26.9.13

શ્રાદ્ધ વિશેષ: શ્રાદ્ધની આ સરળ વિધિથી પિતૃઓને કરો તૃપ્ત............




Know Easy Procedure Of Shradhskarma For Busy Person

શ્રાદ્ધ વિશેષ: શ્રાદ્ધની આ સરળ વિધિથી પિતૃઓને કરો તૃપ્ત............


શાસ્ત્રો મુજબ ઘર-પરિવારમાં સુખ-શાંતિ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ભાદરવા મહિનામાં જે 15 દિવસોમાં શ્રાદ્ધ તિથિ આવે તે દિવસોમાં પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ વિધિ-વિધાનથી કરાવવું જોઈએ. પરંતુ જો તમે કોઈ કારણવશ શાસ્ત્રોક્ત વિધાનથી ન કરી શકતા હોવ તો અહીં બતાવેલી શ્રાદ્ધની સરળ વિધિ અપનાવો....

આગળ જાણો શ્રાદ્ધ કરવાની સરળ વિધિ...........

-સવારે વહેલા ઉઠી સ્નાન કરી દેવ સ્થાન અને પિતૃ સ્થાને ગાયના ગોબરથી લીંપણ કરી ગંગાજળથી પવિત્ર કરો.

-ઘર આંગણામાં રંગોળી બનાવો.

-મહિલાઓ શુદ્ધ થઈ પિતૃઓ માટે ભોજન બનાવો.

-બ્રાહ્મણ પાસે પિતૃઓની પૂજા તથા તર્પણ વગેરે કરાવો.

-પિતૃઓના નિમિત્ત અગ્નિમાં ગાયનું દૂધ, દહીં, ઘી તથા ખીર અર્પિત કરો અને ધૂપ કરો.


-ગાય, કૂતરા, કાગડા તથા અતિથિઓ માટે ભોજનમાંથી ચાર ગ્રાસ નિકાળો.

-શ્રાદ્ધના અધિકારી શ્રેષ્ઠ બ્રાહ્મણ( કે કુળના અધિકારી જેવા કે જમાઈ, ભત્રીજાઓ વગરે)ને આમંત્રણ આપી બોલાવો.


-બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવો, મુખશુદ્ધિ, વસ્ત્ર, દક્ષિણા વગેરેથી સન્માન કરો.

-બ્રાહ્મણ સ્વસ્તિવાચન અથવા વૈદિક પાઠ કર્યા બાદ દાન આપી વડવાઓનો આશીર્વાદ લેવો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290