Know Your Lucky Number And Become Rich And Get Money
તમારી જન્મ તારીખ મેળવીને ઉપાય કરો, ને ખીસુ રૂપિયાથી ભરેલુ રાખો!
આખા વર્ષમાં તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહે તેમ ઇચ્છતા હો તો આ સરળ અને અનોખો ઉપાય અપનાવો. આ માટે માત્ર તમારી જન્મતારીખ, મહિનાને અને જન્મવર્ષને જોડો જેમ કે 21- 11 – 1980 જન્મ તારીખ હોય તો 2+1+1+1+1+9+8+0 =23 2+3 = 5 માટે તમારો જન્માંક 5 ગણાય. બસ, આ લકી નંબર પ્રમાણે તમારી સાથે લકી ચાર્મ કે લકી વસ્તુને રાખો કે જે તમને પૈસા જ પૈસા અપાવશે.
તમારી જન્મ તારીખ પ્રમાણે તમારો જે લકી અંક આવે તે પ્રમાણે આગળના અંક ઉપર વાંચો તમારે કયા ઉપાય કરવાથી તમે બની શકો છો.
અંક 1 –
જેમનો જન્માંક એક છે તે લોકોએ રેશમી સફેદ ચોરસ રંગના કપડાં પર પોતાનો જન્માંક 1 નંબર લખીને રવિવારે સવારના સમયે પોતાની પાસે કે પર્સમાં રાખવું.
અંક 2 –
જેમનો અંક 2 છે તે સોમવારની રાતે પોતાની પાસે વાદળી રંગના રેશમી કપડામાં સફેદ રંગના ચમકીલા સિતારાઓ લગાડીને રાખો, આમ કરવાથી ક્યારેય પૈસાની તંગી નહીં રહે.
અંક 3 –
ત્રણ અંકવાળાઓ ગુરૂવારે સવારના સમયે પોતાના પર્સમાં પીળા રંગના રેશમી કપડામાં ચાંદીનો ચોરસ ટુકડો મુકવો.
અંક 4 –
ચાર નંબરવાળાના પર્સમાં વાદળી રંગના રેશમી કપડામાં કાળી મરી બાંધીને રાખવી જોઇએ જેને રાખવાથી તમારું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે. આ વસ્તુને શનિવારના સાંજના સમયે રાખો.
અંક 5 –
જે લોકોનો નંબર 5 છે તે લોકો બુધવારની બપોરે લીલા રંગના રેશમી કપડામાં એક તાંબાનો છેદવાળો સિક્કો લપેટીને લીલા રંગના દોરાથી પોતાના હાથ પર બાંધી લો અથવા તો પર્સમાં રાખી દો.
અંક 6 –
જો તમારો અંક 6 છે તો તમે શુક્રવારની સવારે પોતાના પર્સમાં ગુલાબી રંગના રેશમી કપડામાં સફેદ રંગથી અંક 6 લખીને સફેદ રંગની કોઇપણ મિઠાઇ ખાઇ લો જેનાથી તમને પૈસાથી સંબંધી મુશ્કેલીઓ થશે નહીં.
અંક 7 –
સાત અંકવાળાએ ગુરૂવારના દિવસે સવારે પોતાના પર્સમાં સોનેરી રંગના કપડામાં પીળુ સરસિયું બાંધીને રાખવું.
અંક 8 –
જેમનો અંક 8 છે તે શનિવારે સવારે પોતાના પર્સમાં પીળા રંગના કપડામાં અખંડ ચોખાના 21 દાણા બાંધીને રાખવા જેનાથી પૈસાથી સંબંધિત અડચણો દૂર થવા લાગશે.
અંક 9 –
મંગળવારે સાંજે પોતાના પર્સમાં લાલ રંગના રેશમી કપડાને રાખવાથી આ અંકવાળાનું પર્સ હંમેશા ભરેલુ રહેશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290