Why Soul Comes Back From Hell, How Makes Phantom's Body Of Pind Dan?
યમલોકથી શું પાછી આવે છે આત્મા, પિંડદાનથી કઈ રીતે બને છે પ્રેતનું શરીર......?
મૃત્યુ એક સનાતન સત્ય છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી સ્વર્ગ-નરકની માન્યતા પણ છે. પુરાણ અનુસાર જે માણસ સારું કર્મ કરે છે, તેના પ્રાણ હરનાર દેવદૂત આવે છે અને તેને સ્વર્ગ જાય છે. જે માણસ જીવનભર ખરાબ કામમાં કરતા રહે છે, તેના પ્રાણ હરનારા યમદૂત આવે છે અને તેને નરકમાં લઈ જાય છે, પણ તેના પહેલા તે જીવાત્માના યમલોક લઈ જાય છે, જ્યાં યમરાજ તેના પાપના આધારે તેને સજા આપે છે. મૃત્યુ પછી જીવાત્મા યમલોક સુધી કઈ રીતે જાય છે, તેનું વિસ્તૃત વર્ણન ગરૂડ પુરાણમાં જણાવાયું છે. ગરુડ પુરાણમાં એ પણ જણાવાયું છે કે કઈ રીતે માણસના પ્રાણ નિકાળે છે અને કઈ રીતે તે પ્રાણ પિંડદાન પ્રેતના રૂપમાં પ્રાપ્ત કરે છે. જો આપ પણ માણસના પ્રાણ નીકળે ત્યારથી યમલોક જવાના માર્ગ વિશે જાણવા ઈચ્છો છો તો આગળ
ગરુડ પુરાણ પ્રમાણે જે મનુષ્યનું મૃત્ય થઈ જાય છે તે બોલવાની ઈચ્છા હોવા છતા પણ બોલી નથી શકતો. અંત સમયમાં તેમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે સંપૂર્ણ સંસારને એકરૂપ સમજવા લાગે છે. તેની બધી ઈન્દ્રિઓ નષ્ટ થઈ જાય છે અને તે જડ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે અર્થાત્ હાલવા-ચાલવામાં અસમર્થ થઈ જાય છે.
ત્યાર પછી તેના મુખમાં ફીણા નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેના માર્ગથી નીકળે છે. તે સમયે બે યમદૂત આવે છે, તે મોટા ભયાનક તથા ક્રોધીનેત્રોવાળા તથા પાશદંડને ધારણ કરનાર નગ્ન અવસ્થામાં આવે છે. તે પોતાના દાંત કકડાવે છે.
- યમદૂત કાગડા જેવા કાલા વાળ હોય છે, તેના મુખ આડાઅવળા હોય છે, નખ જ તેના શસ્ત્ર હોય છે. આવા યમદૂતોને જોઈને પ્રાણી ભયભીત થઈને મળમૂત્ર ત્યાગ કરવા લાગે છે. તે સમયે શરીર માંથી અંગૂઠા જેવડો જીવ હા..હા... શબ્દ કરતા નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.
યમરાજના દૂત તેને ભોગવાળા શરીરને પકડીને ગાળીયો ગળામાં બાંધે છે, તે ક્ષણ યમલોકમાં લઈ જાય છે. જે રીતે રાજાના સૈનિક દંડપાત્ર પ્રાણીને પકડીને લઈ જાય છે. તે રીતે પાપી જીવાત્માને રસ્તામાં થાકવાથી પણ યમરાજના દૂત ભયભીત કરે છે અને તેને નરકના દૂઃખને વારંવાર સંભળાવે છે.
યમદૂતની એવી ભયાનક વાતો સાંભળી પાપાત્મા જોરજોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર દયા ખાતા નથી. ત્યાર પછી તે અંગૂઠા જેવડો જીવ યમદૂતોથી ડરે છે, કૂતરાઓ તેને કરડવાથી દુઃખી થાય છે અને પોતાના પાપને યાદ કરે છે.
- ગુરુડ પુરાણ અનુસાર યમલોક 99 હજાર યોજન (વૈદિક કાળની હિન્દુ લંબાઈ માપનનું પરિમાણ છે. એક યોજન બરાબર ચાર કોસ એટલે કે 13-16 કિ.મી.) છે. ત્યાં પાપી જીવને બે, ત્રણ મુહૂર્તમાં લઈ જાય છે, ત્યાર પછી યમદૂત તેના ભયાનક નરક યાતના આપે છે. તેનાથી તે જીવાત્મા યમ તથા યમની યાતના જોઈને થોડીવારમાં યમરાજની આજ્ઞાથી યમદૂત દ્વારા આકાશમાર્ગથી ફરી પોતાના ઘરને આવે છે.
ઘરમાં આવીને તે જીવાત્મા આપના શરીરમાં ફરી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતના પાશ બંધનથી તે મુક્ત ન થઈ શકે અને ભૂખ-તરસના કારણે રડે છે. પુત્ર વગેરે જે પિંડ અને અંત સમયમાં દાન કરે છે, તેનાથી પણ પ્રાણીને તૃપ્તિ થતી નથી કારણ કે પાપીને દાન, શ્રદ્ધાંજલી દ્વારા તૃપ્તિ મળતી નથી, આ પ્રકારે ભૂખ-તરસથી યુક્ત થઈને તે જીવ યમલોકમાં જાય છે.
ત્યાર પછી જે પરમાત્માના પુત્ર વગેરે પિંડદાન નથી આપતા તો તે પ્રેત રૂપ થઈ જાય છે અને લાંબા સમય સુધી નિર્જન વનમાં દુઃખી થઈને ફરતા રહે છે. એટલો સમય પસાર થયા પછી પણ કર્મને ભોગવવું જ પડે છે કારણ કે પ્રાણી નરક યાતના ભોગ વગર માણસનું શરીર પ્રાપ્ત થતું નથી.
ગરૂડ પુરાણ અનુસાર માણસનું મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. તે પિંડદાનને દરરોજ ચાર ભાગ થઈ જાય છે. તેમાં બે ભાગ તો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપનાર હોય છે, ત્રીજો ભાગ યમદૂતને થાય છે તથા ચોથો ભાગ પ્રેત ખાય છે. નવમા દિવસે પિંડદાન કરવાથી પ્રેતનું શરીર બને છે, દસમા દિવસે પિંડદાનથી તે શરીરને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
ગરૂડપુરાણ અનુસાર શવને અગ્નિમાં વિલિન કર્યા પછી પિંડથી હાથ બરાબરનું શરીર ઉત્પન્ન થાય છે. ત્યાં યમલોકના માર્ગથી શુભ-અશુભ ફળને ભોગવે છે. પહેલા દિવસે પિંડદાનથી મૂર્ધા (માથુ), બીજા દિવસથી ગર્દન અને ખંભા, ત્રીજા દિવસથી હૃદય, ચોથા દિવસનું પીડથી પીઠ, પાંચમા દિવસથી નાભિ, છઠ્ઠા અને સાતમા દિવસથી કમર અને નીચેના ભાગ, આઠમા દિવસથી પગ, નવમા અને દસમા દિવસથી ભૂખ-તરસ વગેરે ઉત્પન્ન થાય છે. એવા પિંડ શરીરને ધારણ કરી ભૂખ-તસથી વ્યાકુળ પ્રેત આત્મા અગાય અને બારમા દિવસનું ભોજન કરે છે.
યમદૂત દ્વારા તેરમા દિવસે પ્રેતને વાંદરાની જેમ પકડીને લઈ જાય છે. ત્યાર પછી તે પ્રેત ભૂખ-તરસથી તરફડી યમલોકમાં એકલા જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને છ્યાંસી હજાર યમલોક પહોંચે છે.
આ પ્રકારે માર્ગમાં સોળહજાર પુરિઓને પાર કરી પાપી જીવ યમપુરિમાં યમરાજાના ઘરે જાય છે. આ સોળ પુરિઓના નામ આ પ્રકારે છે – સોમ્ય, સૌરિપુરિ, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બાહ્યાપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્તભવન, રોદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા પછી આગળ યમરાજપુરિમાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290