26.9.13

તમારા ઘરે જ રોટલીનો આ 1 ચમત્કારી ઉપાય રોજ કરો, જાણો આવું કેમ.......?


Astrology Know The Measure Of Chapati For Money Making


તમારા ઘરે જ રોટલીનો આ 1 ચમત્કારી ઉપાય રોજ કરો, જાણો આવું કેમ.......?


ભોજનમાં ગમે એટલા પકવાન હોય પરંતુ રોટલી વગર ભોજન અધુરુ જ રહે છે. રોટલી આપણા પેટને તૃપ્ત કરે છે છે પરંતુ શાસ્ત્રો પ્રમાણે રોટલીના અનેક અન્ય ફાયદા પણ બતાવ્યા છે.

રોટલી સાથે જોડાયેલા કેટલાક એવા જ કામ છે જે કરવાથી આપણુ કિસ્મત ચમકી જાય છે અને અટકેલા કામ પૂરાં થઈ જાય ચે.

આગળ આપેલ જાણો રોટલી સાથે જોડાયેલો 1 એવો ઉપાય જે રોજ કરવાથી ભાગ્યનો સાથ મળી જાય છે....

ગાય હિન્દુધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. શાસ્ત્રો પ્રમાણે ગૌસેવાના પુષ્યનો પ્રભાવ અનેક જન્મો સુધી પ્રાપ્ત થાય છે. એટલા માટે ગાયની સેવન કરવાની વાત કહેવામાં આવી છે. પ્રાચીન સમયથી જ ગોસેવાને ધર્મની સાથે જ જોડવામાં આવે છે. ગૌસેવા પણ ધર્મનું એક અંગ છે. એવું માનવામાં આવે છે કે ગાયના શરીરમાં પણ બધા દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. આને લીધે ગાયની સેવાથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. આથી દરરોજ આપણે ગાને કમ સે કમ 1 રોટલી ખાવા માટે ચોક્કસ આપવી જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણની સાથે જ ગોમાતાની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાતમાં શ્રીકૃષ્ણને પણ ઈન્દ્રની પૂજા બંધ કરાવીને ગોમાતાની પૂજા શરૂ કરાવી હતી. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ગાયની સેવા કરવાથી પણ કેટલુ પુષ્ય પ્રાપ્ત થાય છે.

ગાયનું ધાર્મિક મહત્વનું ધ્યાન રાખીને અનેક ઘરોમાં એ પરંપરા હોય છે કે જ્યારે પણ ભોજન બને છે ત્યારે પહેલી રોટલી ગાયને ખવડાવવી. આ પુષ્ય કર્મ બિલકુલ એવું જ છે જેવું ભગવાનને ભોગ લગાવવાનું. ગાયને પહેલી રોટલી ખવડાવવાથી બધા દેવી-દેવતાઓને ભોગ લાગી જાય છે.

બધા જીવોનું ભરણ-પોષણનું ધ્યાન રાખવું પણ માણસોનું જ કર્તવ્ય બતાવ્યું છે. આને લીધે જ એવી પરંપરા શરૂ કરવામાં આવી. પ્રાચીન સમયમાં ગાયને ઘાસ ખવડાવવામાં આવતું હતું પરંતું આજે પરિસ્થિતિઓ બદલાઈ ચૂકી છે. જંગલો કપાઈ ગયા છે અને ત્યાં માણસો માટે શહેર વસી ગયા છે. જેનાથી ગાયમાતા માટે ઘાસ આસાનીથી ઉપલબ્ધ નથી થતું અને સામાન્ય માણસ માટે પણ ગાય માટે લીલુ ઘાસ લઈ આવવું મુશ્કેલ બની ગયું છે. આ કારણે જ ગાયને રોટલી ખવડાવવામાં આવે છે.

જો તમારી કુંડળીમાં શનિનો કોઈ દોષ હોય. અને તેને લીધે દરેક કાર્યોમાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યોહોય તો રોટલીનો ઉપાયકરો.

ઉપાય પ્રમામે દર શનિવારે દિવસમાં એક રોટલી ઉપર તેલ લગાવો અને આ રોટલી કોઈ કાળા કૂતરાને ખવડાવી દો. જો કાળો કૂતરો ન હોય તો કોઈ બીજા કૂતરાને પણ આ રોટલી ખવડાવી શકાય છે.

આમ તો આજકાલ શહેરોમાં હાથી નથી જોવા મળતા, પરંતુ જો તમારા ઘરની આસપાસ હાથી જોવા મળે તો તેને કમ સે કમ 1 રોટલી ચોક્કસ ખવડાવો. હાથીને શ્રીગણેશનું જ રૂપ માનવામાં આવે છે હાથીને રોટલી ખવડાવવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290