ભગવાન ગણેશ
દૈનિક જીવનમાં શું કરવું કે શ્રીગણેશની સાથે આપણે પણ સદાય પ્રસન્ન રહીએ. દરરોજ આ વાતોનું પાલન કરવામાં આવે તો સુખ-શાંતિ સુનિશ્ચિત છે.-કોઈ પણ કામ કરતા પહેલા શ્રીગણેશનું સ્મરમ જરૂર કરો.
-દરરોજ ભગવાન ગણેશની પૂજા અને સવારે ઊઠતાની સાથે જ શ્રીગણેશના દર્શન કરો.
-બુધવારના દિવસે મગના લાડુ, દૂર્વાકર, ગોળ અને દક્ષિણા ગણેશને જરૂર અર્પિત કરો.
ગણપતિ પૂજામાં ગણેશ કવચ, ગણેશ ચાલીસા કે સ્ત્રોત અને ગણેશના 108 વાર નામ પાઠ કરવો જોઈએ.
પૂરી શ્રદ્ધા, આસ્થા અને મનને એકાગ્ર કરી ગણપતિ ઉપાસના કરો.
-ગણેશ મંત્રોની લાલ ચંદનની માળાથી જ જાપ કરો.
-ઉપાસનાના સમયે વગર સીવેલા કપડાં કે ધોતી પહેરવી જોઈએ.
-પૂજા દરમિયાન ઘીનો દીવો પ્રગટાવો.
દરરોજ ગણેશને મગની ખીચડી કે લાડુનો ભોગ લગાવો અને સુગંધિત ફૂલોની માળા ચઢાવો.
એવી રીતે કરો હોવો જોઈએ તમારો સંયમ-
-ઓછા મસાલા અને તેલનો આહાર લો, લસણ, ડુંગળી, સલગમ ન ખાવો અને માંસાહાર કે મદિરાપાન ન કરવું.
-જમીન ઉપર સૂવો, બ્રહ્મચર્યનું પાલન કરો.
-બુરાઈ અને ગુસ્સો ન કરો અને યથા સંભવ મૌન રહેવું.
પૂજાકાળમાં નખ કાપવા ન જોઈએ. સફાઈનો પૂરું ધ્યાન રાખો અને જરૂરી હોય તો સાંજના સમયે પણ સ્નાન કરો.
નવું મકાન બનાવતા પહેલા દરવાજા ઉપર ભગવાન શ્રીગણેશની મૂર્તિ લગાવો. જેના દર્શન સુખ-સૌભાગ્ય લાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290