
Jaggery Is Benefit In Many Ways
ગોળ એક અમૃત: જાણો આયુર્વેદ અને પ્રાચીન પરંપરામાં ગોળનું મહત્વ.............
ગોળ એક સામાન્ય વસ્તુ છે જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. ગોળનું નામ સાંભળતા જ આપણને તેનો ગળ્યો સ્વાદ યાદ આવી જતો હોય છે પરંતુ શું તમે જાણો છો સરળતાથી મળી રહેતા ગોળનું આપણા આયુર્વેદ અને પ્રાચીન પરંપરાઓમાં વિશેષ મહત્વ છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. કારણે કે કેટલાય અસાધ્ય રોગોમાં ગોળ અત્યંત ગુણકારી સાબિત થયું છે. તમે ગોળમાંથી બનાવેલી અનેક વસ્તુઓ તો ખાધી જ હશે. પરંતુ શું તમે જાણો છો આપણી પરંપરાઓથી ગોષ કઈ રીતે જોડાયેલું છે. ગોળ જેટલો ગળ્યો હોય છે તેના ફાયદા તેનાથી પણ વધારે ગળ્યા છે તો ચાલો આજે તમને જણાવી દઈએ ગુણકારી ગોળના આયુર્વેદિર ગુણો અને તેનાથી જોડાયેલી પરંપરાઓ વિશે.
આગળ જાણો સામાન્ય ગણાતા ગોળના અસામાન્ય ફાયદા અને વિશેષ પરંપરા વિશે.............
- પ્રાચીન પરંપરાઓમાંની એક પરંપરા છે ઘરમાંથી નીકળતાં પહેલા ગોળ ખાવું જોઈએ. મોટાભાગના ઘરના વૃદ્ધ લોકો કોઈ પણ વ્યક્તિને ઘરમાંથી બહાર નીકળતા પહેલા ગોળ ખાવાની સલાહ આપે છે. સફળ થવા માટે આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચાર માટે ગોળ ખાવું જરૂરી છે. એવું માનવામાં આવે છે ગોળ ખાઈને કોઈપણ કાર્ય કરવાથી આપણને સફળતા મળે છે. જેથી ઘરેથી નિકળતી વખતે ગોળ અવશ્ય ખાવું જોઈએ.
જ્યોતિષ અનુસાર જન્મકુંડળીમાં સૂર્ય ગ્રહ વધારે મજબૂત સ્થિતિમાં ન હોવાથી કે અશુભ સ્થિતિમાં હોય તો નકારાત્મક વિચાર વધારે આવે છે. એવું માનવામાં આવે છે કે ગોળ ખાવાથી સૂર્યગ્રહનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે. આ માટે કહેવામાં આવે છે કે ઘરથી નિકળતી વખતે ગોળ ખાવાથી આપણા બધા નકારાત્મક વિચાર દૂર થઈ જાય છે અને આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
વિવાહ સમયે કે સગાઈ સમયે ગોળધાણાં ખવડાવામાં આવે છે તેની પાછળ શુભ શુકનની પરંપરા છે અને અવસર સમયે તળેલું-તીખું એવું ભોજન લેવાયું હોય છે, ગોળ-ધાણાં આ માટે આયુર્વેદની દૃષ્ટિએ લાભકારી હોય છે. તેની સાથે જ આ મેડિકલ માન્યતા છે કે ગળ્યું ખાવાથી લોહીનો સંચાર વધે છે. એનર્જી મળે છે. આ માટે ઘરથી નીકળતા પહેલા થોડો ગોળ જરૂર ખાવો જોઈએ. જેનાથી દિવસભર એનર્જી રહે છે અને આયુર્વેદની દૃષ્ટિએ ગોળ તણાવ પણ દૂર કરે છે. જેથી ગોળમાં આ બધા લાભ તેને શુભ શુકન બનાવીને પૂર્વજોએ પરંપરામાં સામેલ કર્યું છે.
આગળ જાણો ગોળના ઔષધિક મહત્વ.....
વીસ ગ્રામ ગોળ અને એક ચમચી આંબળાનું ચૂર્ણ દરરોજ લેવાથી વીર્યની દુર્બળતા દૂર થઈ જાય છે અને વીર્ય સશક્ત બને છે.
ગોળને સાકર કરતાં વધારે પૌષ્ટિક માનવામાં આવે છે, કારણ કે તેને બનાવવામાં કોઈ પણ પ્રકારનાં કેમિકલનો ઉપયોગ થતો નથી, એ વાત અલગ છે કે આજે કેમિકલનો ઉપયોગ થાય છે. ગોળ ખાવાથી ગળાના તથા ફેફસાના રોગો દૂર થાય છે.
ગોળ ખાવાના ઘણાં આયુર્વેદિક લાભ પણ છે. આયુર્વેદમાં ગોળને પણ ઔષધી જ માનવામાં આવ્યું છે. ઠંડીના દિવસોમાં ગોળ અને તલના લાડવા આપણા શરીરને વિશેષ લાભ પહોંચાડે છે. કફ, શરદી-તાવ જેવી બિમારીમાં પણ ગોળ લાભદાયક રહે છે અને શરીરનું રક્ષણ કરે છે.
ઠંડી લાગી જવાથી શરદી કે ઊધરસ થઈ હોય, એવી હાલતમાં સૂંઠ અને મરીનું ચૂર્ણ એક-એક ગ્રામ લઈને દસ ગ્રામ ગોળમાં મેળવીને સવાર-સાંજ ખાવાથી તરત ફાયદો થાય છે.
ગોળ હૃદયના રોગીઓ માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. ભોજન પછી ગોળ સાવર-સાંજ ખાવાથી નબળા હૃદયને બળ આપે છે.
ભોજન પછી દરરોજ ગોળની ગાંગડી મોંમાં ચૂસવાથી પાચન શક્તિમાં વધારો થાય છે, વાયુવિકાર દૂર થાય છે. એસિડિટી થતી નથી.
250 ગ્રામ પીસેલું જીરું અને 125 ગ્રામ ગોળને મિક્ષ કરી તેની ગોળીઓ બનાવી લો. બે-બે ગોળી દરરોજ દિવસમાં ત્રણવાર ખાવાથી મૂત્ર સંબંધિત રોગોમાં લાભ થાય છે, જેવા કે પેશાબ અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી વગેરેમાં લાભ આપે છે.
ઠંડીના દિવસોમાં ગોળ, આદું અને તુલસીના પાનનો ઉકાળો બનાવી હૂંફાળું પીવાથી શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યા થતી નથી અને ઠંડી સામે રક્ષણ મળે છે.
ગોળની સાથે અજમો અને શેકેલું જીરું ભોજન પછી થોડું ખાવાથી આફરો દૂર થઈ જાય છે.
ઠંડીની ઋતુમાં તલ, ગોળના લાડું ખાવાથી ઠંડીમાં લાભકારી બની શક્તિ અને વીર્યવર્ધક પૂરવાર થાય છે.
લોહીવિકાર વાળાને ગોળની ચા, દૂધની સાથે કે ગોળ કે ગોળની લસ્સી પીવાથી લાભ થાય છે.
કાંટો લાગેલો હોય ત્યાં ગરમ કરેલો ગોળ થોડીવાર બાંધી દો કાંટો તેની જાતે જ નીકળી જશે. આ રીતે પણ ગોળ ઉપયોગી છે.
ખાંડની ચા પીવાની જગ્યાએ ગોળની ચા આરોગ્ય માટે લાભકારી માનવામાં આવે છે.
- ગોળ અને શુદ્ધ ઘી મેળવીને ખાવાથી શરીર સશક્ત બને છે, તેનાથી રક્તશુદ્ધિ પણ થાય છે.
એસિડિટીની સમસ્યાવાળાને રોજ સવારે થોડો ગોળ ચૂસવો જોઈએ. જેથી તેમને ચોક્કસ ફાયદો થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290