26.9.13


Parampara Know The Worship Tradition And Rules


પૂજાની ઘડીઃ જ્યારે આરતીમાં દીવો બુઝાઈ જાય ત્યારે શું કરવું જોઈએ............?


આરતી સહિત બધા પૂજા-કર્મની બાબતમાં અનેક નિયમ બતાવ્યા છે. શાસ્ત્રો પ્રમાણે આરતી કરતી વખતે દીવો બુઝાવો તે સારું નથી માનવામાં આવતું. તેથી જ એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે પૂજા જ્યાં સુધી પૂરી ન થઈ જાય ત્યાં સુધી દીવો પ્રગટેલો રહેવો જોઈએ.

આગળ વાંચો દીવો બુઝાઈ જાય તો શું કરવું જોઈએ....

-જો કોઈ કારણવશ દીવો બુઝાઈ જાયતો તેને અપશુકન માનવામાં આવે છે. જે મનોકામના માટે પૂજા કરવામાં આવે છે તેમાં ચોક્કસપણે કોઈ બાધા ઉત્પન્ન થઈ શકે છે. તેની સાથે જ તે સંકેત પણ આપે છેકે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજામાં કોઈ પ્રકારની ત્રુટી રહી ગઈ છે. આથી ભગવાન સાથે જાણતા-અજાણતા થયેલી પોતાની ભૂલની ક્ષમા યાચના કરવી જોઈએ.

આરતી માટે દીવો તૈયાર કરતી વખતે ધ્યાન રાખવું કે દીવામાં પર્યાપ્ત માત્રામાં તેલ ભરેલું છે કે નહીં. દીવાની બત્તી જે રૂથી બનાવવામાં આવે છે તે સારી રીતે બનેલી છે કે નહીં, સાથે જ પૂજા-અર્ચના કરતી વખતે તે ક્ષેત્રમાં પંખો કે કૂલર વગેરે પણ ચલાવવું ન જોઈએ. જેની હવાથી દીવો બુઝાઈ જાય. પૂજા કાર્યમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ભગવાનની આરાધનાથી પહેલા પોતે સારી રીત પવિત્ર થઈ જાઓ.

આરતી માટે આ પ્રકારે તૈયારી કરોઃ-

આરતી માટે એક થાળી લો અને તેમાં સ્વસ્તિકનું ચિન્હ બનાવો. ત્યારબાદ સ્વસ્તિક ઉપર ચોખા, ફૂલ વગેરે ચઢાવો. હવે સાફ દીવો લો અને તેમાં ઘી કે તેલ નાખો. રૂની બત્તી લગાવો. ત્યારબાદ ઘંટ વગાડવાની સાથે જ આરતીની શરુઆત કરો.

આરતી કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે આરતીની થાળી લગાતાર એક દિશામાં ન ઘુમાવો. આરતીના દેવી-દેવતાઓના ચરણોમાં નાભિ-સ્થાન ઉપર અને મુખ ઉપર ફેરવવા જોઈએ. તેની સાથે જ ભગવાનની પૂરી મૂર્તિની આરતી પણ કરો. આ દરમિયાન આ વાતનું ધ્યાન પણ રાખવું કે દીવો બુઝાવવો ન જોઈએ. એટલા માટે ધીરે-ધીરે કરો.

-આરતી પૂરી થાય ત્યારે સાફ જળથી ભરેલ શંખને મૂર્તિની આસપાસ અને ચારેય દિશાઓમાં ફેરવો. શંખથી આરતી કરો. જળથી હથેળીને ભિંજવો અને દીવાની જ્યોતિ ઉપર હાથ ફેરવો. ત્યારબાદ આરતી દેવી-દેવતાઓને અર્પિત કરો. અંતે ભગવાન સાથે જાણતા-અજાણતા થયેલી ભૂલોની ક્ષમા કરવી જોઈએ.

શાસ્ત્રોમાં ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક માર્ગ બતાવ્યા છે. જેમ કે હવન કરવું, દાન કરવું, ગ્રંથ વાંચવા, મંત્ર જાપ કરવા, આરતી કરવી. આ અલગ અલગ વિધિઓ ભગવાનની કૃપા અપાવે છે, જેનાથી આપણી બધી મનોકામનાઓ પરી થાય છે. ઈશ્વરને પ્રસન્ન કરવા માટે સૌથી પ્રચલિત ઉપાય છે ભગવાનની આરતી કરવાનું.

આરતી કરતી વખતે જો દીવો બુઝાઈ જાય તો ભગવાનની ક્ષમા યાચના કરતા ફરીથી દીવો પ્રગટાવીને આરતી કરવી જોઈએ. સાથે જ જે કાર્ય માટે પૂદા કરવામાં આવી હોય તે કાર્ય કરતી વખતે પૂરી સાવધાની રાખવી જોઈએ. નહીંતર સફળતા પ્રાપ્ત કરવાનું ઘણુ મુશ્કેલ થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290