23.11.13

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

Mangal Marsh Change Rashi Your Horoscope Sing Effect Of Marsh Rashi Parivartan

કન્યા રાશિમાં મંગળનું ભ્રમણ, કંઈ રાશિને થશે લાભ ને નુકસાન..........?
બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે

- કોઈપણ ગ્રહ રાશિ પરિવર્તિત કરે છે ત્યારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો થાય છે

સિંહ રાશિમાં ભ્રમણ બાદ મંગળ હવે કન્યા રાશિમાં પધરામણી કરશે. મંગળ એક રાશિમાં ૪૫ દિવસ રહે છે. જ્યોતિષશાસ્ત્રના મતે મંગળ એટલે અતિ શુભ અને કલ્યાણકારી ગ્રહ છે. બ્રહ્માંડનો સેનાપતિ અને સ્વભાવે અતિ ઉગ્ર મંગળ ૨૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ સાંજે ૧૯.૩૨ કલાકે સિંહ રાશિમાંથી બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે ત્યારે બારે બાર રાશિઓના જાતકો પર તેની કેવી અસરો હશે તે નક્કી છે.

આગળ વાંચો તમારી રાશિ ઉપર આ ગ્રહના રાશિ પરિવર્તનથી કેવી અસર

મેષઃ-
-મેષ રાશિના જાતકો માટે કન્યા રાશિના આ મંગળનું ભ્રમણ તેમના છઠ્ઠા સ્થાનમાં થશે. મંગળના આ ભ્રમણ દરમિયાન કોર્ટ-કચેરીના કાર્યમાં વિજય થશે, શત્રુઓનું બળ ઘટશે. દેવામાંથી મુકિત અને રોગને હળવો કરવામાં મંગળ તમને મદદ કરશે. નોકરી ક્ષેત્રે બઢતી આપી ચિંતામાં ઘટાડો કરશે.

વૃષભઃ-
શુક્રની વૃષભ રાશિના જાતકોએ મંગળના આ ભ્રમણ દરમિયાન શેરબજારમાં ચેતીને ચાલવું અન્યથા નુકસાન કરશો. આ ભ્રમણ તમને કયારેક સંતાનની ચિંતા અને પ્રણયભંગની નિરાશાઓમાં ધકેલશે. પાંચમે થનારું આ ભ્રમણ તમારા માટે કોઇ શુભ સંકેત આપતું નથી.

મિથુનઃ-
બુધની મિથુન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ ચોથે થતાં હૃદયમાં અશાંતિ તો કયારેક માનસિક અજંપો આપશે. જમીન અને મકાનના કામમાં રુકાવટ ઉપરાંત હાઇ બીપીના અનુભવ કરાવે તો નવાઇ નહીં. આ ભ્રમણ દરમિયાન વાહન ધીમે ચલાવજો અને માતાની તબિયતનું ખાસ ઘ્યાન રાખજો.
કર્કઃ-
વર્તમાન સમયમાં અતિ કપરા સમયમાંથી પસાર થઇ રહેલી ચંદ્રની કર્ક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ શુભ સંકેત અને ઉપરાંત રાહત આપનારું બનશે. ત્રીજે થનારું આ ભ્રમણ તમારા સાહસમાં વધારો કરશે. તનમાં નવી ઊર્જાનો અહેસાસ કરાવશે. મંગળ તમારાં અટકેલાં કામમાં ગતિ આપી પ્રગતિનાં દર્શન કરાવશે તેમાં લેશ માત્ર શંકા નથી.

સિંહઃ-
સૂર્યની સિંહ રાશિના જાતકો માટે મંગળ તેમના બીજા સ્થાનમાં ભ્રમણ કરી તેજ ગતિથી આવકમાં વધારો કરશે પણ વાણી પર સંયમ રાખવા મંગળનો ખાસ આગ્રહ છે. કટુવાણીના કારણે કૌટુંબિક ભાવનાઓને ઠેશ ના પહોંચે તેનું ઘ્યાન રાખજો. નવી તક મંગળ
કન્યાઃ-
કન્યા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમને મંગળના બારમા ભ્રમણમાંથી મુક્તિ આપશે. મંગળનું ભ્રમણ ચંદ્ર પરથી થતાં સ્વભાવમાં કયારેક ઉગ્રતા અને જીદનો અનુભવ થશે. પરંતુ ચંદ્ર મંગળનું સંયોજન તમારી લક્ષ્મી માં વધારો કરશે અને ઘરમાં શુભ પ્રસંગનું આયોજન કરાવશે.
તુલાઃ-
તુલા રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ બારમે થતાં નાહકના ખર્ચ-વ્યય ઉપરાંત મહત્ત્વના કાર્યની ગતિમાં અવરોધ પેદા કરશે. સાદગીથી રહેવા અને માંદગીથી દૂર રહેવા માટેનો સંકેત આ મંગળ તમને આપે છે
વૃશ્ચિકઃ-
વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ અતિ સુખદાયી, લાભદાયી અને અણધારેલી તકોનું સર્જન કરનારું બનશે. તમારી રાશિથી અગિયારમે મંગળનું ભ્રમણ આવનારા ૪૫ દિવસ લાભનું આભ ઊભું કરશે.
ધનઃ-
ગુરુની ધન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના દસમા સ્થાનમાં થતા ધંધા વ્યવસાયની ગતિમાં પ્રગતિ જણાશે. પિતા દ્વારા કોઇ મદદ મળે અને જાહેર જીવન ઊચું આવે તેવા સંકેત છે.
મકરઃ-
મકર રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ વિદેશયાત્રામાં રુકાવટ લાવે અને ધાર્મિક કાર્યમાં વિધ્નો ઊભાં કરે. કયારેક આવેલી તક હાથમાંથી સરી જાય તો ચિંત કરતા નહીં કારણ કે આ ઘટના અલ્પકાલીન હશે
કુંભઃ-
કુંભ રાશિના જાતકોએ મંગળના આ આઠમા ભ્રમણમાં ખાસ ચેતવાની જરૂર છે. વાહન ધીમે હંકારજો અને ખાણીપીણી ઉપર કાબૂ રાખજો અન્યથા પેટની બીમારીઓ માટે તૈયાર રહેજો. મંગળનું આ પ્રતિકૂળ ભ્રમણ તન, મન અને ધનથી ચેતવણીની સાયરન વગાડે છે.

મીનઃ-

મીન રાશિના જાતકો માટે મંગળનું આ ભ્રમણ તેમના સાતમા સ્થાનમાં થતા ભાગીદારીયુકત સાહસોમાં ઘ્યાન રાખવું. દાંપત્યજીવનમાં સુલેહ-સંપ રાખશો તો મધુર લાગશે. જાહેર જીવનમાં કોઇ વિવાદ ના થાય તેનું ઘ્યાન રાખશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290