26.9.13

સાવધાન! આ ખોરાકોનો ‘કુમેળ’ શરીર માટે બનશે ઝેર! તો શું ખાવું..?


Opposite Food Can Be Poison Be ScienceAlert


સાવધાન! આ ખોરાકોનો ‘કુમેળ’ શરીર માટે બનશે ઝેર! તો શું ખાવું..?


આજના સમયમાં દિન-પ્રતિદન બીમારીઓ વધવાનું કારણ આપણે પોતે જ છીએ કારણ કે આપણે જે ભોજન કરીએ છીએ તે કોઈપણ દ્રષ્ટિએ આપણા માટે સારું નથી હોતુ અને તેનું સૌથી મોટું કારણ છે બેમેળ ભોજન. આ બેમેળ ભોજન શું છે? એન્ટી અર્થાત્ વિપરિત ખાદ્ય પદાર્થોને એકીસાથે લેવાને જ બેમેળ ભોજન કહે છે. આ પ્રકારનું ભોજન લેવાથી આપણા શરીરમાં વિભિન્ન પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે જેમાં ખાટ્ટા ઓડકાર આવવા, ઊલટી આવવી, ગેસ બનવો વગેરે. હવે આવે છે વિપરિત ભોજમાં શું-શું આવે છે. દહીં અને મૂળા વિપરિત ભોજન છે અર્થાત્ આ એકબીજાના એન્ટી છે એટલા માટે દહીંની સાથે મૂળા ખાવાથી ગેસ બને છે.

આગળ વાંચો કયા ખોરાક સાથે ન ખાવા જોઈએ તથા કયા ખોરાક સાથે ખાઈ શકાય છે....

તેનું સીધુ કારણ છે કે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનો એકબીજા સાથે મેળ નથી. તમે વિચારશો કે જો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટમાં મેળ ન હોય તો ભોજમાં દાળ-ચોખા શા માટે લે છે? જ્યારે બંને એકબીજાના એન્ટી છે. તેનો સીધો જવાબ છે કે જ્યારે આપણે દાળ-ચોખા એકબીજા સાથે ખાઈએ છીએ તો તે વખતે દાળની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને ચોખાની માત્રા વધુ હોય છે તેની સાથે જ તેમાં આપણે બીજા પ્રકારના શાક પણ ઉપયોગ કરીએ છીએ. તેનાથી શું થાય છે કે આ બંનેની સાથે સેવન કરવાથી જે નુકસાન થાય છે તે શાકભાજી દ્વારા ઓબઝર્વ કરી લેવામાં આવે છે.

હવે જાણો વિપરિત ભોજનમાં કયા ખાદ્ય પદાર્થોની સાથે કયા ખાદ્યા પદાર્થો ન લેવા જોઈએ....

-દૂધની સાથે દહીં ન લેવું જોઈએ.

-દૂધ કે દહીંની સાથે મૂળા ન ખાવા જોઈએ.

-દૂધ અને દહીંની સાથે કેળા ન લેવા જોઈએ.

-મધની સાથે ગરમ પાણી અને અન્ય ગરમ પદાર્થો ન લેવા જોઈએ.

-મધ અને મૂળાને એકીસાથે ન લેવા જોઈએ.

-ખિચડી અને ખીર એકીસાથે ન લેવા જોઈએ.

-દૂધની સાથે ટેટી, તરબૂચ, કાકડી કે ચીભડા ન ખાવા જોઈએ.

-અડદની સાથે મૂળા ન ખાવા જોઈએ.

-દહીં અને જાંબુ એકીસાથે ન ખાઓ.

-દહીની સાથે ટેટી ન ખાવી જોઈએ.

-ફળોની સાથે શાકભાજી ન ખાવી જોઈએ.

-રાત્રે મૂળા અને દહીં ન ખાઓ.

-દહીં ગરમ કરીને ન ખાઓ.

-કાંસાના વાસણાં દસ દિવસ રાખેલુ ઘી ન ખાઓ.

-દાળોની સાથે શક્કરરીયા, બટાકા, રતાળુ ન ખાઓ.

-તરબૂચ કે ટેટીની સાથે અન્ય કોઈ ખાદ્ય પદાર્થ ન લેવા જોઈએ.

-દાળ અને ચોખા એકીસાથે ન ખાવા જોઈએ.

-દૂધ અને દહીંની સાથે રોટલી ન ખાઓ.

-રોટલીની સાથે આમલી ન ખાઓ.

-જો રોટલી અને ચોખાની સાથે દાળ ખાવી હોય તો તે વખતે વધુ માત્રામાં કાચા શાકભાજીનું પણ સેવન કરવું જોઈએ.

-શાકભાજી ફળ, અથાણુ, દહીં, મિઠાઈ, પાપડ વગેરે એકીસાથે ન ખાવા જોઈએ.

આપણે કયા ખાદ્યાપદાર્થ સાથે કયા ખાદ્યપદાર્થો લઈ શકીએ છીએઃ-

-કેરી અને ગાયના દૂધને સાથે લઈ શકાય છે.

-દૂધ અને ખજૂર સાથે લઈ શકાય.

આગળ વાંચો વધુ

-રોટલીની સાથે લીલા પત્તાવાળી શાકભાજી ખાઓ.

-અંકુરિત દાળ ને કાચા નારિયેળ સાથે ખાઈ શકાય.-રોટલીની સાથે લીલા પત્તાવાળી શાકભાજી ખાઓ.

-અંકુરિત દાળ ને કાચા નારિયેળ સાથે ખાઈ શકાય.

-ચોખા અને નારિયળના ટુકડા સાથે ખાઈ શકાય.

-દાળ અને દહીને એકીસાથે ખાઈ શકાય છે.

-જામફળ અને વરિયાળી એકીસાથે ખાઈ શકાય.

-તરબૂચની સાથે મૂળાના પત્તા લઈ શકાય.

-ચીલ અને મેથીની ભાજીને એકીસાથે ખાઈ શકાય.

-કેળા અને નાની ઈલાયચી સાથે ખાઈ શકાય.

-ગાજર અને મેથીનું શાક ખાઈ શકાય.

શાક અને ખીચડીને સાથે ખાઈ શકાય.

-ફળ અને અલ્પમાત્રામાં માવાનું સેવન યોગ્ય રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290