26.9.13

તમને ક્યારે ધનલાભ થશે, ને ક્યારે નુકસાન? બાતવશે આવા સપના

Astrology When Will You Know The Profits And Losses When These Dreams!

તમને ક્યારે ધનલાભ થશે, ને ક્યારે નુકસાન? બાતવશે આવા સપના


સપના કે સ્વપ્ન બધાને જોવા મળતા હોય છે. તેમાંથી કેટલાક સપના સારા ભવિષ્ય તરફ સંકેત કરતા હોય છે જ્યારે કેટલાક ભવિષ્યમાં આવનારી પરેશાનીઓની આગાહી કરે છે. સ્વપ્ન જ્યોતિષ પ્રમાણે સારા સપના આપણે ધન પ્રાપ્તિના સંકેત આપે છે તો કેટલાક ધનનાશ તથા હાની વિશે પણ સૂચના આપે છે.

આ સંકેતોને સમજીને આપણે જાણી શકીએ છીએ કે આપણે ક્યારે ધનની પ્રાપ્તિ થવાની છે અને ક્યારે નુકસાન. આજે અમે કેટલાક સપના તથા અને ફળો વિશે બતાવી રહ્યા છીએ જેના દ્વારા તમે પણ જાણી શકશો કે ક્યારે ધનલાભ થશે અને ક્યારે ધનહાની.....

આગળ વાંચો ધનલાભ અને હાનીના સંકેત આપનાર સપના....વિશે....

-જો કોઈ સપનામાં એવું જુઓ કે તેની ઉપર કોર્ટની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે જેમાં તે નિર્દોષ છૂટી ગયો છે તો તેને અતુલ ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. જો કોઈ સપનામાં પોતાની છાતીને ખંજવાળે તો તેને વિરાસતમાં સંપત્તિ મળે છો, જો આંખ ખંજવાળે તો તેને ધનલાભ થાય છે.

-જે વ્યક્તિ સપનામાં મોતી, મૂંગા, હાર, મુગટ વગેરે જુઓ છે તો ઘરમાં લક્ષ્મી સ્થાયી રીતે નિવાસ કરે છે, જે સપનામાં કુંભાર ઘડો બનાવતા જુએ તો તેને ધનલાભ થાય છે. જે વ્યક્તિ પોતાને કેશવિહિન જુએ છે તેને અતુલ્ય ધન પ્રાપ્ત થાય છે.

જો કોઈ સપનામાં પોતાને બરમુંડો પહેરીને કપડામાં બટન લગાવતા જુએ તો તેને ધનની સાથે માન-સન્માન પણ પ્રાપ્ત થાય ચે. જો કોઈ સપનામાં કોઈને ચેક લખીને આપે છે તો તેને વિરાસતમાં ધન મળે છે તથા તેના વ્યવસાયમાં પણ વધારો થાય છે.

-જો કોઈ સપનામાં દિવાસળી સળગાવતા જુએ તો તેને અનપેક્ષિત રીતે ધન પ્રાપ્ત થાય છે. સપનામાં જોકોઈને ધન ઉધાર આપે છે તો તેને અત્યધિક ધન પ્રાપ્ત થાય છે.

-સપનામાં જો ગરદનમાં મોચ આવી જાય તો તેને અર્થ લાભ હોય છે. જો પાકેલ સંતરા જોવા મળે તો તેને ઝડપથી જ અતુલ્ય ધનસંપત્તિ પ્રાપ્ત થાય છે. જે ખેતરમાં પાકેલા ઘઉં જુએ તો તે ઝડપથી ધનવાન બની જાય છે.

જે વ્યક્તિ સ્વપ્નમાં ફળ-ફૂલોનું ભક્ષણ કરે છે તેને ધનલાભ થાય છે. જે સપનામાં ધુમ્રપાન કરે છે તેને પણ ધનપ્રાપ્ત થાય છે. સપનામાં જેને ડાબા હાથમાં સફેદ સાંપ કરડી લે તો તેને પણ ધન પ્રાપ્ત થાય છે.

-જે વ્યક્તિ સપનામાં મૂત્ર, વીર્ય, વિષ્ઠા અને વમનનું સેવન કરે છે તેને ચોક્કસપણે મહાધની થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાની પ્રેમીકા સાથે વિચ્છેદ કરી લે છે તેને પણ વિરાસતમાં ધન પ્રાપ્ત થાય છે.

-જેના સપનામાં ઊંટ દેખાતા હોય તેને અપાર ધન લાભ થાય ચે. સપનાં લીલી-ફુલવાડી તથા દાડમ જોવા મળે તો પણ તેને ધનપ્રાપ્તિના યોગ બને છે. સપનામાં જો ગાડેલું ધન જોવા મળે તો પણ તેને અતુલનીય ધન વધારો થાય છે.

જો તમને કોઈ એવું સપનું જોવા મળે કે જેમાં તમે પોતે દેવાળિયા ઘોષિત કરી દેવામાં આવ્યા છો તે તે વ્યક્તિનો વ્યવસાય પૂરી રીતે ચોપટ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સપનામાં કોઈ નગર ઉપર વિમાનને બોમ્બ વરસાવતા જુએ તો તેની અચલ સંપત્તિ નષ્ટ થઈ જાય છે.

સપનામાં જો કોઈ વ્યક્તિને ખાલી બળદગાડી જોવા મળે તો તેને આર્થિક નુકસાન થાય છે અને જો કોઈ સ્વપ્નમાં ઘરનું ફર્નિચર કે બારી તોડતા જુએ તો તેને ઝડપથી તેની સ્થિતિ ભિખારી જેવી થઈ જાય છે.

-જો કોઈ સપનામાં પોતાને ક્યાંક જતા જુએ તથા અંધારું થઈ જાય તો તે વ્યક્તિને ગંભીર આર્થિક સંકતનો સામનો કરવો પડે છે. જો તે વેપારી છે તો તેને કોઈ કારણવશ કારાવાસ કે જેલમાં સહન કરવી પડી શકે.

-જે વ્યક્તિને સપનામાં સોનું મળતા જોવા મળે તો તેને ધન-સંપતિની હાની થાય છે. સપનામાં જો કોઈ સમાચાર પત્રમાં પોતાના સંબંધીઓના સમાચાર વાંચે તો તેને પણ ધનહાની થઈ શકે છે.

સપનામાં જો કોઈને ઉલ્લૂ જોવા મળે તો તેને પણ ધનહાની થઈ શકે છે તથા અન્ય કષ્ટ પણ તેને ઊઠાવવા પડી શકે છે. જો કોઈ વેપારી પોતાને ખાડામાં પડતો જોવા મળે તો તેને વેપારમાં મોટી નુકસાન થઈ શકે છે.

જો કોઈ ધનવાન સપનામાં પંખીને રડતા જુઓ તો તે ઝડપથી રસ્તા ઉપર આવી જાય છે અર્થાત્ તેને ધન, વૈભવ અને ઐશ્વર્ય વગેરે બધુ જ નષ્ટ થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290