The Place Where The Dog Again And Again In This Work Can Be Coined Money There!
કોઈ જગ્યાએ કૂતરો વારંવાર સૂંઘે, તો ત્યાં હોઈ શકે છે દાટેલુ ધન.........!
આપણા સમાજમાં શુકન-અપશુકનની માન્યતા પ્રાચીન કાળથી જ ચાલતી આવી છે. આ માન્યતાને જાનવરોની સાથે પણ જોડવામાં આવી છે. કૂતરો પણ તેમાંથી એક છે. કૂતરાને શુકનશાસ્ત્રમાં શુકન રત્ન કહેવામા આવે છે, કારણ કે કૂતરો માણસનો ઘણો નજીક હોય છે. એવી વખતે તેના ક્રિયા કલાપોને જોઈ શુકન-અપશુકન વિશે આસાનીથી જાણી શકાય છે.
જો તમે પણ કૂતરા સાથે જોડાયેલ શુકન-અપશુકન વિશે જાણવા માગતા હોવ તો આગળ અને જુઓ કૂતરાની હરકતો.....
-શુકનશાસ્ત્ર પ્રમાણે કૂતરો જો અચાનક ધરતી ઉપર પોતાનું માથું રગડે અને આ ક્રિયા વારંવાર કરે તો તે સ્થાન ઉપર દાટેલું ધન હોવાની સંભાવના હોય છે.
જો યાત્રા કરતી વખતે કોઈ વ્યક્તિનો કૂતરો પોતાના મુખમાં રોટલી, પૂરી કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ લાવતો જોવા મળે તો તે વ્યક્તિને સદાય ધનનો લાભ થાય છે.
જે ઘરમાં કોઈ કૂતરો મોડી રાત સુધી આકાશ, ગોબર, માંસ, વિષ્ઠા જુએ તો તે મનુષ્યને સુંદર સ્ત્રીની પ્રાપ્તિ અને ધનનો લાભ થાય છે.
જે કોઈ રોગીની સામે કૂતરો પોતાની પૂંછડી વારંવાર ચાટે તો શુકનશાસ્ત્ર પ્રમાણે ખૂબ જ ઝડપથી તે રોગીનું મૃત્યુ થવાની સંભાવના રહે છે.
જો કોઈ કૂતરું જનાર વ્યક્તિની ડાબી બાજુ ચાલે તો તેને સુંદર સ્ત્રી અથવા ધન મળે છે. જો જમણી તરફ ચાલે તો ચોરી કે ધનહાની થવાની સૂચના આપે છે.
-જો કોઈ જુગારી જુગાર રમવા જતો હોય તે વખતે જમણી તરફ કૂતરો મૈથન કરતા જોવા મળે તો તેને જુગારમાં અત્યધિક લાભ થાય છે.
જો કોઈ સ્થાન ઉપર ઘણા કૂતરા એકઠા થઈને ભસે તો ત્યાં રહેનાર લોકો ઉપર કોઈ મોટી આપત્તિ આવે છે કે પછી ત્યારના લોકોમાં ભયંકર ઝઘડો કે લડાઈ થાય છે.
-જો કૂતરો ડાબા ઘૂંટણમાં સૂંઘે તો ધન પ્રાપ્તિ થાય છે તથા જમણા પગની ઘૂંટીને સૂંઘે તો પત્ની સાથે ઝઘડો થાય છે. ડાબી જાંઘને સૂંઘે તો સ્ત્રી સાથે સમાગમ અને જમણી તરફની સૂંઘે તો મિત્રો સાથે વેર થવાની સંભાવના રહે છે.
ભોજન કરતી વખતે જો કોઈ કૂતરો પોતાની પૂંછડી ઊઠાવીને માથુ હલાવે તો ભોજન ન કરવું જોઈએ, કારણ કે તે ભોજન કરવાથી રોગ થવાની સંભાવનાઓ રહે છે.
જો કોઈ યાત્રાને જોઈને કૂતરો ભયથી કે ક્રોધથી ઘૂરતો હોય અથવા કારણ વગર આમતેમ ચક્કર કાપતો હોય તો તે યાત્રા કરનાર વ્યક્તિને ધનહાની થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને ચારપાઈની નીચે ઘૂસીને કૂતરો ભસતો હોય તો તે ચારપાઈ ઉપર સૂનારને રોગ ને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જો કૂતરો ઝાડની નીચે ઊભો ભસતો હોય તો તે વર્ષાકાળમાં સારા વરસાદના સંકેત આપતો હોય છે.
કોઈ ખેડૂતને હળ લઈ જતા રસ્તામાં કોઈ કૂતરો ડાબી તરફ મળી જાય અને પછી ઘરે આવતી વખતે જમણી તરફ મળે તો તેને સારી ઊપજ મળે છે.
કૂતરો જો પોતાની જીભથી પોતાના જણણા અંગને ચાટે અથવા ખંજવાળે તો તે કાર્ય સિદ્ધિની સૂચના છે અને જીભથી પેટને ચાટતો જોવા મળે તો લાભ થાય છે.
યાત્રા ઉપર જતી વખતે કૂતરો જૂતા લઈને ભાગી જાય કે કોઈ બીજાના જૂતા લઈને સામે આવી જાય તો ચોક્કસપણે તે વ્યક્તિનું ધન ચોર ચોરી લે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290