What Thing Donate In Shradha, Know.
પિતૃઓ સુખ-શાંતિના આશીર્વાદ આપશે, આ 10 વસ્તુ દાન કરો
પિતૃપક્ષના સોળ દિવસમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે કર્મ કરી પિતરોને પ્રસન્ન કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે પિતૃપક્ષમાં દાનનું પણ ખૂબ જ મહત્વ છે. માન્યતા છે કે દાનથી પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે છે અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે. આવો જાણીએ કયા પ્રકારના દાનથી કેવા પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે...આગળ વાંચો....કઈ વસ્તુનું દાન કરવાથી કયું પુણ્ય મળે છે...
ગાયનું દાનઃ-
-ધાર્મિક દ્રષ્ટિએ ગાયનું દાન બધા દાનમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ શ્રાદ્ધપક્ષમાં કરવામાં આવેલ ગાયનું દાન દરેક સુખ અને ઐશ્વર્ય આપનારું માનવામાં આવે છે.
તલનું દાનઃ-
-શ્રાદ્ધના દરેક કર્મમાં તલનું મહત્વ હોય છે. આ રીતે શ્રાદ્ધમાં દાનની દ્રષ્ટિએ કાળા તલનું દાન સંકટ, વિપત્તિઓ સામે રક્ષણ આપે છે.
ભૂમિ દાનઃ-
જો તમે આર્થિક રીતે સંપન્ન હોવ તો શ્રાદ્ધપક્ષમાં કોઈ નબળા કે ગરીબ વ્યક્તિને જમીનનું દાન તમારી સંપત્તિ અને સંતતિલાભ આપે છે. પરંતુ જો તે શક્ય ન હોય તો જમીનના સ્થાને માટીના કેટલાક ઢેલા દાન કરવા માટે થાળીમાં કોઈ બ્રાહ્મણને દાન કરી શકો છો.
વસ્ત્રોનું દાનઃ-
-આ દાનમાં ધોતી અને દુપટ્ટા સહીત બે વસ્ત્રના દાનનું મહત્વ છે. આ વસ્ત્ર નવા અને સ્વચ્છ હોવા જોઈએ.
ચાંદીનું દાનઃ-
-પિતૃઓના આશીર્વાદ અને સંતુષ્ટિ માટે ચાંદીનું દાન ખૂબ જ પ્રભાવકારી માનવામાં આવે છે.
અનાજનું દાનઃ-
-અન્નદાનમાં ઘઉં, ચોખાનું દાન કરવું જોઈએ. તેના અભાવમાં કોઈ બીજુ અનાજ પણ દાન કરી શકાય. આ દાન સંકલ્પ સહિત કરવાથી મનોવાંછીત ફળ પ્રાપ્ત થાય છે.
ગોળનું દાનઃ-
-ગોળનું દાન પૂર્વજોના આશીર્વાદથી કલેશ અને દરિદ્રતાનો નાશ કરી ધન અને સુખ આપનાર માનવામાં આવે છે.
સોનાનું દાનઃ-
-સોનાનું દાન કલેશનો નાશ કરનાર હોય છે. પરંતુ જો સોનાનું દાન શક્ય ન હોય તો સોના દાનનું નિમિત્ત યથાશક્તિ ધનદાન પણ કરી શકો છો.
ઘીનું દાનઃ-
-શ્રાદ્ધમાં ગાયના ઘી એક પાત્ર(વાસણ)માં રાખી દાન કરવાથી પરિવાર માટે શુભ અને મંગળકારી માનવામાં આવે છે.
મીઠાનું દાનઃ-
પિતૃઓની પ્રસન્નતા માટે મીઠાના દાનનું ખૂબ જ મહત્વ રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290