Tongue That Tells You A Lot About Your Health
આપણા શરીરમાં કોઈપણ તકલીફ થાય તો આપણે સીધા ડોક્ટર પાસે જતા હોઈએ છીએ અને ડોકટર જીભ જોઈ પહેલી નજરમાં જ જાણી જાય છે કે શરીરમાં શું બિમારી છે. જેથી આપણી જીભ આપણા શરીરમાં થતી તકલીફો વિશે ઘણુ બધું જણાવે છે. આપણને કોઈપણ શારિરીક તકલીફ થાય ત્યારે તેની અસર આપણી જીભ ઉપર દેખાય જ છે. જોકે એક તંદુરસ્ત વ્યક્તિની જીભનો રંગ ગુલાબી હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કઈ રીતે જીભ જણાવે છે વ્યક્તિની તંદુરસ્તી વિશે.
આગળ જાણો તમારી જીભ પ્રમાણે તમે સંપૂર્ણ તંદુરસ્ત છો કે નહીં........
ગુટખા, તમાકુ અને પાનના વધુ પડતા સેવનના કારણે જીભનો રંગ બદામી જેવો કાળાશ પડતો થઇ જાય છે. જે સૂચવે છે કે તમારી જીભ સામાન્ય નથી અને તમને શારિરીક તકલીફ હોઈ શકે છે.
જો જીભ પર સફેદ મેલ જમા હો તો તેવા લોકોને તાવ, પેટ, હ્યદય અને આંતરડાની બીમારી હોવાની શકયતા હોય છે. કયારેક જીભની પાછળના ભાગમાં પણ સફેદી જામી જાય છે તો કયારેક જીભ સુકાવાને કારણે પણ જીભ પર મેલ જામી જાય છે. જે આંતરડાના રોગનો સંકેત આપે છે.
શરીરમાં લાહીની ખામી હોય તો શરીરના અંગોમાં શિથિલતા આવી જાય છે જેના કારણે જીભ મોટી અને પહોળી દેખાય છે. ધ્રુજતી જીભ ખરાબ સ્વાસ્થનો પરિચય આપે છે. જીભનુ ધ્રુજવુ મગજની કમજોરીનું કારણ પણ છે.
ડાઘાવાળી જીભ પેટની ગરબડ અને આંતરડાની બિમારીનો સંકેત આપે છે. જો જીભનો રંગ કાચ જેવો થઈ જાય અને મોઢામાં છાલા પડી જાય તો તે કોઈ મોટી બિમારીના સંકેત આપે છે.
જયારે વ્યક્તિની જીભનો રંગ વાદળી અથવા જાંબલી થઇ જાય તો તેને તાત્કાલિક ડોક્ટરની સારવાર માટે લઈ જવું જોઈએ. આવી જીભ ગંભીર બિમારી સૂચવે છે.
જો તમારી જીભ સ્ટ્રોબેરી જેવી લાલાશ પડતી હોય તો તમને લોહીતાંગ જવર (એક પ્રકારનો તાવ જેમાં શરીર ઉપર ઝીણી ઝીણી લાલ ફોલ્લીઓ થાય) હોઈ શકે છે અથવા થવાની સંભાવના હોઈ શકે છે.
જો જીભ પર કાંટા જેવુ નિશાન હોય તો આવા રોગીઓને મુર્છા રોગ થવાની શકયતા રહે છે. મોટી અને પીળી જીભમાં જો દાંત દબાવવાથી ખાડા પડી ગયા હોય તો અમાશય સંબંધી પ્રવાહ થવાની શકયતા છે. રાતે જરુરી આરામ ન મળવાને કારણે પણ આ બીમારી થઈ શકે છે.
હવે જીભની સપાટી તરફ ધ્યાન આપો :
- એક તંદુરસ્ત વ્યક્તિની જીભ આછા ગુલાબી રંગની અને ભીનાશવાળી હોય છે.
- જીભના કુદરતી બંધારણમાં ફેરફાર (સામાન્ય ભાષામાં ‘મોં આવવું’) વિટામીન Bની ઉણપના કારણે થઇ શકે છે.
- જીભ ઉપર ડાઘ અથવા દાણા હોય તેવા વ્યક્તિને એલર્જી થવાની સંભાવના વધારે હોય છે.
- વધારે પડતી કોરી જીભ માનસિક તાણ સૂચવે છે કારણકે માનસિક તાણના કારણે લાળગ્રંથિ તેની ક્ષમતા મુજબ કામ કરતી નથી.
તમે તંદુરસ્ત છો કે નહીં? તમારી જીભ જ બતાવી દેશે, આ રીતે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290