15.9.13

એક વાનરે રાવણને કહેલી 14 વાતો, આજે પણ છે ખુબ કામની........

The ethics says by ape 14 line to Ravan useful today By Ramayana 

એક વાનરે રાવણને કહેલી 14 વાતો, આજે પણ છે ખુબ કામની...................


આમ તો રાવણને પરમ વિદ્વાન માનવામાં આવે છે કારણ કે રાવણને સમસ્ત વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન હતું અને તે પ્રકાંડ પંડિત હતો. રાવણમાં આવા ગુણોની સાથે કેટલાક અવગુણ પણ બહતા. રાવણ કામવશ થઈને માતા સીતાનું હરણ કર્યું હતું અને શ્રીરામથી યુદ્ધમાં હારી ગયો હતો. રાવણને ઘણીવાર બધાએ સમજાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ પોતાના અહંકારને કારણે તેણે કોઈની પણ સાંભળી ન હતી. 
બાલીના પુત્ર અંગદે પણ રાવણને સમજાવવાની કોશિશ કરી હતી અને 14 ખાસ વાતો જણાવી હતી જે આજે પણ આપણા માટે બહુ કામની છે. 

આગળ જાણો અંગદે રાવણને કઈ 14 વાતો જણાવી હતી જે આજે પણ તમને કામ આવી શકે છે............


રાવણ અંગદ સંવાદમાં આ ચોપાઈ આવે છે. તુલસીદાસે 14 જાતના લોકોને મૃત સમાન માન્યા છે. જો આપણામાં પણ આમાંથી એકપણ અવગુણ છે તો આપણે પણ જીવતાં છતાં મૃત સમાન છે. 
રામચરિત માનસના લંકા કાંડમાં અંગદ-રાવણ સંવાદ વર્ણવામાં આવ્યું છે. અંગદ રાવણથી કહે છે-
कौल कामबस कृपिन विमूढ़ा। अतिदरिद्र अजसि अतिबूढ़ा।।
सदारोगबस संतत क्रोधी। विष्णु विमूख श्रुति संत विरोधी।।
तनुपोषक निंदक अघखानी। जिवत सव सम चौदह प्रानी।।
તો ચાલો આ ચોપાઈઓના અર્થની સાથે જાણીએ કે એ લોકો કોણ છે.

વાંકુ ચાલનારા- જે સમગ્ર દુનિયાથી ઊલટું ચાલે છે. જે સંસારની દરેક વાતમાં નકારાત્મકતા શોધે છે. જે નિયમો, પરંપરાઓ અને વ્યવહારની વિરુદ્ધ ચાલતો હતો.
કામવશ- અત્યંત ભોગી જેને સંસારના ભોગોએ મારી નાખ્યો છે. જેના મનની ઈચ્છાઓ ક્યારેય ખુટતી નથી. આવો વ્યક્તિ માત્ર તેની ઈચ્છાઓને અધીન થઈને જીવે છે. 

પાપી- જે લોકો પાપ અને ખરાબ કામ વડે પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે તે વ્યક્તિ પણ મૃત સમાન જ હોય છે અને તેની સાથે રહેનારા લોકો પણ તેની જેમ જ હોય છે. હમેશા મહેનત અને ઈમાનદારીથી પૈસો કમાવવો જોઈએ. પાપની કમાણી પાપમાં જ જાય છે. 

કંજૂસ- કંજૂસ વ્યક્તિ મૃત સમાન હોય છે. જે વ્યક્તિ ધર્મના કામ કરવામાં અને કોઈનું કલ્યાણ કે દાન કરવામાં ખચકાય છે આવા લોકો પણ મૃત સમાન હોય છે. 
મૂર્ખ- જેની પાસે વિવેક બુદ્ધિ હોતી નથી. જે પોતે નિર્ણય ન લઈ શકે અને દરેક કાર્યને સમજવા માટે અન્યની મદદ લે. આવો વ્યક્તિ પણ જીવિત હોવા છતાં મૃત સમાન છે. 

કંગાળ- ગરીબી સૌથી મોટો અભિશાપ છે. જે વ્યક્તિ ધન, આત્મવિશ્વાસ, સન્માન અને સાહસહીન હોય તે પણ મૃત હોય છે. 
જેને સંસારમાં બદનામી જ મળી હોય તે પણ મૃત સમાન હોય છે. જે ઘર, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર એમ કોઈપણ જગ્યાએ સન્માનપાત્ર ન હોય તો તે પણ મૃત સમાન જ હોય છે. 

અત્યંત વૃદ્ધ- આવા લોકો અન્ય લોકોના આશરે જીવે છે અને જેમનું શરીર અને બુદ્ધિ કામ કરવાનું બંદ કરી દે છે આવા લોકો પોતાના મૃત્યુની પ્રાર્થના કરવા લાગે છે જેથી તેમને સમસ્ત તકલીફોમાંથી છુટકારો મળી જાય.

રોગી- જેનું શરીર સ્વસ્થ ન હોય તેના પર નકારાત્મકતા હાવી થઈ જાય છે. આવા લોકો મૃત સમાન જ હોય છે. 

ક્રોધી- 24 કલાક ગુસ્સો કરનાર અને હમેશા ગુસ્સામાં રહેનાર અને જેને પોતાની બુદ્ધિ અને મન પર નિયંત્રણ ન હોય એવા લોકો પણ મૃત સમાન હોય છે.

વિષ્ણુ વિમુખ- પરમાત્માનો વિરોધી, જે એવું વિચારી લે છે કે કોઈ પરમ તત્વ છે જ નહીં. સંસાર આપણે જ ચલાવી રહ્યા છે. જે ભગવાનમાં આસ્થા ન રાખતો હોય તે મૃત સમાન હોય છે. 
સાધુ અને વેદ વિરોધી- જે સાધુ, ગ્રંથ, પુરાણ અને વેદોનો વિરોધી હોય તે મૃત સમાન હોય છે. 


શરીર- એવો વ્યક્તિ જે માત્ર આત્મ સંતુષ્ટિ માટે જીવે છે અને સંસારના અન્ય જીવો માટે તેના મનમાં કોઈ જ લાગણી ન હોય. જે દરેક વાતમાં અવું જ વિચારતો હોય કે દરેક વસ્તુ તેને જ પહેલા મળી જાય આવા લોકો સમાજ અને રાષ્ટ્ર માટે બિનઉપયોગી હોય છે. 

નિંદા કરનાર- કારણ વિના નિંદા કરનાર અને જેને માત્ર ખામીઓ જ દેખાય તે વ્યક્તિ મૃત સમાન હોય છે. જે કોઈના સારા કામની પણ નિંદા કરતું હોય અને જે કોઈ પાસે બેઠો હોય તો પણ કોઈકની નિંદા જ કરતો હોય તે વ્યક્તિ મૃત સમાન હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290