Vastu Tips For Get Money In House
આવા ઘરમાં પૈસા ક્યારેય નથી ટકતા, જાણો કારણો......................... ..........
લગભગ એવું જોવા મળે છે કે અમુક લોકો દિવસ રાત મહેનત કરે છે પણ તેમના ઘરમાં પૈસા ટકતાં જ નથી. ક્યારેક ને ક્યારેક કોઇ રીતે ખર્ચ થઇ જાય છે અને અમુક નુકસાન થતું જાય છે.
આનુ કારણ ઘર, વાસ્તુ અનુસાર ના હોવું પણ બની શકે છે. અમે અહીં અમુક એવી વાતો બતાવવાના છીએ કે જેના કારણે ઘરમાં પૈસા ટકતાં નથી અને બરકત રહેતી નથી. જેથી તમે આ વાતોનું ધ્યાન રાખી શકો અને તમારી આ સમસ્યા દૂર થાય.
આગળ જાણો કયા કારણસર ઘરમાં પૈસા ટકતાં નથી..........
જે ઘર પર મંદિરની છાયા પડે છે,ત્યાં રહેનારા લોકોની આર્થિક સ્થિતિ બગડતી જાય છે.
ઘરમાં અંદરના રૂમોનો ઢાળ જો ઉત્તર દિશા તરફ હોય તો, એવું સમજવું કે ઘરનો માલિક હંમેશા દેવામાં ડુબેલો રહે છે.
ઘરમાં પૈસા રાખવાની અલમારી કે તિજોરી પર ભારે સામાન કે વજન ના રાખવું જોઇએ.
કિચન પ્લેટફોમૅ પર એંઠા વાસણો ના રાખવા જોઇએ જેનાથી ઘરમાં બરકત નથી આવતી.મકાનના ઉત્તર પુર્વી સ્થાનમાં લેટરિન-બાથરૂમમાં ના હોવું જોઇએ જેનાથી ઘરમાં દરિદ્રતા રહે છે. લેટરિન – બાથરૂમ વાયવ્ય દિશામાં વધારે શ્રેષ્ઠ ગણાય છે.
ઘરમાં વધારે પસ્તી-ભંગાર રહેવાને કારણે તેના ઘરમાં લક્ષ્મી નથી રહેતી.
ઘરમાં ગંદા પાણીનો નિકાલ ઇશાન કોણની તરફ ના હોવો જોઇએ એટલે કે ઇશાન ખુણામાં ગટર ના રાખવી જેનાથી ઘરમાં ખર્ચો વધે છે.
જે ઘરમાં તુટેલી ફર્શ હોય કે ફર્શ ઉંચીનીચી હોય તો ઘરમાં રહેનારાઓની આર્થિક સ્થિતિ ક્યારેય સારી નથી હોતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290