શ્રાદ્ધ પક્ષમાં પિતૃતર્પણની શાસ્ત્રોક્ત પરંપરા કેમ જરૂરી?
ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે
- જો પિતૃઓને તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે
શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ ગઈ છે. આકરા તડકા માટે જાણીતો ભાદરવો પિતૃતર્પણ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. સમગ્ર વિશ્વ મેષરાશિથી મીન રાશિમાં વહેંચાયેલું છે. દરેક રાશિઓ અને નક્ષત્રોમાંથી સૂર્ય અને ચંદ્ર સતત ફર્યા કરે છે. સૂર્ય જ્યારે અમુક રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પૃથ્વીલોક, ચંદ્રલોક, દેવલોક અને પિતૃલોક વગેરેના સંપર્કમાં આવે છે.
ભાદરવા માસમાં સૂર્ય જ્યારે કન્યા રાશિમાંથી પસાર થાય છે ત્યારે તે પિતૃલોકની નજીક હોય છે અને આ વખતે તે ‘શ્રદ્ધા’ નામના કિરણો છોડે છે. તેથી ભાદરવા માસના અંધારીય પક્ષમાં આપણા સ્વર્ગસ્થ પૂર્વજોની સ્મૃતિમાં અને તેમને સંતુષ્ટ કરવા આપણે શ્રાદ્ધ કરીએ છીએ. સૂર્ય અને ચંદ્રનો સંબંધ પિતૃલોક સાથે છે.
દૂધ ચંદ્રની આઈટમ હોવાથી પિતૃઓને તૃપ્ત કરવા દૂધપાક અને દૂધની બનાવટનો શ્રાદ્ધમાં વિશેષ ઉપયોગ થાય છે. કાગવાસ પણ દૂધ અને ભાતના મિશ્રણથી નાખવામાં આવે છે. વડીલો કે સ્વજનોની જે મૃત્યુ તિથિ હોય તે તિથિના દિવસે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ સૂક્ષ્મ રીતે જે તે પરિવારમાં આવે છે પોતાના સગાસંબંધી અને પરિવાર તરફથી પિંડદાન, તર્પણ, નૈવેધ્ય, નમસ્કાર અને કાગવાસની તેઓ ઈચ્છા રાખે છે.
આ ઈચ્છા પૂરી થાય તો તેઓ આશીર્વાદ આપે છે અને તેઓને જો તૃપ્ત કરવામાં ન આવે તો તે નિરાશ થઈને પાછા ચાલ્યા જતા હોવાની એક રૂઢિગત માન્યતા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290