Know The Solution For The Memory Loss Problem
અમુક વસ્તુ અમુક સમયે ભુલી જવી તે સામાન્ય બાબત છે, પણ જ્યારે ઉંમર વધે પછી આપણે આવી યાદશક્તિની તકલીફથી વધુ ચિંતિત રહીએ છીએ. યાદ ન રહેવાના કેટલાક સામાન્ય લક્ષણો ક્યારેક એપોઇન્ટમેન્ટ્સ ભુલી જવી, હમણાં કરેલી વાતચીત કે વાંચેલું યાદ ન રહેવું, ક્યારેક અચાનક ધ્યાન ભંગ થવો. ‘હૈયે છે પણ હોઠે નથી’ તેવી લાગણી થવી. ચાવી, ચશ્માં, પર્સ ભૂલી જવું, ક્યારેક નામ ભૂલી જવાં, ઉપરનાં મોટાભાગનાં ઉદાહરણ સામાન્ય સંજોગોમાં દરેકની સાથે બનતાં હોય છે, એટલે એ કોઇ મોટી બિમારી ન કહી શકાય.
આગળ જાણો યાદશક્તિ ઘટવાના કારણો અને મેમરીને પાવરફુલ બનાવવા કેટલીક ટિપ્સ.........
યાદશક્તિની બિમારી ક્યારે કહેવાય?
બિલ ચૂકવવું, કપડાં પહેરવાં, સાફ-સફાઇ રાખવી જેવી રોજબરોજની વસ્તુઓમાં વારંવાર ભૂલ થવી, જે ઘટના ભૂલી
જવાય છે તે યાદ નથી આવતી, જાણીતી જગ્યામાં પણ ભૂલા પડી જવું, વાતચીતમાં શબ્દો ન જડવા, ખોટા શબ્દોનો
ઉપયોગ, વારંવાર એકની એક વાતનું પુનરાવર્તન, જજમેન્ટ ન આવવું, તમારું સ્વાસ્થ્ય, વાતાવરણ અને જીવનશૈલી
યાદશક્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. આમ છતાં કેટલાંક એવાં કારણો છે કે જેની સારવાર લેવાથી યાદશક્તિ સતેજ
બની શકે છે જેમ કે-
-ડિપ્રેશન: હતાશા, બેચેની, એકાગ્ર ન થઇ શકવું, અનિદ્રા વગેરે યાદશક્તિમાં ઘટાડો કરે છે.
વિટામિન ‘બી-12’ની ઊણપ: વિટામિન ‘બી-12’ મગજના કોષોને પોષણ પૂરું પાડે છે. જેથી બી-12ની ઊણપ કાયમી યાદશક્તિની તકલીફ કરી શકે.
-થાઇરોઇડ: થાઇરોઇડ ગ્રંથિ શરીરના ચયાપચયને કંટ્રોલ કરે છે. થાઇરોઇડ હોર્મોન્સમાં વધઘટ યાદશક્તિને આડઅસર કરી શકે છે.
-દારૂનું વ્યસન: વધુ પડતું દારૂનું સેવન મગજના કોષોને નુકસાન કરી શકે છે અને યાદશક્તિ નષ્ટ કરે છે.
-દવાઓની આડઅસર: શરદી, ઊંઘ, બ્લડપ્રેશર, પેઇનકિલર વગેરે દવાઓ યાદશક્તિને આડઅસર કરે છે.
-ડિહાઈડ્રેશન: શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટનું અસંતુલન યાદશક્તિ ઉપર આડઅસર પાડી શકે છે.
યાદશક્તિને તેજ રાખવા કેટલીક ટિપ્સ-
- કસરત: જોગિંગ, સ્વિમિંગ, વોકિંગથી મગજની અંદર નવા કોષોનું સર્જન થાય છે. તેનાથી ડાયાબિટીસ, બ્લડપ્રેશર,
કોલેસ્ટરોલ પણ કંટ્રોલમાં રહે છે.
- ઊંઘ: દરરોજની 6થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. ઊંઘમાં આપણી યાદશક્તિનું પ્રોસેસિંગ અને સ્ટોરિંગ થાય છે, જે ફરી વખત કોઇ વસ્તુ યાદ કરવામાં મદદરૂપ બને છે.
- વ્યસન: તમાકુ, બીડી, દારૂ કે કોઇપણ પ્રકારનાં અન્ય વ્યસન બંધ કરવાં જોઈએ.
- ખોરાક: ખોરાકમાં પૂરતા પ્રમાણમાં લીલાં શાકભાજી, કઠોળ, ફળ લેવા. ચરબીવાળા ખોરાકનો ત્યાગ કરવો.
-સામાજિક પ્રવૃત્તિ કરવી: મિત્રો, કુટુંબીજનો, સહાધ્યાયીઓને મળતા રહો. કોઇ શોખ વિકસાવો જેથી તમારું મગજ
સતત કાર્યરત રહે.
શું તમને વારંવાર ભુલી જવાની બિમારી છે? તો વાંચો આટલું

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290