26.9.13

આવી સિઝનમાં આ સ્વાસ્થ્યવર્ધક શરબત પીઓ ને રહો સ્વસ્થ



Healthy Tulsi Juice For Health Problems In Monsoon


આવી સિઝનમાં આ સ્વાસ્થ્યવર્ધક શરબત પીઓ ને રહો સ્વસ્થ


જકાલ સિઝનમાં ઘણાં ફેરફાર થઈ રહ્યા છે જેથી આપણા શરીરની પ્રકૃતિ ઉપર પણ તેની અસ્રર પડે છે. બદલતી સિઝનને કારણે શરદી, ઉધરસ અને પેટની સમસ્યાઓ સૌથી વધુ થાય છે. એસીડીટી થવી એ એક સામાન્ય સમસ્યા છે. જેનો ઈલાજ મોટાભાગના લોકો ઘરઘથ્થુ ઉપાયો દ્વારા કરે છે. જો તમે પણ આ સમસ્યાઓનો ઈલાજ કરવા માટે કડવી દવાઓથી થાકી ગયા હોવ તો આજે અમે તમને આ તમામ સમસ્યાઓમાંથી છુટકારો અપાવવા એક ટેસ્ટી ઉપાય બતાવી રહ્યા છે.

આગળ જાણો કઈ રીતે બને છે આ શરબત અને તેની ખાસિયતો.......

તુલસીના પાન, ગોળ અને લીંબૂના રસને સાથે મિક્ષ કરીને સ્વાદિષ્ટ પીણું બનાવવામાં આવે છે જેને તુલસી સુધા કહેવાય છે. આ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો અને પેટમાં ગેસ અને એસીડીટી જેવા રોગોને ખતમ કરે છે. આ શરબત પાચન માટે સારુ હોય છે અને શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે.

આગળ જાણો શરબત બનાવવાની રીત.......

શરબત બનાવવાની રીત-


તુલસીના પાન અડધો કપ, ગોળ 3/4 કપ, 5 લીંબૂનો રસ, 10 નાની ઈલાયચી અને 10 કપ પાણી તૈયાર રાખો.

આગળ જાણો શરબત બનાવવાની સંપૂર્ણ વિધિ અને તેના ફાયદા..............

સૌ પ્રથમ તુલસીના પાન, લીંબૂનો રસ અને એલચીને એકસાથે વાટી લેવું. હવે એક વાસણમાં પાણી લઈને તેમાં ગોળ નાખી ઉકાળો. પાણીમાં ગોળ ઓગળી જાય ત્યારબાદ ગેસ બંદ કરી દો અને તેમાં તુલસીને વાટીને બનાવેલ પેસ્ટને નાખી દો. હવે 2-3 કલાક સુધી આ પીણાને ઢાંકીને મૂકી દો. જ્યારે એકદમ ઠંડુ થાય ત્યારે તેને ગાળી લો અને એક બોટલમાં ભરી લો.

આ રસને ગરમીમા ઠંડુ કરીને પી શકાય છે અથવા શિયાળામાં ગરમા ગરમ ચાની જેમ પણ પી શકાય છે. આ રસ 10-15 દિવસ સુધી ફ્રિજમાં તાજો રહે છે. આ રસ બદલાતી સિઝનમાં શરદી, ખાંસી અને પેટના દુ:ખાવા માટે અસરકારક છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290