26.9.13

ઘણા પુરુષો નથી જાણતા, કેટલીક સ્ત્રીઓમાં હોય છે આ 6 ખરાબ આદતો............

Chanakya Niti Know The Nature Of Woman According To Chanakya

ઘણા પુરુષો નથી જાણતા, કેટલીક સ્ત્રીઓમાં હોય છે આ 6 ખરાબ આદતો............


સામાન્ય રીતે સ્ત્રીઓની બાબતમાં એવું માનવામાં આવે છે કે તેમને સમજવી ખૂબ જ મુશ્કેલ હોય છે. કોઈપણ વ્યક્તિ કોઈ સ્ત્રીના ગુણ અને દોષોનો આસાનીથી જાણી નથી કરી શકતો. કેટલીક વાતો એવી હોય છે જે મોટાભાગની સ્ત્રીઓના સ્વભાવમાં સામેલ હોય છે. આ વાતો કંઈ-કંઈ છે આ બાબતમાં આચાર્ય ચાણક્યએ એક સટીક નીતિ બતાવી છે.

આગળ વાંચો ચાણક્ય નીતિની ખાસ વાતો...

આચાર્ય ચાણક્યએ બતાવ્યું છે કે....

अनृतं साहसं माया मूर्खत्वमतिलोभिता।

अशौचत्वं निर्दयत्वं स्त्रीणां दोषा: स्वभावजा:।।

આ શ્લોકમાં આચાર્ય ચાણક્ય કહે છે કે મોટાભાગની સ્ત્રીઓ વાતે-વાતે જુઠું બોલતી હોય છે. જૂઠું બોલવાના સ્વભાવને કારણે સ્ત્રીઓ ઘણીવાર મુસીબતમાં ફસાઈ જાય છે, પરંતુ ત્યાર પછી પણ તેમના સ્વભાવમાં પરિવર્તન નથી આવતું. એક જુઠ ઠુપાવવા માટે તેમને વારંવાર જુઠું બોલવું પડે છે.

-આચાર્ય ચાણક્ય કહે છે કે ઘણી સ્ત્રીઓનો સ્વભાવ એવો હોય છે કે તેઓ અચાનક જ કોઈ કામ કરી બેસે છે. વગર વિચાર્યે-કર્યે જ કેટલાક કામ કરી દેવા સ્ત્રી માટે સામાન્ય વાત છે. તેને લીધે આ એવી મહીલાઓને સમયે-સમયે પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેના મોટાભાગના કામ બગડી પણ જાય છે.

-ચાણક્યના કહેવા પ્રમાણે ઘણી સ્ત્રીઓ વાતે-વાતે નખરા બતાવે છે. બીજા ઉપર પોતાનો પ્રભાવ બતાવવા માટે અન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે સ્ત્રીઓ અનેક પ્રકારે નખરા કરે છે. આ પ્રકારની મહિલાઓ ઈચ્છતી હોય છે કે બધા લોકોનું ધ્યાન માત્ર તેની ઉપર જ રહે અને લોકો તેની પ્રશંસા કરે.

ચાણક્યના કહેવા પ્રમાણે કેટલીક મહિલાઓ પોતાની ઉપર વધુ આત્મવિશ્વાસ રાખે છે. આ સ્વભાવને લીધે જ ઘણીવાર તે મૂર્ખતાપૂર્ણ કાર્ય પણ કરી બેસે છે. એવામાં તેમને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને તેમના માન-સન્માનમાં પણ કમી આવી જાય છે.

સામાન્ય રીતે ઘણી મહિલાઓ ધનની લોભી હોય છે. તેમને ધન અને સોનાની પ્રત્યો ખાસ્સો લગાવ રહેતો હોય છે. ધન લાલચમાં કેટલીક સ્ત્રીઓ સાચા-ખોટાનો ભેદ ભૂલી જાય છે. વધુ ધન મેળવાવાની લાલસામાં જ કેટલીક સ્ત્રીઓ ખોટા કાર્ય કરતા અચકાતી નથી.

આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે આમ તો સ્ત્રીઓનું હૃદય કોમળ માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓ નિર્દયી પણ હોય છે. નિર્દયી સ્ત્રીઓ જેને પસંદ નથી કરતી તેમની સાથે ક્રૂરતાપૂર્ણ વ્યવહાર પણ કરી શકે છે. સ્ત્રીઓમાં આ દોષ સ્વાભાવિક માનવામાં આવે છે.

આચાક્ય ચાણક્યની આ વાતો સેકંડો વર્ષ પહેલા લખવામાં આવી હતી, પરંતુ આજના દોરમાં મોટાભાગની સ્ત્રીઓના આ દોષ શિક્ષાની સાથે દૂર થઈ જાય છે.

શાસ્ત્રોમાં કેટલીક એવી નીતિની વાતો બતાવી છે જેને અપનાવવાથી વ્યક્તિ ખોટા કામોથી બચી રહે છે અને પુષ્ય કર્મ કરે છે. આ નીતિઓની મદદથી વ્યક્તિ ક્યારેય દુઃખ નથી મેળવતો. આગળ વાંચો કેટલીક આવી જ નીતિઓ....

-મનુષ્યને જોઈએ કે તે જે વ્યક્તિની પરાજય નથી ઈચ્છતો, તેના વગર પૂછ્યે પણ તેના કલ્યાણની વાત અને અનિષ્ઠથી બચવાના ઉપાય બતાવી દે.

અસત ઉપાયોનો પ્રયોગ કરો(જેમ કે જુગાર વગેરે રમવાથી) જે કપટ પૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે, તે કાર્યોમાં મનુષ્યનું મન લગાવવાથી બચવું જોઈએય

સારા ઉપાયોનો પ્રયોગ કરી સાવધાનીની સાથે કરવામાં આવેલ કર્મ જો સફળ ન થાય તો પણ બુદ્ધિમાન પુરુષોને તેની પ્રત્યે મનમાં ગ્લાનિ ન કરવી જોઈએ.

વીર પુરુષો માટે ઉચિત છે કે તેઓ એ પહેલા કામનું પ્રયોજન, પરિણામો અને પોતાની ઉન્નતિનો વિચાર કર્યા પછી જ કામ શરૂ કરવા કે ન કરવાનો નિર્ણય કરે.

નિરર્થક બોલનાર અને બકવાર કરનાર બાળકો અને વડીલોથી એ રીતે જ બેમતલબની વાત ગ્રહણ કરવી જોઈએ, જે રીતે પત્થરોથી સોનું ગ્રહણ કરવામાં આવે છે.

ગાય ગંધની મદદથી, બ્રાહ્મણ લોકો વેદની મદદથી , રાજા જાસુસોની મદદથી અને અન્ય સાધારણ લોકો માત્ર આંખોથી જોઈને કરે છે.

જે ધાતુ વગર ગરમ કર્યે વળી જાય છે, તેને આગળમાં નથી તપાવવામાં આવતી. જે ઝાડ પોતે ઝૂકેલું હોય છે, તેને કોઈ ઝૂકાવવાનો પ્રયાસ નથી કરતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290