26.9.13

આ રંગોથી સજાવશો ઘર તો ધન-ધાન્ય અને સમૃદ્ધિ ક્યારેય નહી ખૂટે

Vastu Tips For Color The Home

આ રંગોથી સજાવશો ઘર તો ધન-ધાન્ય અને સમૃદ્ધિ ક્યારેય નહી ખૂટે


વાસ્તુ માત્ર ભૂખંડ, પ્લોટ, મકાનની બનાવટ ઉપર જ ધ્યાન નથી આપતુ પણ તે ઘરની સજાવટ અને રંગ-વાસ્તુ વગેરેનું પણ પૂરું ધ્યાન રાખે છે. વાસ્તુ પ્રમાણે ઘરનો દરેક ભાગ જેમ કે-ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, કિચન વગેરે વિશિષ્ટ હોય છે. તેની દિવાલો ઉપર કરવામાં આવેલા રંગની ત્યાંના વાતાવરણ ઉપર વ્યાપક અસર થાય છે. એટલા માટે વાસ્તુ પ્રમાણે ઘરના દરેક ભાગ માટે વિશેષ રંગ પસંદ કરવો જોઈએ જેનાથી ત્યાં સકારાત્મક ઊર્જા ફેલાય. ઘરના કયા રૂમમાં કયો રંગ લગાવવો જોઈએ તેની જાણકારી આજે અમે તમને આપવાના છે.

આગળ જાણો ઘરના કયા ભાગ માટે કયો રંગ પસંદ કરવો જોઈએ..........

ડ્રોઈઁગ રૂમમાં સફેદ, ગુલાબી, ક્રીમ અને બ્રાઉન રંગનો ઉપયોગ કરવો જોઈએ.

મુખ્ય બેડરૂમમાં આસમાની, ગુલાબી અને હલકા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

ભોજન કક્ષમાં ગુલાબી, આસમાની અને હલકા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

રસોઈઘરમાં સફેદ અથવા લાઈટ રંગનો ઉપયોગ કરવો જોઈએ.

સ્ટડી રૂમમાં ગુલાબી, બ્રાઉન, આસમાની, હલકા લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ.

અન્ય બેડરૂમમાં લીલો, સફેદ અને વાદળી રંગનો ઉપયોગ કરવો જોઈએ.

ટોઈલેટ-બાથરૂમમાં સફેદ અને ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290