કુંવારા અને પરણેલા પુરુષો માટે ખૂબ જરૂરી છે આ 7 વાતો જાણવી!
ખોટી આદતોની મજા અને નશો વ્યક્તિને તરત જ મળી જાય છે જ્યારે તેના દુષ્પરિણામો થોડા સમય વિત્યા પછી સામે આવે છે. અહીં અમે નાની દેખાતી કેટલીક એવી આદતો વિશે ઉલ્લેખ કરી રહ્યા છે જેમાં ધર્મ-અધ્યાત્મ અને આયુર્વેદ શાસ્ત્રોમાં સફળ અને સુખદ ગૃહસ્થ અને દામપત્ય જીવન માટે સાક્ષાત વિષ(ઝેર)ની સમાન ઘાતક બતાવવામાં આવ્યા છે. જે યુવાનો લગ્ન જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, તેમને આ સાત વાતોને સારી રીતે ગાંઠ બાધી લેવી જોઈએ. તથા પરણેલા પુરુષોએ આ વાતો પોતાના જીવનમાં ક્યારેય ન અપનાવવી જોઈએ. જો એવી આદતો તમે ઘેરેલી હોય તો તમારું પતન નક્કી જ છે એમ સમજી લેજો.
1-નશો –
-કોઇપણ જાતનો નશો, ગૃહસ્થ જીવનને નરક બનાવવામાં મુખ્ય ભુમિકા ભજવે છે.
2-અહંકાર –
-પોતાની જાતને દરેક સ્થિતિમાં સાચું માનવું અને પોતાના જીવનસાથીને પોતાનાં પ્રમાણે ઢાળવો એ સુખી સંસારમાં દુખોનું કારણ બની શકે છે. એ અટલ સત્ય છે કે રાત-દિવસ સાથે રહેનારો માણસ પણ તમારી ઇચ્છાઓ પર 100 ટકા ખરો ક્યારેય ના ઉતરી શકે તે વાતને સ્વીકારો.
3-આળસ –
-પતિ-પત્ની બન્નેમાંથી એક પણ વ્યક્તિ આળસી અને કામને ટાળો દેનારા હોય તેવા વ્યક્તિનાં જીવનમાં નિશ્ચિત દુખ આવે છે અને જેની અસર તેમના દામ્પત્ય જીવન પર પણ વર્તાય છે.
4-છુપાવવું –
-કોઇપણ વાતને છુપાવવાની કે જુઠ્ઠું બોલવાની ટેવ પણ તમારા પારસ્પરિક જીવનમાં ઝેર સમાન કામ કરશે.
5-અપેક્ષા –
-પોતાનો જીવનસાથી બધી રીતે આદર્શ હોય તે અપેક્ષા વધુ પડતી છે. સંસારમાં દરેક જણ આપણી અપેક્ષાઓમાં ખરાં ઉતરે તે જરૂરી નથી.
6-વ્યર્થ ખર્ચાઓ –
પોતાની વાસ્તવિક ક્ષમતાથી વધુ સુવિધાઓ ભોગવવાની ઇચ્છાઓ રાખવી અને યથા શક્તિથી વધુ ખર્ચ કરવું તે પણ ગૃહસ્થીમાં નરક ભોગવવા જેવું છે.
7-આર્થિક નબળાઇ –
-આ એક કડવું સત્ય છે કે પૈસાની તંગી પણ સંબંઘોમાં ઝેરનું કારણ બની શકે છે, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતાં પહેલા વ્યક્તિએ પોતે આર્થિક અને પર્યાપ્ત રૂપે આત્મનિર્ભર હોવું પણ જરૂરી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290