When Cat Coming At Home
સાવધાન:ઘરમાં વારંવાર બિલાડી આવે તો થઈ શકે કંઈક આવું
જોકે આજકાલ કેટલાક લોકોને બિલાડી પાળવાનો શોખ જાગ્યો છે.
આ કારણોસર બિલાડી હોય છે અશુભ-
જો તમારા ઘરમાં અચાનક જ બિલાડીઓ આવવા લાગે તો તેને સામાન્ય બાબત સમજીને અણદેખું કરવું ભારે પડી શકે છે. આ ભવિષ્યમાં થનારી ઘટનાનો સંકેત હોઈ શકે છે. જેથી જો તમારા ઘરમાં પણ વારંવાર બિલાડી આવતી હોય તો ચેતી જજો અને ઘરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા કરાવવી અથવા કોઈ યજ્ઞ કરાવવું.
આગળ જાણો વારંવાર બિલાડી આવવાથી કેવા સંકેત મળે છે...........
બિલાડી વારંવાર ઘરમાં આવવાથી તેની સાથે નકારાત્મક ઊર્જા પણ ઘરમાં આવે છે. નારદ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, બિલાડીના પગની ધૂળ જ્યાં પડ પડે છે ત્યાં હકારાત્મક ઊર્જા દૂર થાય છે અને કંઈક અશુભ થાય છે.
તંત્ર-મંત્રની સાધના કરનારા બિલાડીને કાળી શક્તિનું પ્રતીક માને છે અને બિલાડીની પૂજા પણ કરતા હોય છે્. બિલાડીઓનું પિતૃઓ સાથે પણ સંબંધ હોય છે એવું માનવામાં આવે છે. જેથી બિલાડીઓનું ઘરમાં આવવું અશુભ માનવામાં આવે છે.
જે ઘરમાં વારે વારે બિલાડીની અવર-જવર રહેતી હોય તે ઘરના લોરોનું સ્વાસ્થ્ય પણ નરમ-ગરમ રહે છે. એક પછી એક કંઈકને કંઈક સમસ્યાઓ આવવાથી ઘરનો વડીલ પણ ચિંતામાં રહે છે.
એવું માનવામાં આવે છે કે ભોજન કરતી વખતે બિલાડી આવીને જુએ તો દુખ થાય છે. જો મળ-મૂત્ર કરે ઘરમાં તો કોઈ મોટું નુકસાન થાય છે. જોકે આજકાલ કેટલાક લોકોને બિલાડી પાળવાનો શોખ જાગ્યો છે.
જે લોકોના ઘરે કંઈક અશુભ થાય છે તો તે લોકોના ઘરમાંથી પાળેલી બિલાડી પણ ભાગી જાય છે. તેનું કારણ એ છે કે બિલાડીની છઠી ઈન્દ્રીય બહુ સક્રિય હોય છે. જેથી તેને ઘટના વિશે પહેલાથી જ જાણ થઈ જાય છે અને તે ઘર છોડીને ભાગી જાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290