26.9.13

દિશા પ્રમાણે મુખ રાખી મંત્ર બોલશો તો, ક્યારેય નહીં ખૂટે પૈસા......

Know Right Direction For Mantra Jap To Fulfill Desire Of Be Wealthy

દિશા પ્રમાણે મુખ રાખી મંત્ર બોલશો તો, ક્યારેય નહીં ખૂટે પૈસા......


ધર્મ પરંપરાઓમાં દેવ અને ઈષ્ટ સિદ્ધિ માટે મંત્ર જાપનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો મુજબ મંત્ર જાપ માત્ર ઈચ્છાપૂર્તિ માટે જ નહીં પરંતુ દૈવિક અને આધ્યાત્મિક શક્તિઓની મારફતે મન અને શરીરને ઊર્જાવાન, એકધ્યાન અને સંયમશીલ બનાવે છે. તેનો લાભ ચારિત્ર્ય, સ્વભાવ અને વ્યવહારમાં અનુશાસન અને સારાં ફેરફાર લાવે છે.
મંત્ર જાપથી સાંસારિક ઈચ્છાઓ પૂરી કરવા અંગે વાત કરીએ તો શાસ્ત્રોમાં અલગ-અલગ આઠ દિશાઓ તરફ મુખ રાખી દેવ વિશેષ મંત્ર જાપ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ વિશે જણાવવામાં આવે છે. જાણો કઈ દિશામાં મુખ રાખી જાપ કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં ખાસ કરીને ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે પણ દિશા વિશેષનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

આગળ જાણો કઈ દિશામાં મુખ રાખી મંત્ર જાપ કરવાથી કયું લાભ થાય છે...........


- સામાન્ય રીતે ઉત્તર અને પૂર્વ દિશામાં મુખ રાખી કોઈ પણ મંત્રનું જાપ કરવું અત્યંત શુભ હોય છે.

- વિશેષ ઈચ્છાઓના સંબંધમાં પૂર્વ દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી વશીકરણ સિદ્ધ થાય છે

- પશ્ચિમ દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી ધન, વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂર્ણ થાય છે.

- ઉત્તર દિશા તરફ મુખ કરી મંત્ર જાપ કરવાથી અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.

દક્ષિણ દિશા તરફ મુખ કરી મંત્ર જાપ કરવાથી મારણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

- ઉત્તર-પશ્ચિંમ એટલે કે વાયવ્ય દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી દુશ્મન અને વિરોધીઓની હાર થાય છે.

- ઉત્તર-પૂર્વ અટલે કે ઈશાન દિશા તરફ મુખ રાખી મત્ર જાપ કરવાથી જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત થાય છે.


- દક્ષિણ-પૂર્વ દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી આકર્ષક વ્યક્તિત્વ અને સૌંદર્ય પ્રાપ્ત થાય છે.

- દક્ષિણ-પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશા તરફ મુખ રાખી મંત્ર જાપ કરવાથી પવિત્ર વિચાર અને ભગવાનના દર્શનની ઈચ્છા પૂર્ણ થાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290