
Gayatri Mantra And Its Importance
મંત્ર જપ એવો ઉપાય છે જેનાથી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે. મંત્રોની શક્તિથી બધા પરિચિત છે. મનગમતી વસ્તુ પ્રાપ્તિ અને ઈચ્છા પૂર્તિ માટે મંત્ર જપથી વધારે સારું સાધન બીજું કોઈ નથી.
બધા મંત્રોમાં ગાયત્રી મંત્ર સૌથી દિવ્ય અને ચમત્કારી છે. આ જપથી વધારે ઝડપથી પરિણામ પ્રાપ્ત થાય છે. અહીં જાણો ગાયત્રી મંત્રથી જોડાયેલી વિશેષ વાતો અને ચમત્કારી ઉપાય....
મંત્ર વિદ્યાનો પ્રયોગ ભગવાનની ભક્તિ, બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ, દૈવીય કૃપા પ્રાપ્ત કરવાની સાથે જ સાંસારિક તથા ભૌતિક સુખ-સુવિધાઓ, ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા માટે પણ કરવામાં આવી શકે છે.
આ છે ગાયત્રી મંત્ર - ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।
- શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રને વેદોનો સર્વશ્રેષ્ઠ મંત્ર કહેવામાં આવે છે. આ મંત્ર જપ માટે ત્રણ સમય જણાવાયા છે. આ ત્રણ સમયને સાંમધ્યકાળ પણ કહે છે. ગાયત્રી મંત્રના જપ પહેલો સમય છે પ્રાતઃકાળ, સૂર્યોદયથી થોડીવાર પહેલા મંત્ર જાપ શરૂ કરવા જોઈએ. જપ સૂર્યોદય સુધી કરવા જોઈએ.
મંત્ર જપ માટે બીજો સમય છે બપોરના મધ્યાહ્નનો. બપોરમાં આ મંત્રનો જપ કરવામાં આવે છે. તેના પછી ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડાં સમય પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરવાનો હોય તો મૌન રહીને માનસિક રીતે જાપ કરવો જોઈએ. મંત્ર જાપ મોટા અવાજે ક્યારેય ન કરવો.
ગાયત્રી મંત્ર –
ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।
ગાયત્રી મંત્રનો અર્થ – સૃષ્ટિકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, તે પરમાત્માના તેજ આપણી બુદ્ધિને સદમાર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરો.
- શાસ્ત્રોમાં તેના જાપની વિધિ વિસ્તૃત રીતે આપવામાં આવી છે. આ મંત્રનો જપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ગણાય છે. આ મંત્રના જાપથી આપણે આ દસ લાભ પ્રાપ્ત થાય છે...
ઉત્સાહ તથા સકારાત્મકતા, ત્વચામાં ચમક આવે છે, તામસિકતાથી ધૃણા થાય છે, પરમાર્થમાં રૂચી જાગે છે, પૂર્વાભાસ થવા લાગે છે, આશીર્વાદ આપવાની શક્તિ વધે છે, નેત્રોમાં તેજ આવે છે, સ્વપ્ન સિદ્ધિ પ્રાપ્ત થાય છે, ક્રોધ શાંત થાય છે, જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
સંતાન સંબંધી પરેશાનીઓ દૂર કરવા માટે....
કોઈ દંપતિને સંતાન પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી હોય કે સંતાનથી દુઃખી અથવા સંતાન રોગગ્રસ્ત હોય તો સવારે પતિ-પત્ની એક સાથે સફેદ વસ્ત્ર ધારણ કરી यौं બીજ મંત્રનો સંપુટ લગાવીને ગાયત્રી મંત્રોનો જાપ કરો. સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાથી ઝડપથી મુક્તિ મળે છે.
વિદ્યાર્થીઓ માટે...
ગાયત્રી મંત્રનો જાપ બધા માટે ઉપયોગી છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે તો આ મંત્ર વધારે લાભદાયક છે. રોજ આ મંત્રના એક સો આઠ વાર જપ કરવાથી વિદ્યાર્થીઓને બધા પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવામાં સરળતા થાય છે. વિદ્યાર્થીઓને વાંચવામાં મન નથી લાગતું, યાદ કરેલું ભૂલી જવું, ઝડપથી યાદ ન થવું વગેરે સમસ્યાઓથી છૂટકારો મળે છે.
દરિદ્રતાના નાશ માટે –
જો કોઈ વ્યક્તિના વેપાર, નોકરીમા હાનિ થઈ રહી છે કે કાર્યમાં સફળતા નથી મળતી, આવક ઓછી છે તથા ખર્ચ વધારે છે તો તેને ગાયત્રી મંત્રનો જપ ઘણો ફાયદો પહોંચે છે. શુક્રવારના પીળા વસ્ત્ર પહેરીને હાથી પર વિરાજમાન ગાયત્રી માતાનું ધ્યાન કરી ગાયત્રી મંત્રની આગળ અને પાછળ શ્રી સમ્પુટ લગાવીને દરિદ્રતાનો નાશ થાય છે. તેની સાથે જ રવિવારનું વ્રત કરવામાં આવે તો વધારે લાભ થાય છે.
શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે....
જો કોઈ વ્યક્તિ શત્રુઓના કારણે પરેશાનીઓ સહન કરી રહ્યા હોય તો તેને દરરોજ કે વિશેષ કરીને મંગળવાર, અમાસ અથવા રવિવારને લાલ વસ્ત્ર પહેરીને માતા દુર્ગાનું ધ્યાન કરતા ગાયત્રી મંત્રની આગળ તથા પાછળ क्लीं બીજ મંત્રના ત્રણ વાર સંપુટ લગાવીને એક સો આઠ વાર જપ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે.
વિવાહ કાર્યમાં વાર લાગી રહી હોય તો...
જો કોઈ પણ જાતકના વિવાહમાં બીનજરૂરી વાર લાગી રહી હોય તો સોમવારના સવારના સમયે પીળા વસ્ત્ર ધારણ કરી માતા પાર્વતીનું ધ્યાન કરતા ह्रीं બીજ મંત્રનું સંપુટ લગાવીને એક સો આછ વાર જાપ કરવાથી વિવાહ કાર્યમાં આવનારા વિઘ્નો દૂર થાય છે. આ સાધના સ્ત્રી-પુરુષ બન્ને કરી શકે છે.
જો કોઈ રોગના કારણે સમસ્યાઓ આવી રહી હોય તો...
જો કોઈ રોગથી પીડાતા હોવ તો શુભ મુહૂર્તમાં એક કાંસાના પાત્રમાં જળ ભરી તથા તેની સામે લાલ આસન પર બેસી ગાયત્રી મંત્રની સાથે ऐं ह्रीं क्लीं નો સંપુટ લાગાવી ગાયત્રી મંત્રોનો જાપ કરો. જાપ પછી જળનું સેવન કરવાથી ગંભીર રોગનો નાશ થાય છે. આ જળ કોઈ અન્ય રોગીને પીવાથી તેનો પણ રોગનો નાશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290