26.9.13

રાઝની વાત: જાણો કઈ રીતે લાગે છે ખરાબ નજર ? સત્ય કે વહેમ



Secret Thing: What Is Evil Eye. How Does It.


રાઝની વાત: જાણો કઈ રીતે લાગે છે ખરાબ નજર ? સત્ય કે વહેમ


આપણે બાળપણથી જ આ શબ્દ સાંભળતા આવી રહ્યા છે કે નજર લાગી ગઈ છે. એવી માન્યતા છે કે કોઈ બાળકને નજર લાગી જાય તો તેની તબિયત બગડી જાય છે. જોકે કેટલાક લોકો નજર લાગવાને માત્ર વહેમ માને છે. જ્યારે નજર લાગવી એ કોઈ વહેમ નથી પરંતુ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.

આગળ જાણો નજર લાગવા પાછળ છુપાયેલો રહસ્ય...........

વિજ્ઞાન મુજબ શરીરમાં વિદ્યુત તરંગો હોય છે. આ વિદ્યુત તરંગોથી કોઈપણ પ્રકારની બાધા ઉત્પન્ન થાય તો શરીર લકવાનો શિકાર થાય છે. જેથી શરીરની વિદ્યુત તરંગોનું નજર લાગવા સાથે સીધો સંબંધ છે.

મોટાની સરખામણીમાં બાળકોને વધુ નજર લાગી જતી હોય છે કારણ કે બાળકોનું શરીર વધુ કોમળ હોય છે. જો કોઈ વ્યેક્તિ બાળકને એકધારું જોયા કરે તો તેમની નજરની ઊર્જા બાળકની ઊર્જાને પ્રભાવિત કરે છે જેના કારણે બાળક બિમાર થઈ જતું હોય છે.

ખરાબ નજર સામે રક્ષણ માટે જ બાળકોને કાળો ટીલું કરવામાં આવે છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.

વિજ્ઞાન માને છે કે કાળો રંગ ઉષ્માનું શોષક છે. જેથી બાળકોને કાળો દોરો પણ બાંધવામાં આવે છે. જેથી તે કોઈપણ ખરાબ નજરને બાળકમાં પ્રવેશવા દેતું નથી અને પોતે જ શોષી લે છે. આ જ કારણથી બાળકોને નજર લાગતી નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290