26.9.13

શ્રાદ્ધ પહેલા જાણો આ 25 વાતો, નહીં તો પિતૃઓ આપી દેશે શ્રાપ.....!







Before Shradha You Know These 26 Things

શ્રાદ્ધ પહેલા જાણો આ 25 વાતો, નહીં તો પિતૃઓ આપી દેશે શ્રાપ.....!


-શ્રાદ્ધના પ્રમુખ અંગ આ પ્રકારે છેઃ-

તર્પણઃ- તેમાં દૂધ, તલ, કુશ, પુષ્પ, ગંધ મિશ્રિત જળ પિતૃઓને તૃપ્ત કરવા માટે આપવામાં આવે છે. શ્રાદ્ધપક્ષમાં તેને નિત્ય કરવાનું વિધાન છે.

ભોજન અને પિંડદાનઃ- પિતૃઓના નિમિત્ત બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે. શ્રાદ્ધ કરતી વખતે ચોખા કે જવનું પિંડદાન પણ કરવામાં આવે છે.

વસ્ત્રદાનઃ- વસ્ત્ર દાન કરવું તે શ્રાદ્ધનું મુખ્ય લક્ષ્ય હોય છે.

દક્ષિણાદાનઃ- યજ્ઞની પત્ની દક્ષિણા છે જ્યાં સુધી ભોજન કરાવી વસ્ત્ર અને દક્ષિણા નથી આપવામાં આપતી ત્યાં સુધી ફળ નથી મળતું.

કદાચ મનુષ્ય દેવકાર્યમાં બ્રાહ્મણની પસંદગી કરતી વખતે ન વિચારે પરંતુ પિતૃકાર્યમાં યોગ્ય બ્રાહ્મણની જ પસંદગી કરવી જોઈએ કારણ કે શ્રાદ્ધમાંપિતૃઓની તૃપ્તિ બ્રાહ્મણો દ્વારા જ થાય છે.

ધર્મગ્રંથો પ્રમાણે શ્રાદ્ધના સોળ દિવસમાં લોકો પોતાના પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ ઉપર શ્રાદ્ધ કરે છે. એવી માન્યતા છેકે પિતૃઓનું ઋણ શ્રાદ્ધ દ્વારા ચુકવવામાં આવે છે. વર્ષના કોઈપણ મહિના તથા તિથિમાં સ્વર્ગવાસી થયેલા પિતૃઓ માટે પિતૃપક્ષની એ તિથિએ શ્રાદ્ધ કરવામાં કહેવામાં આવે છે.

શ્રાદ્ધ સાથે જોડાયેલી એવી વાતે જે ખૂબ જ ઓછા લોકો જાણે છે પરંતુ આ વાતો શ્રાદ્ધ કરતા પહેલા જાણી લેવી ખૂબ જ જરૂરી છે કારણ કે અનેક વાર વિધિપૂર્વક શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓ શ્રાપ આપી દે છે. આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલી ખાસ વિશેષ વાતો બતાવી રહ્યા છીએ.

શ્રાદ્ધકર્મમાં ગાયનું ઘી, દૂધ અને દહીં કામમાં લેવું જોઈ. એ ધ્યાન રાકવું કે ગાયનું બચ્ચુ થયે 10 દિવસથી વધુ થઈ ચૂક્યા હોય. દસ દિવસની અંદરના બચ્ચાને જન્મ આપનારી ગાયનું દૂધનો ઉપયોગ શ્રાદ્ધ કર્મમાં ન કરવો જોઈએ.

શ્રાદ્ધમાં ચાંદીના વાસણોનો ઉપયોગ અને દાન પુષ્યદાયક હોયછે સાથે જરાક્ષસોને નાશ કરનાર પણ હોય ચે. પિતરો માટે ચાંદીના વાસણોમાં માત્ર પાણી આપવામાં આવે તો પણ તે અક્ષય તૃપ્તિકારક હોય છે.પિતૃઓ માટે અર્ધ્ય,પિંડ અને ભોજનના વાસણ પણ ચાંદીના હોયતો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવતી વખતે પીરવવામાં આવતા વાસણોને બંને હાથે પકડીને લાવવા જોઈએ, એક હાથે લાવવામાં આવેલ અન્નપાત્રથી પીરસેલ ભોજન રાક્ષસ છીનવી લે છે.

બ્રાહ્મણોને ભોજન મૌન રહીને તથા વ્યંજનોની પ્રશંસા કર્યા વગર કરાવવું જોઈ કારણ કે પિતૃઓ ત્યાં સુધી ભોજન ગ્રહણ કરે છે જ્યાં સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે.

જે પિતૃ શસ્ત્ર વગેરે દ્વારા માર્યા ગયાહોય તેમના શ્રાદ્ધ મુખ્ય તિથિ સિવાય ચતુર્દશીએ પણ કરવું જોઈએ. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ ગુપ્તગુરૂપથી કરવું જોઈએ. પિંડદાન ઉપર સાધારણ કે નીચ મનુષ્ટોની દ્રષ્ટિ પડવાથી તે પિતૃઓ સુધી નથી પહોંચતું.

-શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવવું જરૂરી છે જે વ્યક્તિ વગર બ્રાહ્મણે શ્રાદ્ધ કરે છે, તેને ઘરમાં પિતૃઓ ભોજન નથી કરતા, શ્રાપ આપીને પાછા જતા રહે છે. બ્રાહ્મણહીન શ્રાદ્ધથી મનુષ્ય મહાપાપી થઈ જાય છે.

બીજાની જમીન ઉપર શ્રાદ્ધ ન કરવું જોઈ. વન, પર્વત, પુણ્યતીર્થ તથા મંદિર બીજાની ભૂમી નથી માનવામાં આવતા કારણ કે તેની ઉપર કોઈનું સ્વામીત્વ નથી માનવામાં આવતું, આતી આ સ્થાનોએ શ્રાદ્ધ કરી શકાય છે.

શ્રાદ્ધમાં કાંગની, મટર અને સરસિયાનો ઉપયોગ શ્રેષ્ઠ રહે છે. તિલની માત્ર વધુ હોવાથી શ્રાદ્ધ અક્ષય થઈ જાય છે. વાસ્તવમાં તેલ પિચાશોથી શ્રાદ્ધનુ રક્ષણકરે છે. કુશ રાક્ષસોથી બચાવે છે.

-શુક્રપક્ષમાં, રાત્રિમાં, યુગ્મદિવસોમાં તથા પોતાના જન્મ દિવસો ઉપર ક્યારેય શ્રાદ્ધ ન કરવું જોઈ. ધર્મગ્રંથો પ્રમાણે સાજના સમયે રાક્ષસો માટે હોય છે આ સમયે બધા કાર્યો માટે નિંદિત છે. આથી સાંજના સમયે પણ શ્રાદ્ધકર્મ ન કરવું જોઈએ.

જે વ્યક્તિ કોઈ કારણવશ એક જ નગરમાં રહેનારી પોતાની બહેન, જમાઈ અને ભાણિયાને શ્રાદ્ધમાં ભોજન નથી કરાવતો, તેને ત્યાં પિતૃઓની સાથે દેવતા પણ અન્ન ગ્રહણ નથી કરતા.

શ્રાદ્ધ કરતી વખતે કોઈ ભિખારી આવી જાયતો તેને આદરપૂર્વક ભોજન કરાવવું જોઈએ. જે વ્યક્તિ એવા સમયે ઘરમાં આવેલા યાચકને ભગાવી દે છે તેનું શ્રાદ્ધ કર્મ પૂર્ણ નથી માનવામાં આવતું અને તેનું ફળ પણ નષ્ટ થઈ જાય છે.

શ્રાદ્ધમાં પ્રસન્ન પિતૃગણ મનુષ્યને પુત્ર, ધન, વિદ્યા, આયુ, આરોગ્ય, લૌકિલ સુખ, મોક્ષ, અને સ્વર્ગ પ્રદાન કરે છે. શ્રાદ્ધ માટે શુક્લપક્ષની અપેક્ષા કૃષ્ણપક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

-રાત્રિને રાક્ષસી માનવામાં આવે છે, આથી રાત્રે શ્રાદ્ધકર્મ ન કરવું જોઈએ. બંને સંધ્યાના સમયે પણ શ્રાદ્ધકર્મ ન કરવું જોઈ. દિવસના આઠમા મૂહુર્ત(કુતપકાળ)માં પિતૃઓ માટે આપવામાં આવેલ દાન અક્ષય હોય છે.

પિતાનું શ્રાદ્ધ પુત્રને જ કરવું જોઈએ. પુત્ર ન હોયતો પત્ની શ્રાદ્ધ કરી શકે છે. પત્ની ન હોય તો સગો ભાઈ અને તે પણ ન હોય તો તેના સંપિંડોએ શ્રાદ્ધ કરવું જોઈએ. એકથી વધુ પુત્ર હોય તો સૌથી મોટા પુત્રએ શ્રાદ્ધ કરવું જોઈએ.

-શ્રાદ્ધમાં સાત પદાર્થો મહત્વપૂર્ણ છે- ગંગાજળ, દૂધ, મધ, તરસનું કપડું, દૌહિત્ર, કુશ અને તલ. કેળાના પત્તા ઉપર શ્રાદ્ધ ભોજન નિષેધ છે. સોના,ચાંદી,કાંસા અને તાંબાના પાત્ર ઉત્તમ છે. તે ન હોય તો પિત્તળનો ઉપયોગ કરી શકાય.

તુલસીથી પિતૃગણ પ્રસન્ન થાય છે. એવી ધાર્મિક માન્યતા છે કે પિતૃગણ ગરુડ ઉપર સવાર થઈ વિષ્ણુલોક ચાલ્યા જાય છે. તુલસીથી પિંડ પૂજા કરવાથી પિતૃઓ પ્રલયકાળ સુધી સંતુષ્ટ રહે છે.

રેશમી, કામળો, ઉન, કાકડી, તૃણ, પર્ણ, કુશ વગેરે આસન શ્રેષ્ઠ હોય છે. આસનમાં લોખંડ કોઈપણ રીતે પ્રયુક્ત ન હોવું જોઈએ.

ચણા, મસૂર, અડદ, કળથી, સત્તૂ, મૂળી, કાળા જીરા, કચનાર, ખીરા, કાળા અડદ, કાળુ મીઠુ, દૂધી, મોટી સરસો, કાળી સરસોના પાન અને બાસી, અપવિત્ર ફળ કે અન્ન શ્રદ્ધમાં નિષેધ છે.

-ભવિષ્ય પુરાણ પ્રમાણે શ્રાદ્ધ 12 પ્રકારના હોય છે જે આ પ્રકારે છે-

1- नित्य, 2- नैमित्तिक, 3- काम्य, 4- वृद्धि, 5- सपिण्डन, 6- पार्वण, 7- गोष्ठी, 8- शुद्धर्थ, 9- कर्मांग, 10- दैविक, 11- यात्रार्थ, 12- पुष्टयर्थ

શ્રાદ્ધ તિથિના પહેલા જ યથાશક્તિ વિદ્વાન બ્રાહ્મણ કે બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપો. શ્રાદ્ધના દિવસે ભોજન માટે આવેલ બ્રાહ્મણોને દક્ષિણ દિશામાં બેસાડો.

પિતૃઓની પસંદ ભોજન દૂધ, દહીં, ઘી અને મધની સાથે અન્નના બનાવેલ પકવાન જેવા કે ખીર વગેરે છે એટલા માટે બ્રાહ્મણોને એવા ભોજન કરાવવાનું વિશેષ ધ્યાન રાખવું.

તૈયાર ભોજનમાં ગાય, કૂતરા, કાગડા, દેવતા અને કીડીઓ માટે થોડો ભાગ કઢી લો. ત્યારબાદ હાથ જળ, અક્ષત અર્થાત્ ચોખા, ચંદન, ફૂલ અને તિલ લઈ બ્રાહ્મણો પાસેથી સંકલ્પ લો.

કૂતરા અને કાગડાનું નિમિત્ત ભોજન કૂતરા અને કાગડાને જ કરાવો પરંતુ દેવતા અને કીડીઓનું ભોજન ગાયને ખવડાવી દો. ત્યારબાદ જ બ્રાહ્મણને ભોજન કરાવો. પૂરી તૃપ્તિથી ભોજન કરાવ્યા પછી બ્રાહ્મણોના મસ્તક ઉપર તિલક લગાવીને યથાશક્તિ કપડાં, અન્ન અને દક્ષિણાદાન કરી આશીર્વાદ મેળવો.

બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ ઘરના દ્વારા સુધી પૂરાં સન્માનની સાથે વિદાય કરીને આવો. કારણ કે એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોની સાથે-સાથે પિતૃ લોકો પણ સાથે ચાલે છે. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ જ પોતાના પરિજનો, દોસ્તો અને સંબંધીઓને ભોજન કરાવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290