહુ શુભ માનવામાં આવે છે.
મોતી શંખ- મોતી શંખ એક દુર્લભ પ્રજાતિનો શંખ છે. તંત્રશાસ્ત્ર મુજબ આ શંખ બહુ ચમત્કારી માનવામાં આવે છે. આ દેખાવમાં બહુ સુંદર હોય છે. આને ઘરમાં રાખવાથી ધન-સંપત્તિમાં વધારો થાય છે અને પરિવાર વચ્ચે પ્રેમ બન્યો રહે છે.
ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ- ચાંદીની લક્ષ્મી-ગણેશ મૂર્તિ ઘરમાં પૂજા સ્થાને રાખી દરરોજ તેની પૂજા કરવાથી ધનમાં ક્યારેય કમી નથી આવતી અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
શ્રીયંત્ર- યંત્રશાસ્ત્રમાં શ્રીયંત્રની વિશેષ મહિમા જણાવવામાં આવી છે. આને યંત્રરાજની ઉપાધિ આપવામાં આવી છે. આ યંત્રથી ધન વૃદ્ધિ, ધન પ્રાપ્તિ, દેવા સંબંધી ધન પ્રાપ્ત કરવા, લોન, લોટરી, સટ્ટો વગેરે દ્વારા ધન પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આની સ્થાપના ઘરના પૂજા ઘરમાં કરવી જોઈએ.
લક્ષ્મીજીની ચરણ પાદુકાઓ- મા લક્ષ્મીની ચાંદીમાં બનેલી ચરણ પાદુકાઓ ધન સ્થાન પર એ રીતે રાખવી કે જેની દિશા ધન સ્થાન તરફ રહે. જેથી લક્ષ્મી હમેશા તમારા ધન સ્થાન પર નિવાસ કરશે અને ઘરમાં હમેશા ધન સુખ રહેશે.
કમળ કાકડી- કમળ કાકળી કમળમાંથી નિકળનારું એક બી છે. મા લક્ષ્મી કમળ પર બેસે છે. જેથી આ બીયાને બહુ ચમત્કારી માનવામાં આવે છે. આને પૂજા સ્થળ પર રાખવાથી મા લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે અને ધન સંબંધી પરેશાનીઓ દૂર થાય છે.
દક્ષિણાવર્તી શંખ- તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનો વિશેષ મહત્વ છે. આને ઘરમાં પૂજા સ્થળ અને તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજી સ્વયં તેનીથી આકર્ષાય છે અને રંક પણ રાજા બની જાય છે. આ બહુ ચમત્કારી ઉપાય છે
એકાક્ષી નારિયેળ- આ નારિયેળનો એક પ્રકાર છે. આની ઉપર આંખ જેવો એક નિશાન હોય છે. જેથી તેને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજામાં એકાક્ષી નારિયેળ અથવા સમુદ્રી નારિયેળની પૂજા કરી અને તિજોરીમાં તેને રાખવાથી નુકસાન નહીં થાય અને સમૃદ્ધિ આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290