23.11.13

લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય.......

ASTROLOGY::::Know The Measure For Banking Work

જ્યારે પણ જાઓ BANK કે ATM, લક્ષ્મી કૃપા માટે કરો આ ઉપાય..................


આજના સમયમાં મોટાભાગના લોકો એવા છે જેમને બેંક સંબંધી કાર્ય જેમ કે પૈસા જમા કરાવવા અથવા પૈસાની જરૂર પડવાથી પૈસા બેંકમાંથી કાઢવા જેવા કામ કરવા પડતાં હોય છે. જે લોકો બેંકના આવા કાર્યો કરે છે તેમના માટે આજે અમે ખાસ ઉપાય લઈને આવ્યા છે. આ ઉપાય બેંકમાં પૈસા જમા કરાવતી વખતે અથવા પૈસા નિકાળતી વખતે કરવું જોઈએ. આ ઉપાય કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

આગળની જાણો ખાસ ચમત્કારી ઉપાય..............

બધી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે સૌથી જરૂરી કંઈ છે તો તે છે ધન. કેટલાક લોકોને ઓછા મહેનતમાં વધુ ધન પ્રાપ્ત થઈ જાય છે. તો કેટલાક લોકોને સખત મહેનત કર્યા બાદ પણ ધનની પ્રાપ્તિ થતી નથી.

જેથી શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમ બતાવવામાં આવ્યા છે જે અનુસરવાથી ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. જે લોકો બેંકમાં અહિં જણાવેલા ઉપાય કરે છે તેમને મહાલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કર્યા બાદ જ વ્યક્તિ ધન પ્રાપ્ત કરી શકે છે. મહાદેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે નિયમિત રૂપથી તેમની આરાધના કરવી જોઈએ. જ્યારે પણ આપણે ધન સંબંધી કાર્યો કરીએ છીએ ત્યારે પણ લક્ષ્મીજીનું ધ્યાન કરવું અત્યંત જરૂરી છે.

જ્યારે પણ બેંકમાં પૈસા જમા કરાવવા અથવા નિકાળવા જાઓ તો અહિં જણાવેલા લક્ષ્મી મંત્રનું જાપ કરો..

મહાલક્ષ્મીના મંત્ર જેમ કે ऊँ महालक्ष्म्यै नम:, ऊँ ह्रीं श्रीं महालक्ष्म्यै नम:, ऊँ श्रीं ह्रीं क्लीं ह्रीं श्रीं महालक्ष्म्यै नम: વગેરે મંત્રોનું જાપ કરવું.

આ ઉપાય કરવાથી બેંકમાં રહેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે અને તેમાં બરકત આવશે. મહાલક્ષ્મી મંત્રોના જાપથી લક્ષ્મી કૃપા પણ પ્રાપ્ત થશે અને ધન સંબંધી કાર્યોમાં પણ સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે ભગવાન વિષ્ણુના મંત્રોનું જાપ પણ લાભકારક સિદ્ધ થઈ શકે છે.

શાસ્ત્રો મુજબ દરરોજ શિવલિંગ પર ચોખા અર્પણ કરવાથી પણ સ્થાયી લક્ષ્મીની પ્રા4પ્તિ થાય છે. આ ઉપાયની સાથે મહાલક્ષ્મી મંત્ર અથવા શિવ મંત્રનું જાપ કરવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290